SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Ra પ્રબુદ્ધ લખાવવા પડે એવી સ્થિતિ—ભૂતકાળમાં જોડાયલી હતી તે આજે જોડી શકાય તેમ છે જ નહિ.. આજે સ્વમાનને લગતા આપણા ખ્યાલે આ ખાખતમાં પહેલાં કરતાં વધારે આળા અને નાજુક બન્યા છે. આવી જ રીતે સાઁય પાત્ર ઉપર શાન્તિસૈનિકને પૂર્ણતયા કે અંશતઃ નિર્ભર બનાવવાના વિચાર વ્યવહારૂ છે કે કેમ તે એક સવાલ છે. કારણ કે એક તે સર્વાશ્યપાત્રની આવક એકસરખી નિશ્ચિત રહેવાનો સંભવ છે જ નહિ. ખીજુ` સ્વમાની શાન્તિસૈનિકા આ પ્રકારની નિર્વાહવૃત્તિ સ્વીકારવાને તૈયાર થશે કે કેમ એ પ્રશ્ન છે, ગ્રામદાન આ ચર્ચા આપણને સ્વાભાવિક રીતે ગ્રામદાનની વિચારણા તરફ લઇ જાય છે; કારણ કે આજે વિનાભાજી શાન્તિસેના, સયપાત્ર અને ગ્રામદાન – એ ત્રણ નાખશે, તે જ્યાં જાય છે ત્યાંની જનતા પાસે, મુખ્યપણે આગળ ધરી રહ્યા છે, આજથી સાત કે આઠ વર્ષોં પહેલાં ચોક્કસ સાગોમાં ભૂદાનના વિચારને ઉદ્ભવ થયા; સમયાન્તરે ગ્રામદાનાં વિચારના જન્મ થયા. બન્ને શબ્દના છેડે દાન રાખ્યું આવવાથી આ બન્ને જાણે કે એક જ કાટિના વિચાર હાય એવી લેાકેાના મનમાં ભ્રાન્તિ પેદા થાય છે. દાન શબ્દના જે પ્રચલિત અથ છે કે જે વસ્તુને મે' મારી ગણી તે અન્યને તેના ઉપયોગ માટે આપી દેવી – આ પ્રચલિત અર્થ ભૂદાનને ખરાખર લાગુ પડતા હતા,' પણ ગ્રામદાન શબ્દમાં આવું દાન સૂચિત નથી, કારણ કે ગ્રામદાનથી પોતાનુ` ગામડુ' અન્ય કાઇને આપી દેવું એવા કોઇ ભાવ સમજવાને છે જ નહિ. અને તેથી ગ્રામદાનથી જે ભાવ અને અર્થ સૂચિત છે તે દર્શાવવા માટે ગ્રામસ’વિભાજન કે એવા કાઇ શબ્દ ચેાજાયા હાત તે વધારે સારૂં થાત એમ મને લાગે છે, ગ્રામદાનના સાદે સીધા અથ એટલો જ છે કે કોઈ અમુક ગામના લાકા પોતપોતાની જમીન ઉપરથી પોતાની માલેકીને હકક છેડી દે અને ગામની બધી જમીન એક ભડાળમાં એકઠી કરે અને પછી તેની ગામના લોકો સાથે મળીને ખેતી કરે અથવા તેા ગામના લોકોની વ્યકિતગત જરૂરિયાત પ્રમાણે ગામની એકઠી થયેલી જમીન વહેંચી દેવામાં આવે. આના એ પરિણામ આવે. એક તેા 'મીનને લગતા અધિક વૈષમ્યના તે ગામ પૂરતા અન્ત આવે. ખીજું તે ગામની સતામુખી પુનર્રચના કરવાની પ્રવૃત્તિનો આરંભ થાય. ભારતના આજે સૌથી મેાટા પ્રશ્ન એ છે કે આજે દેશમાં પ્રવતી રહેલી આર્થિક વિષમતા દૂર કરવી એટલે કે શકય તેટલી નાબુદ કરવી-શકય. તેટલી' એટલા માટે