________________
all. 2-3-48
પ્રબુદ્ધ
અવારનવાર ઉપયેાગ કરવાથી આજની રાજકારણી રચના અને પરિસ્થિતિ વિષે લેાકાના મનમાં ઘણા ગોટાળા પેદા થાય છે અને આજના શાસનનવાધી દળાને પેાતાના પ્રચાર કરવામાં તે બહુ ઉપયાગી નીવડે છે.
વસ્તુતઃ આજે જે રાજ્યરચના કરેલી છે તે આપણી જ ઉભી કરેલી છે અને તેમાં જે પેાતાની સેવા આપી રહ્યા છે તે પણ આપણા જ માણસ છે અને વિનેાણાજીના વિચારો સવ'સ્વીકાય અને અને તે મુજબ આજની રાજ્યરચનામાં ફેરફાર કરવામાં આવે તો તે પણ રાજ્યરચના - આપણી જ ઉભી કરેલી હશે. કહેવાના સાર એટલા કે આજના તંત્ર સામે લેાકનીતિના નામે આ રીતે પરાયાપણાના ભાવ પેદા કરવામાં આવે છે તે બરાબર નથી. તેના કારણે પ્રજામાનસમાં સ્થિર થયેલી શાસનનિષ્ઠા હાય છે, જે સમગ્ર રાષ્ટ્રની દૃષ્ટિએ કાઇ પણ સયાગમાં ઇચ્છવા ચેાગ્ય નથી.
કેન્દ્રીકરણ વિરૂદ્ધ વિકેન્દ્રીકરણ
આજની આપણી સમગ્ર રચના આર્થિક તેમ જ રાજકીય– કેન્દ્રીકરણના પાયા ઉપર રચાયલી છે, જ્યારે વિનાબાજીની આખી વિચારણા વિકેન્દ્રીકરણ ઉપર ખૂબ ભાર મૂકી રહી છે. આજે સત્તાના મુખ્ય સૂત્ર કેન્દ્રના હાથમાં છે અને તેમાંથી કેટલીક સત્તા પ્રાદેશિક રાજ્યેાને સુપ્રત કરવામાં આવી છે. પ્રાદેશિક રાજ્યથી નાના ઘટકાની પરિસ્થિતિમાં હજી સુધી કશા મહત્વને ફરક પડયે નથી. આ જ પરિસ્થિતિનું વિનાબાજી પેાતાની લાક્ષણિક રીતે વર્ણન કરતાં એ મતલબનુ જણાવે છે કે સ્વરાજ્યનુ પાર્સલ લંડનથી દિલ્હી સુધી આવ્યું છે અને તેમાંના અશભાગ પ્રાદેશિક રાજધાનીએ સુધી પહોંચેલ છે, પણ તેમાંને કાઇ શ હજુ ગામડાં સુધી આવ્યા નથી. આ વૈષમ્ય તે નાબુદ કરવા માગે છે અને ગામડાને વાયત્ત–લગભગ સ્વતંત્ર-ધટક-autonomous republies-ખનાવવા માગે છે.
કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણના પ્રશ્ન ઘણા વિશાળ છે અને વિનેબાજીનું ગામડાંઓ વિષેનુ અતિંમ ધ્યેય આવકારયેાગ્ય છે. ગ્રામપ ંચાયતને જીવતી કરવા, તેને વધારે સત્તા સુપ્રત કરવાના આજની સરકારના પ્રયત્ન આ દિશાના છે અને ગ્રામદાની ગામમાં તેમના આ સ્વપ્નને મૂર્તિ મન્ત થવા માટે ઘણા આવકાશ છે; આમ છતાં પણુ જ્યાં સુધી દુનિયાના રાષ્ટ્રો ઉપર વિશ્વયુધ્ધની શયતાની તરવાર લટકતી છે અને એના સંદર્ભમાં આપણી ઉપર પાકીસ્તાનની કરડી નજર ચાલુ છે ત્યાં સુધી આજના તંત્રને માટા પાયા ઉપર વિકેન્દ્રિત બનાવવાનું શક્ય લાગતું નથી. આ પ્રશ્ન અંગે વિકેન્દ્રીકરણને પ્રતિકુળ ખીજું' પણ એક કારણ લક્ષ્યમાં લેવા જેવુ" છે. આપણા દેશ આર્થિક તેમજ ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ પછાત છે અને તેની અપાર સંપત્તિ ભૂતળ નીચે દટાયલી છે; અને આપણા ચાલુ જીવનની જરૂરિયાતા અને તેના ઉત્પાદન–બી. અંગે આપણને પરદેશ ઉપર ખૂબ આધાર રાખવા પડે છે. આવી પછાત, અણુવિકસિત ઔદ્યોગિક અવદશામાંથી દેશને મુક્ત કરવા માટે દેશવ્યાપી આયાજતાની ખૂબ જરૂર છે, ઉત્તરાત્તર શરૂ થતાં, પૂરા થતાં અને નવા શરૂ થતાં પ્ ́ચવર્ષીય આયેાજાને માત્ર આ જ હેતુ છે, આવા દેશવ્યાપી આયાજને દ્વારા દેશ અમુક ક્રેડિટની આર્થિક તેમ જ ઔદ્યોગિક કક્ષાએ પહોંચે નહિ ત્યાં સુધી આપણી રાજ્યનીતિને કેન્દ્રીકરણના પાયા ઉપર ચાલુ રાખ્યા સિવાય બીજો વિકલ્પ દેખાતા નથી, અલબત્ત આ કારણાને બાધક ન હેાય એવું વિકેન્દ્રીકરણ જેમ બને તેમ જલ્દિથી થાય એ જરૂર ઇચ્છવા યોગ્ય છે: આમ છતાં પણ વિનેબાજી જે પ્રકારના વિકેન્દ્રીકરણની અપેક્ષા રાખે છે તેના પ્રમાણમાં તે બહુ અલ્પ અને નજીવું હશે. દા. ત. ગામડાને સ્વાયત્ત બનાવવાને ગમે તેટલા વિચાર કરવામાં આવે તે પણ રાજ્યની તત્રરચના
એ
:
થન
તેમ જ અથ રચના કેન્દ્ર, પ્રદેશ અને ગામડાનું નાનું એકમ–આ ત્રણેના સમન્વિત વિચાર ઉપર જ નિર્માણ થવાની અને આ સમન્વયને વિચાર જ ગામડાની સ્વાયત્તતા ઉપર અમુક કાપ મૂક્યા વિના રહેવાના નહિં. આયાજતપરાયણુ લોકશાહી હંમેશા કેન્દ્રીભૂત રાજ્યરચના ઉપરજ ફાલીકુલી શકે છે.
સર્વાનુમતી નિય
ં
વિંનેાખાજીનાં કેટલાંક વિધાતા આપણને ચાંકાવનારાં હોય છે અને અવ્યવહારૂ કાટિના લાગે છે, કારણ કે આપણે બધી બાબતને વમાનના સંદર્ભ માં વિચાર કરીએ છીએ, જ્યારે તેઓ જે કાંઇ કહે છે તે લક્ષ્યગામી હોય છે. દા. ત. તે જણાવે છે કે લેાકશાહીમાં બધા નિષ્ણુ સર્વાનુમતીથી થવા જોઇએ, આ એક નિશ્ચયાત્મક વિધાન થયું, આપણાં રાજખરાજના અનુભવ એમ કહે છે કે આ નિયમ મુજબ ચાલવા જઇએ તે આપણું ગાડું હાલતાં ચાલતાં અટકી જાય, કારણ કે થેાડા .માણસા પણ અમુક નિર્ણય લેવામાં સામા પડે તે આપણાથી આગળ ન ચલાય. પણ વિનેબાજીએ અવાર નવાર સ્પષ્ટ કર્યુ છે તે મુજબ ઉપરના વિધાનના વ્યવહારૂ અથ આટલો જ છે કે આજે આપણું બધું કામ બહુમતીના જોર ઉપર ચાલે છે અને તેનુ પરિણામ લઘુમતીની ચાલુ અવગણના કરવામાં આવે છે. આદશ લાકશાહીની દ્રષ્ટિએ કાઇ પણ એક પક્ષની ઇચ્છા કોઇ પણ અન્ય પક્ષ ઉપર લદાતી જ રહે એ ઈચ્છવાયોગ્ય નથી. આજના લઘુમતી પક્ષ સમયાન્તરે બહુમતીમાં આવવાના સંભવ રહે છે અને એમ બને ત્યારે તે પણ એ જ નીતિ ધારણ કરવાના છે. આનું પરિણામ સ્પર્ધા અને સંધમાં આવે. આને બદલે જે પક્ષની બહુમતી હાય તેણે બધી વિવાદાસ્પદ બાબતમાં લઘુમતીની ” અનુમતિ મેળવવા પ્રયત્ન કરવા જોઇએ અને એ અનુમતિ મેળવવા ખાતર તેણે બને તેટલી બાંધછોડ પણ કરતા રહેવુ જોઇએ. આમ કરવા છતાં પણ એવી પરિસ્થિતિ અને એવા સાગા કલ્પી શકાય છે કે જ્યારે સર્વાનુમતી મેળવવી અશકય બને અને બહુમતીથી કામ લીધા વિના ન ચાલે. પણ જો સર્વાનુમતી નિર્ણયના આગ્રહ અને પ્રયત્ન હોય તેા આવા પ્રસ ંગેા બહુ એછા બનવાના અને પ્રજાજીવનમાં લેાકશાહી સાચા અર્થમાં વિકસિત થવાની.
*
:
નિષ્પક્ષ લેાકશાહી
આવે જ તેમને વિચાર નિષ્પક્ષ લેાકશાહીને લગતા છે. -: કાઇ પણ વિશાળ દેશમાં ભિન્ન ભિન્ન વિચારસરણી હાવાની જ અને તેના પરિણામે વિચારપક્ષેા હોવાના જ. અને તેમાં જે પક્ષની બહુમતી હાય તેનુ' રાજ્ય સ્થપાવાનું. આ રીતે વિચારતાં નિષ્પક્ષ લેાકશાહી એ વર્તાવ્યાધાત જેવું વિધાન લાગે છે. પણ આ વિચારના વિસ્તારથી ખુલાસા કરતાં વિનેાબાજીએ અનેકવાર જણાવ્યુ છે તે મુજબ નિષ્પક્ષ લોકશાહીને વ્યવહારૂ અથ એટલે જ છે કે આજે આપણા દેશમાં જે પ્રમુખ રાજકીય પક્ષે છે તે રાષ્ટ્રના અનેક પ્રતા સબંધમાં ભિન્નભિન્ન વિચારસરણી ધરાવે છે. આ વિચારસરણીનુ' પૃથકકરણ કરતાં માલુમ પડે છે કે એ વિચારસરણીઓમાં પરસ્પરને સમત એવા ૯૦ ટકા અંશે છે અને પરસ્પરને 'અસંમત એવા ૧૦ ટકા અશા છે. તા આ રીતે રચાયલા રાજકીય પક્ષોએ જે ૯૦ ટકા પરસ્પરને સ`મત ક્ષેત્ર છે તેમાં સાથે મળીને કામ કરવુ જોઇએ અને પેલા જે ૧૦ ટકાનુ અસંમતિનું ક્ષેત્ર છે તેને વધારે વિસ્તૃત બનાવવાને બદલે ટુંકાવવાને સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ અને એ રીતે નિષ્પક્ષ લેાકશાહીના આદર્શને અભિમુખ બનીને સમાં પ્રગતિશીલ બનવુ જોએ.
શાસનમુકત સમાજ
આવા ત્રીજો તેમને વિચાર શાસનમુક્ત સમાજને લગતા છે, અને પોતાના સમર્થનમાં કાર્લ માકર્સે ચિન્હવેલી stateless