________________
- ૨૩૦
એ શુ હું
જીવું ન
તા. ૧-૪-૫૯
કરશે, અને નવસર્જનને પિતાનો અધિકાર સિધ્ધ કરશે.”
આમ જણાવીને કાકાસાહેબે ચારે બહેનને સુગંધી પુષ્પની માળા અર્પણ કરી અને મૃદંગકાર શ્રી કુલબિધુ સિન્હા તથા આ નૃત્યકાર શ્રી રવીન્દ્ર સિન્હાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા. . -
' 'આભારનિવેદન
ત્યાર બાદ સ ધના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસે આભારનિવેદન કરતાં જણાવ્યું કે “આવા સુન્દર નૃત્યપ્રગો ઝવેરી બહેનેએ સંધ પાસેથી કશું પણ વળતર લીધા સિવાય કેવળ પ્રેમ અને સદભાવથી પ્રેરાઇને અને નૃત્યને લગતું શિક્ષણ આપવાના હેતુથી કરી દેખાડયા અને તેના અંગ ઉપાંગેની
સમજુતી આપી અને આપણું સવેના મનનું રંજન કર્યું ' તે માટે તે બહેને અમારા સંધ તરફથી હાર્દિક આભાર , માનું છું અને મુંબઈ જૈન યુવક સંધના નિમંત્રણને માન - આપીને કાકાસાહેબ દિલ્હીથી આ પ્રસંગ ઉપર ખાસ અહિં સુધી " આવ્યા અને આટલું બધું સુન્દર, મનનીય અને વિચારપ્રેરક
વ્યાખ્યાન આપીને આજના મનોહર શિક્ષણિક કાર્યક્રમ ઉપર તેમણે કળશ-ચઢાવ્યું. આ માટે તેમના પ્રત્યે અમારા સંધ તરફથી ઊંડા દિલની કૃતજ્ઞતા જાહેર કરૂં છું. તદુપરીન્ત સ્વયંસેવક મેકલીને
અમારા વ્યસ્થાકાર્યમાં મદદ કરવા બદલ મુંબઈ જૈન સ્વયંસેવક આ મંડળને તથા આ તારાબાઈ હોલ કશું પણ લીધા સિવાય અમને ', વાપરવામાં આવે તે માટે આ હેલના ટ્રસ્ટીઓના આભાર માનું
છું.” ત્યાર બાદ શ્રી નયનાબહેને સંઘ વતી કાકાસાહેબનું પુષ્પહાર વડે સન્માન કર્યું.
વિરહમિલન નૃત્યનાટિકા " ત્યાર બાદ ઝવેરી બહેનોએ વિરહ-મિલન” એ નામની નૃત્ય નાટિકા રજુ કરી આ નૃત્યનાટિકા માટે કલ્પવામાં આવેલી ઘટના આ મુજબ છે: રસિકપ્રિયા રાધા કૃષ્ણમિલન માટે ઉત્સુક છે. લલિતા અને વિશાખા એ નામની પિતાની બે સખીઓ સાથે રાધા આનંદપૂર્વક નત્ય કરી રહી છે. નિશ્ચિત સમયે કૃષ્ણનું આગમન ન થતાં રાધા નિરાશ
થાય છે અને કૃષ્ણને વિરહ - તેના માટે અસહ્ય બને છે. બીજી | બાજુએ કૃષ્ણ રાધાને મળવા માટે વૃન્દાવન માગે નીકળી ચૂક્યા
હતા, પણ રસ્તામાં ચંદ્રાવલીએ તેમને રોકી રાખેલા. આમ કૃષ્ણને આવતાં વિલંબ થાય છે અને રાધાની વિરહવ્યથા તીવ્ર બનતી જાય છે. કૃષ્ણ આખરે આવી ચડે છે અને રાધા સમક્ષ ઉપસ્થિત થાય છે, પણ આટલે બધે વિલંબ થવાના કારણે કુપિત બનેલી રાધા કૃષ્ણની અવહેલના કરે છે. રીસમાં આવીને
રાધા પિતાને ભૂલી જવાનું કહે છે, અને ઈર્ષાથી વ્યંગ્ય કરીને | | કૃષ્ણને પેલી ચંદ્રાવલીની કુંજમાં જવાનું સૂચવે છે. કૃષ્ણ રાધાના
પગે પડીને ક્ષમા યાચે છે અને સ્ત્રી વિષે પોતાના દિલમાં રહેલે ઊંડે પ્રેમભાવ વ્યકત કરે છે, અને રાધાના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરે છે. આખરે રાધા રીઝે છે અને કૃષ્ણ સાથે યુગલનર્તન શરૂ કરે છે. પ્રમુદિત બનેલી લીલતા અને વિશાખા પણ , આ સ્નેહનતનમાં જોડાય છે. રાધાકૃષ્ણનું આ પ્રકારનું પુનર્મિલન
સુભગ નૃત્ય વડે ઉજવાય છે અને એ રીતે પ્રસ્તુત નૃત્યનાટિકા પૂરી થાય છે. - આ રીતે નૃત્યપ્રયોગોને કાર્યક્રમ પૂરો થયો. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આ પ્રકારનું સંસ્કાર-સંમેલન પહેલી જ વાર
જવામાં આવ્યું હતું. સંમેલનમાં હાજર રહેલાં ભાઈ બહેને
ઝવેરી ભગિનીઓની નત્યકુશળતા વડે અને તે સાથે સંકળાયેલા | '' મધુર તાલબધ સંગીત વડે અત્યન્ત પ્રભાવિત બનેલા દેખાતાં
હતાં અને વિસ્મય, આનંદ અને ઉદ્બોધનના મિશ્ર સંવેદનના | કારણે ઊંડી પ્રસન્નતા અનુભવતા માલુમ પડયાં હતાં. આ રીતે '. પ્રસ્તુત સંમેલન સર્વીશે સફળ નીવડયું હતું. વૃત્તનિવેદક : પરમાનંદ
પ્રકીર્ણ નોંધ કીડી ઉપર કટક:
ટિબેટની સ્વતંત્રતાની ચોને કરેલી નેસ્તનાબુદી ' 'ટિબેટમાં અશાન્તિ અને લશ્કરી ગડબડ શરૂ થયાના સમાચાર આવવા માંડ્યાં ત્યારથી ટિબેટ ઉપર પૂરો કબજો જમાવવાની ચીને ચાલ શરૂ કરી હોય એમ મન કહી રહ્યું હતું અને આખરે એ જ સાચું પડયું. ૧૯૫૧ માં ચીને ટીબેટ ઉપર આક્રમણ કરીને રક્ષણ અને વિદેશ નીતિ પૂરતો ટિબેટ ઉપર પોતાને કાબુ જમાવ્યો હતો, પણ આન્તરિક વહીવટમાં ટિબેટને એટલે કે ત્યાંના સર્વસત્તાધીશ લેખાતા ડીલાઈ લામાને સંપૂર્ણ સ્વાતંત્ર્ય રહેશે એમ ચીન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું, એજ અરસામાં ચીનના મુખ્ય પ્રધાન ચાઉ-એન-લાઇ હિંદમાં આવ્યા હતા અને પંચશીલની ભૂમિકાને પરસ્પર સ્વીકાર કરતા સંધિપત્ર ઉપર ભારત અને ચીને સહી કરી હતી. પંચશીલના સિદ્ધાંતોની એ જ વખતે અને એ જ પ્રસંગે ભારતમાંથી સૌથી પહેલી ઘોષણા કરવામાં આવી હતી. એ સંધિપત્રમાં કોઈ કમનસીબ ધડીએ - ભારતે ટિબેટ ઉપર ચીનનું Sunzerenity-સામ્રાજ્યવર્ચકંઇ કાળથી હેવાને સ્વીકાર કર્યો હતો, જેના પરિણામે ટિબેટની સ્વતંત્ર હસ્તીને ઇનકાર કરવામાં આવ્યું અને ટિબેટ રાજકારણી પરિભાષામાં ચીનના આંતર વહીવટના પ્રકન બન્યું, અને ટિબેટમાં ચીન ગમે તે કરે કે ગમે તેમ વર્તે તો પણ, આપણુથી તે વિરુદ્ધ ન બેલાય, અને બોલીએ તે ચીનની આન્તર વહીવટમાં દખલગીરી કરી કહેવાય–આવા એક ખ્યાલનું બીજ રોપાયું.
કોઈ પણ નાના દેશ ઉપર બીજા મોટા દેશનું આધિપત્ય સ્થપાય તો નાનો દેશને તે ન ગમે, તે ખૂચવા માંડે અને ત્યાંના પ્રજાજનોમાં તેમાંથી મુકિત મેળવવાને વિચાર શરૂ થાય એ સ્વાભાવિક છે. આ રીતે ટિબેટને ચીનની શિરજોરીમાંથી મુકત કરવાની હીલચાલ, સંભવ છે કે, તિબેટમાં શરૂ થઈ હોય. સિધ્ધાન્તની દૃષ્ટિએ આમાં કશો વાંધો ઉઠાવવા જેવું કે વિરોધ કરવા જેવું છે જ નહિ, કારણ કે નાના મોટા દરેક દેશને સ્વતંત્ર બનવાને અને પોતાનું રાજય પોતાની મરજી મુજબ ચલાવવાને સંપૂર્ણ અધિકાર છે એ. આજે સર્વસ્વીકૃત માન્યતા છે. પણ સામ્યવાદી મહારાજ્યને આવી માન્યતા કે વિચારણાની કશી પડી જ નથી. પિતાના સત્તાવતુળ નીચે આવેલા દેશને સતત દબાયલા રાખવા અને એવા દબાયેલા રાખવા કે તે કદિ પણ માથું ઊંચું કરી ન શકે–આ સામ્યવાદી સામ્રાજયની સુવિદિત નીતિ છે. થોડાં વર્ષ પહેલાં હંગરીમાં શું બન્યું તે આપણે જોયું હતું. રશિયાનાં કબજામાંથી છૂટવાને હંગરીએ કાંઈક પ્રયત્ન કર્યો અને રશિયાએ અત્યન્ત નિષ્ફર રીતે હંગરીને કચરી નાખ્યું, સંખ્યાબંધ માણસોની કતલ કરી અને પાર વિનાને ત્રાસ વર્તાવ્યો.
આવી જ રીતે એક જ નીતિને વરેલું ચીન ટિબેટમાં અમુક ભાણસે સ્વતંત્રતાની ચળવળ કરે તે સહી , કેમ શકે? ઉલટું 'ટિબેટ ઉપર પિતાને પૂરેપૂરે કાબુ જમાવવા માટે ચીનને તે આવું બહાનું જોઈતું હતું. ચીને આવું બહાનું આગળ ધરીને દશ બાર દિવસમાં ટિબેટને પૂરેપૂરું દબાવી દીધું છે, ડીલાઈ લામાને ભાગવું પડ્યું છે, ચીન નચાવે તેમ નાચવાને તૈયાર એવા પંચન લામાને ચીને ટિબેટને નામને સુખી બનાવ્યું છે, અને તિબેટના ગળે ફસા દેવાઈ ચૂક્યું છે.'
આમ જ્યારે એક મોટી સત્તા પોતાના સત્તાવળ નીચેના છતાં બીજી કેટલીક રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત એવા દેશને દબાવવાને પ્રવૃત્ત થાય છે ત્યારે દેશની સ્વતંત્રતા ખતર ઝુઝનારાને દેશદ્રોહીઓ તરીકે વર્ણવવામાં આવે છે, રાષ્ટ્રને દ્રોહ કરીને સર્વ સત્તાધીશના હુકમને માન આપીને ચાલનાર દેશદ્રોહીને મહાન દેશભકત તરીકે ગણવામાં આવે છે, “પરદેશીઓને હાંકી કાઢે,” “દેશ ખાતર મરી ફીટ,” “દેશની આઝાદી હાંસલ કરે,” આવા લેક પકારને પ્રત્યાઘાતી પકાર તરીકે જાહેર કરવામાં આવે છે,