કે સ`પૂર્ણ નાબુદી કાઇ કાળે શકય નથી. આ માટે સરકાર વિવિધ પ્રકારના કાયદા કાનુન કરી રહેલ છે. આવકવેરા, વેચાણવેરે, એસ્ટેટ ડયુટી, વેલ્થ ટેકસ, બક્ષીસવેરા, જમીનદારીની નાબુદી, જમીનેાની સીલીંગ – ઍટલે કે મથાળાનું પ્રમાણ નકકી કરવું—આ બધુ આજની આર્થિક વિષમતા ઘટાડવાના હેતુથી પ્રેરાઇને થઈ રહ્યુ છે. આમ છતાં પણ હજુ પણ ધાર્યુ પરિણામ આવતું નથી. વળી જે કાંઈ થઇ રહ્યું છે તે પાછળ કાયદાની – રાજસત્તાની– ખળજોરી રહેલી છે. આ પરિસ્થિતિમાં જે વિનેાબાજીની પ્રેરણા અને પ્રચારના પરિણામે ગામડાંના લૈકા પોતાની જમીન માલીકી છેડવાને તૈયાર થતા હાય અને એ રીતે ગામડાં આર્થિક સમાનતાના સ્વાયત્ત અને બહુધા સ્વતંત્ર ઘટક બની શકતા હાય તા આજની પરિસ્થિતિમાં આથી વધારે બીજુ શું ઇષ્ટ હાઇ શકે? જે ક્રાન્તિ અન્યત્ર રાજ્યદડના અશ્રય લઇને નિર્માણ કરવામાં આવે છે તે અહિં સહજપણે અને શુદ્ધ અહિંસક રીતે નિર્માણ થવાની શકયતા, સંભવ છે કે, આ રીતે ઉભી થાય. આમ સમજીને ગ્રામદાનના વિચારનું દેશના સવ રાજકીય પક્ષો અને આગેવાના હાર્દિક સમયન કરી રહ્યા છે. જીવન તા. ૧-૩-૫૯ પણ કાઇ પણ વિચારનું હાર્દીિક સમર્થન થવું એ એક વાત છે અને તેને ભૂત અને વ્યાપક આકાર મળવા એ ખીંજી વાત છે. ગ્રામદાનના વૈચારિક નકશે તે રાયે અને પ્રજા સમક્ષ મૂકાયા અને પ્રજાએ તેને વાડુ વાહુ કહીને આવકાર્યું તે બધુ ઠીક છે, બરાબર છે; પણ તે વિચારને ભૂત રૂપ મળ્યું હોય અને તેને લીધે જેની આશા રાખવામાં આવે છે તેવી પૂનર્રચના થઈ હોય એવાં ગામડાંઓ આપણે આંગળી ચીંધીને દેખાડી શકીએ એમ છે. ખરૂ? ઉત્તર પ્રદેશમાં આવેલા ગ્રામદાની ગામ મગઢમાં કેટલું મહત્વનું કામ થઇ રહ્યું છે અને આશાદાયી પરિણામે નીપજી રહ્યા છે એમ કહેવામાં આવે છે. દા. ત. ત્યાંનું ઉત્પાદન છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અઢીગણું થયું છે; કાઇ પણ આજે ત્યાં બેકાર રઘુ' નથી; એક મેટ્ટી પાંચ માઇલની નહેર લેાકાએ મળીને પોતાના પ્રયત્નથી તૈયાર કરી છે ત્યાદિ. સાબરકાંઠામાં આવેલા રામગઢ અને એની આસપાસનાં ગ્રામદાની ગામડાંમાં પણ ઠીક ઠીક પાયા ઉપર નવરચનાનું કામ ચાલી રહ્યું છે એમ સાંભળવામાં આવે છે. ખીજી બાજુએ કારાપુટમાં ૧૭૦૦ ગામડાંએએ ગ્રામદાન કરેલું, છતાં સ્થાનિક પ્રતિકુળતાના અંગે અને સ્થાનિક કાર્ય કર્તા અને બહારથી આવેલા માદક વચ્ચે મેળ નહિ જામવાથી હજી નોંધ કરવા યેાગ્ય કશી પ્રગતિ સાધી શકાઇ નથી. આમ છુટાછવાયાં થાડાંક પરિણામ દેખાઇ રહ્યાં છે, પણ આંખને ઉડીને વળગે એવી ગામડાંઓની કાયાપલટ હજી આપણી નજર સામે આવી નથી, અને એમ ન બને ત્યાં સુધી લેાકમાનસ મૂક સ`તિ અને અનુમેદનથી આગળ ગતિમાન થઇ શકતું નથી કે ક્રિયાશીલ બની શકતું નથી. આ માખતામાં ધારી પ્રગતિ કેમ સધાતી નથી ? શરૂઆતમાં પાંચેક વર્ષે ભૂદાન આન્દોલન ચાલ્યુ પ્રાર્’ભમાં ૧૯૫૭ની આખર સુધીમાં પાંચ કરેડ એકર જમીન ભૂદાનમાં મેળવવાને લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યા. પાંચ વર્ષની આખરે ભૂદાનમાં મળેલ એકર-જમીનના આંકડો પચાસ લાખથી આગળ ન ચાલ્યે! અને એટલામાં ગ્રામદાનના વિચાર તરક વિનોબાજી સવિશેષ આકર્ષાયા. આજે ભૂદાન ગૌણ બન્યું છે અને ગ્રામદાન ઉપર વધારે ને વધારે ભાર મૂકાઇ રહ્યો છે. આ પહેલાં ભૂદાન આન્દોલનને ત ંત્રમુક્ત તેમજ નિધિમુક્ત કરવામાં આવ્યું હતું. પરિણામે એ આન્દોલને કાઇ વ્યવસ્થિત નક્કર આકાર લીધેા જ નહેાતે. બિહારમાં લગભગ પચ્ચીસ લાખ એકરનું દાન થયુ હતુ. તેમાંથી કહેવામાં આવે છે કે સાત લાખ એકરનું વિતરણ થયું છે. બાકીનાં ભૂદાના કેવળ કાગળ ઉપર રહ્યાં છે. અન્યત્ર ઘણાં ભૂદાનો કાગળ ઉપર જ મૃતઃપ્રાય દશામાં જીવી રહ્યાં છે. આમ ભૂદાન આન્દોલનમાંથી કાઇ પણ એક પ્રદેશનુ મૂલગામી પરિવર્તનરૂપ કાઇ પરિણામ હજુ સુધી જોવામાં આવ્યું નથી. ગ્રામદાન પણ હજી આવી નિરાકાર દશામાંથી કાઇ ઊંચી સપાટી ઉપર આવ્યુ હાય એમ માનવાને કોઇ કારણ નથી, શાન્તિસેના તેમજ સર્વાધ્ય પાત્રની પણ એ જ સ્થિતિ છે, પણ તે વિષે ખેદ કે નિરાશા ચિન્તવવાનું હજી કારણ નથી, કારણ કે તે બન્ને વિચારા હજુ આપણા માટે નવા જેવા છે. આમ બનવાનું કારણ ગાંધીજી અને વિનેબાજીની કાર્ય પદ્ધતિ વચ્ચે રહેલે માટો ફરક છે એમ ઘણુનું માનવું છે. ગાંધીજી જ્યારે પણ કોઇ વિચાર અથવા તો યાજના પ્રજા સમક્ષ મૂકતા ત્યાર પહેલાં તે વૈચારિક યોજનાની સાથે સંબંધ ધરાવતી પ્રસ્તુત બધી બાબતના સાથીએ સાથે પૂરી સલાહપૂર્વક પૂરા વિચાર કરતા, એટલે પ્રજા સામે ગાંધીજીની વિચારયેાજના નકકર રૂપમાં રજી થતી. વળી આટલેથી જ નહિ અટકતાં ગાંધીજી તે ચેોજનાને અમલી રૂપ આપવા પાછળ પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરતા,
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy