SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર કહ્યું કે “મહાદેવ વિષે આવી કલ્પના છે એ બરાબર છે. પણ આપણે તેનું અનુકરણ કરતા નથી, પણ તેમના દિચ્ય ગુણાનુ ચિન્તન સ્મરણ કરીએ છીએ અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ છીએ, જ્યારે (ગુરૂદેવ સામે આંગળી કરીને મેં કહ્યુ)–આ જીવતા જાગતા આપણા શિવ છે. તેમની ભવ્ય જીવનપ્રતિભાના કાઈ વિચાર કરતું નથી, પણ તેમના અનુયાયીઓ તેમની માક લાંબા વાળ રાખે છે, ડાઢી વધારે છે, લાંખી કફની પહેરે છે; અને જાત જાતની ટાપટીપ કરે છે. આમ તેમના બાહ્ય અંગેાની જ કેવળ નકલ કરે છે. તેનું શું કરવું ? ” આ સાંભળીને ગુરૂદેવ અને પેટ્રીક ગેડીસ ખૂબ હસી. પડેલા. શુદ્ધ જીવન તેમને મેં પૂછ્યું : “આપે. સ્વામી વિવેકાનંદને જોયેલા ?” તેમણે જવાબ આપ્યો કે “નાનપણુમાં જોયા હાય તા મને યાદ નથી. પણ તેમના કોઇ સમાગમમાં આવવાનું તે બન્યુ જ નહતુ. આમ છતાં તેમના સીધા સપર્કમાં આવેલી બીજી કેટલીક વ્યકિતઓના મને સારા પરિચય થયા છે. વળી પરમહ`સનાં પત્ની શારદાદેવીના સાન્નિધ્યમાં રહેવાનુ સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. છે. રામકૃષ્ણ મીશનના સ્વામીઓને મને વર્ષોંથી ગાઢ પરિચય રહ્યો છે, એટલું જ નહિ પણ તેમના મને હ ંમેશા આશીર્વાદ મળતા રહ્યા છે. અને એ રીતે હું મારી જાતને ખરે સુભાગી લેખું છું.” તેમની સંશોધન પ્રવૃત્તિ સબંધે તેમણે જણાવ્યું કે વિજ્ઞાનની એકધારી ઉપાસનામાં મને એક સરખા રસ રહ્યો છે અને તેમાં મને મારા જીવનનુ fulfilment–પરિપૂતિ –લાગી છે. હું કોઇ પણ વખતે કાઇ પણ યુનિવર્સીિટી સમક્ષ નારો એક યા ખીજો પેપર રજુ કરીને ડોકટરેટ મેળવી શકયા હાત, પણ મેં કદિ તેવી આકાંક્ષા સેવી નથી. મારા એક નિકટ મિત્રે મને સલાહ આપેલી કે જ્યારે તમારે તમારા વિકાસ ઉપરતાળુ મારવુ હોય ત્યારે જ તમારે ડોકટરેટ મેળવવાના વિચાર કરવા.” આ તેમની સલાહમાં મને કેટલુંક તથ્ય લાગ્યું છે." તેમને મેં કહ્યું કે “આજે આપની ૭૦-૭૧ વર્ષની ઉમ્મર થઇ છે. આજ સુધીમાં આપને ઘણી વિશિષ્ટ વ્યકિતને પરિચત્ર થયા છે, વિવિધ પ્રકારના અનુભવમાંથી આપ પસાર થયા છે, જીવનનુ આપને ચોકકસ દર્શન પ્રાપ્ત થયું છે, તે આપ આપની આત્મકથા લખવાનું કેમ ન વિચારે? આપની પોતાની મહત્તા બાજુએ રાખીએ તે પણ જો એવુ કાંઇક લખેા તા દેશની અનેક મહાન વિભૂતિ વિષે પણ આપ ઘણા નવા પ્રકાશ પાડી શકા:” જવાખમાં તેમણે જણાવ્યું કે “એક રીતે તમે કહે છે એ ઠીક છે. પણ એક. તે હું મારા કામમાં ખૂબ ડુબેલા રહુ છુ તેમાંથી તમે કહે છે તેવું લખવાની હાલ ફુરસદ છે નિહ. પણ ધારા કે મને ફુરસદ મળે તે પણ જ્યાં સુધી અંદરથી અવાજ ન આવે ત્યાં સુધી એવુ કશુ લખવા હું. પ્રવૃત્ત ન થાઉં, કારણ કે એવા અંદરના અવાજ સિવાય મારા વિષે હું લખવા એસ્સુ તે। તેમાં આત્મશ્લાધા સિવાય ખીજી' કશું જ ન આવે. એ તા જ્યારે મધરને-માતાને આદેશ થાય ત્યારે જ બની શકે.'' તેમના આ જવાબમાં રહેલી નિખાલસતા, નમ્રતા અને સરળતાથી હું ખુબ મુગ્ધ થયા. અમે જ્યાં એઠા હતા ત્યાંથી દૂર દૂર સુધીના પ્રદેશા દૃષ્ટિગોચર થતા હતા. નીચે માટી ખીણ હતી. આજુબાજુ પવ તા પડાવ નાંખીને પડયા હતા. પશ્ચિમ આકાશમાં સૂર્યબિંબ લટકી રહ્યું હતું. વાતાવરણમાં સત્ર શાન્તિ, ગભીરતા છવાઇ રહી હતી. હું એકાગ્ર મનથી. ખેાથી સેનને સાંભળી રહ્યો હતા. તા ૧૫-૪-૧૯ તીર્થસ્થાન છે, કારણ કે તેના કાઇ પણ ભાગમાં જએ તા આપણને અગાધ વિશાળતાનાં દર્શન થાય છે અને તે જોતાં આપણે સહજપણે વિનમ્ર બની જઇએ છીએ. વળી સાધારણ રીતે પ્રવાસીએ. ખાવું પીવું કરવું અને મજા કરવી આવી વૃત્તિથી પ્રેરિત હાય છે, પણ મારી વૃત્તિ આ પ્રવાસ દરમિયાન ચિત્તના ઉષ્મીકરણની, પામર ઇચ્છા અને સાંકડા વિચારોથી મુકત બનવાની, સ્થાયી પ્રસન્નતા પ્રાપ્ત કરવાની, અને આધ્યાત્મિક અનુભૂતિ જેવું જે કાંઈ હોય તે પ્રાપ્ત કરવાની રહી છે. આ બાજુના પરિભ્રમણ દરમિયાન અપૂર્વ આનંદ-ઉલ્લાસનેા, સન શાન્તિને, ઊંડી પ્રસન્નતાના મે ઠીક ઠીક અનુભવ કર્યાં છે, પણુ spiritual realisation–દિવ્યતત્ત્વના સાક્ષાત્કાર-આવું કાંધ છે કે નહિ અને હોય તે તેનું શું સ્વરૂપ હાય-આ પ્રશ્ન હ મારી સામે અણુઉકેલ્યા ઉભા છે. કૌસાનીમાં અમે આઠ દિવસ રહ્યા. ઘણી વાર રાતના એકલા ખેઠે હું આ બાબતને વિચાર કરતા હતા, પણ મને શૂન્યતા સિવાય બીજું કશું દેખાતુ નહોતું. આપને આવા કાંઇ અનુભવ થયો છે ખરો ?”’ જવાબમાં તેમણે જણાવ્યું કે આ આધ્યાત્મિક અનુભૂતિ છે તે કાંઇ એકાંતમાં શાન્તિમાં જ થાય છે એમ નથી. તેમ એ માત્ર ભણેલા ગણેલા સુશિક્ષિતને જ થાય છે એમ પણ નથી. આખરે એ તો ઇશ્વરની– ધરનીકૃપાને જ વિષય છે. અભણ અણુધડ માણસમાં એ યાત અવતરે છે અને જેમ પારસમણીના સ્પથી લાટુ સેાનું થઇ જાય તેમ તે માનવી એકાએક બદલાઇ જાય છે. પરમહંસન જીવનમાં આજે જેને આપણે ભણતર કહીએ છીએ તેની "કાઇ ભ્રાંમકા જ કર્યાં હતી ? એમ છતાં એ કેવી મોટી વિભૂતિ હતા ? કોઇ પોસ્ટમેન, કોઇ કલાક, ક્રાઇ સાની, લુહાર, ક્રાઇ હિરજન ભગવત્કૃપાનું પાત્ર બન્યાની અને પરિણામે તેના જીવનમાં આમૂલ પરિવત ન નીપજ્યાની વાતેા. આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આપણા સન્તા મેટા ભાગે નીચેના થરમાંથી પેદા થયા છે અને તે enlightened souls-પ્રકાશજવલ આત્મા-નહિ તે બીજુ શું છે ? મતે, તમે પૂછે છે એવી આધ્યાત્મિક અનુભૂતિ એ ત્રણ વાર થષ્ટ છે. એક વાર તા કલકત્તાના વીચ લતામાં હુ બેઠો હતો અને મને આવા કાંઇક અનુભવ થયેલા. આ શુ છે તેનું વણુ ન હું તમારી પાસે શી રીતે કરૂ ? કાષ્ટ અવણુ નીય જ્યોતિને ભાસ–આવું કાંઇક સમજોને ? પણ તેના પરિણામે આપણા આન્તર મનમાં કોઇ એવી શાન્તિ, પ્રસન્નતા જન્મે છે જે જલ્દિ ભુંસાતી નથી અને આપણા ચિત્તને સમધારણની નવી કાઇ. તાકાત મળતી હોય એમ લાગે છે, પણ તમારે આ સબંધમાં કદિ નિરાશ ન બનવું, પ્રયત્ન હશે, ઝંખના હશે, દિલમાં ઊંડી આરઝુ હશે તે કાઈ પણ દિવસે ભગવાનની કૃપા તમારી ઉપર ઉતરવાની અને તમને દિવ્ય પ્રકાશની અનુભૂતિ થવાની'' આમ અમારી વાર્તાનું વહેણ વહી રહ્યું હતું; પણ હવે સૂર્ય આથમી ચુકયા હતા; દિવસનું અજવાળું એવામાં તેમણે મને પૂછ્યું, “આ બાજી કર્યાં કર્યાં કર્યાં?' તેના જવાબમાં અમારા પ્રવાસને ટુંકાણમાં મે ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે આ વખતના પ્રવાસ દરમિયાન મારા મનનો ભાવ એક યાત્રિકને રહ્યો છે. મારે મન હિમાલય આખા એક સરવા લાગ્યું હતું. મને થયું કે હવે અમારે તેમની રજા લેવી જોઇએ, એટલે અમે રજા માગી. હું ઉભા થયા; તેમની પાસે ગયા, અને તેમને નમસ્કાર કરવા જતાં મારાથી વળગી પડાયું, અને તેમણે પણ મને છાતી સરસો ચાંપ્યા અને અમે છૂટા પડયા. આ રીતે અમારા એ મધુર-કાંઇક અંશે આધ્યાત્મિક-મીલના અન્ત આવ્યો. જેનામાં કાઇ આધ્યાત્મિક ઝળક તરવરી રહી છે એવા એક સાધુ પુરૂષને મેં તેમનામાં નિહાળ્યા. તેમની શારીરિક 'ચાઇ સારી છે. અને શરીર પણ ભરેલુ છે. વણુ ગારા નહિ, શ્યામ નહિ એવા છે અને તેમની મુખાકૃતિ જાણે કે મૂર્તિ મન્ત સૌમ્યતા જ ન હેાય એવી સ્વસ્થ, શાન્ત, પ્રસન્ન છે. તેમની વિદાય લેતાં પહેલાં તેમને હુ' ફરી રીતે જોઇ રહ્યો. આમારા છેડતાં
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy