SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નવસકરણ ૧ અ કદ ૧૬ સુખડિસેમ્બર ૧૬, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮ જન જીવન શ્રી મુખઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ sts અફ --- તત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ઇ-કફ-વા ચીની આક્રમણ અને અહિંસાલક્ષી વિચારણા (નીચે આપેલ લેખના પ્રારંભમાં સર્વ સેવા સંધ તરફથી ભારતની ઉત્તર સરહદ ઉપર ચાલી રહેલા અદ્યતન ચીની આક્રમણ અગે ગત નવેમ્બર માસની શરૂઆતમાં પ્રગટ કરવામાં આવેલ નિવેદનને ઉલ્લેખ છે. તે નિવેદનના સાર એ છે કે સવ સેવા સંધ 2 છે. કે કાઈ પણ સયેાગામાં રાાના ઉપયોગ અનિચ્છનીય છે અને સંરક્ષણના સર્વોત્તમ માગ અહિંસાત્મક સાધનાનો ઉપયોગ જ છે. - આમ છતાં પણ સવ સેવા સ ંધ દ્વારા સ ંચાલિત થઇ રહેલું શાન્તિસેનાનું કાય હજુ સાવ પ્રારંભિક દશામાં છે. અને લોકાને અહિસ સરક્ષણ માટે નૈતિક તેમજ સગઠ્ઠનની દૃષ્ટિએ તૈયાર કરવા માટે અપૂરતું છે અને આવી પરિસ્થિતિમાં ભારત સરકાર, એની સીમા, સરક્ષણ સારૂં જે કાઇ પરંપરાગત સાધનાના ઉપયોગ કરે તેને સંધ ટકા આપ્યા સિવાય રહી શકતા નથી. આટલી ભૂમિકા લેખમાં પ્રવેશ કરવા માટે જરૂરી છે. તંત્રી) વ્યકિતગત જીવનમાં અહિંસાની નિષ્ઠા પોતાના પ્રાણુ તે પણ કશી પણ હિંસા ન કરવી એ હદ સુધીની હોઇ શકે છે. તેથી વ્યકિંતગત જીવનના ગમે તેવા કપરા સંયોગામાં પણ અહિં સામે પૂર્ણ રૂપે અમલી બનાવવાના વિચારને પૂરો અવકાશ રહેલા છે. દા. ત. કાઇ પણ હિંસક પશુ પોતાની ઉપર આક્રમણ કરે તો સાધારણ રીતે પોતાની જાતને કોઇ પણ રીતે - એટલે કે સપ ચા વ્યાધ્રના સંહાર કરીને પણ – બચાવ કરવે એવી સામાન્ય માણસની મતિ હૈય છે, પશુ માનવીમાં એવી અહિંસાત્મક નિષ્ઠાનું પણું અસ્તિત્વ કલ્પી શકાય છે કે જેના પરિણામે કાઇ પણ જીવને મારીને પોતાની જાતને ચાવવાની તે માણસ ચેપ ખી અમે અહિ સાતત્ત્વ વિષે આ દુનિયામાં ગાંધીજીનું આગમન થયું ત્યાર બાદ ખૂબ વિચારાયુ છે. પૂર્વકાળમાં અહિં સાતત્ત્વ અંગે કેવળ આત્મલક્ષી વિચારણા કરવામાં આવી હતી. એ કાળમાં ના કહે, અને એમ કરતાં પોતાના પ્રાણનું તેં બલિદાન પણ વાય આવા કીસ્સાઓ માનવી જીવનના ઇતિહાસમાં અનેક વાર બનતા આવ્યા છે. આપણી પોતાની જાત અંગે પણ અમુક સ જોગમા આવી સંભાવના આપણે કલ્પી શકીએ છીએ. દા. ત. તિરાભિષ આહાર આપણા જીવનના પરાપૂર્વ ને ઊંડા અભ્યાસ છે. હવે ધારા કે એવા કાઇ સંયોગ કલ્પવામાં આવે કે જ્યારે જીવનને અચાવવા માટે આમિષ આહાર સિવાય બીજો કાઇ વિકલ્પ જ નથી. એમ લાગે. આ પરિસ્થિતિમાં, મને ખાત્રી છે કે, આપણામાંથી ઘણા એવા જરૂર નીકળી આવે કે જે મરવુ' પસંદ કરશે, પણ મિત્ર આહાર સામે નજર સરખી પણ નહિ કરે. અહિં સાનિષ્ઠાને માત્ર એટલે જ વિચાર કરવામાં આવતા હતા. કે. અ ંગત જીવનને બને તેટલુ હિંસાના દોષથી મુક્ત કરવુ. આ કેવળ નકારાત્મક વિચારણા હતી. ગાંધીજીએ આ તત્ત્વવિચારને વિકસાવીને તેને સામાજિક સદÖમાં વિચાર કરવા ' માંડયા. તેમણે આપણને જણાવ્યુ. અને શિખવ્યુ કે સમાજથી અલગ, એ રીતે વ્યકિતને વિચાર થઇ શકે જ નહિ અને અહિંસાને વિચાર પણ સામાજિક સંવાદિતા પેદા કરવાના હેતુથી જ પેદા થયા છે અને તેથી જ્યારે જ્યારે સામાજિક સંધર્ષી પેદા કરનારી ઘટનાએ નિર્માણ થાય ત્યારે ત્યારે તે તે સ ંના અહિં સક રીતે ઉકેલ આણુવા આપણે પ્રયત્ન કરવા જોઇએ, સામાજિક અન્યાય કે અધમ ના આપણે અહિંસક રીતે પ્રતિકાર કરવા જોઇએ, અને એથી આગળ વધીને તેમણે આપણને એ પણ સમજણ આપી કે જ્યાં જ્યાં સામાજિક શાન્તિના ભંગ થઇ રહ્યો હાય ત્યાં ત્યાં પુનઃ શાન્તિસ્થાપના ખાતર અહિંસાનિષ્ટ વ્યકિતઆએ આગળ આવવુ જોઇએ અને સમજાવટ દ્વારા તેમ જ અન્ય ઉપાયા દ્વારા, અને એ ઉપાયેા કામયાબ નહિ નીવડે એમ લાગતાં, છેવટે સંધર્ષ ની આગમાં પેાતાની જાતને હામીને પણ સંધપરાયણે દળાને શાન્તિ તરફ વાળવાના પ્રયત્ન કરવા જોએ. આ વિચારણામાંથી, શાન્તિસૈનિકની કલ્પના ઉભી થઈ છે જે વિનાબાજી આપણી સામે કેટલાક સમયથી રજુ કરી રહ્યા છે. “અહિં સાતત્ત્વતી આ પાયાની ભૂમિકા છે. તેના આગળ ચાલતા હવે એ રીતે વિચાર કરવાના રહે છે. એક વ્યકિતને અનુલક્ષીને અને બીજુ સમાજને અનુલક્ષીને સ્વામી સર્વ સેવા સંધ તરફથી ચીની આક્રમણ અંગે ગત નવે બર ભાસના પૂર્વાધ દરમિયાન જે નિવેદન - પ્રગટ કરવામાં આવ્યું છે તે ઉપરથી આપણી સામે મૂળભૂત પ્રશ્ન એ ઉભા થાય છે કે ચીને આપણા દેશ માટે જે કટાકટી ઉભી કરી છે તેના સંદર્ભમાં અઅહિસાની વિચારણાને કે તેને લગતા કાઇ કાક્રમને અવકાશ છે કે નહિ ? આ વિષયની ચર્ચા માટે અહિંસા અંગે આજ સુધીમાં જે વિચારવિકાસ થયા છે તેનું ટુંક નિવેદન જરૂરી આ લાગે છે. પણ અહિંસાના માનવી સમાજને અનુલક્ષીને વિચાર કરતાં એમ લાગે છે કે, માનવ સમુદાયને અહિંસાનિષ્ટ બનાવવામાં ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે પણ, તે નિા મર્યાદિત સ્વરૂપની જ હાવાની. પરિણામને કશા પણ વિચાર કર્યાં સિવાય કેવળ અહિંસાના આદર્શને વળગી રહીને ફના થઈ જવાની તત્પરતા અને તાકાત – આજે જે કક્ષાએ માનવસમુદાય ઉભા છે તે કક્ષાએ – માનવ સમુદાયમાં બહુ અલ્પ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. તેા પછી પ્રશ્ન એ થાય છે કે એવી કઇ મર્યાદા છે કે મર્યાદામાં માનવી સમુદાયને કાઇ પણ સ વ યા કંટ્રાકટ 'પ્રસંગે’ અહિંસા ઉપર નિર્ભર અનાવવાની આપણે આશા શકીએ ? આ પ્રશ્નના ઊંડાણથી વિચાર કરતાં એવા. નિષ્ણુ ય અવાય છે કે, જ્યારે પણ આપણે કાઇ બાબતને લગતી પ્રકિ સમુદાયગત હિંસક પ્રક્રિયાને અમલી બને તેવા કા અિ પર્યાય- non-violent equivalent- પ્રસ્તુત સમુદાય
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy