SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા૧-૨-૫૯ - પ્ર બુદ્ધ જીવન ૧૮૭ - સાર્થક કર્યું હતું. ગયા વર્ષનું તેમનું ચાતુર્માસ બનાસકાંઠામાં આવેલા વાવ મુકામે હતું. કેટલાક સમયથી તેમની તબિયત નરમ તે, રહ્યા જ કરતી હતી; પણ ચાતુર્માસ દરમિયાન તેમની તબિયત વધારે લથડવા લાગી અને મુનિશ્રીને એમ લાગ્યું કે પિતાને થયેલ. વ્યાર્ષિ અસાધ્ય જેવો છે અને હવે કોઈ પણ ઔષધ કારગત નીવડતું નથી, તો પછી આમ જીવન લંબાવવા માટે શું કામ વલખાં મારવાં? અને પ્રભુસ્મરણમાં ચિત્તને સંલગ્ન કરીને જીવન સ્વેચ્છાએ સહજભાવે શા માટે સંકેલી ન લેવું ? આમ વિચાર કરી તેમણે પોતાની કાયા ઉપરને મેહ છોડીને શુભ પરિણામ અને ચિત્તની સમાધિ ટકી રહે ત્યાં સુધી અનશન ઉપર જવાનો વિચાર કર્યો. આ માટે તેમણે વડિલની અનુમતિ મેળવી અને આમરણાંત અનશનના ખ્યાલપૂર્વક ગત વર્ષના ભાદરવા સુદ ૧૩થી હંમેશાં એક એક ઉપવાસનું પચકખાણનિયમ–લઈને તેમણે અનશનને પ્રારંભ કર્યો. આમ દિનપ્રતિદિન ઉપવાસન નિયમ લેતાં લેતાં ૨૮ મા ઉપવાસના દિવસે (એટલે આસો સુદ ૧૦ ના રોજ સવારના ૮ વાગ્યે તેમણે ચિત્તની પ્રસન્નતા અને સમાધીપૂર્વક જીણું વસ્ત્રની જેમ વ્યાધિજજ રિત દેહ ત્યાગ કર્યો. તેમની સમીપ રહેનાર એક બંધુ જણાવે છે કે “મુનિશ્રી વિભાકરવિજયજી મહારાજે તે, જગતમાં જૈન સાધુનું જીવન અને મરણ કેવું હોય તે બને છવીને અને મરીને બતાવ્યું છે. તેમની ' સમતા અને એકાગ્રતાનું માપ નીકળી શકે તેમ નથી. આ ચોમાસા દરમિયાન તેમણે લગભગ મૌનપણે ધમઆરાધના કરી હતી. તેમાં છેલ્લે છેલ્લે ઉપવાસના પ્રારંભથી અન્ત સમય સુધી એક ચિત્તે પોતાની સાધનામાં તેઓ લીન રહ્યા હતા. રાત્રીદિવસ તેમના મુખ ઉપર કે તેમને વચનમાં કોઈ દીનતાનું જરા પણ દર્શન થયું નહોતું. મુખ પર પૂર્ણ પ્રસન્નતા તરવરતી હતી. તેમાં પણ અન્ત વખતની તેમની પ્રસન્નતા તો કોઈ અજબ પ્રકારની હતી.” જીવન અને મરણ એ છે પ્રાણીમાત્રને ચાલુ આયુષ્યક્રમ છે. પણ એ જીવનમાં કે મરણમાં જ્યારે પરમપુરૂષાર્થનું દર્શન થાય છે ત્યારે આપણું દિલમાં આશ્ચર્ય અને આદરની લાગણી પ્રગટે છે. જે ઉમ્મરે મુનિ વિભાકરવજયજીએ મરણને નિમંત્રણ આપ્યું તે ઉમ્મર જ એવી છે કે ગમે તેવી અસાધ્ય સ્થિતિમાં પણુ માનવી મનની અંદર રહેલા આશાતન્તને છેદી શકાતું નથી, અને છેલ્લી ઘાડ સુધી જીવવાની આશાને અને ઉપચારની અપેક્ષાને છોડતું નથી. આવી પરિસ્થિતિમાં જીવન તરફની