SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૧૪ આવ્યા છું, પણ હવે એ સવાલ મારી સામે તીખી નજરે મીટ માંડી રહ્યો છે. જીવન અને જગત મને જ સ'ખેાધતાં રહ્યાં છે. ચારે કાર મારાં સંખાધના થતાં જોઇ હું મસ્ત બની ગયા છું. ચિંતા કાને કહેવાય એ તે હું જાણતા જ નથી. પણ આજે ઉપર કહેલ સવાલનાં શાણિતવર્ણા નેત્રા મારા સોધનની છાતીને ચીરી રહ્યાં છે. આજે દેવ જડ-નિશ્ચેતન બની રહ્યા છે, ધુમ્મટા ધરાશાયી થઈ રહ્યા છે, મિનારા ઝૂકી રહ્યા છે, ક્રોસ નીચે નમી રહ્યા છે. દેવની દુનિયા આજે માનવીના હાથમાં જઈ પડી છે. સવાલનાં તાતાં તીર આજે મને ચારે કારથી વધી રહ્યાં છે. એ તીરાએ આજે શ્રદ્ધાને લાહીલુહાણ કરી દીધી છે. આવા ધાને માટે, આવા પૃથકકરણને માટે, આવા નસ્તરને માટે હું તૈયાર નથી. સવાલાની આ ઝડી હવે બંધ કરો. મારા રૂપ સામે જુએ. મારા ઇતિહાસ તરફ નજર કરે. મારા સિકકાઓને નિહાળેા; એની શકિતને જીએ; અને ઝૂકી ઝૂકીને સલામ કરતાં ટેળાંઓને જીએ. એ સિક્કા ઉપર તે આખી દુનિયા વારી જાય છે. મારી ટંકશાળના દરવાજા ન ઉધાડશે! જેમાં મારે જન્મ થાય છે એ ઊકળતી કડાઇઓને ન જોશી ! મારૂં સર્જન ધ્રુવી રીતે થયું ' છે -થઇ રહ્યું છે, એ ન પૂછશા, ન જોશો. મે દેવતાઓને જમાડયા છે; મેં જ્ઞાનીઓ આપ્યા છે; મેં શાસ્ત્રોને શણગાર્યાં છે; મેં કળા અને સાહિત્યને જન્મ આપ્યા છે – એ બધુંય સાચું છે; પણ જ્યાંથી હું મારે જીવનરસ ખેંચી રહ્યો છું. જ્યાંથી હું મારા ખજાને ભરી રહ્યો છુ, એ સ્થાનની બાબતમાં કાઈ સવાલ ન પૂછશે. ન કાએ આજ સુધી પૂછ્યું છે, અને હવે . તમે પણ ન પૂછશો કે મારી જન્મ અને મારૂ સર્જન કર્યાં, કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં અને કેવી જાતનાં સાધનાથી થાય છે ? જો હું એ ભેદ ખતાવવા માગું તે। સસ્થાઓની, સેવકૈાની, મહાત્માઓની બધાંની આબરૂ ઉપર પાણી ફરી વળે ! જેમાં મારા સર્જનનું કારખાનુ ચાલે છે એ દુનિયા કાલિમાથી ભરેલી અને ભયંકર છે. તમે તે મારા વિલાસની દુનિયા છે, જે મારૂ કક્ષેત્ર છે, ત્યાં તેા કેવળ લાભ જ મારા મુદ્રાલેખ છે. જ્યારે હું શાષણની ચકકી ચલાવું છું, ત્યારે જ મને ખાવા મળે છે અને તમને પણ હું ત્યારે જ ખવડાવી શકું છું. એ (શૅાષણ) ન હોય તે હું કયાંથી આવું અને તમે પણ શું પામે ? – તો આ તમારાં શિ, આ ચર્ચા, આ મસ્જિદે કેવી રીતે ખડા થઈ શકે ? -- તે તમારી આ શિલ્પ-સ્થાપત્યની, કળાની, સાહિત્યની, સેવાની સંસ્થા કેવી રીતે ચાલશે ? મારે જે કરવું હોય તે તમે મને કરવા દ્યો, અને મારા સિકકાના જોરે તમારે જે કરવું હાય એ તમે કર્યા કરે ! al. 98-3-45 નભાલા—નજીવા—તુચ્છ સવાલાની અથડામણીમાં ભાંગી રહ્યું છે; જુગજુગજૂની સંપત્તિ આજે લૂંટાઇ રહી છે, વેરવિખેર થઇ રહી છે, કેમ કે માનવીએ મારા અસ્તિત્વની ખાખતમાં જ સવાલ ટાબ્યા છે. મારા અસ્તિત્વની પાછળ જે શકિત અને જે સાધના કામ કરી રહ્યાં છે, તે આ પ્રશ્નની આગને બરદાસ્ત નથી કરી શકતાં, જેમને નિચોવીને મારા જન્મ થયા છે. અને મારા સુવર્ણ સમા ગૌરવનું સČન થયું છે, તેઓ આજે આ સવાલથી ઉશ્કેરાઇ જઇને મારા અસ્તિત્વને જ પડકાર આપી રહ્યા છે, મારી કીતિ ઉપર જુગજુગનાં પાપની કાલિમા લગાવી રહ્યા છે ! મે તમારે માટે સ્વર્ગ'ની રચના કરી છે, તમે એમાં વાસ કરે ! આ કીર્તિસ્તંભા ઉપર નિવાસ કરીને તમે પુણ્ય અને પાપ, સ્વગ અને નરકના તત્ત્વજ્ઞાનની રચના કરો ! તમારે ધરતીની સામે નજર કરવાની જરૂર નથી, ધરતીમાં સજાયેલ નરકે જ તા આ સ્વની સૃષ્ટિ ઊભી કરી છે એ કાં ભૂલે છે ? આ નરકને દૂર કરવા મથશે, તે। આ સ્વર્ગ તે જ જમીનદાત બની જશે! આ નરક ખતમ થઇ જશે તે પછી તમે શું કરશે!-- હું શું કરીશ ? માટે શાષણની આ ચક્કીને ચાલવા દ્યો, જેથી મારૂં અસ્તિત્વ ટકી રહે, અને મારા સહકારથી તમે માનવતાની સેવા કરતા રહા ! તમે કહે છે કે મેં તમારાં ભાઈ-બહેનેાનું લેહી ચૂસી લીધું છે. જે આંતરડાંમાંથી મે રસ નિચેવી લીધેા છે. એ સૂકાં આંતરડાં તરફ તમે નજર કરી રહ્યા છે ! જ્યાં, તમારા કહેવા પ્રમાણે, મેં લાખા માનવીઓનાં તન અને મનને ભાંગી નાખતા પરિશ્રમથી મારા સ્વાર્થ સાધ્યા છે, એ મારાં કારખાનાં તરફ તમે આંગળી ચીંધી રહ્યા છે ? જેમના ઉપર મેં શાષણની કાળમુખી કળા અજમાવી છે, એ અસંખ્ય નર-નારીઓનાં હાડપિ’જરા તમે બતાવી રહ્યાં છે ? તમે એટલા ધૃષ્ણાજનક ન ખનશે કે આ વહેતા લાહીમાં મારી બધી સંપત્તિને ડુબાડી દ્યો. આ લેાહી મે રેડયું છે ? મારા દેવતાને, મદિરને, મસ્જિદને, ચર્ચીને શેષણના રૂધિરની દુનિયા ઉપર ઊભેલાં અને રૂધિરથી ખરડાયેલાં તમે કહા છે ? રામ ! રામ ! રામ! આ તે તમે કૈવી વાત કરો છો ? હું તમારા રૂધિરનું સર્જન ? જેને દેવતા એલાવે છે, જેને 'તિરા અને તીર્થાં સોધે છે, જે સેવા અને ભકિતનુંસ ખાધન છે, જેને જ્ઞાન અને શ્રદ્ધા સદા સદ દીધા કરે છે .એ આજે આવા મારૂ નામ દાન છે.ભૂતકાળનુ. સખાધન અને આજને પ્રશ્ન (ભૂતકાળમાં સૌ મતે શેાધતા આવતા, આજે સૌ મારી સામે આંગળી ચીંધે છે.). શાષણમાંથી મારા જન્મ થાય છે; શોષણની દુનિયાના હું પહેરેગીર છું! મૂળ હિં'દી : શ્રી. ભવમલજી સિધી અનુવાદક : શ્રી. રતિલાલ દીપચંદ્ર દેસાઈ ‘તક્ષ્ણ'માંથી સાભાર ઉષ્કૃત સંઘે કરેલું પંડિત સુખલાલજીનુ બહુમાન પ્રમુખસ્થાનેથી અધ્યાપક ઝાલાનું પ્રેરક પ્રવચન મુંબઇ યુનિવર્સિટી હસ્તકની ટક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના અન્વયે યેાજાયેલ ‘૮ ભારતની દાŃનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના અગ્રણી આચાય શ્રી હરિભદ્રસૂરિના કાળા” એ વિષય ઉપર તા. ૧૦ મી ફેબ્રુઆરીથી તા. ૧૪ મી ફેબ્રુઆરી સુધી એમ કુલ પાંચ વ્યાખ્યાના આપવા માટે પ સુખલાલજી મુંબઈ પધાર્યાં હતા. આ અવસરને લાભ લઇને મુંબઈ જૈન યુવક સંધ તરથી તા. ૧૭ મી ફેબ્રુઆરી મંગળવારના રોજ સાંજના સમયે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપદે સધના કાર્યાંલયમાં એક નાનું સરખું સંમેલન યાજવામાં આવ્યું હતું. સ્વાગત વચન પ્રારંભમાં સંધના મંત્રી શ્રી. પાનંદ કુંવરજી કાપડિયાએ પંડિતજીને આવકાર આપતાં જણાવ્યું હતું કે “પ ંડિતજીને સંધના સભ્યાને કાઇ ખાસ પૅરચય આપવાની જરૂર નથી; કારણ કે પંડિતજી સંધની—ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળાની-પ્રવૃત્તિ સાથે વર્ષોંથી જોડાયલા છે અને તેથી સધ સાથે પતિછતા સબંધ એક સ્વજન જેવા રહ્યો છે. બે વર્ષ પહેલાં મુંબઇ ખાતે ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને પંડિતજીનુ શ્રેણા મેાટા પાયા ઉપર સન્માન કરવામાં આવ્યું હતું અને તે નિમિ-તે એકઠી કરવામાં આવેલ એક લાખ રૂપિયાની રકમ તેમને અણુ કરવામાં આવી હતી. આ આખુ સન્માનઆયેાજન મુખ્ય જૈત યુવક સધના કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડાકટર ઓફ લીટરેચરની માનદ પદવી અર્પણુ કરીને તેમની વિદ્વતાની કદર કરી હતી. તાજેતરમાં
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy