SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પછી શૃંગાર રસ, કરૂણ રસ, ભયાનક રસ, વીર રસ તથા હાસ્ય રસના જુદા જુદા અભિનય દ્વારા પરિચય કરાવવામાં આળ્યે, વળી દીધ`કેશ, મુકુટ, કુચિત (વાંકડિયા) કેશ, દપણું, નિષેધ, રક્ષણ પત્ર, શાસ્ત્ર તેમ જ નમન—આ પદાર્થોં અથવા તે ભાવા ભિન્ન ભિન્ન મુદ્રાએ દ્વારા કેવી રીતે સૂચવવામાં આવે છે તેની પતાકા’એ નામની હસ્તમુદ્રા દ્વારા તેમણે રજુઆત કરી. પ્રબુદ્ધ જીવનં પછી હસ્તકમાળા એ નામની હસ્તમુદ્રા દ્વારા “ખસીધર શ્યામ સુન્દરને સત્કારવા રાધા સુન્દર માળા ગૂથી રહી છે અને તેની નથણીમાંથી મધુર સ્મિત દેખાય છે'' અને કરિમુખમ્ એ પ્રકારની હસ્તમુદ્રા દ્વારા પ્રેમભર્યાં નયનેાવાળા કૃષ્ણ દર્શનાતુર છે એ સખી! તું જા અને વૃન્દાવનની પગદંડીઓમાં નિહાળ” આ બન્ને ભાવા તેમણે અનુક્રમે અભિવ્યકત કર્યાં. ત્યાર પછી મૃ ગચલન એટલે કે તાંડવ પ્રકારની અ’ગભગી અને વિવિધ તાલના લેાલયને મધુર સંયોગ સાધતું મૃદંગ નન તેમના એક સાથી શ્રી, કુલખિ સિંહાએ રજુ કર્યું કાકાસાહેબ કાલેલકરનું પ્રમુખસ્થાનેથી પ્રવચન આટલો કા ક્રમ પૂરા થવા બાદ કાકાસાહેબ કાલેલકરે પ્રમુખસ્થાનેથી મનનીય પ્રવચન કર્યું. હતું. આ પ્રવચનને તેમણે પાછળથી લેખિત આકાર આપીને માકલ્યું છે જેનીચે પ્રમાણે છેઃ— મણિપુરી નૃત્ય જોઇને— જ્યારે જ્યારે મણિપુરના વિચાર કરૂ' છુ', ત્યારે ત્યારે, ત્યાં પહેલવહેલાં જવા માટે મારે કેટલા ફાંફા મારવા પડયા હતા, તે બધું યાદ આવે છે. પોતાના જ દેશના અમુક ભાગમાં જવા માટે કાઈ પરદેશી પોલિટિકલ એજન્ટની રજા લેવી પડે એ તેા માથાને ધા હતેા જ. અને એક એ વાર પ્રયત્ન કર્યાં છતાં રજા મેળવી શકયા ન હતા એનું અપમાન હું હજી સુધી ભૂલી શકયે નથી, હું માનું છું કે મણિપુર હું ત્રણેક વાર ગયા હાશ. દરેક વખતે મને મણિપુરનું અને ત્યાંની સંસ્કૃતિનુ નવું જ દર્શન મળ્યું છે. દર વખતે ત્યાંના નૃત્યની જૂદી જૂદી ખૂખી હું જોઈ શકયા હતા. આપણી ભારતીય નત્યકળામાં મણિપુરી નૃત્યની વિશિષ્ટ ખાસિયત છે. મણિપુર તરફની આદિમજાતિ મેત્તાની પ્રાકૃતિક કળા ઉપર ભારતીય વૈષ્ણવ કળાના એપ ચઢયા અને એમાંથી આપણને આજની મણિપુરી નૃત્યકળા મળી છે. તા. ૧ ૪-૫૯ સિંગાડાઓ તથા જલચો—એ બધું આ પ્રદેશની શ્રી અને સમૃધ્ધિ ગણાય. આ સરોવરને કાંઠે ખંભા' નામના એક વીર યુવાન અને ‘થુખી' નામની એક રાજકન્યાના પ્રેમપ્રસંગનાં ગીતા ગવાય છે. એ પ્રણયી યુગલના પ્રેમશૌય અંકિત જીવનની કથા સિંધની સુહિણી–મેહારની કથા કરતાં પણ વધારે રામાંચક છે, આ પ્રદેશનું સૌન્દ` નિહાળવા માટે જ્યારે હુ ફર્યાં હતા ત્યારે ત્યાંનુ મંદિર અને ખભા માટે થુઈખીએ બનાવેલા અને આ મંદિરમાં સધરેલા કપડાં પણ હું જોઇ શકયા હતા. ગાવામાં જૅમ ગુંદરવાળા જંગલી આંબાના ઝાડ ઉપર સંસ્કારી કેરીની ડાળ કલમ કરાય છે અને એમાંથી અપ્રતિમ સ્વાદિષ્ટ કલમી આંબા આપણને મળે છે, તેમ અહિંના મેત્તાઈ લેાકા વચ્ચે ગૌરાંગ પ્રભુના શિષ્યાએ ધમપ્રચાર કર્યાં, સ ંસ્કૃત ભાષા, એનું ધાર્મિ ક તેમ જ રસિક સાહિત્ય અને વૈષ્ણવ ભક્તિના અહિના લેાકાને સ્વાદ ચખાડયા અને ધીરે ધીરે અહિંના મેત્તાઇ લેાકાને એવા તે અપનાવ્યા કે આજે એ લાકા પોતાને સૂર્યવંશના અને ચંદ્રવંશના જ ગણે છે, અને અહિં એવા તે પડિના પાકયા છે કે ધનિયમાં પણ એમની આણ સ્વીકારાય છે. મણિપુર, કાશ્મીર કે નેપાળની પેઠે, ઊંચા ઊંંચા પહાડાથી ઘેરાયેલી સમયલ ભૂમિ છે. આવી ઉપત્યકાને આપણે દ્રોણ કહીએ છીએ. મંજીરા નૃત્ય હિમાલયના પૂર્વ-પશ્ચિમ ફેલાયેલા પહાડા અને બ્રહ્મદેશના ઉત્તર—દક્ષિણ તણાયલા યામાએના જ્યાં કાટખૂણે થાય છે, ત્યાં અસમ ભૂમિમાં પહાડની જાણે કે ગાંઠો બંધાઇ છે. ઊંચા ઊંચા, વાંકાચૂ કા પહાડો, અને એમની ખીણામાં દોડતી નાની–મેટી નદી, એ જ આ અસમ ભૂમિને વૈભવ છે. એની અંદર લાંખી પહેાળી સમતલ ભૂમિ મળતાવેંત અહિંના લોકોએ મણિપુરનું રાજ્ય સ્થાપ્યું' અને ત્યાં એક સુરક્ષિત સસ્કૃતિ કેળવી, જે આસપાસની પહાડી સંસ્કૃતિ કરતાં કંઇક ભિન્ન છે. આ પ્રદેશમાં ઇમ્ફાલ અને એને મળતી નાની-મેટી નદીએ અને થર્ડે દૂર આવેલું છીરૂં વિશાળ લંબતક સરોવર અને એની અંદરનાં કમળે! અને હું પ્રથમ મણિપુર ગયા ત્યારે ત્યાં ક્ષત્રીય રાજાનું રાજ્ય હતુ. અને એ જ રાજા પ્રશ્નના ધર્માધિકારી પણ હતા. આજે ત્યાં સ્વતંત્ર ભારતનું કાનૂની રાજ્ય છે, છતાં ધમની ખાખતેમાં રાજાના તમામ અધિકાર ફ્રાન્ગ્રેસ સરકારે સ્વીકાર્યાં છે. મણિપુરમાં ખંભા-શુઈબીના નૃત્યને હવે વિ–પાĆતીના નૃત્યનું રૂપ આપેલુ છે. અને જયદેવ અને ગૌરાંગ પ્રભુની અસરને કારણે કૃષ્ણ-રાધા ભકિત પણ ત્યાંનાં નૃત્યમાં ખૂબ ખીલી ઊઠી છે. ખીજીવાર જ્યારે મણિપુર ગયા હતા ત્યારે શિવ-પાવ તીનુ નૃત્ય મેં જોયું હતુ. તેમાં નૃત્યકાર એવા તે તલ્લીન થયા હતા કે જાણે એ નૃત્ય દ્વારા એક સાક્ષાત્કાર જ થયેા હતેા. સંગીત, નૃત્ય, નાટય અને અભિનય એ બધાંમાં અહિંની આખી પ્રજા જાણે કે મસ્ત રહે છે. અને આજે પણ દિલ્હીની રાજધાનીમાં આવી પ્રથમ પંકિતના પુરસ્કાર મેળવે છે. નૃત્યકળાના અહિંના આચાએ સ્વદેશમાં અને પરદેશમાં ફરીને સશોધન પણ ચલાવ્યું છે, જેમાંથી આપણે નવસર્જનની જરૂર અપેક્ષા રાખી શકીએ, ' બીજી કળાઓ કરતાં નૃત્યની વિશેષતા એ છે કે એમાં શરીર, મન, ભાવ અને આત્મા એ બધાં વચ્ચે સામંજસ્ય જામે છે, •અને એમાંથી ખીલતી સાવ ભૌમ કળા અદ્ભુત રીતે તૃાપ્ત આપે છે. લૉનાનના આમિનિયન કવિ ખલીલ જિબ્રાનનું એક વચન અહિં યાદ આવે છે. એ કહે છે કે “ ચિત્રકારના આત્મા એના આંગળામાં વસે છે; ગાયકના આત્મા એના કઠમાં હોય છે; જ્યારે નૃત્યકારને આત્મા એના સમસ્ત અને સચેતન શરીરમાં સ્ફુરે છે,” આપણે ત્યાં ખીલેલી નૃત્યકળામાં લાલિત્યના આવિર્ભાવ કરતું લાસ્ય નૃત્ય અને રૌદ્ર રસની ભવ્યતા દર્શાવતું તાંડવનૃત્ય—એવા બે ભાગ કમ્પ્યા છે. કેવળ શરીરને કસવા ખાતર દંડ, એક અને આસનાની સાધના સધાય છે. કેવળ રસના વિકાસને અર્થે સંગીત ખીલ્યુ છે. ભાવેશના આવિર્ભાવ માટે નાટયકલા વપરાઇ છે. અને એ બધાના ઉત્કષ ચરમ કાટિએ પહેોંચાડવા માટે તાલ, મૃદંગ આદિ સહાયક વિદ્યાઓ ખીલવેલી છે. નૃત્યમાં આપણને એ બધાનુ સમેલન મળે છે, અને તેથી જ નૃત્યના સર્વોત્તમ ઉપયોગ તે ભગવાનની ઉપાસના માટે જ કરાયો છે. +
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy