SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૧૨-૫૯ જ્યાં સુધી પગ તળેની ભૂસિ સરકી ન જાય, ત્યાં સુધી આ નેતાઓના અંગ્રેજીને માહુ ઊતરવાના નથી. અંગ્રેજી એમને અધી મદદ કરશે પણ પ્રજામાનસ ઉપરના એમને કાષ્ટ્ર ટકાવવામાં મદ નહિ કરે. આજનો રાજ્યકર્તાઓ રાજકાજ અંગ્રેજીમાં ચલાવીને પોતાની ચાર ખાદી રહ્યા છે એ એમના ધ્યાનમાં આવશે ખરૂ, પણ બધુ પત્યા પછી. એટલે લિપિસુધારમાં એમની મદદ મળવાની આશા નથી. ગુજરાતોનાં દૈનિક છાપાંવાળામાં રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા જાગશે તેા તેઓ જોતજોતામાં લિપિસુધાર કરી લેશે. છે જરાસરખુ અને સહેલું; · ફકત એ તરફ ધ્યાન નથી જતું... એટલું જ. શ્રાવણપ્રવૃત્તિ પ્રભુનાજી વન મારા નાનપણમાં મહારાષ્ટ્રમાં જ્યાં ત્યાં પુરાણુિકા સંસ્કૃતમાં અને મરાઠીમાં પૌરાણિક ગ્ર ંથૈ!, વિવેચન સાથે, વાંચી સંભળાવતા અને હરિદાસેા–એટલે કે કીત નકારે—પૂર્વ ર ંગ, ઉત્તરરંગવાળાં કીતના કરતા. પૂરગમાં કોઇ પણ ધાર્મિ ક વિષયની છટાદાર ચર્ચા કરીતે, એ જ વસ્તુને પ્રાપ્ત રોચક વાર્તાના સિક વિસ્તાર સાથે ઉત્તરરંગમાં ખીલવતા. એમાં સુભાષિતા, ગીતા અને કવિતના કુકરાઓ- વેરાતા અથવા વણાતા. એ જ કામ ભાટચારણા ઐતિ હાસિક પ્રસ ંગા અને લેાકવાર્તાઓ લઇને લેાકભાગ્ય એ કરતા. આમ પ્રજાકીય સાંસ્કૃતિક કેળવણી અને રંજન અને સધાતાં. આજે એ કામ અધ્યાપકા ને લોકનેતા વ્યાખ્યાતા મારફતે કરે છે. પણ એમાં કાંઇક એકાંગીપણુ' આવે છે અને સરસ સાહિત્ય સાથેના પરિચય કેળવાતા નથી. આજકાલ કવિએમના કાવ્યવાચનની પ્રથા ખૂબ ખીલી છે અને સામાન્ય જનતામાં એ આવકાર મેળવતી થઇ છે. ગુજરાતમાં માણભટ્ટો એ જ કામ કરતા. ભવાઇના નમૂના મે જોયા નથી, એટલે હવે એ પ્રથા આજે કેટલા સતોષ આપે તે હું કહી ન શકું. ગુજરાતી રાસ રમવાની પ્રથા ઘણી સુંદર છે. એમાં કાવ્ય, નાટય અને સંગીત ત્રણેને લોકભાગ્ય મેળ થયે છે. કવિઓનાં કાવ્યવાચને પણ હવે જ્યાં ત્યાં થવા લાગ્યાં છે. હું એ પ્રથા ખૂબ વધારી શકાય અને એ વાટે લેાકાની અભિરૂચિ કેળવાય. લાકગીતે। અને લેકવાર્તા લેકપ્રિય કરવાની સ્વ. શ્રી મેઘાણી જેવાઓની પ્રવૃત્તિ સાહિત્યના સર્જન માટે અને આસ્વાદન માટે ઘણી જ પ્રભાવશાળી નીવડી. સૌરાષ્ટ્રે આ ક્ષેત્રમાં ગુજરાતી સાહિત્યની અને સ ંસ્કારિતાની ઉત્તમ સેવા કરી છે. હવે એ ટ્રુએ ઠેર ઠેર ચાર છ મહિનાનું સત્ર ચલાવી, દેશ આખાતે સાંસ્કૃતિક ઇતિહાસ પ્રજા આગળ સુંદર ઢબે રજૂ કરી શકાય. ઐતિહાસિક જીવનચરિત્રે જીવતાં કરી શકાય અને પ્રજાને વિશ્વજીવનમાં એનું સ્થાન બતાવી શકાય. પુસ્તકો છાપવાની કળા ફેલાઇ અને દૈનિક છાપાંએ ઘેર ઘેર પહોંચવા લાગ્યાં. એ લેકજાગૃતિનાં સાધના ઇષ્ટ છે એ વિષે શકા નથી, પણ સાહિત્યસેવનની સામૂહિક કે સામાજિક પ્રવૃત્તિનું સ્થાન એ ન લઇ શકે. સિનેમા જેવી ચલચિત્રની ખર્ચાળ પ્રવૃત્તિથી આપણી રસિકતા આડે રસ્તે ચડી છે કે નહિ એ સવાલ કરે મૂઠ્ઠીએ તેણે, આપણી સ્થાનિક સજ્ ક પ્રવૃત્તિ ક્ષીણ થતી જાય છે એ વસ્તુને સ્વીકાર કર્યાં વગર છૂટકે નથી. આપણા અધ્યાપક જો રજાન! એ ત્રણ મહિના જ્યાંથી આમ ત્રણ મળે ત્યાં પહેાંચી જ લેકમે!ગ્ય સાહિત્યસેવનની પ્રવૃત્તિ ચલાવે તો પ્રજાજીવન સાથે તે તપ્રેત થઇ શકશે અને પ્રત્યક્ષ લોકસેવા કર્યાંનું સમાધાન મેળવી શકશે. ભાષાંતર કળા હવે સાહિત્યના સીમાડા પરના એક વિષય પર આવું. સાહિત્યસેવીઓમાં ભાષાંતરકારની ક્રાતિ સહેજ ઊતરતી ગણાય છે. "ભાષાંતર' શબ્દ પણ એટલે હલકા થઇ ગયા છે કે એ છેડીને લેક હવે અનુવાદ શબ્દ વાપરતા થયા છે. જો કે સંસ્કૃતમાં અનુવાદના અથ તેખા જ છે. એક ભાષાની ઉત્કૃષ્ટ કૃતિને બીજી ભાષામાં ઉત્કૃષ્ટ રૂપમાં દાખલ કરવી એ કાંઈ નાનીસુની કળા નથી. ભાષાંતર માટે ઉત્કૃષ્ટ કૃતિની પસ ંદગી કરવા માટે પણ પર ભારે ચેાગ્યતા જોઈએ છે. ભાષાંતરનું કામ ગમે તેવા લકાએ હાથમાં લીધુ તેથી એ વે અથવા વત ગણાયું નહિ તા, સાચા ભાષાંતરકારને સંસ્કૃતિના ક્ષેત્રના એલચી ગણી શકાય. અત્યાર સુધી આપણે સંસ્કૃત અને અગ્રેજીનાં ગ્રન્થા કરીક સખ્યામાં અનુવાદ્યા છે. કેટલાક અનુવાદો ઉત્કૃષ્ટ નીવડયા છે. એ અનુવાદોથી સાહિત્યની શ્રીવૃદ્ધિ તા થયું જ છે, પણ ગુજરાતીની જાતજાતની શૈલીઓને પણ અસાધારણ લાભ થયેા છે. બંગાળી, મરાઠી અને હિંદી ગ્રન્થેના અનુવાદો કરીને પણ ભાષાંતરકારાએ ગુજરાતી વાચકવર્ગ તે ઘણા જ રોચક ખારાક પૂરા પાડયા છે. યુરાપની અનેક ભાષાએના ગ્રન્થે અંગ્રેજી અનુવાદ ` પરથી આપણે ગુજરાતીમાં આણીએ છીએ. આને આજે ઇલાજ નથી અને અંગ્રેજી અનુવાદો જ્યાં સુધી સારામાં સારા પસંદ કરીએ, ત્યાં સુધી દુ:ખ માનવનું કારણ નથી, છતાં જાપાની, ચીની, રૂસી કે ફ્રેન્ચ સાહિત્યને મૂળ ભાષા પરથી ગુજરાતીમાં આણી શકીએ તો જ તે સેવા બધી દૃષ્ટિએ સતાષકારક ગણાશે. અરીફારસીના ગ્રન્થા અંગ્રેજી પરથી ગુજરાતીમાં આણીએ તો કાને સ ંતોષ થાય ? અનુવાદોની ખાબતમાં અંગ્રેજી ભાષાની પોતાની મર્યાદા છે. તે આપણે ધ્યાનમાં રાખવી ટે. સ્વરાજ મળ્યા વછી આપણા પુરૂષાર્થ નું ક્ષેત્ર એકદમ વધ્યું છે. દુનિયાનાં અનેક રાષ્ટ્ર સાથે સીધા સંપર્ક શરૂ થયા છે. એટલે હવે આપણા દેશમાં દુનિયાની એક અથવા બીજી પ્રમુખ ભાષા શીખનાર લેાકેની સંખ્યા વધવી જ જોઇએ: એકસામટી અનેક ભાષાએ જાણનાર લેના ઉપયાગ રાજદ્વારી ક્ષેત્રમાં થશે. સાહિત્યની દૃષ્ટિએ મને લાગે છે કે ગુજરાતી લખ વાની શક્તિ કેળવવા માટે સંસ્કૃત, પાલિ, માગધી જેવી આપણી સાંસ્કૃતિક ભાષા શીખ્યા પછી, આપણા વિદ્રાન લેાકાએ અંગ્રેજી ઉપરાંત એક અથવા બે ભાષા જ ઉત્કૃષ્ટ રીતે કેળવવાનાં અને એ ભાષાનું સાહિત્ય પી જવાને। આદર્શ પોતાની સામે રાખવા જોઇએ. અને તે તે ભાષાના લેકા આજે શુ વિચારી રહ્યા છે. અને કેવા પુરૂષાથ આદરી રહ્યા છે. એને વિશે એમણે વખતેવખત અહેવાલે અને લેખા આપી સ્વજનેની જાણકારી અદ્યતન કરવાની જવાબદારી ઉઠાવવી જોઇએ. અત્યાર સુધી આપણે ભારતીય સંસ્કૃતિ અને યુરોપીય સસ્કૃતિ એવા મૌલિક ભેદ માનતા હતા અને એના ઉપર ભાર પણુ મૂકતા હતા. ત્યાર પછી આપણે એશિયાઇ અથવા પૌરસ્ત્ય સ ંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એવા ભેદ કરવા લાગ્યા. એનો અર્થ એ નથી કે ચીન, જાપાન, માંગલિયા, કમ્પેયિા છેત્યાદિ પૂર્વ તરફના લકાનાં સાહિત્ય અને સંસ્કૃતિ સાથે આપણા પરિચય વધ્યો; અને એ બધાંમાં રહેલાં ખાસ મહત્ત્વનાં પૂર્વી તત્ત્વાને આપણને સાક્ષાત્કાર થયેા. આપણે એટલુ' જ જાણતા હતા કે પશ્ચિમના લોકો પ્રગતિશીલ છે અને જોરાવર છે, પરિણામે, એમના ધર્મ અને સંસ્કૃતિ આક્રમણુકારી છે, જ્યારે એશિયાઇ દેશે। યાથાસ્થિતકર, જુનવાણી અને દબાયેલા છે. આટલું સામ્ય જોયા પછી અનુમાન બાંધવું કાણું ન હતું કે પૂર્વના દેશેની જીવનદૃષ્ટિ અને સસ્કૃતિમાં ધણુ ધણુ સામ્ય હોવું જ જોઇએ. પણ આ બધું અનુમાન થયું', અથવા ‘ભાવતુ હતુ અને માની લીધું' એના જેવું થયું. એટલું તે ખરૂં કે, પૂર્વ તક્ના દેશોમાં ભારતમાં જન્મેલા બૌદ્ધ ધર્મ ફેલાયા, અને તે તે દેશ કે રાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર બૌદ્ધ જીવનદૃષ્ટિની અસર છે. છતાં આવા તારવેલા અનુમાન ઉપર આપણે પૌરસ્ત્ય સ ંસ્કૃ તિનું ચિત્ર ઊભું ન જ કરી શકીએ, તે તે દેશના ઇતિહાસ, ત્યાંનું સ્થાપત્ય, ત્યાંનું સંગીત અને એની આજની આકાંક્ષા એ બધા સથે આપણા ઊડે પરિચય હાવા જોઇએ. આજે જે નામના પરિચય છે તે અંગ્રેજી ભાષાને પ્રતાપે જ છે. તે તે દેશમાં જઇ રહી, ત્યાંના લેકા સાથે એકરૂપ થયા વિના હૃદયનું ઐક્ય અથવા કેવળ સાચો પરિચય પણ આપણે કેળવી શકવાના નથી. એટલા
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy