________________
૧૮o
પ્રબુદ્ધ જીવન
પ્રકીણ નોંધ
શ્રી ગગનવિહારી મહેતાને અભિનન્દન
પ્રજાસત્તાક દિને—જાન્યુઆરી માસની ૨૬મી તારીખે–ભારત– સરકાર તરફથી જે ઇલ્કાખાની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌથી વધારે આવકારદાયક જાહેરાત શ્રી ગગનવિહારી લલ્લુભાઇ મહેતાને અપણુ કરવામાં આવેલ પદ્મવિભૂષણના કાળને લગતી છે. શ્રી ગગનભાઇને પરિચય પ્રખ્રુધ્ધ જીવનના આગળના અકામાં વિસ્તારથી આપવામાં આવ્યા છે. તેમણે ભારતના એલચી તરીકે અમેરિકામાં પાંચ વર્ષ રહીને જે કામગીરી બજાવી છે અને બન્ને પ્રજાસમુદાય વચ્ચે જે મૈત્રીની ભાવના વિકસાવી છે તેની અનેક દિશાએથી મુકત કંઠે પ્રશંસા થઇ રહી છે. શ્રી. ગગનભાઈ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ગૌરવમાં વૃધ્ધિ કરનાર એક વિશિષ્ટ વ્યકિત છે અને તેમની વિદ્વત્તા અને પ્રજ્ઞા અનેક પ્રદેશાને સ્પર્શે છે. ભારત સરકારે પદ્મવિભૂષણનું પદ અપીને તેમની અનેકવિધ સેવા અને કુશળતાની યોગ્ય કદર કરી છે. તેમની સેવાઓના હજી પણુ દેશને વધારે લાભ મળે એ રીતે ભારત સરકાર તેમની શકિતઓને લાભ ઉઠાવતી રહે અને વિપુલ જવાબદારીભર્યાં કાર્યાં ઉપર તેમને નિયુકત કરતી રહે એવી શુભેચ્છા વ્યકત કરવા સાથે શ્રી ગગનભાઇનું આ પ્રસંગે હાર્દિક અભિનન્દન કરવામાં આવે છે, પડિત સુખલાલજીને મળેલુ રૂા. પ૦૦૦નું પાશ્તિોષિક
જાન્યુઆરી માસની ૧૮મી તારીખે સાહિત્ય ઍકાદમીના અધ્યક્ષ મહાઅમાત્ય શ્રી નહેરૂના પ્રમુખસ્થાને મળેલી અકાદમીની કારાબારીની સભા મળી હતી અને તે પ્રસંગે ૧૯૫૫ થી પછ સુધીના ગાળામાં ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓની ઉત્કૃષ્ટ કૃતિ માટે સાહિત્ય અકાદમીની ૧૯૫૮ની સાલનું વ્યકિત દીઠ રૂ. ૫૦૦૦નુ પારિતાર્ષિક મેળવનારા લેખકાની અને જે પુસ્તકેા માટે આ પારિતાષિક આપવાનુ છે તે પુસ્તકાની પસ ંદગી કરવામાં આવી હતી અને તેની તે મુજબ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યની એ વષેની ઉત્તમ કૃતિ તરીકે પડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી ત્રણ ભાગમાં પ્રગટ કરવામાં આવેલ ( પહેલા એ ભાગ ગુજરાતી અને એક ભાગ હિંદી) દશ ન અને ચિન્તન' એ નામના લેખસ ગ્રહમાંના એ ગુજરાતી વિભાગેને પસંદ કરવામાં આવેલ છે અને આ માટે ૫. સુખલાલજીને રૂ. ૫૦૦નું પારિતાષિક ફેબ્રુઆરી માસની ૨૧મી તારીખે દીલ્હી ખાતે યેાજાનારા એક ખાસ સમારંભમાં પંડિત નહેરૂના હાથે આપવામાં આવનાર છે.
આવીજ રીતે બંગાળી ભાષાની ઉત્તમ કૃતી તરીકે આનંદીઆઇ ગલ્પ' માટે શ્રી રાજશેખર એઝને, કાનડી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે આરલુ મારલુ ' નામના કળાપ્રથ માટે શ્રી. આર્. ખેદરેતે, કાશ્મીરી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે સત સગર' નામની લઘુકથા માટે શ્રી અખીર મેલુદીનને, મરાઠી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે બહુરૂપી' નામની આત્મકથા' માટે શ્રી ચિન્તામણુ કાન્હાટકરને, એરિયા ભાષાની ઉત્તમ કૃતિ તરીકે ‘કા' નામની નવલકથા માટે શ્રી ક્રુરુચરણ મહત્તેને, ઉર્દુ ભાષાની ઉત્તમ કૃતિ તરીકે ‘આતીશે ગુલ' નામના કાવ્યગ્રંથ માટે શ્રી જીગર મુરાદાબાદીને, તામીલ ભાષાની ઉત્તર કૃતિ તરીકે ‘ચક્રવતી તીરૂમગ' નામના પુસ્તક માટે શ્રી રાજગાપાલાચારીને, મલયાલમ ભાષાની ઉત્તમ કૃતિ તરીકે કાઝીન્ગે કલામ' નામની આત્મકથા માટે મયાલમ ભાષામાં પ્રગટ થતા દૈનિક ‘માતૃભૂમિ'ના તંત્રી શ્રી કે. પી. મેનનને અને હિંદી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે મધ્ય એશિયાકા ઇતિહાસ' એ નામના બે ભાગમાં પ્રગટ થયેલ પુસ્તક માટે શ્રી રાહુલ સાંકૃત્યાયનને પાંચ પાંચ હજારની રકમનાં પારિતોષિકા ઉપર મુજબ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તા. ૧-૨-૫૯
જન્મભૂમિ' પૉંડિત સુખલાલજીનું અભિનન્દન કરતાં યથાપણે જણાવે છે કે પંડિત સુખલાલજી આ યુગના એક પ્રખર દશ નશાસ્ત્રી છે. એમની વિદ્યોપાસનાનું ક્ષેત્ર અતિશય વિશાળ છે તેમજ તેમનુ' જ્ઞાન પણ અતિ વ્યાપક અને વિશ્વતામુખી છે. તે ભારતીય તેમ જ સામાન્યતઃ યુરાપીય તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાને સ્વતંત્ર દૃષ્ટિથી મૂલવનાર એક સમન્વયકાર છે. તત્વજ્ઞાન એ તેમના ઉપાસ્ય વિષય છે તે ખરૂં, પણ તત્વજ્ઞાનથી અતિરિકત ભાષા, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સુદ્ધાં અનેક વિષયોમાં તેમણે યથાશકય વિહાર કર્યાં છે. અને તે તે વિષયનુ' સારૂ' એવું જ્ઞાન તેમણે સંપાદન કર્યુ છે,
તેમના દર્શન અને ચિન્તન' એ ગ્રંથમાં તેમની ફૂંકત સમન્વયસાધક ચિન્તનધારાનું જ દર્શન નથી સાંપડતુ, પણ તે ઉપરાંત ભારતીય દાતાના આધ્યાત્મિક વિકાસક્રમ, ભારતીય દર્શીનેાની કાળતત્વ સંબધી માન્યતા, પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ વગેરે વિષયાને લગતી તેમની શાસ્ત્રીય અને ઝીણવટભરી વિચારણા પણ સાંપડે છે. વિવેકધ્ધિપ્રણીત સમતુલા, સત્યદૃષ્ટિમૂલક વિવેચના, અને મડનાત્મક વૃતિમૂલક ભાવુકતા—આ ત્રણ તત્કાથી વિભૂષિત એવી એમની ચિન્તનધારા આ ગ્રંથમાં સાંપડે છે અને તે કાઇ પણ દશ નાભ્યાસીને માગ દશ ક અને કલ્યાયકારી નીવડે એમ છે.
જે સાહિત્યકૃતિ સાહિત્ય અકાદમીના પારિતોષિકને પાત્ર બની છે તેનું પ્રકાશન, આથી બે વર્ષ પહેલા મુંબઇ ખાતે કરવામાં આવેલ ૫. સુખલાલજીના જાહેર સન્માનને લગતું જે આયેાજન હાથ ધરવામાં આવ્યું હતું તેનું જ એક અંગ હતું. આ આયેાજન સાથે મારી તેમ જ કેટલાક અન્ય મિત્રાને સીધેા સંબંધ હાઇને પંડિત સુખલાલજીને થયેલી પારિતાર્ષિકપ્રાપ્તિ અમારા માટે સર્વિશેષ આનંદનુ નિમિત્ત બને છે,
પ્રસ્તુત સન્માન સમારભ બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડોકટર ઓફ લીટરેચર'ની પદવીથી વિભૂષિંત કરીને તેમની વિદ્વતા અને મૌલિક ચિન્તનની ઊંડી કદર કરી હતી. આજે સાહિત્ય અકાદમી એ જ રીતે તેમનું સન્માન કરી રહેલ છે. આ હકીકતથી પંડિતજી સાથે સંબંધ ધરાવનાર સૌ કોઇ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. પતિજીને આપણુ સના હાર્દિક અભિનંદન હા અને તેએ આરાગ્યપૂર્ણાંકનુ દીર્ઘાયુષ્ય ભાગવીને હજી પણ. ગુજરાતી સાહિત્યને અનેકવિધ સેવા આપતા રહે એવી શુભેચ્છા અને પ્રાના હો ! ધન્ય છે એ ઐચ્છિક જીવનવસર્જનને!
આજે જ્યારે માનવી ચોતરફ જીવવા માટે અને બને તેટલુ વધારે જીવવા માટે વલખાં મારી રહ્યો છે ત્યારે વ્યાધિની અસાધ્યતા ધ્યાનમાં લઇને જો કાષ્ઠ માનવી સ્વેચ્છાએ મૃત્યુને નાતરીને જીવનનુ ઐચ્છિક વિસર્જન કરે છે તે તે માનવી વિષે આપણા દિલમાં આદરભાવ પ્રગટયા વિના રહેતા નથી, મૃત્યુ સામે ઝુઝવામાં જેમ અળવાન પુરૂષાથ અપેક્ષિત છે તેમ જ સમીપમાં નિશ્ચિંત દેખાતા મૃત્યુને વહેલું ખેલાવી લેવામાં પણ એવા જ કોઇ ખળવાન પુરૂષાથ અપેક્ષિત છે. આવી એક ઘટના ગત વર્ષની વિજ્યાદશમીના રાજ નીપજેલા જૈન મુનિ શ્રી વિભાકરવિજ્યના અવસાન અંગે બનાસકાંઠાના વાવ ગામમાં અની ગઈ. તેની વિગતો નીચે મુજબ છે:
આ મુનિએ ૧૯૪૩ની સાલમાં જૈન આચાય વિજયરામચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ચારિત્ર્યવિજયજી પાસે ૨૭ વર્ષની ઉમ્મરે દીક્ષા અંગીકાર કરી હતી. સેાળ વર્ષ સુધી તપ, સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન રહીને તેમણે સાધુપદને