SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ તેમની આંખામાંથી પ્રેમનું અમી નીતરતું મે નિહાળ્યુ છે. એટલું જ · નહિ પણુ, જાણે કે અમે નિકટવર્તી મિત્રા હાઇએ એમ લાંબા વખતે મળીએ ત્યારે મને માત્ર આંખો અને શબ્દથી તેઓ આવકારે નહિ પણું ભાવપૂર્વક ભેટી પડે. મારા દિલમાં પણ તેમના વિષે આવા જ સ્નેહભાવું. સદા સ્ક્રુરતા અનુભવ્યેા છે. “આ તે મે કેવળ અંગત વાત કરી, પણ તેમના વિષે મતે જે આકર્ષણ રહ્યું છે તેના પાયામાં ત્રણ કારણ છે : (૧) જે સમાજમાં તેમના જન્મ અને ઉછેર થયેા છે તે જ જૈન સમાજમાં મારે। જન્મ અને ઉછેર થયા છે. દૃષ્ટિમાં પરિવર્તન થયા બાદ ભાગ્યે જ એવા જૈન સાધુના સમાગમ થાય છે કે જેને જોતાં તથા સાંભળતાં મન ઠરે, કારણ કે જૈન સાધુઓ મેટા ભાગે ચીલાચાલુ ડેાય છે; તેમનામાં વિચારની સ્વતંત્રતા તા હાતી જ નથી, પણ વિચારની ઉદારતા પણ ભાગ્યે જ અનુભવવા મળે છે. તેમનુ નિત્ય જીવન ઉપાશ્રયની ચાર દિવાલોમાં પુરાયલુ હોય છે અને તેમની દુનિયા જે સંપ્રદાયના તે સાધુ હોય છે તે સંપ્રદાય પૂરતી મર્યાદિત ડાય છે. આજની આર્થિક, સામાજિક, રાજકારણીય સમસ્યાઓમાં તેમને કા રસ હોતા નથી. ક્રિયાકાંડી સમારભે તરફ જ તેમના મેટા ભાગે 'ઝાકહાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એમ સાંભળવામાં આવ્યું કે એક એવા સાધુ નીકળ્યા છે કે જે ખીજા સાધુથી જુદી રીતે વિચારે છે, એટલુ જ નહિ પણુ, તે વિચાર અનુસાર જુદી રીતે ચાલવા માગે છે અને તે ખાતર પોતાના સંધાડા અને પોતાના દીક્ષાગુરૂ સાથેને ઔપચારિક સંબંધ તુટયો છતાં તેમનાં સયમ અને ચારિત્ર્ય કાઇ પણ સારા સાધુ જેટલા ઉજ્વળ અને સુદૃઢ છે ત્યારે તેમના વિષે મારા દિલમાં કુતૂહલ જન્મ્યું અને તેમના પરિચય થતાં તે કુતુહલ આદરમાં પરિણમ્યું. પ્રબુદ્ધ જીવન “મુનિ સન્તભાલજીને અન્ય સાધુએ કરતાં અન્ય માર્ગે ચાલવાની પ્રેરણા આપતાં એવાં કયા. બળેા છે? હું તેમને સમજ્યો છું ત્યાં સુધી મને લાગે છે કે તે પાછળ એક ખળ છે સત્યનિષ્ટાનુ અને ખીજું બળ છે સમાજસેવાની ઊંડી ધગશનું. આ એ વૃત્તિ તેમને આગળ ને આગળ ધકેલી રહી છે અને તે આડે આવતાં બધતાને તેઓ છેડતાં રહ્યા છે. આ જ કારણે તે હુવે કેવળ એક જૈન સમાજના સાધુ રહ્યા નથી, પણ વિશાળ સમાજના સાધુ બન્યા છે; તેમનું સેવાક્ષેત્ર પણ જૈન સમાજ પૂરતુ મર્યાદિત ન રહેતાં વિશાળ જનસમાજને આવરી લેવા મથી રહ્યું છે. આ તેમના વિકાસની પ્રક્રિયા આજે મનૅ કાંઇક સ્થગિત અનેલી લાગે છે, પણ ઉપર આપેલ તેમના વિષેતુ' મારૂ નિદાન સાચું હોય તે, મને આશા અને શ્રદ્ધા છે કે, આ તેમના વિકાસની પ્રક્રિયા ચાલુ રહેવી જ જોઇએ અને તેમણે સ્વીકારેલાં જે વિચારનાં તેમ જ આચારનાં કેટલાંક બંધના અને મર્યાદાઓ, જે ધ્યેયને અનુલક્ષીને તે આગળ વધી રહ્યા છે તે ધ્યેયની સાધનામાં, મારી જેવા કેટલાકને પ્રત્યવાયરૂપ લાગે છે તે જવાં જ જોઇએ, માનવસુલભ કાઇ કાઇ ક્ષતિઓનુ –ત્રુટિઓનુ તેમનામાં આપણને કદિ કદિ શંન થાય છે તે પણ કાં તે ખેાટી ઠરવી જોઇએ અથવા તો દૂર થવી જ જોઇએ અને એક કાળે જૈન પરિભાષામાં કહીએ તેા નિમૅળ નિરહ ંકાર પરમ આતની અને નરસિંહ મહેતાની પરિભાષામાં ખેલીએ તેા નિર્વિકાર પરમ વૈષ્ણવની તેમનામાં ઝાંખી થવી જોઇએ. (ર) અન્ય સાધુઓની અપેક્ષાએ તેમની ખીજી વિશેષતા એ છે કે તેઓ રાષ્ટ્રના જ માત્ર નહિ પણ વિશાળ વિશ્વના પ્રશ્નોના સ્વતંત્ર રીતે વિચાર કરે છે અને તે વિચારો તે નિર્ભયપણે અને મુકત' મને પોતાના મુખપત્ર ‘વિશ્વવાસલ્ય'માં પ્રગટ કરે છે. તેમની વિચારણાનુ, તેમનાં મન્તવ્યેનુ, તેમનાં વલણાનું મૂલ્ય કેટલું છે તે વિષે મતભેદ હાઇ શકે છે, તેની ગુણવત્તાના તારતમ્ય વિષે પણ મતભેદ હાઈ શકે છે, પણ તેઓ સ્વતંત્ર રીતે ચિન્તન કરે છે. તેનુ ં જ મારે મન બહુ મોટુ મૂલ્ય છે.. તા. ૧-૧-૧૯ (૩) તેમની આજ સુધીની જીવનકારકીર્દીની ત્રીજી વિશેષતા એ છે કે તેમનું કાર્ય કેવળ ઉપદેશ આપવા પૂરતું સીમિત નથી. ભાલનળકાંઠા એટલે કે વીરમગામ, સાળુંદ, ધેાળકા અને ધંધુકા તાલુકો, જેની કુલ વસ્તી પાંચ લાખની છે અને જેમાં ૫૦૦ ગામડાંના સમાવેશ થાય છે તે પ્રદેશમાં, તેમણે અને તેમના સદ્ભાગ્યે મળેલા નવલભાઈ, અખુભાઈ, છેટાભાઇ, મણુિભાઇ, મીરાંબહેન જેવા નાના મેટા અનેક કાર્ય સાથીઓએ પાયાનું રચનાત્મક કાર્ય કર્યું છે અને એ વિભાગમાં વસતા ખેડુતે, મજુરો અને પ્રજાજનના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલ આણ્યા છે. અને આજે પણ તે ક્ષેત્રમાં તે કા` એકસરખી રીતે ચાલી રહ્યું છે. હજુ હમણાં જ હું તેમનું મુખ્ય કાર્યકેન્દ્ર શુદી'માં છે ત્યાં જઇ આબ્યા અને ત્યાંની પ્રવૃત્તિઓ વિષે જાણકારી લઇ આવ્યો. આ બધું મારા માટે તે નવશિક્ષણસમાન હતું. આ જાણીને મારૂં ચિત્ત ધણું પ્રસન્ન થયું. “મેં આગળ જણાવ્યું. તે મુજબ તેમના વિષે. મારા ધ્યિમાં રહેલા આકષ ણુની આ ભૂમિકા છે. આવા મુનિશ્રીના આટલા પરિચય આપતાં હું, આનંદ અનુભવું છું. તેમને હવે પેાતાનું વ્યાખ્યાન શરૂ કરવા પ્રાર્થના