________________
તા. ૧૬-૧૨-૧૯
પ્રબુદ્ધ જીવન હકીકતા દુ:ખદ છે. એમ છતાં પણ આ બધામાંથી એક હકીકત તા બરોબર તરી આવે છે કે મહારાષ્ટ્રીઓને તે આ ગમતી વાત થઈ જ છે, પણ છેલ્લા અઢી ત્રણું વ માં જે અનુભવ થયા તેના પરિણામે જવાબદાર ગુજરાતીએ પણ મોટા ભાગે એવા વળણુ
ઉપર ઢળી રહ્યા હતા કે આ વિશાળ પ્રદેશનું મહારાષ્ટ્ર અને
ગુજરાત અમ એ ધટકમાં વિભાજન થાય એમાં જ ગુજરાતનું
શ્રેય છે.
૧૬૦
આ
કરતાં ચીન સંબંધમાં વધારે વ્યાકુળતા દાખવી રહેલ છે. પાછળ આજની દુઃસ્થિતિના પેાતાના પક્ષના હિતમાં અને તેટલે લાભ ઉઠાવવા એવી વૃત્તિ રહેલી છે, પણ તેમાં તે બહુ ફાવશે નહિ. સ્વતંત્ર પક્ષને તે પ્રારંભમાં જ. આ બહુ મેહુ અપશુકન થયું છે. કરવેરા ઘટાડવા, અને વહીવટીતંત્રના નિયત્રણ કમી કરવાં અને ખાનગી સાહસને વેગ આપવા-આ બધી બાબતોને નવા ભયસ્થાન સામે કશે। અવકાશ જ નહિ રહે. છેલ્લા કેટલાક સમયથી નહેરૂની કડક, ટીકા કરી રહેલા શ્રી. મુનશીને ચીની આક્રમણ્ અંગે. આજની સરકાર જે કાંઇ કરે તેને એટલે કે નહેરૂને ટેકે * આપવાની ફરજ પડી છે એ હકીકત જ પવન કઇ દિશાએ વહી રહ્યો છે તેનેા ખ્યાલ આપે છે. સામ્યવાદી પક્ષ માટે આ નવી પરિસ્થિતિએ ભારે કઢ’ગી અને પ્રતિકુળ સ્થિતિ ઉભી કરી છે. આ પ્રકરણે તેમની નિષ્ઠા – વફાદારી – કઇ બાજુએ છે તેને લગતી તેમની દ્વિધા સ્થિતિને એકદમ ખુલી પાડી છે, અને તેમનામાં આજે એ વિચારસરણી ઉભી થઇ દેખાય છે—એક આન્તરરાષ્ટ્રીય સામ્યવાદ×ક્ષી અને બીજી રાષ્ટ્ર્ધ્વલક્ષી. અને ડાંગે અને નામમુદ્રીપાદ રાષ્ટ્રકક્ષી દૃષ્ટિને આગળ કરી રહેલા આપણને માલુમ પડે છે. પણ ડાંગેને સયુકત મહારાષ્ટ્ર સમિતિને ટકાવી રાખવા માટે અને નામમુદ્રીપાદને કેરલમાં પેાતાના પક્ષને અચાવવા માટે તત્કાળ આ પ્રકારની નીતિ ધારણ કર્યાં સિવાય ચાલે તેમ નથી. આ બધું હકીકત રૂપે જ્યારે આપણા ધ્યાન ઉપર આવે છે ત્યારે આ બન્ને વિરોધી વિચારસરણી ઉપર ઉપરની છે અને તેમની ખરી વાદારી ભારતની અંદર નહિં પણ બહારઅન્યત્ર છે એવી સુઝ આપણને સહજપણે પ્રાપ્ત થાય છે, અને તેથી જો ચીન સાથેના આપણા સધ વધતેા જશે તેા સામ્યવાદીઓ પાંચમી કતારીઆ છે-એવી તેમના વિષે સર્વત્ર માન્યતા ઉભી થવાની. સરવાળે તે પક્ષે આપણા દેશમાંથી ખતમ થવુ રહ્યુ .
હવે ચાર મહીનાના ગાળામાં બનેલી ખીજી જે ઘટનાના મે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તે છે પાકીસ્તાન સાથેના આપણા સુધરતા દેખાતા સંબંધે. આનું કારણ એ છે કે અત્યારે પાકીસ્તાન ઉપર જનરલ અયુબખાન સÖસત્તાધીશ બનીને રાજ્ય કરે છે, અને ત્યાંની પ્રજામાં તે અત્યન્ત લાકપ્રિય છે, અને તેથી પ્રજાની તત્કાળ ખુશી-નાખુશીની ચિન્તા કર્યાં સિવાય તે ધાર્યાં પગલાં વિશ્વાસપૂર્વક ભરી શકે છે. તેનું વલણ ભારત સાથેના સંબંધ અને તેટલાં સુધારવા તરફનું લાગે છે, અને એટલે પૂર્વ બાજુની પરસ્પરની સરહદને લગતા ઝગડાના સુખદ નિકાલ આવ્યા છે, અને નેહરના પાણીને લગતા ઝગડાનું સુખદ સમાધાન નજીકમાં દેખાય છે. વળી તેની સાથે વેપારને લગતા કાલ કરાર પણ બન્ને પક્ષને સતાષકારક એવા આકારના થઇ શકયા છે. આ ઉપરથી કાશ્મીરના પ્રશ્નના સુખદ નિકાલની આશા સેવવાનું આપણને મન થાય એ સ્વાભાવિક છે. અને જો બન્ને બાજુએ, હવે નીકાલ લાવવા જ છે એવા નિશ્ચયપૂર્વક, વાટાધાટો કરવામાં આવે તેા, નીકાલ ન જ આવે એવુ' કશું' છે જ નહિ. આમ છતાં પણ એ પ્રશ્ન અતિ જટિલ બની ગયા હાઇને, સભવ છે કે, તેને તત્કાળ નિકાલ ન આવે. આમ છતાં પણ* પાકીસ્તાન સાથે જો બીજી રીતે આપણા સબ ધા સંધ'વિહાણા અને તે તે દિશાની આપણી ચિન્તા હળવી થાય..
ત્રીજી મહત્વની ઘટના મુંબઇ રાજ્યના નજીકના ભવિષ્યમાં થના વિભાજનને લગતી છે. આ વિષયમાં હુ' વિશેષ કશું કહેવા માગતા નથી, કારણ કે તેની વિગતો પણ હવે લગભગ નક્કી થઇ ગઇ છે અને તેને કાનૂની આકાર આપવાનું માત્ર બાકી રહ્યું છે, આ વિભાજનની પ્રક્રિયા સબંધમાં આજ સુધી જે કાંઇ બન્યું છે તે ધ્યાનમાં લેતાં એમ જરૂર કહેવું પડે કે આ પ્રશ્નને જે રીતે ઉભા કરવામાં આવ્યે અને આગળ ચલાવવામાં આવ્યે તેની
નવા વિભાજનના પરિણામે મુંબઇ મહારાષ્ટ્રમાં જાય જ છે, તેમાં વસતા લઘુમતી વગેર્ગીના હિતેા અંગે બાંહ્યધરીઓની જે વાતા ચાલે છે તેને મારી દૃષ્ટિએ બહુ અથ નથી, પણ મુંબઇ શહેરની પચર`ગી પ્રજાને લક્ષમાં રાખીને મુંબઇ યુનિવર્સિટીની, વહીવટી તંત્રની અને મ્યુનીસીપલ કારોરેશનની ભાષા કઈ રહેશે એ અંગે એવા સ્પષ્ટ નિ ય લેવાવા જોઇએ કે આ ભાષા નહિ મરાઠી, નહિ ગુજરાતી,. પણ કાં તે। અંગ્રેજી અથવા તે હિંદી હાવી જોઇએ- આવા મારા સ્પષ્ટ અભિપ્રાય છે. આથી વિશેષ આ સંબંધમાં કહેવાનું મને અત્યારે પ્રાપ્ત થતુ નથી,
પ્રમુખ આઈઝનહાવરનું પ્રેરણાદાયી
પ્રવચન
( તા. ૧૦-૧૨ - ૫૯ ના રાજ લેકસભા અને રાજ્યસભાના સંયુકત સંમેલન સમક્ષ ભારત ખાતે પધારેલા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી આંઇઝનહાવરે આપેલા અંગ્રેજી પ્રવચનના નચે 'અનુવાદ આપવામાં આવે છે.' જેમણે આ પ્રવચન દૈનિક છાપાઓમાં વાંચ્યું હોય તેમને પણ અહિં નીચે આપેલું પ્રવચન કરીથી વાંચવાં વિચારવા વિનતિ છે; કારણ કે આ પ્રવચન ઉદાત્ત વાણીના અનુપમ નમુનો છે. તે દ્વારા એક અસાધારણ પ્રતિભાસ'પન્ન રાજપુરૂષનાં આપણને સુભગ દન થાય છે. તેના વાકયે વાકયમાં શાન્તિપ્રિયતાનો રણકાર છે; સૌષ્ઠવભર્યાં ચિન્તનને પ્રસાદ છે; રાજદ્વારી શાણપણનું અમૃત છે, અને તેથી પ્રસ્તુત પ્રવચન પુનઃ પુન: પાનપાદનને યોગ્ય છે. તંત્રી. )
આપની સમક્ષ વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ અસાધારણ ગૌરવના ભાનપૂર્વક મેં સ્વીકાર્યું' છે. આ નિમ ત્રણને આપે મારૂં' અંગત બહુમાન કર્યાં બરાબર લેખું છું અને જે બે મહાન રાષ્ટ્રના આપ અને હું પ્રતિનિધિ છીએ તે બન્ને વચ્ચે હાર્દિક મૈત્રીના ઉજજવળ પ્રતીક તરીકે તેને આવકારૂ છુ. ૪૦ કરોડની અહિંની વસ્તીને મારા પોતાના પ્રજાજનાવતી એ મુજબની હું ખાત્રી આપવા માંગું છું કે ભારતના કલ્યાણ સાથે અમેરિકાનું કલ્યાણુ ગાઢપણે સ`કળાયલુ છે એમ તેઓ અન્તઃકરણથી માને છે. સ્વતંત્રતાપૂર્ણાંક રહેવું, માનવી તરીકેના સ્વત્વની રક્ષા કરવી, અને ન્યાયયુકત શાન્તિ પ્રાપ્ત કરવી—આવી ભારતની ઊંડી આકાંક્ષા સાથે અમેરિકા સહભાગીપણુ' અનુભવે છે. તાજેતરના કેટલાએક દશકા દરમિયાન વિજ્ઞાનશાસ્ત્રીઓની અચ' પમાડે તેવી સિદ્ધિના કારણે આ પ્રકારનું જીવન જીવવા માટે એક નજ઼ી અને મહાન તક. સવ” કોઇ માનવીએ માટે સુલભ બની છે. આપણી સામે આજે જે સીધે પ્રશ્ન આવીને ઉભા રહ્યો છે. તે છે વિજ્ઞાનના આપણે કયા હેતુ માટે ઉપયોગ કરવા માંગીએ છીએ તેને લગતે.
દર વર્ષે માનવજાત પોતાની પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાંથી વધારે ને વધારે સમૃદ્ધ પાક લણી રહી છે, માનવીના કલ્યાણુ માટે કુદરતનાં તત્ત્વ ઉપર વધારે ને વધારે વિશ્વસનીય સ્વામિત્વ પ્રાપ્ત કરી રહી છે, વ્યાપારઉદ્યોગની સતત વૃદ્ધિ દ્વારા પરસ્પરને વસ્તુવિનિમય વિસ્તારી રહી છે, જ્ઞાન અને શાણપણમાં વધારે ને વધારે પ્રગતિ સાધી રહી છે અને સુલેહશાન્તિથી એકમેક સાથે હળી મળીને રહેવા તરફ ઢળી રહી છે—આવે જેને એક નવા યુગ