________________
તા. ૧૬-૩-૧૯
પ્રબુદ્ધ જીવન
કૂંચળની પરિકમ્મા
( ૧૬ મી ફેબ્રુઆરીના પ્રબુદ્ધ જીવનથી અનુસ ધાન ) એ રમુજી અનુભવા
બાગેશ્વરથી પાછા આવ્યા બાદ અમારી સાથેનાં ત્રણ બાળકો જેમના આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેમને મે' ખૂબ હસતાં ખેલતાં જોયા. તેમનામાંના એકને એ આપ રે મરી ગયા !' એમ મેલતાં સાંભળ્યું! અને મારી સામે જોઇને હસતા દેખ્યા, એટલે ખીજો પશુ મેલવા ક્ષાગ્યો કે “ઓ બાપ રે મરી ગયા” અને મારી સામે જોઇને હસવા લાગ્યા, મેં પૂછ્યું' “રાજુલ, કિરણ, આ શું ખેલે છે અને કેમ હસો છે ?” તેમને વિશેષ પૂછતાં મને માલુમ પડયું કે આગલે દિવસે ગામતી નદી ઓળંગતા હું પાણીમાં ઝખેાળાયલેા ત્યારે એ બાપ રે મરી ગયા’' એમ હુ બૂમ પાડી ઉઠેલો. એ હકીકત હું તે! ભૂલી ગયેા હતા, પણ છેકરાંઓએ તે પકડી લીધેલું અને જ્યારે અને ત્યારે તે ખેલતા રહ્યા કે દાદા, એ બાપ રે મરી ગયા”. આ જાણીને મને ભારે રમુજ પડી અને હું પણ ખડખડાટ હસી પડયા. એક તે આપણે આપણી બહાદુરીની ગમે તેટલી શેખી કરતા હાઇએ તે પણ કાંઇક આક્તના કે શારીરિક અકસ્માતના સયેાગ ઉભા થાય છે ત્યારે સહજપણે આવા ભયસૂચક ઉદ્ગારા આપણા મેઢામાંથી નીકળી જાય છે. આપણા મનના ઊંડાણમાં મૃત્યુના કવા ભય રહેલા છે તેને આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, અને કાંઈ પણ આફત આવી તે જાણે કે મૃત્યુ જ સામે આવીને ઉભું રહ્યુ હાય ઍમ આપણા અજ્ઞાત મનને લાગે છે.
અને ખીજું બાળકાને મન નાના મેટાના ભેદ હોતા જ નથી. મેટાનુ પણ કાંઇક હસવા જેવું તેમના હાથમાં આવે તે તે પકડીન મેટાને ઉપહાસ કરતાં, ટીખળ કરતાં, નકલ કરતાં તેઓ અચકાતા નથી. પછી વિલેમાંથી કાઇ તેમને આમ કરવા બાબત ધમકાવે તે પ્રગટ રીતે તેવુ' ટીખળ કરતાં અંધ થાય છે, પણ એકલા પડે ત્યારે તેમનાં આવાં ટીખળા, ઉપહાસા અને નકલા ચાલતી જ હેાય છે.
૨૧૯
દબડાવવાના કઇં અર્થ જ નથી. તે કોઇનું જાણી જોઇને અપમાન કરવા માગતા નથી તેમ જ સભ્યતાના આપણા ચિત્તમાં રૂઢ થયેલા ખ્યાલા પણ તેમને સ્પર્યાં હેતા નથી. કોઈ ઠેકાણે હસવા જેવા ટુચકા હાથ લાગ્યા તે તે ટુચકાનું પુનરાવર્તન કંધ સમય સુધી કર્યાં જ કરવુ' આ તેમને સ્વભાવ છે અને એમાં તેમના નિર્દોષ આનંદ રહેલા છે. આમ વિચારીને તેમને આ બાબતને ૪પા આપવાનું તેા છેડી દીધું, એટલુ જ નહિ પણ, પછી તે અમને પણ તેમને ચેપ લાગ્યા અને હું કે અજિતભાઇ મેખી કે બાબાને પૂછવા લાગ્યા કે “ કેમ અહિં` ગમે છે કે નહિ ?' અને તેઓ હવે !'' એમ જવાબ આપવા લાગ્યા અને એવી જ રીતે તેમના સદશ પ્રશ્નના અમે પણ મેહુ ભારે કરીને, અવાજને ઘાઘરા બનાવીને “ હાવે !'' એમ જવાબ વાળવા લાગ્યા. અને આમ પરસ્પર ુસવા હસાવવાનું ઠીક સમય સુધી ચાલ્યા કર્યુ. કૌસાનીમાં છેલ્લે દિવસ
જુન માસની પહેલી તારીખ અને રવિવાર–આ. અમારા કૌસાનીના નિવાસને છેલ્લે દિવસ હતો. હુંમેશા માક આજે પશુ ઉગતા સૂર્યના મંગળ સુભગ દર્શન સાથે અમારા દૈનિક કાર્ય ક્રમ શરૂ થયા. અહિં અમે રહ્યા એ દરમિયાન હિમશિખાનાં ગણ્યાગાંઠયા દિવસોએ દર્શન થયાં હતાં. પણ પૂર્વકાશમાં જુદી જુદી કળા ધારણ કરતા સૂદય નિહાળવાને આનંદ તે। અમને હુંમેશા પ્રાપ્ત થતા જ હતા. આજના સુધરેલા લેખાતા જીવનમાં મેાડા સુવું અને મેાડા ઉઠવુ એ લગભગ એક ચાલુ પ્રથા જેવું બની ગયું છે, કુદરતે ગે વેલી—ખાસ કરીને આપણા દેશ પૂરતી–દિનરાતની રચનાથી આ પ્રથા વિપરીત છે અને પશ્ચિમના દેશામાંથી આવી ઉતરેલી છે. આપણા વિસ અને રાત સરેરાશ બાર કલાકના હાય છે. દિવસના ઉગવા સાથે દૈનિક પ્રવૃત્તિને આરભ થાય અને રાત્રીના આગમન સાથે બધી પ્રવૃત્તિ સંકેલાવા લાગે અને નિવૃત્તિના આરામને આદર કરવામાં આવે. નૈર્નિક જીવનને આવે! ક્રમ આપણા માટે સ્વાભાવિક લેખાવા જોઇએ. સવારના વહેલા ઉઠુવુ, એ ત્રણ માઈલ ફરવા જવું, આકાશમાં ખીલતા અરૂણાદયને—સૌંદયને-કરતાં કરતાં કે કાઈ ઉંચા સ્થાન ઉપર સ્થિર થઈને નિહાળવા આના જે આલ્હાદ છે, મન તથા શરીરને આથી જે તાજગી મળે છે તેને સવારના સાત, આઠ અને કાઈ કાઇ કારસામાં નવ વાગ્યા સુધી ખીછાનાને નહિ છોડતા લાંકને શી રીતે ખ્યાલ આવે ? ચોવીશ કલાકના દિવસમાં હુંમેશા એ અદ્ભુત અને ગહન ઘટનાએ બને છે: એક સૂના આગમનને લગતા, બીજી સૂર્યના વિસર્જનને લગતી. આ ઘટના હંમેશા બનતી હાઇને તેનું ક્રાઇ મહત્ત્વ સાધારણ લેકૅના દિલમાં હાતું નથી. પણ જેનામાં સમજણુ ઉગી છે, દૃષ્ટિ ખુલી છે, રસવૃત્તિ વિકસી છે, સૌને જાણવા અને માણવાની તમન્ના તંગી છે તેના માટે આ બન્ને ઘટનાએ આધ્યાત્મિક અનુભૂતિની પ્રેરક અને ઇશ્વરાનુસંધ નની ઉત્પાદક બની શકે છે. પૂર્વ ક્ષિતિજની કાર ઉપરથી સૂર્યના લાલ ખિને ધીમે ધીમે ઉ ંચે આવતુ જોવા સાથે સ્થૂળ ભૌતિક દુનિયાના સ્તર ઉપરથી આપણું મન પણ ઉંચે ઉડવા લાગે છે અને કાંઇક અલૌકિક આપણી સામે બની રહ્યુ` છૅ, ભજવાઈ રહ્યુ છે એવુ' સંવેદનચિત્તતંત્રીને કુંપાયમાન કરવા માંડે છે. આ જ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહાડી પ્રદેશમાં કાઇ જુદી જ વિલક્ષણતા ધારણ કરે છે. પહાડનું ગંભીર વાતાવરણ, ધુમ્મસનાં ચાલુ આવરણઅનાવરણુ, કોઇ પર્વતની કાર પાછળથી થતા સૂર્યના ઉગમ અને એવી જ રીતે અન્ય કાઈ પૂતની પાછળ થતું તેનુ વિલાપન, વાદળાના અવારનવાર થતા અવરાધેના કારણે સૂર્યÖકિરણાનું ચાલ્યા કરતું વક્રીકરણ અને તેના લીધે ભૂતળ ઉપર રચાના પ્રકાશ છાયાના નાના મેાટા વેલબુટ્ટા
આવા એક ખીજો પ્રસંગ જણાવુ, નૈનીતાલમાં અમે એવરેસ્ટ હોટેલમાં હતા તે દરમિયાન સવારના ભાગમાં નવ વાગ્યા લગભગ અમે બ્રેકફાસ્ટ ( સવારના નાસ્તા) માટે નીચેના ડાઇનીંગ રૂમમાં ( જમવા ખાવાના ઓરડામાં) જતાં અને એક ટેબલ આસપાસ ગઢવાતા. બાજુના ટેબલ ઉપર વડોદરા બાજુના એક ડાક્ટરનુ. કુટુંબ પણ ચા નાસ્તા માટે ગેઠવાતું, ડાક્ટરનાં પત્ની શરીરે જરા સ્થુળ હતાં; અવાજ જરા જાડો ઘાઘરા હતા અને ભાષા હતી ચરેતરી. હોટેલમાં સાથે રહેતાં એકમેકના પરિચય થયેલા. સવારના નાસ્તા વખતે મળીએ ત્યારે સહજ રીતે એકમેકનાં ખાર પૂછીએ અને નૈનીતાલ' ધ્રુવુ લાગે છે, ગમે છે કે નહિ એવા પસ્પર સવાલજવાળે ચાલે. આ રીતે વાતવાતમાં ડાકટરનાં પત્નીને મેં પૂછ્યું “ કેમ તમને અહિં ગમે છે કે નહિ? '' તેમણે ઘેધરા અવાજે જરા લહેકા સાથે ચાતરી ભાષામાં જવાબ આપ્યા “હાવે !''. છેાકરાઓએ આ પકડી લીધું અને પછી જ્યારે ભેગા થાય ત્યારે એકબીજાને પૂછે “ કેમ અહિ ગમેછે કે નહિ ? ” અને બીજો મેહુ ભારે કરીને જાડા અવાજે જવાબ આપે “ હવે !' અને પછી બન્ને અને ત્રણે સાથે હોય તેા ત્રણે બાળકા ખડખડાટ હસી પડે. આ તેમની મશ્કરીની અમને ખબર પડી ત્યારે આપણી સાથે રહેતા માણસાની આમ મશ્કરી ન થાય એમ તેમને ખૂબ સમજાવ્યા અને એટલેથી તે નહિ અટકયા એટલે ધમકાવ્યા પણ ખરા. આમ છતાં પણ ક્રમ અહિં ગમે છે કે નહિ ?'' “ હવે ” એ તેમની પ્રશ્નોત્તરી ચાલ્યા જ કરી. પણ પછી ધીમે ધીમે વિચાર કરતાં અમને સમજાયું કે આવી બાબતમાં બાળકા