________________
તા. ૧૬-૩-૫૯
પ્રબુદ્ધ
તેાના સમગ્ર વિસ્તારનાં જે સ્પષ્ટતાપૂર્વક મન ભરીને દન કર્યાં તે કારણે અમારા અહિના નિવાસ સર્વ પ્રકારે અર્થ સભર બની ગયા હાય એવી ઊંડી તૃપ્તિ અમે અનુભવવા લાગ્યા.
દિવસ પૂરા થયા; અજવાળાં સડેલાવા લાગ્યાં. રાત્રીને પ્રારંભ થયા; સ્પષ્ટ હતું તે અગાચર બનવા લાગ્યું'; ઢાળ ઢોળાવ, ખીણ, મેદાન અને પાછળ આવેલા પતાની હારમાળા – આમ એકથી અન્યને વિશાજિત કરતી સ્પષ્ટ અને ઘેરી રેખાએ આછી અને અસ્પષ્ટ બનવા લાગી અને બ્લુ' એકરૂપ બની રહ્યું હોય એવે ભાસ થવા માંડયા. આજે જે મહીનાની પૂર્ણિમા હતી. પૂર્વ આકાશમાં સાળે કળાએ શોભતા ચંદ્ર ઉગી રહ્યો હતો અને ગિરિમાળાઓ ઉપર પેાતાનાં ધવલ તેજ પાથરી રહ્યો હતા. એટલે જવાને વખત થયા એમ સમજીને મહાત્મારાયજી અને ગારખભાઇ ચતાદ જવા માટે ઉભા થયા. અમે કહ્યું “હવે અત્યારે ક્યાં જશે ? અહિં રોકાઇ જાઓને ?” તેમણે જવાબ આપ્યા કે “અમે એમ સમજીને જ આવ્યા હતા કે આવતી કાલે તમે જવાના છે તેા સાંજે તમને મળી લઇએ, અને પછી ચાંદનીમાં ચદા સુધી ચાલી જવામાં મજા પડશે.” જો ખીજે દિવસે અહિંથી વિદાય થવાનું ન હેાત તે। હું પણ તેમની સાથે ચાંદનીમાં ભટકવા નીકંળી પડયા હોત' એવા વિચાર તેમને જતા જોઇને મારા ચિત્તને સ્પર્શી ગયા, તેમની સાથેના અમારો પરિચય તે બહુ ટુ કો હતા, - એમ છતાં પણ તેમનુ સૌજન્ય, સૌહાર્દ, સાદાઇ અને સંસ્કારિતાના કારણે તેમના વિષે અમારૂ વ્લિ ઊંડી પ્રીતિ અનુભવતું થયું હતું. આ કારણે સ્વજના છુટા પડે અને ખિન્નતા અનુભવે એવી ખિન્નતાપૂર્ણાંક અમે છુટા પડયા.
પછી અમે ભેજનાદિથી પરવારીને સુવાની તૈયારી કરવા લાગ્યા. પણ એમ જદ્ધિથી 'ધ કેમ આવે ? આજે તે પૂર્ણિમા હતી. સમગ્ર ગિરિપ્રદેશ ઉપર ચંદ્રમા અમૃતસુધા વરસાવી રહ્યો હતા. પેલાં હિમપ તે પણ રૂના પાલ જેવા અસ્પષ્ટ અને એમ છતાં મુખ્ય શિખરને આંખા તારવી શકે એટલાં સ્પષ્ટ અમારી આંખાને વારે વારે પાતા તરફ ખેંચી રહ્યાં હતાં. આ કારણે, અમે ઘરમાં હતાં, છતાં અમારી નજર - બહાર જ દેડયા કરતી હતી. આ પ્રદેશ પહાડી હતેા, રજનીના આગમનને લીધે શ્યામવણુ બનેલું આકાશ સ્વચ્છ નિમાઁળ હતું. પરિણામે પૂર્ણ કળાએ ખીલી રહેલા ચંદ્રની આભા, આપણે સપાટ પ્રદેશ ઉપર અનુભવીએ છીએ તે કરતાં ઘણી વધારે ઉજજ્વળ અને જાણે કે આંખાને આંછ દેતી હોય એવી જાજરમાન લાગતી હતી. ચંદ્રનુ લક ચકચકિત રૂપાની થાળી જેવુ નહિ
પણ જાણે કે ઝગમગતા
હીરાથી છલકાતાં રૂપાના
પાત્ર જેવું ઝળકી રહ્યું હતું. વ્યાપી રહેલી કૌમુદીને લીધે આસપાસની વૃક્ષશ્રી નવલ રૂપ ધારણ કરી રહી હતી. આવતી કાલે સવારે અહિંથી ઉપડવાનું હતું . તે માટે વહેલા ઉઠીને સામાન પેક કરવાના હતા. તેથી અને તેટલાં વહેલાં સુવુ જોઇએ એમ
એક મન કહેતું હતું. બીજું મન એમ કહેતુ હતુ કે આજે જ્યારે
(0
ર૧
જીવન
બહાર ચોતરફ તેજને! – પ્રકાશને – ઉત્સવસમારંભ ચાલી રહ્યો છે ત્યારે એરડામાં પુરાઇને સુઇ કેમ શકાય ? શરીર ઉંધવા માંગતું હતુ, પણ મન તે આજની રાત માણવા માંગતું હતું. સવારે વહેલાં ઉઠવાના ખ્યાલથી અને શરીરની માગણીને વશ થઇને હું સૂતા અને થાકને લીધે ઊંધ પણ આવી ગઇ. પણ પાછે. મધરાત ખાદ ઉયા; બહાર આવ્યા; નીચે ખુલ્લી જગ્યામાં કરવા લાગ્યા. અમારી પાછળ છવાયલા પર્વતના ઉંચાણ ભાગ હતા અને તે ઉપર મધ્યાકાશને વટાવીને પશ્ચિમલક્ષી ચંદ્રબિંબ જાણે કે લટકતું હતું અને ચેતક શિતર િભ વરસાવી રહ્યુ હતું. સામે વિશાળ હિમાલય અમાપ ક્ષેત્રફળને આવરી રહ્યો હતા. અવણુ નીય ગૂઢતાનું – ગહનતાનું – સંવેદન આન્તરમનને ઘેરી રહ્યું હતું. ગાંભીય અને આનંદની મિશ્ર લાગણીએ ચિત્તત ંત્રીના તારાને દલાવી રહી હતી. આત્મા શબ્દાતીત પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. આમ ફરતાં, બેસતાં, ઉભા રહેતાં કેટલા સમય ગયા તેની ખબર ન રહી. આખરે શરીરે સુવાની કરજ પાડી શેડુ' સુતા, ન સુતા અને સવાર પડી.
હિમપવા અમારી ઉપર જાણે કે તુષ્ટમાન ન હોય અને અમને અહિં થી પુરા ધરવીને વિદાય આપવા માગતા ન હાય એમ આજે પણ અમારી સામે તે સ્પષ્ટ આકારમાં ઉપસ્થિત થયા હતા. પરમ વિશ્વવ્યાપી ચૈતન્યના જાણે કે તે પ્રતીક ન હોય એમ અમારૂં દિલ તેમના વિષે ભકિતભાવથી પ્રભુત બન્યું અને મનથી વન્દન કરીને તેમની અમે રજા લીધી.
અહિં અમે આ દિવસ રહ્યા તે દરમિયાન નારાયણ નામને અહિંને બાર તેર વર્ષના છોકરા અમારૂ પરચૂરણ કામ કરતા હતા. ગરીબી એટલી બધી કે તેની પાસે પહેરવાનાં સરખાં કપડાં નહાતાં અને હતાં તે ફાટેલાં તુટેલાં. ભણતર તે તેના ભાગ્યમાં ક્યાંથી હોય ? ગ ંગાકુટિરના માલીક કેપ્ટન દોલતસિંહના ખેતરમાં તે કામ કરતા હતા. અમે આવ્યા એટલે અમારા કામકાજ માટે તેમણે અમને સુપ્રત કર્યાં, તેનું માઢુ નમણું હતું અને તેની વાણી ભારે મીઠી હતી. મુંબઇ બાજુએ ઘાંટીએ અને રસાઈ એની જેણે તુમાખી જોઈ હોય તેને તે આની નરમાશ જોઇને નવાઈ જ લાગે. જે કાંઈ કામ બતાવે તે બધું કરે, જરા પણ થાકે નહિ, કંટાળે નહિ કે માં બગાડે નહિ. જે કાંઇ કહીએ તે જી હજુર' કહીને સાંભળી લે અને જરૂર હોય એટલા જ જવાબ આપે. અમે અહિં હતા તે દરમિયાન એક દિવસે સાંજે ખૂબ વરસાદ આવેલ અને મેના તથા અજિતભાઇનુ શુ થયુ હુશે એની અમે ચિન્તા કરતા હતા ત્યારે છત્રીઓ અને ટોચ લઇને તે જવા તૈયાર થયેલા. તેની ગરીબી તેની પાસે અવારનવાર ખેલાવતી હતી કે “મતે મુંબઈ લઇ જાઓને ! આપ કહેશો તે બધું કામ કરીશ.' આવા હેકરાને મુંબઇઃ ઉપાડી લાવવાનું
પૂર્ણિમાની રાત્રીએ હિમશિખરેવુ દર્શન
મને તો બહુ થાય, પણ તેના માબાપના તે
એકના એક છે.કા.
આવી જવાબદારી લેવા
ની અમારી હીંમત ન ચાલી.