SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રબુદ્ધ જીવન કાકાસાહેબ કાલેલકરનું (ગતાંકથી ચાલુ) પત્રકાર સાહિત્ય મહારાષ્ટ્રની કોઇ સાહિત્ય સભામાં ખેલતાં મેં કહ્યું હતું કે દૈનિક છાપાંઓમાં તંત્રી પ્રશ્નને રાજ રાજ જે પીરસે છે તેને પણ હું સાહિત્યમાં સ્થાન આપું છું. એ બધું ભલે ઉતાવળે લખેલુ હોય, લેાકેા બીજે જ દિવસે એ ભૂલી જતા હાય, એની પાછળ જવાબદારીનું ભાન ભલે કાચુ' હાય, તેાયે પ્રજામાનસ ધડવામાં એના ફાળાનો વિચાર કરતાં એને સાહિત્યમાં જ ગણવુ જોઇએ. મહારાષ્ટ્રના ટીકાકારેને એ વાંચીને લાગ્યું કે છાપાંવાળાઆને ખુશ કરવા એ એક નાજુક, અને તેથી સફળ, પ્રયત્ન છે. એવી ટીકાને શે! જવાબ અપાય ? હું ખરેખર માનુ છુ કે સાહિત્ય, એનું સ્વરૂપ અને એનું કા-એને વિશે સમગ્રરૂપે ચર્ચા કરતી વખતે વૃત્તવિવેચનના કાળાના વિચાર કર્યાં વગર અને એને સાંહિત્યગુણુ સ્વીકાર્યાં વગર ચાલે નહિ. તંત્રીએ અનેક પ્રકારનાં હોય છે. કેટલાક લેાકેાના જ્ઞાનની મર્યાદા અને જવાદારીના અભાવ જોઇ ગ્લાનિ જ પેદા થાય. પણ સરવાળે વિચાર કરતાં, પરદેશના વૃત્તવિવેચકા કરતાં આપણા વૃત્તવિવેચક ઊતરતી કાટિના છે એમ કાઇ કહી ન શકે, ઊલટુ આપણા લેખક અને તંત્રી વધારે ગંભીર અને જવાખદાર હાય છે. એમની સામે ટીકા કરવી જ હોય તે! એટલુ કહી શકાય કે તેએ બહુ સહેલાઇથી એક ધરેડમાં ઊતરી જાય છે. તત્ત્વનિષ્ઠા કરતાં જો ધનિષ્ઠા વધી જાય તે। જીવનનિષ્ઠા ટકી જ ન શકે. જીવનનિષ્ઠાની તાજગી વિના, કાઇ પણ જાતના સાહિત્યમાં ચૈતન્ય આવી શકતું નથી. જે રાચક નવલકથાઓને આપણે સાહિત્યકૃતિ ગણીએ છીએ તેમાં પણ જો ઘણી વાર કાચા અને એકાંગી તેમ જ છીછરા વિચાર આવી જાય છે, એની ભાષા પણ કાક કાક ઠેકાણે, ઇરાદાપૂર્વક, ઢંગધડા વિનાની રાખવી પડે છે (કેમ કે નવલકથા દ્વારા સમાજનું યથાર્થ ચિત્ર રજૂ કરવાનું હોય છે), તેા છાપામાં આવતા ઉતાવળિયા લેખે ને સાવ ઉતારી પાડવાની જરૂર નથી. દૈનિક છાપામાં આવ્યું એટલા જ ખાતર એ લખાણુ સાહિત્યની હારમાં ન એસી શકે એવા દંડક ચલાવવા ન જોઇએ. એક જણે વ્યવહારદૃષ્ટિએ એક કસોટી મૂકી છે. જે લેખ સમય ગયા પછી પણ એક બે વાર વાંચવાનું મન થાય તે લેખને સાહિત્ય-કાટિમાં, સાહિત્યની ન્યાતમાં એસવા દેવાય. પછી એ જ કસોટી નિંબધે ને, નવલકથાને અને લઘુકથાઓને પણ લાગુ પાડવી જોઇએ. લિપિસુધાર ગાંધીજીની પ્રવૃત્તિને કારણે દેશને સ્વરાજ મળ્યું, દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધી અને આત્માની શક્તિના ચમત્કાર વિશેની લેાકેાની નાસ્તિકતા એછી થઇ, એ તો છે જ, પણુ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યશૈલી ઉપર ગાંધીપ્રવૃત્તિની અસાધારણુ અસર થઇ છે. સાહિત્યનાં ક્ષેત્રાની વિવિધતા ઘણી વધી અને લડતને કારણે પ્રજામાં દૈનિક છાપાં વાંચવાનો રસ વધ્યા. બીજા પ્રદેશામાં લેકે હજી અંગ્રેજી છાપાં ઉપરજ વધારે આધાર રાખે છે, હું માનુ છુ કે ખીજા પ્રદેશના પ્રમાણમાં ગુજરાતી લેાકેા ગુજરાતી દૈનિકા વધારે રસપૂર્વક વાંચે છે, અને તેથી સમાચાર ભેગા કરવામાં અને એની ચર્ચા કરવામાં, તેમ જ માનવજીવનનાં ભિન્ન ભિન્ન અ’ગેાની વિગતમાં ઊતરવામાં, ગુજરાતી દૈનિકો ઠીક ઠીક આગળ વધ્યાં છે. રાજદ્વારી લેાકાએ એ સ્થિતિના લાભ ઉઠાવ્યા છે, પણ દેશી ભાષાનાં દૈનિકાની સ્થિતિ સુધારવા તરફ એમનું પૂરતુ ધ્યાન ગયું નથી. જો આપણે ગુજરાતી લિપિમાં અત્યંત જરૂરી સુધારે કરવાના સવાલ અને એની ઉપયેાગિતા સમજ્યા હાત તે ગુજરાતમાં સાક્ષરતાપ્રચાર વધારે સહેલા થયા હત. ગુજરાતી દૈનિકના તા. ૧-૧૨-૧૯ વ્યાખ્યાન ખચ ઘણા ઓછા થયા હોત, નફો વધ્યા હોત અને ટેલિપ્રિન્ટરીનેા લાભ ગુજરાતી માટે અને બીજી દેશી ભાષા આ માટે મેળવી શકયા હોત, અને લિપિમાં ફેરફાર કરવાના તે કેટલા? ગુજરાતીએ અમુક ફેરફારો કરવામાં તે પહેલ કરી જ છે, ગુજરાતી લિપિએ શિરેશરેખા ક્યારની કાઢી નાખી છે. એટલે કે ગુજરાતીમાં અક્ષ રાનાં માથાં બાંધવાં નથી પડતાં. દેવનાગરીના અટપટાવે કાઢી નાખીને ઉપર એક (એ) અને બે (ઐ) માત્રા આપણે ચડાવીએ છીએ, ૨. વ સાથે ગોટાળા કરતા દેવનાગરીને રૂ આપણે ખસૂસન ખસેડયા. અને એના બદલામાં યજુર્વેદી ષ માથી ઉત્પન્ન થયેલી ખ' આકૃતિ ચલાવી, આવી પ્રગતિશીલ લિપિ ને મુઈ, —ઊ અને ઋ આ ત્રણ અક્ષરનાં ચાલુ રૂપને બદલે અ ની સ્વરાખડી ચલાવવાનું પસ ંદ કરે—અિ , અ એ, ચ્, આટલા જ સુધારા થાય તેા આપણે કરોડાના ખર્ચમાં ઉતર્યાં વગર દેશી ભાષા માટે ટેલિપ્રિન્ટરી ચલાવી શકીશુ’. બીજો સુધારા તે બારાખડી કરતી વખતે સ્વરનાં ચિહ્નો અક્ષરાના માથા ઉપર કે પગ તળે મૂકવાને બદલે, એ જ ચિહ્ના અક્ષર પછી મૂકયાં હોય તે અક્ષરના ખીબાં ગાઠવવાનું ર્ચે એકદમ ઘટી જાય. આ છે સુધારા અત્યંત આવશ્યક છે. જે ગુજરાતી લિપિ નાગરી લિપિનું સ્થાન લેવાની અને અખિલ ભારતીય લિપિ થવાની મહત્ત્વાકાંક્ષા રાખે તે અ, ક, ચ, જ, ઝ, ક્રૂ, ખ, ભ એટલા અક્ષરાનાં રૂપે નાગરીની નજીક લઇ જવાં પડે. એટલે આજની ગુજરાતી લિપિ ગુજરીનાગરી ગણાય અને અંગ્રેજીમાં જેમ રામન અને ઇટાલિક એવી એ શૈલીએ ચાલે છે તેમ નાગરીમાં પણ રૂઢ નાગરી અને ગુજર નગરી એવી બે શૈલીએ ચાલશે, અને ધીરે ધીરે પેાતાના ગુણાને કારણે જ ગુજરી–નાગરી અખિલ ભારતીય લિપિ થ જશે. ગુજરાતી પ્રજા પાસે વહેવારની દૃષ્ટિ છે, એ લાભાનિ સમજે છે. આત્મહત્યા કરીશું. પણ રૂઢિને છેડીશું નહિ ' એ જાતની ઉત્તરભારતીય છદ ગુજરાત પાસે નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે લિપિ સુધારની બાબતમાં કરાંચી સ ંમેલન વખતે પ્રારંભ કર્યાં હતા. શ્રી મુનશીએ એને પોતાની માન્યતા પણ આપી હતી. પણ સ્વ. શ્રી કિશારલાલભાઈનું કે મારૂ દબાણુ છું. નીવડયું અને પ્રજાકીય હિત એન્ડ્રુ સમજનાર લેાકાનું શ્રી મુનશી ઉપર દબાણુ વધ્યું. પરિણામે, એ સુધારાની પ્રવૃત્તિ ત્યાં જ અટકી અને આખા ભારતને નવી દિશા બતાવવાની તક ગુજરાતે ખાઈ. જે પ્રજાના નેતાઓ પાસે ગાંધીજીના જેવી ભવિષ્યમાં જોવાની દૃષ્ટિ નથી તે સારામાં સારી સધિ ખેાવાના જ. શ્રી વિનાબા ભાવે, સ્વ. શ્રી કિશારલાલ મશરૂવાળા, શ્રી ખચુભાઈ રાવત અને હુ ગાંધીજીની મદદથી તે વેળાએ જે કરી શકત તે ન થઈ શકયુ. પછી આજે એકલા શ્રી મહેન્દ્ર મેઘાણી જોર કરે તે કયાં સુધી ચાલવાનું ? મહાત્મા ગાંધીએ શરૂ કરેલુ એ કામ હવે ન કરી શકે આજની કોંગ્રેસ કે ન કરી શકે આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ. હવે જો ગુજરાતી દૈનિકા ચલાવનાર પ્રેસવાળા અને પ્રકાશન સંસ્થા પોતાનું હિત સમજે અને હિંમત કરે તા જરૂર ધણુ થઇ શકે. અથવા જો દેશમાં નવી શકિત જાગે અને એને ગળે એ વાત ઊતરે તે જ આ જરૂરી ફેરફાર થઇ શકશે. તેમ થાય તેા ગુજરાતી પ્રકાશનોની સંખ્યા હજારેથી નહિ પણ લાખાથી ગણવાનો વારે આવશે. ગુજરાત પાસે આજે બધુ છે. પણ ક્રાન્તી નેતૃત્વ નથી. જો જવાહરલાલજીએ ભવિષ્ય તરફ નજર રાખી, નાણાંની બાબતમાં મેટ્રિક પદ્ધતિ દાખલ ન કરી હોત તે ભારતના ખીજા કાઇ પણ નેતાનું એ દિશામાં ચાલ્યું ન હાત. જવાહરલાલજી અને બીજા નેતાઓ જો અંગ્રેજીથી સ ંતુષ્ટ ન હાત તે તેમણે દેશી ભાષાઓને સક્રિય પ્રેઊત્સાહન આપતાં લિપિસુધારના સવાલ અને એનું મહત્ત્વ સમજી લીધું હોત. પણ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy