________________
૨૦.
આવતા અનેક પત્રા વિષે નિયમ રૂપે ધારણ કરવામાં આવેલું મૌન મને ઉચિત નથી લાગતુ. વિનેબાજીએ પેાતા ઉપર આવતા પત્રા અને ત્યાં સુધી જવાબ આપવા જોઇએ, એટલુ જ નહિ પણ, જે પત્રામાં અનેક દિલમાં ઉઠે એવી બહુજનસામાન્ય શંકા રજુ કરવામાં આવી હેય અને એ પ્રકારના પ્રશ્નો પૂછ વામાં આવ્યા હાય તેવા પત્રોને સારભાગ પોતાના મુખપત્રોમાં પ્રગટ કરીને વિનેબાજીએ તેના જરૂરી ખુલાસા પ્રગટ કરવા જોઇએ– આવા મારા અભિપ્રાય છે.
પ્રબુદ્ધ જીવન
આ બન્ને બાબત . તેમની સાથેની પધ્યાત્રા દરમિયાન મે તેમની સમક્ષ · આહચપૂર્વક રજુ કરી હતી અને ઉપર પ્રમાણે કરવામાં ઘણા સમય જાય અને શંકિત ખરચવી પડે જે પદયાત્રામાં શક્ય નથી એવા તેમના જવાબ હતા. આ જવાબથી મને સ ંતોષ થયા નહોતાં. મારા સુદ્ર. અભિપ્રાય છે કે વિચારલેખન તેમ જ પત્રાના જવાબ આપવા એ તેમના માટે એટલું બધું મહત્ત્વનુ છે કે તે ખાતર્ અવારનવાર પધ્યાત્રા થેડી ઘેાડી સ્થગિત કરતા રહેવુ જોઇએ, અને તે જવાબદારીને પહેાંચી વળવા ભાટે તેમની પાસે જરૂરી મદદનીશા હેાવા જોએ. આ માટે જેટલા ખર્ચ જરૂરી હોય તેટલા ખર્ચની વ્યવસ્થા પયાત્રાને લગતા તેમના અન્ય ખર્ચની સાથે થવી જ જોઇએ.
(૩) વિનાબાજી આજના સામયિકે નિયમિત વાંચતા થાય. અહિં એક ખીજી બાબત તરકે ધ્યાન ખેચવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. એ બહુ જાણીતી વાત છે કે વિનાબાજી આજના સામયિકા વાંચવા વિષે ભારે ઉદાસીન છે. સાથે સાથે એમ પણ માલુમ પડયું છે કે તેમના પ્રવચનવ્યાપાર ઘણી કાચી માહિતી ઉપર ચાલે છે. દેશમાં અને દુનિયામાં શું બને છે અને બની રહ્યુ છે તે વિષે તેમ જ દેશમાં અને દુનિયામાં શું બનવુ જોઇએ તે વિષે. જે ઉદાસીન હોય તેની છાપાવિષયક ઉદાસીનતા સામે કશુ કહેવાનુ ન હોય; પણ આવી ઉદાસીનતાના જેનામાં અભાવ હોય, દેશમાં અને દુનિયામાં બનતી નાની મોટી ઘટનાઓ જેની સવેદનશીલ આત્મતત્રીમાં અવનવા ઝણઝણાટ પૈદા કરતી હાય. અને લેાકાને જુદી જુદી બાબતે વિષે અને વિષયા પ્રત્વે માર્ગ દર્શન આપવુ એ જેના ચાલુ વ્યવસાય હાય તેણે આજના સામયિકાથી સુપરિચિત રહેવું એ અત્યન્ત જરૂરી છે. ચાલુ પદયાત્રામાં સામયિકા સાથેના ચાલુ સર્પક સહજ શક્ય નથી એ સમજી શકાય તેવુ છે. એમ છતાં પણ આ માટે તેમણે અમુક સમય કાઢવા જ જોઇએ અને તેમને છાપાને લગતી જરૂરી માહીતી અન્ય કાઇ નિયમિત રીતે પૂરી પાડે એવી પણ વ્યવસ્થા હોવી જોઇએ.
(૪) વિનાખાજી હવે પદયાત્રા સ્થગિત કરે. વિનેબાજીની પદયાત્રા છેલ્લાં આઠ વર્ષથી ચાલી રહી છે. તે મે માસમાં કાશ્મીર પહેાંચવા ધારે છે. ત્યાર પછીના કાયક્રમની આપણને ખબર નથી. એ જે હેાય તે ખરૂં, પણ આ રીતે જે કાંઇ કાર્યક્રમ નક્કી કરાયલા હોય તે જલ્દિી પૂરા કરીને વિતાખાજીએ હવે કોઇ એક સ્થળે સ્થિર થઈને બેસવુ જોઇએ, કોઇ એક ગ્રામદાની જૂથના નવનિર્માણુ પાછળ તેમની સમગ્ર શક્તિઓને સ ંલગ્ન કરવી જોઇએ, અને આમ એક ખૂણે સ્થિર બનીને પ્રજાજનાને પ્રવચન, ચર્ચા, લેખન તથા પત્રવ્યવહાર દ્વારા માર્ગદર્શન આપતા થવુ જોઇએ. પદયાત્રા અને પરિભ્રમણના લાભ છે તેમ જ ગેરલાભ પણ છે. જુદા જુદા લોકોને પોતાના સંદેશ પ્રત્યક્ષ રીતે પહોંચાડવા માટે પધ્યાત્રા એક ઉત્તમ સાધન છે. પદયાત્રાનુ સ્વરૂપ જ એવુ’ છે. પણ બીજી બાજુએ, દિવસે દિવસે ગામ બદલાય, નવા લેકાને મળવાનું બને અને તેમને સ'તેાષવાના હાય, પ્રવચનપર પરા ચાલ્યા જ કરતી હોય – આમાં સ્થિરવાસની શાન્તિના લગભગ અભાવ હાય છે, અને સહકા કર્તા સાથેના
તા. ૧-૩-૫૯
ચાલુ વિચારપરામશ માટે બહુજ ઓછે. અવકાશ રહે છે. બધુ અસ્થિર, ગતિશીલ સતત ફરતુ' અને બદલાતું રહે-આવા વાતાવરણમાં સ્વસ્થ અને ધેરા ચિન્તનને પણ બહુ છેઃ અવકાશ રહે છે. નવનિર્માણનુ` કા` સ્થિર આસન અને સ્થાયી વસવાટની અપેક્ષા રાખે છે.
(૫) વિનામાજી વિશેષ આયોજનલક્ષી અને
અહિં બીજી પણ એક બાબત તરફ ધ્યાન ખેંચવુ અસ્થાને નહિ ગણાય, જો ભૂદાનમાંથી રૂપાન્તર પામેલ ગ્રામદાનને વિચાર, શાન્તિસેનાના વિચાર અને સર્વોદયપાત્રના વિચાર–આ ત્રણેને સમીપ કાળમાં ભૂ'સ્વરૂપ આપવુ' હાય, ભારતભરમાં તેને અમલી કાયમાં પરિણત કરવું હોય તો બીજી તે અનેક બાબતો કરવાની રહે છે, પણ વિનાબાજીએ પેાતે અને તેમની સાથેના પ્રમુખ કાય કએએ આયે જનલક્ષી એટલે કે સવિશેષ નિધિલક્ષી અને તંત્રલક્ષી બનવાની ખાસ જરૂરી છે. ગણ્યાગાંઠયા સ પતિાનીઓથી કે છુટાછવાયા સૌંદયપાત્રથી આ બધું બહુ આગળ ચાલી શકવાનુ નથી. નિધિસચય અને તંત્રરચનાનાં ગમે તે ભયસ્થાનો હાય, પણુ આખા આન્દોલનને ક્રિયાત્મક રૂપ આપવા માટે ભારતવ્યાપી ત ંત્રરચના વિના નહિ જ ચાલે. વળી આ માટે સખ્યાબંધ કાય કર્તાઓ જોઇશે. તેમના નિર્વાહની જવાબદારી વિનેાખાજીએ અને તેમના પ્રમુખ સહકાર્ય - કર્તાઓએ લેવી જ પડશે અને આ માટે દેશભરમાંથી જ્યાંથી જેટલા નિધિસંચય થઇ શકે તેટલા કરવા પાછળ પેાતાની શક્તિ અને લાગવગ કામે લગાડવી પડશે. આજ સુધી મોટા ભાગે પ્રચારકાય જ થયુ છે. ભાષણે, ભાષણા અને ભાષણા અને તે માટે નાની મેટી શિબિરા અને પધ્યાત્રા-આજે ચાલી રહેલા આન્દોલનનુ આજ મુખ્ય સ્વરૂપ રહ્યું છે. પણ તેથી કાય ની જમાવટ થતી નથી અને શકિતનો કાઇ નકકર ઉપયોગ થતા નથી. એવી એક માન્યતા પ્રચલિત છે કે વિનેાખાજીના એક વૈચારિક પ્રચાર ઉપર ધણા વધારે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં લેક ભકિતભાવપૂર્વક તેમને સાંભળે છે, તેથી કામ ઘણું થઇ રહ્યું છે એવા આત્મસ તેષ તેઓ અનુભવતા હાય એમ લાગે છે. પણ આ હીલચાલને બારીકાથી વિચાર કરનારને એમ લાગ્યા વિના નહિં જ રહે કે વિનાબાજી જે કહે છે તેને લાકો મૂક સમતિ આપે છે, પણ તેથી તેમનામાં કાઇ ક્રિયાશીલતા જન્મતી નથી. આ તે જ જન્મે. કે જો વિનેબાજી જે કહે છે તેનું કાર્ય નકકર પરિણામ લેાકાની આંખ સામે આવીને ઉભું રહે. અને આ તે જ અને કે જો તેમની સીધી દોરવણી નીચે સખ્યાબંધ કાય કર્તા નિર્માણકાર્ય માં લાગી જાય અને તે માટે સુગ્રથિત તંત્ર ઉભું કરવામાં આવે અને તેના સંચાલન માટે નિધિ બહુ મોટા પ્રમાણમાં એકઠો કરવામાં આવે, હું તે રસ્તા દેખાડું છું, લેકાને તે ઢીક લાગે તે તે માગે જાય' આવા તટસ્થ અને ઉદાસીન ભાવ વિનાબાજી ઘણી વખત પ્રગટ કરે છે, પણ સામાન્ય પ્રજા એમ ગતિમાન થતી નથી, થવાની નથી. લોકો હમેશાં એવી અપેક્ષા રાખવાના જ કે ચેાજના તમે અનાવા અને તેને અમલી પણ તમે જ બનાવી આપે. લેાકાને સ્વભાવ જ આવે છે. લાકા એમજ કહેવાના કે તમે જે કહેા છે તેવું જ કાંઈક રાજ્ય પણ કાયદાકાનુન દ્વારા કરી રહેલ છે. તમે તેથી કાંઇ નવુ કહેતા હો તે કરી બતાવેા. લોકાની માંગ, તેને વ્યાજબી ગણા કે ગેરવ્યાજબી ગણેા, આવી જ રહેવાની. આ કારણે નવે। વિચાર મૂકનારની મુશ્કેલી ધણી વધી જાય છે, પણ . જો તેની વૃત્તિ પરિણામલક્ષી હાય તે તેણે આ મુશ્કેલીને પાર કયે જ છૂટકા છે. વિનેાબાજી કેવળ વિચારપ્રચારક નથી, પણ તેમની દૃષ્ટિ પરિણામલક્ષી પશુ છે એ માન્યતા ઉપર આ અભિપ્રાય તેમની સમક્ષ હું રજુ કરી રહ્યો છું. જો આ માન્યતા ભૂલભરેલી હોય તે તેમનું સ્વપ્ન,ભારતમાં મૂર્તિ`મન્ત થવા માટે બીજા ગાંધીજીની આપણે રાહ જોવાની રહેશે.