કરૂં છું.” અનેકાન્ત ઉપર પ્રવચનનો ટુક સાર ત્યાર બાદ મુનિશ્રી સન્તમાલજીએ ‘અનેકાન્ત’ એ વિષય ઉપર લગભગ પોણા કલાક સુધી વ્યાખ્યાન આપ્યું. એ દિવસની સવારે જ ભગવાન મહાવીર અને અહિંસા એ વિષય ઉપર તેમનું આ જ સ્થળે પ્રવચન હતું. એ પ્રવચનના અનુસધાનમાં જ તેમણે અહિંસાની ખીજી ખાજી રૂપ અનેકાન્તના વિષયની ચર્ચા કરી અને એક જ વ્યક્તિ અને એક જ વિષય પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુ અને વલણુ હાઈ શકે છે અને તે દરેક દૃષ્ટિબિન્દુ અને વલણ ધરાવનાર પેાતાની રીતે સાચા હાઇ શકે છે અને તેથી આપણાથી જે કાષ્ઠ જુદા પડે તેના તરફ્ અસહિષ્ણુતા દાખવવી એ વિચારની હિંસા છે, જેને આપણે હિંસા કહીએ એ અમુક સંયોગોમાં અહિંસા હાઈ શકે છે, જેને અહિંસા કહીએ તે અમુક સંચાગે માં હિંસા બની જાય છે, સત્ય અને અહિંસાની અથડામણ થાય ત્યાં સત્યના ભાગે નહિ પણ સત્યને જાળવીને અને તેમ કરતાં જે જોખમ આવી પડે—પ્રાણાન્તનું પણ—તે સ્વીકારીને અહિંસાધર્મનુ પાલન કરવું ઘટે છે-આવા કેટલાક વિચારાનું નિરૂપણ કર્યું અને તેનુ જૈન કથાઓ તેમ જ પૌરાણિક દૃષ્ટાન્તા આપીને સમાઁન કર્યું. આભારનવેદન . ત્યાર બાદ સંધના ઉપપ્રમુખ શ્રી લીલાવતીહેન દેવીદાસે મુનિશ્રીને આભાર માનતાં જણાવ્યું કે “જેમના વિષે વર્ષોથી હું સાંભળતી આવી છું અને એમ છતાં જેમનાં દર્શનના આજ સુધી મને લાભ મળ્યો. નરાતા તેમનાં આજે ન કરવાને જ માત્ર નહિ, પણ તેમનુ વ્યાખ્યાન સાંભળવાને મને અવસર મળ્યો તેથી હું ખૂબ રાજી થઇ છું.” એમ જણાવીને તેમના અનુભવને એક સામાજિક કીસ્સાં તેમણે રજુ કર્યો કે જેમાં, એક ૧૫ વર્ષની છેકરીને એના પિતા અને ભાઈ એવું ખાણુ કરી રહ્યા હતા કે કાં તા તુ દીક્ષા લે અને કાં તે અમે કહીએ ત્યાં લગ્ન કરી લે. છેકરી એમાંથી એકકે વિકલ્પ સ્વીકારવાની સ્થિતિમાં નહાતી તેથી મુ ંઝાણી, અને સન્તબાલજી પાસે તેણે માર્ગદર્શન માંગ્યું, અને જો અંતરમાં વૈરાગ્ય નથી તે દીક્ષા લેવાને કાઈ અર્થ નથી એમ વિચારીને સસારમાં રહીને પોતાની જાત ઉપર ઉભી રહી શકે એવા કાઇ વ્યવસાય શિખી લેવાની તેમણે સલાહ આપી અને છેકરી એ મુજબ જૈન મહિલા સમાજ દ્વારા મદદ મેળવીને નસ થઇ અને આજે સારૂં કમાતી થઈ ગઈ છે, એટલું જ નહિ પણુ, એક આદર્શ સેવિકાનુ પ્રેરણાયાગ્યું જીવન જીવી રહી છે. છેલ્લે શ્રી શાન્તિલાલ શાહે એક પદ સાઁભળાવ્યુ. અને સમા વિસર્જન થઇ. ( અનુસંધાન પાનું ૧૬૫)
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy