SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મયુદ્ધજીવન જી બન a પશુ. ખ્યાલમાં રાખવાનુ` છે કે પાકીસ્તાનને આગળ કરીને અમેરિકા જો આપણી સાથે યુદ્ધ આદરશે તે આપણે ઇચ્છીએ કે ન કચ્છીએ તે પણ રશિયા ચૂપ બેસી રહી શકે જ નહિં અને તા પછી એ લડાઈ ભારત અને પાકીસ્તાન વચ્ચેની નહિ પણ રશિયા અને અમેરિકા વચ્ચેની જ બની જાય--એટલે કે ત્રીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળી સરજાઈ જાય.”, દેશની આન્તરિક સુલેહશાન્તિ જાળવવા માટે સુગ્રથિત સૈન્ય હાવુ એટલુ' જ. આવશ્યક છે તે આજની વસ્તુસ્થિતિના જવાખમાં વિનાબાજી એ મતલબનું જણાવે છે કે “અલબત્ત જ્યાં સુધી આપણા હાથમાં દેશની સુલેહશાન્તિ જાળવવા માટે ખીજો કાઇ વિકલ્પ ત હોય ત્યાં સુધી સૈન્ય રાખવુ જરૂરી છે, તે પણ તે આટલા મેટા પાયા ઉપરનુ હાવુ જરૂરી નથી.” અને સાથે સાથે દેશની સુલેહશાન્તિ માટે આવશ્યક સૈન્યની બહુ ઓછી જરૂર પડે એ ખ્યાલપૂવ ક તેઓ પ્રજાસમક્ષ શાન્તિસેનાને એક વિચાર મૂકી રહેલ છે. આ શાન્તિસેના જ્યાં જ્યાં સુલેહશાન્તિના ભંગ થવાના હોય ત્યાં ત્યાં આગળથી અગમચેતી વાપરીને સત્રમાં આવેલા બન્ને પક્ષે વચ્ચે સમાધાની–સમજુતી પેદા કરવાને પ્રયત્ન કરે અને તાકાને ચઢેલા ટાળાને વચ્ચે પડીને, પેાતાના જાનને જોખમાવીને પણ તે।કાન અટકાવવાના અને જાનમાલની ખુવારી થતી રાકવાના પ્રયત્ન કરે. આમ સૈન્યવિસર્જનના વિચાર સાથે શાન્તિસેનાના વિચાર વિનેાખાજી સ`કલિત કરે છે. અને શાન્તિસેનાના વિચાર સર્વ માન્ય અને અને સાથે સાથે તેમાં જોડાયલા સૈનિકના નિર્વાહા પ્રશ્ન, પૂર્ણુતયા નહિ તે આ શત:, ઉકલે એ હેતુથી તે સર્વોદયપાત્રની યાજનાને વિચાર પણ જનતા સમક્ષ મૂકી રહ્યાં છે. * આ ત્રણે બાબતેને આપણે ક્રમશઃ વિચાર કરીએ. સૈન્યવિસર્જન એક ભવ્ય વિચાર છે, અને આજની પરિસ્થિતિના સંદર્ભમાં તેના વિચાર કરવાના ન હાય તે! તે સબંધમાં એ મત પડવાને કાઈ સંભવ જ નથી. વસ્તુતઃ એ દિવસની આજે સૌ કાઇ રાહ જોઇ રહ્યુ છે કે કયારે આ દુનિયામાંથી યુધ્ધની હમેશાને માટે નાબુદી થાય અને સન્યસજાવટ પાછળ થતા પાર વિનાના ખર્ચે - માંથા દુનિયા ઊંચે આવે. એ પણ ખરૂ કે સાત્રિક સૈન્યવિસર્જન થાય એ દિવસ કેવળ કલ્પનાના નથી. કારણ કે પહેલાંની અને આજની દુનિયમાં માય ફરક એ પડયા છે કે જ્યાં સુધી માનવી પાસેની સંહારક શકિત પરિમિત હતી- ત્યાં સુધી એવી માન્યતાને પૂરો અવકાશ હતા કે જે દેશ પાસે જેટલી સૈન્યશક્તિ વધારે તે દેશ તેટલા વધારે સુરક્ષિત, પણ આજે જ્યારે આખી દુનિયાના સંપૂર્ણ` સંહાર કરી શકાય એવી – મેટા ગણાતા પ્રત્યેક દેશ આગળ - હારક શકિત એકઠી થઇ ચુકી છે, અને સંહારશસ્ત્ર હાથમાંથી છુટયા પછી અન્ય સાથે પોતાના પણ નાશ કરી એસે એવું આજના કાળભેરવ અણુમાંખાનુ સ્વરૂપ છે, ત્યાં કાઇ એક દેશ અન્યથી વધારે શકિતશાળી અને તેથી વધારે સુરક્ષિત ગણાય એવી પરિસ્થિતિ હવે રહી નથી. એટલે જો દુનિયાનું અસ્તિત્વ કાયમ રહેવાનું હોય તે આજની દુનિયાએ પોતાની શસ્ત્રકિતને સદાને માટે મ્યાન કર્યે જ છૂટકા છે, એટલે તાત્ત્વિક રીતે વિચારતાં શસ્ત્રવિસજ નના-સૈન્યવિસજનનેા–સાવત્રિક સ્વીકાર બહુ નજીકના ભવિષ્યના ગર્ભમાં રહેલા જ છે એમ સ્વીકારવામાં જરા પણુ અતિશયતા થતી નથી. આ દ્રષ્ટિએ સાવસર્જન તરફ આંગળી ચીંધનાર વિનેભાજી નજીકનાં ભાવીનુ જ સૂચન કરી રહેલ છે એમાં કાઇ શક નથી. આમ છતાં પણ આજના ભારત પૂરતા વિચાર કરીએ તે સૈન્યવિસર્જનના વિચારના તત્કાળ સ્વીકાર શક્ય નથી લાગતા, વ્યવહારૂ પણ નથી લાગતા. કારણ કે પાકીસ્તાન વિષેને આપણા તા. ૧-૭-૫ જે ભય છે તે કેવળ કાલ્પનિક નથી: તેમાં ઘણી મેાટી વાસ્તવિકતા રહેલી છે, અને તેના સંબધ કાશ્મીરના પ્રશ્ન સાથે રહેલા છે. પાકીસ્તાનના ઉદ્ભવ થયા ત્યારથી આજ સુધી ત્યાંના આગેવાના ભારત વિષે યુદ્ધની પરિભાષામાં જ વિચાર અને ઉચ્ચાર કરી રહ્યા છે અને તેનું રાજકારણ યુઘ્ધાભિમુખ નેતાઓના હાથમાં જ રહ્યું છે. વળી અમેરિકાના ટેકા વિના—સમથન વિના-પાકીસ્તાન ભારત ઉપર કદી ચઢાઇ ન જ કરે એ માન્યતા વધારે પડતી છે. અમેરિકા કદાચ ટકા ન આપે, તેની પડખે ઉભું ન રહે, પણ તટસ્થતા સ્વીકારે અને પાકીસ્તાન ભારત ઉપર ચઢાઇ કરે એમ આજના આન્તરરાષ્ટ્રીય તખ્તા ઉપર ખેલાતા રાજકારણમાં ન જ બને એમ માની લેવાને કંઇ કારણ નથી, અને પાકીસ્તાનના રાજકારણી આગેવાના સત્તા ઉપર ટકી રહેવા માટે કામ પણ સમયે આવા યુદ્ધજુગાર ખેલી નાખે એ પણ એટલું જ સભવિત છે. વળી એવી કાઇ કટોકટીમાં અહિં વસતા મુસલમાનેાના વલણુ વિષે આપણે કર્દિ અન્યથા વચારવાનું જ ન હોય—એવી શ્રદ્ધા હજુ આપણા દિલમાં પેદા થઈ નથી, બહારની પરિસ્થિતિ ઉપર જણાવી તેવી છે અને અંદરની પરિસ્થિતિ પણ સચા વિશ્વસનીય છે એમ માની લેવાને કાંઇ કારણ નથી. દેશની અંદર પણ સૈન્યની જરૂર પડે.એવા નાના મેાટા સાઁની શકયતા રહેલી જ છે. આમ આન્તર બાહ્ય સંભવિત આક્રમણા સામે સૈન્ય સિવાય આપણને ચાલે તેમ નથી. દેશમાં પણ અદ્ઘિ સા વિષે એવી કાઇ જામેલી નિષ્ઠા નથી કે ગમે તે સચેગમાં અમે કદિ શસ્ત્રને ઉપયેગ નહિ કરીએ, અથવા તેા અમે ખુવાર થઇશું, પણ અહિંસાને વળગી રહીશું' એમ આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ, આવા આગ્રહ ધરાવતી કેટલીક વ્યક્તિ આપણા દેશમાં છે અને મળી રહેશે, પશુ આવુ કાઇ સામુદાયિક વલણ હજી આપણા દેશમાં જોવામાં આવતુ નથી. વળી દુનિયામાં ઉભા થતા બધા સ ંધર્ષોં અન્તિમ કાટિના નથી હાતા. જ્યાં અણુશસ્ત્રાના ઉપયોગ અનિવાય` હેય ત્યાં આપણુ સૈન્ય અને શસ્ત્રશક્તિના ભલે કાષ્ઠ ઉપયોગ કે અર્થ ન હોય, પણ જેમ જગલમાં એકલા ચાલ્યા જતા હાઇએ તા માત્ર લાકડીનું સાધન પણ કર્દિ ઉપયેગી થઇ પડે છે તેમ, નાના નાના સર્પોને પહાંચી વળવા માટે – દબાવવા માટે આપણી પરિમિત સૈન્યશકિત પૂરી કામયાબ નીવડવા સંભવ છે. ચર્ચાના સાર એ કે જ્યાં સુધી પાકીસ્તાન સાથે કાશ્મીર અને અન્ય પ્રશ્ના સંબધમાં આપણી સમજીતી અને સમાધાન ન થાય અને આન્તરિક પ્રાસ બંધમાં પણ કહેવાતા સત્યાગ્રહેાની પ્રણાલીમાંથી અથવા તેા લોકવ્યાપી આન્દોલનેાની શકયતામાંથી આપણે ઉંચા ન આવીએ ત્યાં સુધી સૈન્ય વિના આપણુને ચાલી ન શકે એવું” મારૂ મન્તવ્ય છે. આમ છતાં પણ રસૈન્યવિસર્જનને લગતા વિનાબાજીના વિચારને હું અન્તરથી આવકારૂં છું અને તે એટલા માટે કે તે વિચાર એક આખાહવા પેદા કરે છે અને વધતા જતા લશ્કરી ખ' ઉપર અંકુશ મૂકે છે, જે બહુજ જરૂરી છે. વળી આજે વિનોબાજી કે જવાહરલાલજી જેવી વ્યકિત જ્યારે અમુક એક વિચાર 'પ્રજા સમક્ષ રજુ કરે છે. ત્યારે તે વિચાર તે તે દેશની સરહદમાં પુરાઇને રહેતા નથી, પણ વાયુની માક અન્ય દેશમાં પણ ફેલાતા ચાલે છે. તે આજ વિચારને પ્રતિધ્વનિત કરે એવી કાઇ વિશિષ્ટ વ્યકિત. પાકીસ્તાનમાં પણ ન જ પાકે એમ માની લેવાને કારણુ નથી. વિનોબાજીના આ વિચારમાં રહેલું શાણપણુ આપણા પ્રજાજનાના તેમજ શાસકાના અને એવી રીતે પાકીસ્તાનના પ્રજાજનાના અને શાસકના દિલને આજે નહુ તે આવતી કાલે સ્પર્શે અને તેથી આ બે દેશ વચ્ચે એવી કાઇ સમજુતી પેદા થાય કે આપણા પ્રશ્નોને નિકાલ આપણે પરસ્પર યુદ્ધ દ્વારા
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy