SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૨-૫૯ પ્રબુદ્ધ જીવન સંઘ આચાજિત કાર્યક્રમ ચિંચવડ પટન મુંબઇથી પૂના જતાં બાર માલ પહેલાં ચિંચવડ નામનુ' ગામ આવે છે, આ સ્થળે શ્રી જૈન વિદ્યા પ્રસારક મંડળ નામની સંસ્થા તરફથી શ્રી ક્રૂત્તેચંદ જૈન વિદ્યાલય (હાઇસ્કૂલ) શિશુવિહાર (પૂર્વ પ્રાથમિક, શ્રી જનતા વસતિગૃહ, (છાત્રાલય), આરોગ્ય ભવન, શ્રીમાંઢિયાં જૈન વિદ્યામ ંદિર (પ્રાથમિક), શ્રી જૈન વસતિગૃહ (છાત્રાલય), તથા ડાકલિયા ટ્રસ્ટ (ખેતીવિભાગ)—આટલી સંસ્થાઓનું સંચાલન કરે છે. આ વિદ્યા—પ્રસારક મંડળના સંચાલકાના નિમ ંત્રણને માન આપીને શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ચિ ંચવડ જવા આવવાનું એક પર્યટન ગાવવામાં આવ્યું છે. આ પર્યટનમાં સંધના સભ્ય પોતાના ક્રૂટુંબીજને સાથે જોડાઇ શકશે, અને તેમાં જોડાવા માટે વ્યકિત દીઠ મોટી ઉમ્મરનાએ રૂ. ૧૨ અને દશ વર્ષની નીચેની ઉમ્મરનાએ રૂ. ૯ આપવાના રહેશે. આ પટન માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની ગાઠવણ કરવામાં આવશે. આ માટે નિયત કરેલી બસ ફેબ્રુઆરી માસની ૨૧ મી તારીખ અને શનિવારે પાયની પોલીસ સ્ટેશનની સામેથી ખરેખર બે વાગ્યે ઉપડશે, અને રોયલ ઓપેરા હાઉસ, દાદર ખારદાદ સર્કલ આગળ વીન્સેન્ટ રોડના નાકા ઉપર, કીંગ સર્કલ બાજુએ પહેલા જૈન મ ંદિર પાસે ઉભેલા પ્રવાસીઓને લઇને સાંજના વખતે ચિંચવડ પહેાંચશે. ચિંચવાથી રવિવારે અપેારે બે વાગ્યે પટણ મંડળી પાછી ફરશે, રસ્તામાં આવતી કાર્યાંની ગુઢ્ઢાનું નિરીક્ષણ કરશે અને રાત્રીના મુંબઈ પહેાંચશે. પટણમાં જોડાનારા ભાઇ બહેનોએ પોતાનુ એડીગ સાથે લેવાનુ છે, વધારે પડતા સામાન નહિ લેવા ખાસ વિન`તિ છે, સંધના સભ્યા માટે ચિત્રપટ-દર્શન ‘મહાત્મા ગાંધી: ૨૦મી સફ્રીના પયગંબર ગાંધી સ્મારક સંગ્રહાલય અને મુંબઇ જૈન યુવક સધના સંયુકત આશ્રય નીચે અમેરિકન એકેડમી ઓફ એશિયન આટી સ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “Mahatma GandhiThe 20th Century Prophet' ‘મહાત્મા ગાંધી ૨૦મી સદ્દીના પયગ ંબર' એ નામનું ચિત્રપટ ન્યુકવીન્સ રોડ ઉપર આવેલા રાકસી થીએટરમાં ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખે સવારે ૮ વાગ્યે સંધના સભ્યાને દેખાડવામાં આવશે. આ ચિત્રપટ ભારે કુશળતાપૂર્ણાંક તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંગ્રેજી ક્રેામેન્ટરી પણ અતિ ઉચ્ચ કક્ષાની છે, થેાડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ મુંબઈમાં પધાર્યાં તે પ્રસ ગે આ ચિત્રપટ સૌથી પહેલીવાર દેખાડવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રસ્તુત ચિત્રપટ દેખાડવાનુ શરૂ કરવા પહેલાં ગાંધી સ્મારકનિધિના ખાસ નિમ ત્રણને માન આપીને ભારતના એક મહીનાના પ્રવાસે આવનારા ડો. માર્ટીન લ્યુથર કીંગનું અને સંસ્થા તરફથી જાહેર સન્માન કરવામાં આવશે. આ રેવરન્ડ માટીન લ્યુથર કીંગ એ વ્યકિત છે કે જેમની ૨૯ વર્ષની ઉમ્મર છે, જે પેાતાના હબસીભાઇને ઉતરતા ગણવાની અને અલગ રાખવાની અમેરિકન પ્રજાની નીતિરીતિ સામે વષઁથી . હીલચાલ ચલાવી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં અલાબામામાં વસતા હબસીઓને જાહેર ખસાના ઉપયોગ કરતા અટકાવવા માગતા ગેારા સામે બસ-હડતાલનું પ્રચંડ આન્દોલન જગાડ્યું હતું. પ્રસ્તુત ચિત્રપટા જોવા માટે પ્રવેશપત્રા રાખવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીની ૧૦મી તારીખથી સત્રના કાર્યાલયમાંથી સભ્ય દીઠ એ પ્રવેશપત્રા એ મુજબ આપવામાં આવશે. આગામી વસન્ત વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંધ દ્વારા યોજાનાર વસન્ત વ્યાખ્યાનમાળા મા માસની ૯ મી તારીખ સેમવારથી . ૧૫ મી તારીખ ૧૮૫ રવિવાર સુધી એટલે કે સાત દિવસ માટે ગોઠવવામાં આવી છે. પહેલા છ દિવસની વ્યાખ્યાન સભાએ લૈવાટ્કી લેજમાં સાંજના સાડા છ વાગે શરૂ કરવામાં આવશે. સાતમા દિવસની સભા મરીન લાઇન્સ સ્ટેશનની પાછળ આવેલા તારાબાઈ હૉલમાં સ્વારના સાડા આઠ વાગ્યે ભરાશે, અને એ દિવસે કાકાસાહેબ કાલેલકર ‘દુનિયાનીં પુનર્રચના' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. આગળના દિવસે માટે નકકી થઇ રહેલા વ્યાખ્યાતા અને તેમના વિષયાના પ્રમુદ્ધ જીવનના હવે પછીના અંકમાં જાહેરાત કરવામાં આવશે. નૃત્યલક્ષી સંસ્કારસ ંમેલન આગામી માર્ચ માસની ૧૬મી તારીખ સેામવારે સાંજના સાત વાગ્યે . મરીન લાઇન્સ સ્ટેશન પાછળ આવેલ તારાબાઈ હાલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો અને તેમનાં સ્વજને માટે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને એક સ’સ્કાર સંમેલન યેજવામાં આવેલ છે, જે પ્રસંગે મણિપુરી નૃત્યમાં અપૂર્વ કુશળતા જેમણે પ્રાપ્ત કરી છે તે ઝવેરી ભગની (દિગમ્બર સમાજના આગેવાન ગૃહસ્થ શ્રી નવનીત સી. ઝવેરીની પુત્રી) બહેન નયના, રંજના, સુવર્ણી અને દના ભિન્ન ભિન્ન પ્રયોગા દ્વારા મણિપુરી નૃત્યની શાસ્ત્રીય સમજુતી આપશે. આ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છતા સધના સભ્યો અને તેમનાં સ્વજના માટે રૂ. ૧ની પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ રીતે એકત્ર થયેલી રકમમાંથી સંમેલનના ખર્ચ બાદ કરતાં વધારાની રકમના ઉપયોગ સંધ તરફથી ચાલતી વૈદ્યકીય રાહતમાં કરવામાં આવશે. આ પ્રવેશપત્રા ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખ પછી આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સથ. અગિયારમું સૌય સમેલન અગિયારમું વાષિઁક સર્વોદય સ ંમેલન ફેબ્રુઆરી માસની ૨૭, ૨૮ તથા માર્ચ માસની પહેલી તારીખે અજમેરમાં ભરાવાનું છે. આ સંમેલનમાં ભાગ લેનારા ભાઇ બહેનેાતે રેલ્વે પ્રવાસ માટે એક વખતનુ ભાડું આપીને જવા આવવાની ટીકીટ મળી શકશે. પશુ આ માટે તેણે મુંબઇ ખાતે શ્રી. ગણપતિશંકર દેસાઈ પાસેથી (ઠે. મણિભુવન, ૧૯ લેબરનમ રેડ, ગામદેવી, મુંબઈ ૭) કન્સેશન ફામ મેળવવાનુ રહેશે. આ કન્સેશન ફેશ`ફેબ્રુઆરી માસની ૧૦ મી તારીખ સુધી મળી શકશે. વળી સ ંમેલનમાં નિવાસ માટે મેટાના રૂ. ૩ અને બાર વર્ષથી નીચેના બાળકના રૂ. ૧ આપીને નિવાસપત્રો પણ શ્રી. ગણપતિશ`કર દેસાઇ પાંસેથી મેળવવાના રહેશે. વળી ત્રણે દિવસનુ ભાજન શુલ્ક મેટા માટે રૂ. ૬ અને બાર વર્ષં નીચેના બાળક માટે રૂ. ૩ આપવુ પડશે, કન્સેશન સર્ટિક્રિકેટ મેળવનાર વ્યક્તિએ વેસ્ટર્ન રેલ્વેની ઓફિસમાં કન્સેશન સટિકેિટ દેખાડીને કન્સેશન એર મેળવવાના રહેશે અને પછી તે વેસ્ટન રેલ્વેની બૂકીંગ ઓક્સિમાં બતાવવાથી અજમેર સુધી જવા આવવાની રેલ્વે કન્સેશન ટિકિટ મળશે. આ રીતે સદિય સંમેલનમાં ભાગ લેવા જનાર ભાઇ : બહેનેાને જણાવવાનુ કે અજમેરના માર્ગે રસ્તામાં આનુજી અને કુંભારિયા આવે છે અને ફાલના સ્ટેશન ઉતરીને રાણકપુરનુ ઐતિહાસિક જૈન મંદિર પણ તે જોઇ શકે છે, જતાં આવતાં રડ્તામાં કયાં કેટલુ કાઈ શકાય તેના નિયમેાની તપાસ કરતાં માલુમ પડે છે કે મુખથી જતાં ૧૫૦ માઇલ આદ અને એ જ રીતે અજમેરથી પાછા ફરતાં ૧૫૦ માઈલ ખાદ કોઈ પણ સ્થળ યા સ્થળોએ મુબઇથી અજમેર સુધીનું જે અન્તર હેય તે અન્તર મુજબ દર ૧૦૦ માઇલે એક દિવસ એમ જતાં કે આવતાં ફ્રરતામાં છ કે સાત દિવસ કાઈ પણ સ્થળે રોકાઈ શકાશે. આ નિયમેને વિચાર કરતાં રાણકપુર જોવા ઇચ્છનારે અજમેર જતાં ફાલના ઉતરવું જોઇશે તથા આખુ અને કુંભારિયા જતાં કે આવતાં ગમે ત્યારે આબુ રોડ સ્ટેશને ઉતરીને જઈ શકાશે. જે ભાઇ બહેને માટે શક્ય તેમને આ સર્વોદય સંમેલનને લાભ લેવા વિનંતિ છે.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy