________________
૧૫૬
પ્રબુદ્ધ
રજી કરી શકીએ ત્યારે તે સમુદાયને તે બાબંતમાં પ્રચલિત હિંસક્ર પ્રક્રિયામાંથી અહિંસક પર્યાય તરફ વાળવાની આશા સેવી શકીએ. દાખલા તરીકે આપણા એ ચાલુ અનુભવને વિયય છે કે માનવી સમુદાયને જીવન ટકાવવા માટે અન્ન સિવાય ચાલતું જ નથી, હવે અન્ત માટે જેઓ માંસભક્ષણ કરતા હેાય તેવા લાકાતે અથવા તે તેમનામાંના કોઇ એક વર્ગને આપણે જો એમ સમજાવી શકીએ કે માંસાહાર જેટલે જ નિરામિષ આહાર પાષણક્ષમ છે, અને તે પછી નિર્દોષ પ્રાણીઓની જે માટે કતલ કરવી પડે છે તેવા માંસાહાર છોડીને તેમણે. નિરામિષ-આહાર તરફ્ શા માટે ન વળવું, અને આ રીતે તેમનામાં કરૂણાત્તિ જાગૃત કરવામાં આવે તે, તે સમુદાયને નિરાભિષ આહાર તરફ વાળવાની આપણે જરૂર આશા સેવી શકીએ. આ નિરામિષ આહારના વિકલ્પ . તે સમુદાયમાં પ્રચલિત માંસાહાર માટેના અહિંસક પર્યાય છે.
આ જેમ આપણે સામુદાયિક આચારના એક પ્રશ્ન વિચાર કર્યો તેમ સાયુદાયિક પ્રતિકારને પણ આ જ ધારણે આપણે વિચાર કરી શકીએ છીએ. અસહકાર અને સત્યાગ્રહના નામે ઓળખાતી સામુદાયિક અહિંસક કાર્ય પદ્ધતિનું ગાંધીજીએ આપણને જે દશ ન કરાવ્યું છે તે સામુદાયિક હિંસક પ્રતિકારના જ અહિંસક પર્યાય – non-violent equivalent – છે.
ગાંધીજી આપણી વચ્ચે આવ્યા તે પહેલાં જે પ્રજાગણ
આ ગ્રેજ સરકારની ગુલામીથી સરવર મુકિત ચાહતા હતા તેના નજરમાં મેળ જેવા હિ ંસક સાધનાના સામુદાયિક ઉપયોગ સિવાય બીજો કોઇ મુકિતના માગ દેખાતા તહે. અહિંસાને સૈદ્ધાન્તિક રીતે વરેલા ગાંધીજીએ આપણને એમ સમજાવ્યું કે અહિંસાને એકાન્તપણે સ્વીકાર ન કરવામાં આવે તે પણ, અસહકાર, સત્યાગ્રહ, નાકરની લડત, વગેરે અહિંસક સાધને એવા પ્રકારનાં છે કે, તેના પૂરા અમલ કરીએ તે આપણા દેશમાં અંગ્રેજ સરકારની હકુમત એક દિવસ પણ ચાલી ન શકે. આ તેમની વાત આપણુને ધીરે ધીરે સમજાવા લાગી અને આપણામાં એટલે સુધી પ્રતીતિ ઉભી થઇ કે, તેમણે સૂચવેલા માર્ગમાં જો આત્મભાગ અને બલિદાનની સારા પ્રમાણમાં અપેક્ષા છે, તે હિંસક સાધનાના ઉપયેગમાં આત્મભાગ અને બલિદાનની અપેક્ષા કાંઇ કમ નથી, અને એમ છતાં ગાંધીજીએ સૂચવેલા માર્ગ વધારે સલામત, વધારે વિશ્વસનીય અને ધૃષ્ટ પરિણામનુ મર્યાદિત સમયમાં નિર્માણ કરે તેવી ક્ષમતાવાળા છે, અને આપણે એ માર્ગે ચાલીને આઝાદી હાંસલ પણ કરી; અને ત્યાર પછી તો જ્યારે પણ રાજ્ય તરફથી જુલમ થાય, અન્યાય ભરેલા કાયદાકાનૂન કરવામાં આવે, સત્તાના જોરે ક્રાઇ વર્ગ તે દેખાવવાના પ્રયત્ન કરવામાં આવે ત્યારે, તે તે પરિસ્થિતિનુ નિવારણ કરવા માટે સશસ્ત્ર બળવા કરવાની કાષ્ઠ જરૂર છે જ નહિ, સત્યાગ્રહ, અસહકાર, અનશન આદિ અહિંસક લેખાતાં સાધતે દ્વારા માથાભારી સત્તાને નમાવી શકાય છે, અને આપખૂદ કાનૂનને નાબુદ કરી શકાય છે—આવી આપણામાં એક પ્રકારની સુઝ આવી અને સમાજ કે રાષ્ટ્રમાં ઉભી થતી કાઈ પણું અનિષ્ટ પરિસ્થિતિને સામના કરવા માટે અહિંસક ઉપાયે પૂરા કામયાબ નીવડે છે. એવું શાણપણ આપણામાં પેદા થયું; અને જ્યાં જ્યાં ' અહિં સાનુ અવલંબન લેવાથી આપણા મૂળ હેતુ સિદ્ધ થાય છે એમ આપણને લાગવા માંડયું ત્યાં ત્યાં આપણે અહિંસાના માગ તરફ વળવા લાગ્યા.
'
જીવન
તા. ૧૬-૧૨-પ
હવે ચીને આજે આપણી સરહદ ઉપર માટા પાયાનું સમ આક્રમણ આર જ્યું છે, તેના સામના કરવા અંગે અહિંસા પર નિભર એવા "કાઇ સામુદાયિક ભાગ ક્રમ દેખાતા નથી અને આવી કેટોકટીમાં આપણને અહિંસાની વાતે કેમ નિરથ ક લાગે છે તેના વિચાર કરીએ. આમ બનવાનું કારણ એ છે કે ઉપર જણાવતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અહિંસાનુ અવલ બન જે રીતે પ્રુષ્ટ પરિણામ પેદા કરવામાં કામયાબ નીવડતું માલુમ પડ્યું હતું તેવા કાઇ સફળતા—સૂચક માગ ચીન સાથેના સ અંગે આપણને નજરે પડતા નથી, અને તેથી ચીન અ ંગે સશસ્ત્ર સંરક્ષણ સિવાય જાણે કે બીજો કઇ વિકલ્પ જ નથી. એમ આપણને લાગે છે. આ જ વિચારને તાત્વિક પરિભાષામાં મૂકીએ તે એમ કહેવાય કે અદ્યતન ચીની આક્રમણના પ્રચલિત સશસ્ત્ર જે પ્રતિકાર કરવાની ક્રૂજ આપણા દેશ માટે ઉભી થતી લાગે છે, તે આક્રમણને અહિ ંસક રીતે આપણે સામુદાયિક સામનેા કરી શકીએ એવા અહિંસક પર્યાય –non-violent equivalent - આપણુને જડતા નથી, સૂઝતા નથી.
આનુ પરિણામ એ આવે છે કે ચીની આક્રમણના હિંસક પ્રતિકારના સ્થાને તત્કાળ કામયાબ બને એવા અહિંસક પ્રતિકારના સાયુદ્દાયિક કાર્યક્રમ આપણે લેક સમક્ષ મૂકી શકતા નથી, અને તેથી ભારત સરકાર આ દિશાએ પેાતાને યોગ્ય લાગે તે પગલાં ભલે લે એમ કહેવાને આપણે પ્રેરાઇએ છીએ. આમ છતાં પણ એ નિશ્ચિત છે કે જેને મન અહિંસા કઇ એક નીતિ ક કાર્ય પદ્ધતિને પ્રશ્ન નથી, પણ જીવત પ્રતિજ્ઞાને પ્રશ્ન છે તે કાઇ હિ’સાત્મક પ્રતિકારમાં જોડાઈ શકવાના છે જ નહિ, અને એમ છતાં તેની ધર્માંનિષ્ટા તેને દેશની આવી કટોકટીના વખતે નિષ્ક્રિય બેસી રહેવા દે તેમ નથી. તેના માટે કશું જ ક વ્યક હાઇ ન શકે એમ કહેવું એ અહિ ંસાનું જ વધ્ધત જાહેર કરવા બરાબર છે.
આમ ઊંડાણથી સ ́શોધન કરતાં વિનોબાજીએ રજુ કરેલી શાન્તિસેનાની કલ્પના તરફ આપણી નજર દોડે છે. આ કલ્પનાનું સ્વરૂપ કાંઇક આવુ છેઃ પ્રસ્તુત શાન્તિસૈનિક એવી પ્રતિજ્ઞાપૂ ક પ્રવૃત્ત થતાં કલ્પવામાં આવેલ છે કે ( ) જ્યાં જ્યાં શાન્તિના લગ થતા હશે ત્યાં ત્યાં તે શાન્તિભગતે નાખુદ કરવા માટે અને એમ છતાં · તત્કાળ પરિણામની કોઇ અપેક્ષા રાખ્યા સિવાય હુ અશાન્તિના હુતાશમાં મારી જાતને હેમવાને તૈયાર રહીશ. (ર) મારી જાતને બચાવવા ખાતર કે સમાજ યા દેશનું રક્ષણ કરવા ખાતર હું શસ્ત્ર ધારણ કરીશ નહિ, કે એક પણ માનવીની પ્રાણહાનિ કરીશ નહિ. શાન્તિસેનાના આ ખ્યાલ દેશની અંદર અવાર નવાર પેદા થતા સાંમાજિક કે રાજકારણી સંધર્ષોંનું રાજ્યસત્તાની દરમિયાનગીરી સિવાય અહિં સક રીતે કેમ પ્રશમન કરવું તેના ચિન્તન- સ શેાધનમાંથી પેા થયા છે. આ જ શાન્તિ સૈનિકની કલ્પનાને ચીન સાથેના અદ્યતન સંધર્ષોંના સંદભ સુધી જરૂર લંબાવી શકાય છે.
પણ અહિ' પરિસ્થિતિને રંગ સારા પ્રમાણમાં બદલાય છે. અહિં એકજ દેશમાં વસતા એ દળાની અથડામણને ટાળવાના પ્રશ્ન નથી, પણ આપણા દેશ ઉપર અન્ય દેશે છરાદાપૂર્ણાંકનું સશસ્ત્ર આક્ર મણ શરૂ કર્યુ છે અને તેમાંથી દેશને બચાવવાને પ્રશ્ન આપણા માટે ઉભા થયા છે. વળી આક્રમપરાયણ સૈન્ય ઉપર શાસૈિનિકાના બલિદાનને તત્કાળ કાઈ પ્રભાવ પડે તેમ છે જ નહિ. આમ છતાં "પણ શાન્તિસૈનિકના ધર્માંમાં કે કતવ્યમાં કાઇ ક્રૂરક પડતા નથી. દેશને બચાવવા ખાતર શાન્તિસૈનિક શસ્ત્ર ધારણ કરી શકતા નથી, એમ છતાં દેશભરમાં આવી અશાન્તિ પેદા કરતી કટાકટીમાં તે ઘર આંગણે શાન્તિથી સૂઈ શકતા નથી. ચાલુ આક્રમણના વિરાધ કરવા એ જેટલી અન્ય નાગરિકની ફરજ છે તેટલી જ શાન્તિ
આ બધા સામુયિક ધેારણે પ્રચલિત બનેલા હિંસક પ્રતિકારના અહિંસક પર્યાયા આપણે વિચાર્યું અને જે ફળની અપેક્ષા સામુદાયિક હિંસક પ્રતિકાર દ્વારા સિદ્ધ થવાની આપણે આશા રાખતા આવ્યા હતા તે જ ફળની પ્રાપ્તિ અહિંસક પ્રતિકાર દ્વારા ધર
શકય છે. એમ અનુભવે સિદ્ધ થતું લાગ્યુ