દૃષ્ટિ સંકેલી લેવી અને આગન્તુક મરણ સાથે મનનું સમાધાન સાધી લેવું-એ અસામાન્ય પુરૂષાર્થને વિષય છે. આ પુરૂષાર્થ દાખવનાર મુનિવરને આપણું અભિનન્દન હો ! ગાંધી પીસ ફાઉન્ડેશન' ગાંધી સ્મારકનિધિ તરફથી મળેલા એક કરોડ રૂપિયા વડે ગાંધી પીસ ફાઉન્ડેશન”ની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી છે. ગાંધી પીસ ફાઉન્ડેશન એટલે એવું એક ટ્રસ્ટ અથવા તે સંસ્થા જે ગાંધી વિચારણનું અવલંબને લઇને વિશ્વમાં શાન્તિને સ્થાપવાને અને અને સ્થિર કરવાનો પ્રયત્ન કરે. આ ફાઉન્ડેશન સંબંધમાં મહાઅમાત્ય નહેરૂ, ઉપરાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણન અને આચાર્ય કિરપલાણીજીએ મળીને તૈયાર કરેલું એક સંયુકત નિવેદન થોડા દિવસ પહેલાં બહાર પાડવામાં આવેલ છે. તેમાં આ ફાઉન્ડેશન-' ના હેતુઓ નીચે જણાવવામાં આવ્યા છે:- . ' (૧) ભારત અને અને વિશ્વના ઈતિહાસ તથા તત્વજ્ઞાનના અભ્યાસ ઉપરથી ફલિત થાય તે મુજબ અહિંસાના સિધાન્તને અભ્યાસ અને સંશાધન માટે એક આન્તરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવી. (૨) જરૂર જણાય ત્યાં બીજી વ્યકિતઓ તથા સંસ્થાઓના સહકારપૂર્વક, રાષ્ટ્રીય તેમજ આન્તર રાષ્ટ્રીય બાબતોમાં અહિંસાના પ્રયોગ માટેની જુદી જુદી પ્રક્રિયાઓને અભ્યાસ કરે અને તે સંબંધે અહેવાલ તૈયાર કરવા. (૩) શૈક્ષણિક સંસ્થાઓને સંશોધન-શિષ્યવૃત્તિઓ, પ્રવાસ ખર્ચ અને લાઇબ્રેરીના સાધનોના આકારમાં માહીતી પૂરી પાડવી, સલાહ આપવી અને મદદ કરવી. (૪) દુનિયાની સર્વ પ્રજાઓમાં અહિંસાના સિદ્ધાન્ત અને પ્રક્રિયાઓ અંગે જાહેર લોકમત કેળવવાની દિશામાં મદદ કરવી. આ હેતુનિવેદનની વધારે સ્પષ્ટતા કરતી નોંધમાં જણાવવામાં આવ્યું છે કે “જીવનનાં પાયાનાં મૂલ્યોમાં ફેરફાર એ જ ખરી પાયાની ક્રાન્તિ છે. નવાં મૂલ્યના પાયા ઉપર નવી સંસ્કૃતિની, નવા જીવનમાર્ગની અને માનવી-સભ્યતાના નવા અંગની રચના થઈ શકે છે. ગાંધી પીસ ફાઉન્ડેશનની કલ્પના ચિન્તવવા માટે જેઓ જવાબદાર છે તેઓ એમ માને છે કે ગાંધીજીએ માનવજાતના જીવનમાં સત્ય, આહંસા, અને ઉપયોગી હેતુઓ સિદ્ધ કરવા માટે યોજાતા સાધનોની શુધ્ધના આગ્રહ ઉપર આધારિત એવી ક્રાન્તિનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણી જીવનમાં અહિંસાની શક્યતાના પૃથકકરણ અને મૂલ્યાંકન માત્રથી ગાંધીજીના વિચારોની પૂરેપૂરી રજુઆત થઈ શકે તેમ છે જ નહિ. જે ક્રાન્તિનું તેમણે નિમણ કર્યું છે તે જીવનના વધારે ઊંડા મર્મોને સ્પર્શે છે અને જીવનના દરેક મહત્વના અંગમાં તે પ્રગટ થાય છે અને નવા સમાજમાં નવા માનવીનું સર્જન કરે છે. જે ચાલુ અર્થમાં ફિર-તત્વવત્તા-શબ્દનો ઉપયોગ થાય છે તે અર્થમાં ગાંધીજી ફિલેસફર નહોતા કે સિધ્ધાન્તશાસ્ત્રી નહતા, અને તેથી પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવવાની તેમણે કદિ પણ પરવા કરી નહોતી; તેમજ એક ગાબંધ સમાજ પદ્ધતિ રચવાને તેમણે કદિ વિચાર કર્યો નહોતો. તે એક પરા માગી હતા. પહેલાં તેમને અન્તર સ્કૃતિથી કોઈ એક કર્મ સુઝી આવતું અને પછી તેને ખુલાસે આવતે અને તેની પછી તે કર્મની પાછળ રહેલા પાયાના વિચારો અને સિદ્ધાન્ત ચાલી આવતા. આમ છતાં એમાં કોઈ શક નથી કે માનવી જીવના દરેક ક્ષેત્રને તેમના ક્રાન્તિકારી વયવહારૂં વિચારો સ્પર્શતા. દક્ષિણ આફ્રિકાની લડત સાથે જોડાયેલાં તેમની જીવનના પ્રારંભના બાદ તેમનું પ્રવૃત્તિક્ષેત્ર ભારત પૂરતું જો કે મર્યાદિત હતું, એમ છતાં તેમની વિચારણા " અને કાર્યપધ્ધતિઓ વિશ્વને એટલી જ લાગુ પડે તેવી હતી. “ગાંધીજીના જીવનનો બારીકીથી અભ્યાસ કરીને આ વિચારે અને કાર્યપધ્ધતિઓને વ્યવસ્થિત આકારમાં મૂકવી અને તેમાં રહેલી સંવાદિતાને પ્રગટ કરવી એ ગાંધી પીસ ફાઉન્ડેશનનું કાર્ય હોવું જોઈએ. સમાજમાં સર્વવ્યાપી પ્રભની ભૂમિકા ઉપર જ અનિવાર્યપણે ક્રાન્તિને ઉગમ થયું છે. તેથી ભારતના જાહેર જીવનના તખ્તા ઉપર ગાંધીજી રજુ થયો તે પહેલાં, ૧૮મી સદી દરમિયાન ભારતના પ્રજાજીવનમાં ચાલી રહેલા પ્રક્ષેભને પણ દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે જોઈએ. ગાંધીજીએ સુચવેલા માર્ગ : ઉપર ચાલી રહેલી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓની કાર્યવાહીને પણ ફાઉન્ડેશને અભ્યાસ કરવો જોઈએ. જ્યારે એમ કહેવામાં આવે છે કે ગાંધીજીના વિચારોનું સ્પષ્ટ નિરૂપણ અને વિવરણ થવું જોઈએ ત્યારે એમ કહેવાને એ અર્થ નથી. કે. એક જડબેસલાટ ચોગઠાબંધ વિચારશ્રેણીમાં તેમના વિચારોને ગોઠવવા જોઈએ. વસ્તુતઃ આવી ચોગઠાબંધીમાં ગોઠવી શકાય તેવા તેમના વિચારે છે જ નહિ. ઉપર દર્શાવી તેવી–સવ દેશીય અભ્યાસ અને સંશોધનની–આ એક એવી યોજના છે કે જે ગાંધી પીસ ફાઉન્ડેશનમાં કામ કરવા ઈચ્છતા સર્વે કઈ સમક્ષ રજુ થવી જોઈએ. આજ એને મુખ્ય હેતુ છે.” પરમાનંદ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy