________________
-': તા. ૧-૫-૫૯
સંસ્કારિતાની–સુરૂચિની–પૂરવણી કરવાની સાચી રસવૃત્તિનું સીંચન કરવાની, સૃષ્ટિસૌન્દર્યને જાણવા સમજવા તેમ જ માણવાની તાકાત કેળવવાની ખૂબ જ જરૂર છે એમ હું માનું છું અને આ હેતુ માટે તેમ જ પરસ્પર ભાઈચારો કેળવવા માટે પર્યટન, સમૂહભોજન, ચિત્રપટ દર્શન, નત્ય સંગીતનાં આયોજન વગેરે વિચારવામાં તેમ જ યોજવામાં આવે છે.
(૩) વિચારના ક્ષેત્રમાં સંધનું વિચારસ્વાતંત્ર્ય અને વર્તન- સ્વાતંત્ર્ય અબાધિત રહે એ હેતુથી જે કાર્ય માટે સમાજના ધનિક વર્ગ પાસેથી મોટા દાનો મેળવવાનાં રહે એવાં મોટી આર્થિક જવાબદારીવાળાં કાર્યો સંઘે હાથ ન ધરવાં આવી એક નીતિ સંઘના પ્રારંભકાળથી સ્વીકારવામાં આવી છે. જૈન સમાજની એકતાને લક્ષમાં રાખીને સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની સંસ્થાને બને તેટલે કે આપવાનું ધોરણ સંધપક્ષે હંમેશાં સ્વીકારાયું છે, અને સંધના મુખ્ય કાર્યકર્તાઓ એ જ મોટા ભાગે સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના પ્રમુખ કાર્યકર્તાઓ રહ્યા છે. એમ છતાં એ સંસ્થાને સંધની કાર્યવાહીથી તદ્ અલગ રાખવાનું વિચારાયું છે એ પાછળ ઉપર જણાવેલ હતું જ રહે છે.
એક બીજી વસ્તુસ્થિતિ પણ વિચારવા જેવી છે. સંધનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વિશાળ થતું જાય છે તેમ તેમ તેના કાર્યનું સ્વરૂપ પણ બદલાતું જાય છે. વળી નાના ક્ષેત્રમાં નાનીબાબતો ઉપર, સામાજિક સંઘર્ષની જે શક્યતાઓ હોય છે તે શક્યતા વિસ્તૃત ક્ષેત્રમાં સિવાય કે કઈ રાજદ્વારી પક્ષના સમર્થનને સંધની નીતિ તરીકે સ્વીકારવામાં આવે-ધટતી જાય છે. દા.ત. સંઘે જૈન છે. મૂ. વિભાગને આવરતું સાકડું સ્વરૂપ છેડયું અને વિશાળ જૈન સમાજને આવરી લેતું બંધારણ સ્વીકાર્યું ત્યાર પછી જૈન છે. મૂ. વિભાગના જ પ્રશ્નો ઉપર પોતાની શકિત એક્રત્ર કરવાનું સંઘ માટે શક્ય ન રહ્યું. આનું પરિણામ એ આવ્યું કે
પ્રારંભના દિવસોમાં સંધની જે પ્રકારની સંઘર્ષાત્મક શકિત પ્રત્યક્ષ - થઈ હતી તે પ્રકારની શકિતમત્તા આજે દેખાતી નથી અને તેને લીધે કેટલાકને સંઘ શિથિલ, નિર્બળ, ઠંડે પડી ગયેલું લાગે છે. બાળપણની ઉન્મત્તતા તેમ જ પ્રગભતા પ્રૌઢતાને પામેલ માનવીમાં જોવા ન મળે તેથી તે માનવી ઢીલો પડી ગયો છે–આવું ભ્રામક અનુમાન કેઈ કરે તેના જેવું ઉપરનું અનુમાન છે..
સંધની આનંદ તેમ જ સંસ્કારસિંચક પ્રવૃત્તિઓની કોઈ કોઈ સ્થળેથી થતી ટીકા પાછળ પણ એક એવા માનસનું દર્શન થાય છે કે જે માનસ પતે વિવિધ પ્રકારના આનંદ અને રસ પગમાં તલ્લીન છે, પણ સંધ જેવી સંસ્થાને તે કેવળ ત્યાગ, સંયમ અને સેવાના માપે તળે છે. અને આ તત્ત્વોની તેની નજરે ઉણપ દેખાતાં સંધના સમગ્ર સ્વરૂપ વિષે તે પ્રતિકુળ
અભિપ્રાય દાખવે છે. દા.ત. સમૂહભેજનમાં પિતે બધે ભાગ લે - છે, છતાં સંઘે આવું સમૂહભોજન કરવું ન જોઈએ એમ શેરબકોરપૂર્વક તે કહેતા હોય છે. સમૂહભોજન, પર્યટન, કે કળાલક્ષી સંમેલન વગેરે સ્વતઃ કેઈ અનિષ્ટ પ્રવૃત્તિ છે જ નહિ; અનિષ્ટતા રહેલી છે તેના અતિરેકમાં. આટલી વિવેકદ્રષ્ટિથી આ બધી પ્રવૃત્તિઓને વિચાર કરવામાં આવે તે સંધ દ્વારા યોજાતી આ પ્રકારની પ્રવૃત્તિઓનું ઔચિત્ય, તેમ જ સાર્થકતા સહજપણે ધ્યાનમાં ઉતરશે. તે બીજી પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. વિચારના ક્ષેત્રમાં આજે આખો સમાજ ઘણો આગળ વધે છે અને પરિણામે કઈ નવો વિચાર સમાજમાં કશો પણ ક્ષોભ પેદા કરતા નથી, કરી શકતા નથી. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે વિધવા વિવાહ કે દેવદ્રવ્યના પ્રશ્ન ઉપર સભા- એમાં મારામારી થતી, અને પરિષદે ભાંગી પડતી અને કોન્ફરન્સ
તુટી પડવાની સ્થિતિએ પહોંચી જતી. આજે દરેક વિષયને લગતા આત્યન્તિક વિચાર સમાજ પાસે રજુ થઇ ચુક્યા છે અને કશા પણ ક્ષોભ વિના ઠંડે કઠે લેકે આ બધું સાંભળે છે. છુટાછેડા, સંતતિનિયમન, કૃત્રિમ ગર્ભાધાન, આન્તરજાતીય લગ્નો, મુડીવાદને ઉચ્છદ, સંપ્રદાયોનો જ માત્ર નહિ પણ ધમેને ઉછે. દર ખાવાની ઉપયોગીતા, માંસાહારનું સમર્થન, નિયતકાલિક લગ્ન, સ્ત્રીપુરુષને " વૈર વિહાર-આવા છેક છેડાના વિચારોની રજુઆત જ્યાં ત્યાં થતી સાંભળવામાં આવે છે, અને એમ છતાં લોકોનું રૂંવાડું સરખું ; ફરકતું નથી. આવી સામાજિક પરિસ્થિતિમાં, કેઇ એક કાળે કઈ પણ ન. વિચાર રજુ કરવાના કારણે જે સામાજિક સંઘષે ઉભા થતા હતા, અને સંધબહિષ્કાર અને સામાજિક બહિષ્કારનાં પ્રકરણો - સરજાતાં હતાં તેવા સંઘર્ષો અને બહિષ્કારોની આજે કોઈ શક્યતા છે. ' રહી નથી. આ સંયોગોમાં મુંબઈ જૈન યુવક સંધ કશો વૈચારિક સંધષ પેદા કરતો નથી તેથી તે વિચારના ક્ષેત્રમાં નબળો પડે છે એમ કહેવું કે વિચારવું વ્યાજબી નથી.
એક બીજી વાત. બાલદીક્ષાવિધી લડતમાં વર્ષો પહેલાં અમે જ્યારે રસપૂર્વક ભાગ લેતાં હતા અને દેવદ્રવ્યને સામાજિક ઉપયોગ કરવો જોઇએ, ફરજિયાત વૈધવ્ય દૂર થવું જોઈએ વગેરે વિચારે જોરશોરથી અમે રજુ કરતા હતા ત્યારે અમે ભારે ક્રાન્તિ- . . . કારી કાર્ય કરી રહ્યા છીએ એમ મનથી માનતા હતા અને ફુલાતા હતા. આ સંબંધમાં, વર્ષો પહેલાંની વાત છે, એમ મિત્રે મારા આ ભ્રમને નિરાશ કર્યો. તેણે કહ્યું કે “આ જે તમારું કામ છે તે કેવળ સામાજિક કે ધાર્મિક ઉપરછલા સુધારાનું કામ છે, તેને ક્રાન્તિકારી કામ કહી ન શકાય. ક્રાન્તિકારી કામ તે ત્યારે જ ' ' કહી શકાય કે જ્યારે સમાજસ્વીકૃત પાયાનાં મૂલ્ય બદલવાની વાત હોય. આ તમે જે કાંઈ કરે છે, વિચારે છે તેમાં ચાલુ સમાજરચનાને, ધર્મ સંસ્થાના વર્તમાન સ્વરૂપને, આર્થિક વ્યવસ્થાને સંપૂર્ણ સ્વીકાર રહેલે જ છે. તેમાં કોઇ ધરમૂળના ફેરફારની વાત છે જ નહિ.” વિચાર કરતાં તેની વાત મને સાચી લાગી અને ક્રાન્તિકારી હવાને મારો ગર્વ ગળી ગયે. આ ક્રાંતિકારી વિશેષણ આજે પણ એટલા જ અવિવેકપૂર્વક લગભગ સર્વત્ર વપરાઈ રહ્યું છે. કોઈ પણ નાના સરખા ફેરફારને ક્રાન્તિકારી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે અથવા તે પોતે જે કાંઈ છે સૂચવે છે તેને ક્રાન્કિારી તરીકે વર્ણવ્યા સિવાય આજના વિચારક ' કે સામાજિક કાર્યકરને ચેન પડતું નથી. સંધ પહેલાં ક્રાન્તિકારી ' . હતો અને આજે નથી એવો આક્ષેપ કરનારા મિત્રોને મારે આ જવાબ છે.
સંઘની અદ્યતન સ્થિતિના સમર્થનમાં મેં આ બધું કહ્યું. આમ છતાં પણ એ મારે પ્રમાણીકપણે કબુલ કરવું જોઈએ કે સેવાની દિશાઓ સંઘ ઘણે શિથિલ છે; સમાજમાં કોઈ પણ પ્રશ્ન ઉપર સંધર્ષ નેતરવાની શક્તિની પણ સંધમાં આજે ઘણી ઉણપ છે; વિશાળ ક્ષેત્રની કલ્પના સાથે નવા પુરૂષાર્થની કલ્પના પણ વિકસવી જોઇએ તેને હજુ અભાવ છે; સંધના કાર્ય ઉપર એકાગ્ર બને, પિતાની સર્વ શકિત કેન્દ્રિત કરે, એવા ઉગતી ઉમ્મરના ' આશાસ્પદ ભાઈ બહેનની સંધમાં ઘણી ઉણપ છે. પરિણામે સાડા ત્રણસો જેટલી સભ્યસંખ્યા હોવા છતાં સંધ પાસે જેને સંગઠ્ઠિત જૂથશકિત કહેવાય તે બહુ જ ઓછી છે. આ બધી ઉણપ–ત્રષ્ટિએ વિષે હું પૂરો સભાન છું. આમ છતાં મન એટલે સંતેષ જરૂર અનુભવે છે કે સંઘે કોઈ પણ પ્રશ્ન ઉપર આજ સુધી નાની સરખી પણ પીછેહઠ કરી નથી; તેનું કાર્યક્ષેત્ર સતત વિસ્તરતું રહ્યું છે અને દેશને જેવી સામાજિક સંસ્થાઓની જરૂર છે તેવા પ્રકારે તેનું સ્વરૂપ ઘડાતું રહ્યું છે. ત્રીશ વર્ષના ગાળા દરમિયાન અનેક સંસ્થાઓ ઉભી થઈ છે અને આથમી ગઈ છે અને કેટલીક