________________
પ્રબુદ્ધ જીવન
કૂર્માચળની પરિકમ્મા
તા. ૧-૧૧-૫૮ ના પ્રમુદ્દે જીવનથી અનેસ ધાન
(પ્રભુ જીવનમાં વચ્ચે મહાબળેશ્વરની યાત્રા દાખલ થઇ ગઇ અને આગળના વર્ણન અને નીચે પ્રગટ થતા વર્ણન વચ્ચે ત્રણ અંકના એટલે કે એ મહીનાના ગાળા પડી ગયા. આ કારણે આગળના વર્ણનનું હવે પછીનાં વર્ણન સાથે અનુસધાન કરવા માટે એટલું જણાવવુ જરૂરી છે કે આપણે નૈનિતાલમાં વિસ્તારથી કરી લીધુ હતું અને ત્યાર ખાદ રાણીખેતના પણ ઉડતા પ્રવાસ કરી લીધા હતા, હવે આપણે કૌસાની તરફ જઇ રહ્યા છીએ. પરમાનંદ)
કોસાની તરફ
હવે અમે કૌસાની તરફ ચાલ્યા. કેટલેક સુધી, ચઢાણુ જ હતું; પછી ઉતરાણ શરૂ થયું અને ઉતરતે ઉતરતે કાશી નદીના કિનારા સુધી પહુંચ્યા. અહિથી જમણી બાજુએ જતે રસ્તા કાશી નદી ઓળગીને આહ્મારા, તર જતા હતા. અમારી બસ ડાબી બાજુ તરફ વળીને કાશી નદીના કિનારે કિનારે આગળ વધવા માંડી. અમારા રસ્તા નદી કીનારાની લગભગ સમાન્તર, કદિ જરા ઉંચે દિ જરા નીચે, દિ આમ તે કદિ તેમ વળાંક લેતા આગળ ચાલ્યા જતા હતા અને એક પછી એક ગામ પસાર કરતા હતા, પત– પ્રદેશમાં સ પ્રદેશમાં સર્પાકાર રાજમાર્ગ ઉપર ચાલી જતી બસમાં પ્રવાસ કરતા હાઈએ છીએ અને બસ સડકના ઢાળ ઢોળાવમાંથી, બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિઓમાંથી, અને ડાબા જમણા વળાંકામાંથી પસાર થતી. હાય છે ત્યારે આપણી આસપાસ ચારે બાજુએ કાઈ અનુપમ નૃત્ય ચાલી રહ્યું હાય, અને સર્વ કાંઇ નાચતું, ડાલતુ, ઝુલતુ હાય–એવેા માનસિક અનુભવ થાય છે. અને આ અનુભવ કાંઈ પાંચ પંદર મીનીટ પૂરતા સીમિત હતા નથી. આવા પરિભ્રમણ, દરમિયાન ચાલીશ ચાલીશ પચ્ચાસ પચ્ચાસ માઈલના " અન્તરા ઘણી વાર. કાપવાના હાય છે. એટલે કલાકો સુધી ચાલતા
આપણે
તા. ૧-૧ ૫૯
આ સધન અનુભવ મન તૈયા કલ્પનાને ડાલાવ્યા કરતા હાય છે. સાધારણ રીતે પ્રવાસીઓતુ લક્ષ્ય એક સ્થળેથી ઉપડયા એટલે નિયત કરેલા બીજા સ્થળે કેમ જલ્દિથી પહોંચવું એ બાબત ઉપર વધારે કેન્દ્રિત હાય છે, અને તેથી જે પ્રદેશમાંથી તેને પસાર થવાનું હાય તેનુ તેને મન કોઈ વિશેષ મહત્વ હેતુ નથી. પણ જેતે મન કાઇ અમુક સ્થળે પહોંચવું એ એક નિમિત્તે તા હોય જ છે, પણ સાથે સાથે આવા સમવિષમ પ્રદેશમાં પરિભ્રમણ કરવું એ પણ જેના ઉદ્દેશ હૈાય છે તેના માટે આવા પ્રવાસ દરમિયાન આનં દેશમાંચથી અંકિત નહિ એવી ભાગ્યે જ કોઇ પળ પસાર થતી હોય છે અને આવા પ્રવાસી પળે પળે નવું નવું રૂપ ધારણ કરતા નિસર્ગે સૌન્દર્ય નું નિરન્તર અનુપાન કરતે રહે છે. પ્રસ્તુત પ્રવાસ દરમિયાન મારા ચિત્તની લગભગ આવી કાંઇક દશા રહેતી હતી. આગળ ચ લતાં સેામેશ્વર આવ્યું જે આ બાજુનું એક મુખ્ય ગિરિનગર લેખાય છે; ચના આવ્યું જ્યાં ગાંધી આશ્રમનુ એક માટું થાણુ છે. અહિં અમે અમારા કેટલાક વધારાને સામાન મૂકયા. પછી લગભગ સપાટ પ્રદેશ ઉપર વહેતી કાશી નદી એળ’ગીતે અમે આગળ વધ્યા અને થોડી વારમાં કૌસાની તરફ લઇ જતા પહાડ ઉપર ચડવા માંડયુ. લગભગ અઢી ત્રણ હજાર ફીટના ચઢાણુ બાદ આખરે કૌસાનીનુ બસસ્ટેપ આવ્યું
કોસાની
4
અહિં અમે બસમાંથી નીચે ઉતર્યાં; સામાન ઉતાર્યો; મારા કર્યા અને ડાખી બાજાએ માલ સવા માઇલ દૂર આવેલા કૅપ્ટન દોલતસિંહના બંગલે ગંગાકુટિર કે જ્યાં અમે ઉતરવા રહેવાનુ આગળથી નકકી કર્યું હતું તે તરફ અમે ચાલવા માંડયું. રાણીખેતથી સાડા દશ વાગ્યે ઉપડેલા, કૌસાની પહેોંચ્યા ત્યારે અપારના અઢી વાગ્યા હતા. ‘ગગાકુટિર’ ઉપર સાડા ત્રણ લગભગ પહેોંચ્યા. આ ‘ગંગાકુટિર’ એ સ્થળ હતું કે જ્યાં સ્વામી આનંદ છેલ્લા પાંચ સાત વર્ષથી એપ્રીલ માસ આસપાસ આવતા હતા અને ઓકટોબર નવેમ્બર સુધી રહેતા હતા. (કૌસાનીમાં આગળના વર્ષ દરમિયાન તખ મૃતની પ્રતિકુળતા વધી જવાથી ગયા વર્ષથી તેમણે કૌસાનીનુ ગમ
નાગમન બંધ કર્યુ છે અને હ્રાલ મુખથી ત્રણ કલાકના રેલ્વે રસ્તે આવેલા ધેાલવુડ સ્ટેશનથી ત્રણ માઈલ દૂર કાસખાડની ટેકરી ઉપર રહે છે.) કૌસાની વિષે તેમ જ ગ ંગાકુટિર’ વિષે તેમની પાસેથી ધણુ ધણ સાંભળેલુ' અને તેથી આ સ્થળ વિષે કેટલાય સમયથી મન ઊંડી ઝંખના સેવતુ હતુ. આજે એ કૌસાનીમાં અને એ ગંગાટિર' માં આવવાનું બનતાં મારૂ દિલ આનંદથી ઉભરાતું હતું.
કૌસાની સાથે . ખીજી પણ એક પવિત્ર પુરૂષનું સ્મરણ જોડાયેલું .હતું. ૧૯૨૯ ના જુન માસમાં ગાંધીજી આસ્મેરા બાજુ આવેલા ત્યારે રાણીખેત તથા તાડીખેત થઈને જુન માસના છેલ્લા અઠવાડીયામાં અહિં આવેલા અને બસસ્ટેાપની નજીકમાં આવેલા ડાક મંગલામાં દશ દિવસ રહેલા અને ગીતાના અનાસકિત યોગ ઉપરનું પ્રકરણુ તેમણે અહિં લખેલું. અહિંથી પછી તેઓ વૈજનાથ તથા ખાગેશ્વર સુધી ગયેલા. ગાંધીજીના સ્મરણ સાથે આવી વિશિષ્ટ રીતે જોડાયલા સ્થળ વિષે ગાંધીજીની સંનિધિમાં ઓછું વધતું રહેવાનુ. જેને સદ્ભાગ્યે સાપડયુ હોય તેને મન એક વિશેષ આકર્ષણ રહે તે સ્વાભાવિક છે.
બસસ્ટોપથી ડાબી બાજુએ આવેલા પર્વતની કારે કારે ઉંચે લઈ જતી માછલ સવા માલની સડક સ્ટેટ બગલા પાસેઃ ખતમ થાય છે. અમે જ્યાં ઉતર્યાં હતા તે ગંગાકુટિર સ્ટેટ અંગલાની આ બાજુએ બહુ નજીકમાં છે. સડકની જમણી બાજુએ જરા નીચે ઉતરતાં બંગલાના પ્રવેશાર પાસે પહોંચાય છે. દશેક પગથિયા ચડીએ એટલે બગલાની ત્રણે બાજુએ આવેલી પરશાળમાં દાખલ થવાય છે. રહેવા આરામ કરવા માટે વચ્ચેના ભાગમાં એકની પાછળ નાના બીજો ઓરડો એમ કુલ ચાર ઓરડા - છે. પરશાળમાંથી પૂર્વ, ઉત્તર તથા પશ્ચિમ ' એમ ત્રણે બાજુએ દૂર દૂર આવેલા પર્વતપ્રદેશ સુધી નજર જાય છે. ઉત્તર બાજુની પરશાળમાંથી રહેવાના ઓરડામાં દાખલ થવાય છે. આવી જ રહેવાની ગાઠવણુ નીચે આવેલા ભોંયતળીઆના માળમાં પણ છે. અમે ઉપરના ભાગમાં રહ્યા હતા. નીચેનું ખાલી હતું. ગગાકુટિરમાં પહોંચ્યા ત્યારે તેના માલીક કૅપ્ટન દૌલતસિદ્ધ અમારૂં સ્વાગત કરવાની રાહ જોતા ઉભા હતા. ગયે વર્ષે બહેન મેના તથા અજિતભાઈ કૌસાની આવેલા ત્યારે તેમને કૅપ્ટન દૌલતસિંહની ઓળખાણુ થયેલી અને તે ગંગાટિરમાં જ ત્રણચાર દિવસ રહેલા. એ પરિચયના આધારે જ આમારે આ વખતે ગગાકુટિરમાં રહેવાનુ આગળથી નકકી થયું હતુ. બાજુએ ખીજો જંગલો છે ત્યાં કૅપ્ટન સાહેબ પાતે સહકુટુંબ રહે છે. અમા તેમણે ચા-નાસ્તાથી આતિથ્ય કર્યું. નવા સ્થળમાં અમે અમારા સામાન ગાઠાબ્યા અને રહેવા, સુવા, રસાઇ કરવા વગેરેની વ્યવસ્થા વિચારી લીધી નૈનીતાલ તથા રાણીખેતમાં અમે હાટેલમાં રહ્યા હતા. અહિં અમારે પેતા થકી રસાની વ્યવસ્થા કરવાની હતી. અહિં અઠવાડિયુ" રહેવાના અમારા વિચાર હતો.
અમે મે માસની ૨૫ મી તારીખે અહિં આવ્યા. તે દિવસે જેઠ માસના શુકલ પક્ષની સાતમ હતી. ઉત્તર દિશા તરફની પરસાળમાં પડતી બારીઓમાંથી ભારે વિશાળ પ્રદેશ દષ્ટિગોચર થતા હતા. વચ્ચે કોઈ આડશ કે અન્તરાય નહતા. ખારીની નીચે ઢોળાવ ઉપર નાનાં નાનાં ખેતરે દૂર દૂર સુધી પથરાયેલાં પડયાં હતા અને એ ઢળાવ પૂરા થતાં નીચે ખીણમાં ભારે વિશાળ મેદાન અને છૂટાંછવાયાં ગામડાંઓ નજરે પડતાં હતાં. તેની આગળ દૃષ્ટિ દોડાવતાં