SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મેં બુદ્ધ જીવન હું બધું જ ભૂલી જાઉં છું. મનમાં જો સધવ ન રહે તા આરોગ્ય ઉપર તેની ધણી જ સારી અસર થાય છે એવા મારા અનુભવ છે. રાંતેની રાતે હું કામ કરી શકું છું અને સમય મળતાં એ ત્રણ મિનિટમાં નિદ્રાધીન થઇ ૧૦–૨૦ મિનિટ પણ નિદ્રા દ્વારા આરામ મેળવી શકું છુ તે ઘણે અંશે ‘સાચુ છે, તેનુ કારણ મનના હળવાપણા સિવાય ખીજું નથી. માથા પરનુ કામ જ્યારે પૂરૂ કરી લઉં છું ત્યારે હકના આરામમાં કુદરત પણું ખાધા નાખતી નથી, ભોજનમાં આપણે સામાન્ય ખોરાક હું લ છું.. વજન ન વધે તેની કાળજી રાખવા સાકર અને ચરખીવાળા પદાર્થ શક્ય તેટલે ઓછા લઉ છું. બાકી કંઇ નિયમા જેવું રાખ્યું નથી, વ્યસનાથી હું' મુકત છું. “જ્યાતિષ સંબધમાં કહેવું મુશ્કેલ છે. એનુ ગણિત અને વિજ્ઞાન હશે કે છે, એમ કહી શકું, પરંતુ મને અંગત રીતે તેમાં રસ નથી, તેને વિરાધ પણુ નથી. કામમાં મુશ્કેલી ન આવતી હાય અને ખીજાના આગ્રહ મુફ્ત સાચવવાના હોય તે તે સામે હું વાંધા ઉઠાવતા નથી. આધ્યાત્મિક ને ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસના પ્રશ્ન નિરાળા છે. એમાં હું બહુ ઊંડા ઊતયા નથી, તત્ત્વજ્ઞાનના મતે શાખ છે. એમ ન કહી શકાય, પરંતુ ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખુ છુ અને શરીર કે મન થાકનો અનુભવ કરે ત્યારે ‘શ્રીકૃષ્ણ શરણ ́ મમ'ના ઉચ્ચાર પણ કરી લઉં છું. જીવનમાં અને જગતમાં જે બન્યું છે અને બને છે તે ઈશ્વરની હતી પુરવાર કરવા માટે પૂરતું છે એમ હું માનું છું. જીવનના મનોરથો “મારા જીવનનાં સ્વપ્નાંઓ કે મનેરથા વિષે તે એટલું જ કહું કે અંગત રીતે ક ંઇ પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી, જે દેશની સેવામાં આટલાં વર્ષ ગાળ્યાં છે અને જે ભાવનાનાં અમૃત લગભૃગ સાઠ વરસથી પીતે આવ્યો છુ તેની સિદ્ધિ માટે મારા કઇ પશુ ઉપયેગ થઇ શકે તે તેમાં મારા અંગત જીવનની સિદ્ધિ અથવા તે કૃતકૃત્યતા હું સમજું' છુ. નિવૃત્ત થવાના વિચાર કોઇ વાર મનમાં આવ્યા નથી. આ બાબતમાં મારા મત અવા છે કે ઇશ્વર જ્યાં સુધી આપણી પાસેથી કામ લેવા ઇચ્છે અને સમાજ તેમાં સમતિ આપે ત્યાં સુધી આપણે કામ કરતા રહેવુ' જોઇએ, જીવનની પરમ અભિલાષા આ દેશની સ ામુખી ઉન્નતિમાં ઉપ ચેાગી બનવા સિવાય બીજી કાષ્ઠ છે નહિ.” ઉજ્જ્વળ ભાવિ ડા. જીવરાજ મહેતાની મુલાકાત પૂરી કરીને રાતના લગભગ સાડા અગિયાર વાગે હું એમનાથી છૂટા પડયા ત્યારે મારા હૃદયમાં એમના પ્રત્યે જે આદરભાવ હતા તેમાં અનેકગણી' વૃદ્ધિ થઇ હતી. મને એમ પણ લાગ્યું હતું કે ગુજરાતની જ્યારે એક રાષ્ટ્રીય ઘટક તરીકે નિરાળી રચના થઇ રહી છે ત્યારે તેના પ્રથમ શિલ્પી બનવાનું માન આવા એક કમવીરને પ્રાપ્ત થાય છે તે ગુજરાતના સદ્ભાગ્યની એક ઉજ્જવળ નિશાની ગણાય. ડૉ. જીવરાજભાઇની વર્ષ આજે ૭૩ વષઁની છે, પર ંતુ અનેક યુવાને કરતાં તે શરીર, મન, બુદ્ધિ અંતઃકરણથી ધણા જ જાગૃત અને ક્રિયાશીલ છે, એમના નેતૃત્વ નીચે ગુજરાત કલ્યાણ માગે જ ગતિ કરશે એવા વિશ્વાસ અવશ્ય રાખી શકાય. ( તા. ૨૮-૪-૬૦ ના * જન્મભૂમિ ' માંથી સાભાર ઉષ્કૃત ) મુંબઇના નવા મેયરનુ સંધ તરફથી સન્માન શ્રી. મુખઈ જૈન ચુવક સ'ઘ તરફથી મુખઇની મ્યુનીસીપલ કારપેારેશનના નવા મેયર શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઈનું તા. ૨૦-૫-૬૦ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે સઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ) જાહેર સન્માન કરવામાં આવશે. સદ્ઘના સભ્યોને સમાન સભામાં વખતસર હાજર રહેવા વિનતિ છે, મંત્રીઓ, સુઇ જૈન યુવક સંઘ તા. ૧૬-૫-૬૦ ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જીવરાજ મહેતાનું વાયુપ્રવચન (ગુજરાતના નવા રાજ્ય માટે નિયુકત થયેલા પ્રધાન મ`ડળની સેગ ધવિધિ પૂરી થયા બાદ ગુજરાતના મુખ્ય સચિવ ડો. જીવરાજ મહેતાએ અમદાબાદ આકાશવાણી પરથી વાયુપ્રવચન કર્યુ હતું. આ પ્રવચનમાં ડો. જીવરાજ મહેતા ગુજરાતના નવા રાજ્યના લાવી વિકાસ અંગે પેાતાના દિલમાં જે આકાંક્ષા સેવી રહ્યા છે અને તેના સંદર્ભમાં ગુજરાતના પ્રજાંગણ પાસેથી તેઓ જે અપેક્ષાએ ચિન્હવી રહ્યા છે તે આકાંક્ષાઓ અને અપેક્ષાએનું ભવ્ય નિરૂપણુ કરવામાં આવ્યું” છે, આ પ્રવચન દૈનિક પત્રોમાં પખવાડી પહેલાં પ્રગટ થઈ ચુકેલ હોવા છતાં તેનું ઐતિહાસિક મહત્વ ધ્યાનમાં લઇને અને આવુ પ્રવચન વધારે એકાગ્રતા અને શાન્તિપૂર્ણાંક વંચાય અને વધારે સમય સુધી જળવાઇ રહે એ હેતુથી અહિં પ્રકટ કરવું ઉચિત ધાયુ છે, તંત્રી) આજે ગુજરાતના રાજ્યના મગળ પ્રારંભ થાય છે. ભારતના એક અવિભાજ્ય અંગ તરીકે નવા રાજ્યની સ્થાપના થાય છે તે મૉંગળ પ્રસંગે ખેલતા એક પ્રકારના હર્ષ અનુભાવું છું. સાથે સાથે નવા ગુજરાતના સર્જનનું જે ભગીરથ કાય આપણી સમક્ષ પડયુ છે તેની જવાબદારીને વિચાર કરતાં મનમાં એક પ્રકારનો ક્ષેાભ પણ અનુભવુ છું. મારામાં વિશ્વાસ મૂકી આ નવા રાજ્યનું સુકાન તમે મારા હાથમાં મૂકયુ છે તેને માટે હુ' આભાર વ્યકત કરૂ છું. પરંતુ જે જબરજસ્ત જવાબદારી મારે અને મારા સાથીઓને માથે આવી છે તેનો વિચાર કરતાં, તે અદા કરવાને અમે શકિતમાન થશું કે કેમ એ દેશ મનમાં રહ્યા કરે છે. પરમાત્મા પાસે મારી નમ્ર પ્રાથના છે કે ગુજરાતને એની મુશ્કેલીઆમાંથી પાર ઉતારવાને હું અને મારા સાથીએ શકિતમાન થએ. સાથે સાથે ગુજરાતની જનતા પાસે એટલુ યાચું છુ કે આ ભગીરથ કાર્ય પાર પાડવામાં અમાને સંપૂર્ણ સહકાર આપે. આનંદ અને ઉલ્લાસના વાતાવરણુમાં આપણે આપણી જવાબદારી અને કર્તવ્યને ભૂલી ન શકીએ. ગુજરાત રાજ્યની રચના થતાં આપણા ઉપર એક મહાન જવાબદારી આવે છે. ગુજરાતની જનતાએ પોતાની સરકાર પાસેથી અનેક અપેક્ષા રાખી હશે. બીજી બાજુથી, ગાંધીજી અને સરદારના ગુજરાતની પાસેથી, સમગ્ર રાષ્ટ્ર પણ ભારે મેટી અપેક્ષાએ રાખે એ સ્વાભાવિક છે. લેાકાની આ અપેક્ષાઓ અને અભિલાષા પૂર્ણ કરવા માટે શરૂઆતમાં આપણે અનેક મુશ્કેલીઓ પાર કરવી પડશે. તે માટે લેકાને પ્રેમ, આદર અને સ'પૂર્ણ વિશ્વાસના પાયા ઉપર શુદ્ધ અને કાર્યક્ષમ રાજ્યત ંત્ર નિર્માણ કરવા માટે, ગુજરાતને એક આદર્શ અને નમૂનેદાર રાજ્ય બનાવવા માટે, આપણે સૌએ આપણા નાના મોટા મતભેદ બાજુએ રાખીને એકતા અને સંગઠનની ભાવનાથી, તનતાડ મહેનત કરવાની છે, જનતા સ્વાભાવિક રીતે સારા વહીવટની પપેક્ષા રાખે. વહીવટી તંત્રમાં થતે વિલંબ, ગેરરીતિ અને અન્યાય, દોષો જે અત્યારે ઓછાવત્તા અંશે મેજૂદ છે, તે દૂર કરવાની અમારી નેમ છે પરંતુ તે માટે જનતાના સાચા સહકાર અનિવાય છે. તે સાથે સરકારી વહીવટ ચેાગ્ય કરકસરથી ચાલે તે માટે સતત પ્રયત્નશીલ રહીશુ. ઉજંજ્વળ ઇતિહાસ હું આપની સમક્ષ ખેલી રહ્યો છું ત્યારે ગુજરાતના ભૂતકાળના ઉજ્જવળ ઇતિહાસ મારી સામે તાજો થાય છે. અનેક શૂરવીરાએ ગુજરાત માટે પોતાનાં જીવન અર્પણ કર્યાં છે, અનેક પવિત્ર આત્માઓએ ગુજરાતના સ ંસ્કારદેહ ઘડયા છે. પૂ. ગાંધીજીએ ગુજરાતને સંયમ અને સેવાની દીક્ષા આપી. પૂ. સંરદાર સાહેબે ગુજરાતને શિસ્ત અને સંગઠનની ભાવનાથી ધડયુ. આજે પણ એમની પ્રેરણાથી અનેક સેવા લેાકસેવામાં પેાતાની કાયા ધસી રહ્યા છે. આપણને મળેલા આવા ઉજજવળ વારસાને, બલકે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy