________________
૧૬
પ્રબુદ્ધ જીવન
શિક્ષણના આદર્શ
ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે ૧૪ વષઁથી નીચેનાં બાળકાને મફત અને ફ્રજિયાત શિક્ષણ આપવાના આદર્શને અમલી ખનાવવાના આ રાજ્ય પ્રયત્ન કરશે હાલ તુરત ૬થી ૧૧ વર્ષનાં બાળકોને મક્ત અને ક્રરજિયાત શિક્ષણુ અપાય છે અને રાજ્યની જાહેર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનારા બાળાને સાત ધારણ સુધી કશી ફી વિના શિક્ષણ મળી રહે એવા પ્રશ્નોંધ ચાલુ રહેશે. પાયાની કેળવણીને ઉત્તેજન અપાશે અને એ ક્ષેત્રે, અનુભવે ધ્યાન પર આવેલી ક્ષતિઓ દૂર કરવા પ્રયત્ન થશે. ખાળકો માટેના બાળ— મંદિરની સ્થાપનાને આર્થિક મદદ દ્વારા ઉત્તેજન આપવામાં આવશે. બહેનેાના શિક્ષણને વેગ આપવા માટે ખાસ પગલાં લઈશું. કળા, હુન્નર તથા વિજ્ઞાનના શિક્ષણ તરફ અને સંશાધન કા તર વિશેષ લક્ષ અપાશે. શિક્ષણનું સત્વ વધારવા, ગુરુ શિષ્યનો સંબંધ સુધારવા, શિક્ષકની તાલીમ વધુ સંગીન બનાવવાની યાજના વિચારીશું.ટેકનિકલ શિક્ષણને વધુ વેગ આપવામાં આવશે. ઇજનેરી કાલે, પોલિટેકનિક સંસ્થાઓ, ટેકનિકલ હાઇસ્કૂલે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ, ખેતીવાડીની તેમ જ તબીબી શિક્ષણુની સંસ્થાઓ વગેરેના વિકાસ કરવામાં આવશે.
શિક્ષણની તક સૌને મળે એની રાજ્ય તરફથી કાળજી લેવામાં આવશે. જે વિદ્યાથી એનાં મા-બાપાની વાર્ષિક આવક રૂા. ૯૦૦, કે એથી એછી હોય એમને બધી કક્ષાએ કશી ફી વિના શિક્ષણ મળી રહે એવા પ્રબંધ છે. આ ઉપરાંત જેમની વાર્ષિક આવક રૂા. ૯૦૦ કરતાં વધારે અને શ. ૧૨૦૦ કરતાં ઓછી હશે તેમનાં બાળકાને હાઇસ્કૂલ અને ટેકનિકલ સ્કૂલમાં એસ. એસ. સી. સુધી કશી ફી લીધા સિવાય શિક્ષણ આપવાના ચાલુ વર્ષથી પ્રબંધ કરવામાં આવશે. તેમ જ સાધારણ અંગર ગરીબ સ્થિતિમાં ઉછરતા વિદ્યાથી એ, જે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તેમ જ યુનિવર્સિટીમાં હૂ દાખલ થઇ શકે તે પરીક્ષામાં પહેલા વગ માં ઉત્તીણુ થયા હાય તેવા એમાંથી એક હજાર વિદ્યાથી ઓને દર વર્ષે વધુ અભ્યાસ માટે મદદરૂપે લાન આપવાની યોજના તૈયાર થઇ રહી છે. ઉત્તરોત્તર દર વર્ષે આમ ઉત્તીણ થયેલા હજાર હજાર વિદ્યાથી ઓને પાંચ વર્ષોં સુધી આ રીતે મદદ આપવાની વ્યવસ્થા થઇ રહી છે. આમાંથી અર્ધોઅધ એસ. એસ. સી. પરીક્ષામાં પહેલા વિભાગમાં આવનારાઓને અપાશે, અને બાકીની ઉચ્ચ કેળવણી લેનાર વિદ્યાથી ઓને આપી શકાશે. આ રીતે પાંચ વર્ષ પછી દર વર્ષે ૫૦૦૦ વિદ્યાથી એ માટે ઉચ્ચ શિક્ષણના પ્રબંધ કરી શકાશે. આ યેાજના હેઠળ અપાનારી લેાન વ્યાજમુકત હશે, એટલે કે લેન ઉપર વ્યાજ લેવામાં આવશે નહિ. જે વિદ્યાથી અગર `વિદ્યાર્થિનીઓને આ યેાજના હેઠળ લેાન અપાઇ હશે તેમણે જેમ જેમ તે ક્રમાતા થાય તેમ તેમ લેનની રકમ હપ્તે હપ્તે પાછી આપવાની રહેશે, અને તે રકમનુ એક જુદું જ ક્રૂડ ઊભું કરારો. તે કુંડ કાયમી રહેશે અને તેમાંથી ઉચ્ચ પંક્તિના વિદ્યાથી ઓને શિક્ષણક્ષેત્રે વિશેષ અને વિશેષ લાભા પુસ્તકાલય પ્રવૃત્તિ
આપવામાં આવશે.
પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ આપવાની જરૂર છે, તેમ જ પુરાતત્વનું સંશાધન કા' આગળ ધપે તેમ કરવાની જરૂર છે. ગુજરાતને કળાક્ષેત્રે વિકસાવવાના પ્રયત્ન થશે. સંગ્રહાલય પ્રવૃત્તિને વધુ વ્યાપક અને સંગીન કરવાની આશા છે. ગુજરાતને યથા તિહાસ આલેખાય અને એ માટેનાં સશોધનકાર્યને ઉત્તેજન મળે એ જરૂરી છે. વિદ્યાથી ઓના શારીરિક શિક્ષણને ઉત્તેજન આપી રમતગમતને વિકાસ થાય એ માટે જરૂરી પગલાં
• ભરવામાં આવશે.
તા. ૧૬-૧-૬૦
લોકાએ અસરકારક ભાગ ભજવવાને છે. શિક્ષણ અને સંસ્કાર સિવાય આ જવાબદારી તે અદા કરી શકે નહિ. કેવળ સાક્ષરતા-પ્રચારની દૃષ્ટિએ જ નહિ, પણ પ્રત્યેક ભાઇબહેન નાગરિક ધમાઁ અને પોતાની જવાબદારી યાગ્ય રીતે સમજીને અદા કરી શકે એ દૃષ્ટિએ, પ્રૌઢ શિક્ષણને કાક્રમ વ્યાપક ધોરણે હાથ ધરવામાં આવશે, સત્તાનું વિકેન્દ્રીકરણ
ગ્રામપચાયત
ગ્રામપ ચાયત, સહકારી મંડળી ત્યાદિ ગ્રામસ્વરાજ્યની પાયાની સંસ્થાની જવાબદારી લેકાએ જાતે ઉઠાવવાની છે. પુખ્ત મતાધિકારને પરિણામે રાજ્ય તથા દેશના વહીવટમાં પણ
વહીવટ અને સત્તાના વિકેન્દ્રીકરણમાં ગ્રામપંચાયતાનુ સ્થાન વિશિષ્ટ રહેશે. ગુજરાતના દરેક ગામને પંચાયતાથી થોડા જ સમયમાં આવરી લેવામાં આવશે તેમ જ ગ્રામપંચાયતાને વધુ કાર્યક્ષમ બનાવવા પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. ગ્રામ આર્થિક આયેાજન અને ખેતી સહકારી પદ્ધતિ ઉપર લઇ જવા ખાસ પ્રયત્ન કરવામાં આવશે. અને દરેક ગામને સેવા સહકારી મંડળીથી
આવરી લેવામાં આવશે. તેનીજ સાથે સહકારી ઢબે વેચાણ વગેરે પ્રક્રિયા ખીલવવામાં આવશે અને ખેડૂતો સ્વેચ્છાએ સહકારી ધારણે ખેતી કરે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવશે, તેમજ તેને ઉત્તેજન આપવામાં આવશે.
ગુજરાત કેટલાંય વર્ષોં સુધી વાહનવ્યવહારમાં પછાત હતું એમાં છેલ્લાં થાડાં વર્ષોંમાં કેટલાક સુધારા થયા છે. પણ આપણા વાહનવ્યવહાર ગુજરાતનાં દરેક ભાગને પૂરેપૂરા મળી રહે એ માટે એ દિશામાં ઠીક ઠીક પ્રયાસ કરવા પડશે, ત્રીજી પંચવર્ષીય યેજનામાં આપણે તેને સારૂં મહત્વ આપવુ પડશે.
રસ્તાઓના પ્રશ્ન
દસ વર્ષ પહેલાં ગુજરાતમાં ભાગ્યે જ સારા રસ્તાઓ હતા. સતત પ્રયાસથી હાલ ઠીક ઠીક પ્રગતિ થયેલી છે, છતાં પણ દેશના ખીજા ભાગાના પ્રમાણમાં આપણે ત્યાં સારા અને પૂરતા રસ્તાની ખાટ હજુ ઘણી છે. સારા રસ્તા સિવાય વાહનવ્યવહારની આવજાવ સરળ નથી, અને તે કારણે દર વરસે ખાસ કરીને ચોમાસા દરમ્યાન કેટલાયે મહિનાઓ સુધી આપણા બવ્યવહાર વગેરે ખારવામ જાય છે, જેને લખતે વાહનવ્યવહારને આર્થિક નુકસાન સારી રીતે ભોગવવુ પડે છે. આ સ્થિતિમાં સુધાર કરવા સરકાર સારા એવા પ્રયત્ન કરશે; પણ ગ્રામજનો, પંચાયત અને જિલ્લા લેકના સારા સહકાર હશે તે જ ગ્રામ રસ્તાઓના આપણે સારી રીતે વિસ્તાર કરી શકીશું'. મને આશા છે કે જનતા આ દિશામાં સારે સહકાર આપશે.
આાગ્ય
આપણે ત્યાં વૈદ્યકીય ક્ષેત્રે પણ ઠીક ઠીક પ્રયાસ કરવાનો રહે છે, આખા રાજ્યમાં વૈદ્યકીય સારવાર પહોંચાડવા માટે આપણે જુદી જુદી પદ્ધતિઓના ઉપયાગ કરતાં પહેલાં તેના ગુણદેજેને ધ્યાનમાં રાખવા પડશે. રક્ષણાત્મક તેમ જ નિવારણાત્મક એમ બન્ને બાજુનુ કામ પૂરેપૂરુ વિકસે તેની વ્યવસ્થા જરૂરી છે. વૈદ્યકીય શાસ્ત્ર તેમ જ મીન વિષયે માં શાધખોળ સારા પ્રમાણમાં થાય તેને વાસ્તે આપણે સારી જહેમત ઉઠાવવી જોઇએ. સંશાધન અંગે ગુજરાત ઘણું પછાત છે એ આપણને શાભાસ્પદ નથી, તેથી સારી પ્રયાગશાળાઓ અને સશાધન કૅલેશિપ્સની સારા પ્રમાણમાં વ્યવસ્થા કરવી પડશે. પ્રજાત ત્રમાં રાજ્યાના વહીવટ પ્રજાની પેાતાની ભાષામાં માતૃભાષામાં ચાલે એ આવશ્યક હાઈ ગુજરાતને રાજ્યવહીવટ ગુજરાતી ભાષામાં ચાલે એવી લોકેાની અપેક્ષા સ્વાભાવિક લેખાય. લેાકેાની આ સ્વાભાવિક અપેક્ષાને ધ્યાનમાં લઇને રાજ્યના વિભાગ તથા જિલ્લા કક્ષાના તત્રમાં પ્રજા સાથેના વહીવટ આજથી જ ગુજરાતી ભાષામાં ચલાવવાની યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કે ગ્રામીણુ તેમ જ ઇતર પ્રજાને સરકારી ખાતાઓમાંથી મળતા પત્રા અગર જવાએા ગુજરાતી ભાષામાં જ આપવામાં આવશે. સચિવાલય કક્ષાએ અંગ્રેજીમાં ચાલતા વહીવટનુ` વહેલી તકે ગુજરાતીમાં અને હિન્દીમાં રૂપાંતર કરવાને સારી રીતે પ્રયત્ન થશે અને કેન્દ્ર તથા અન્ય રાજ્યેા સાથેના વહીવટમાં રાષ્ટ્રભાષાને યેાગ્ય સ્વીકાર થાય એ માટે કેન્દ્ર સરકારના સહકાર મેળવી મેગ્ય પ્રયાસ કરવામાં આવશે.