________________
યુદ્ધ વન
સઘના નામપરિવત નના
પ્રશ્ન
(ગયા ડીસેમ્બર માસની પહેલી તારીખના પ્રમુ; જીવત'માં ‘સ’ધના- નાસપરિવત નના પ્રશ્ન એ મથાળા નીચે મારા અગત વિચારા રજી. કરતી એક નોંધ પ્રગટ કરવામાં આવી હતી અને તેમાં મુંબઈ જૈન યુવક સંધની આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થાપના થઈ તે વખતની સઘની પ્રવૃત્તિ અને પરિસ્થિતિના અને આજની પ્રવૃત્તિ અને પરિસ્થિતિને મુકાબલો કરીને સધનુ' નામ બદલવાની જરૂર ઉભી થઈ છે એવા વિચાર રજી કરવામાં આવ્યા હતા અને વિકલ્પે પ્રબુદ્ધ માનવ સધ' એ પ્રકારનુ નામપરિવર્તન સૂચવવામાં આવ્યું હતું અને આ મહત્વના પ્રશ્ન ઉપર સંધના સભ્યો અને શુભેચ્છક મિત્રાને પેાતાના વિચારો જણાવવા આગ્ન્યાહન કરવામાં આધ્યું હતુ. તદનુસાર કેટલાંક લખાણા અથવા તે મને અંગત રીતે સોધીને લખાયલા પત્રો મળ્યા છે. તે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રોમાં એક પત્ર માંડલ નિવાસી શ્રી રતિલાલ મફાભાઈ શાહના છે. આ પત્રમાં રજુ કરવામાં આવેલા વિચારાની ક્રાઈ વિશેષ ચર્ચા કરવાની જરૂર છે જ નહિ, પણ આ પ્રશ્ન સંબંધમાં કાઈ ગેરસમજુતી થવા ન પામે માટે આટલી સ્પષ્ટતા કરવાની ખાસ જરૂર લાગે છે કે ‘મુંબઈ જૈન યુવક’ના સ્થાને પ્રબુદ્ધ માનવ’ શબ્દ મૂકવાની સૂચના કરવા પાછળ ‘જૈન' શબ્દ વિષે મારા કે અન્ય કાઈના મનમાં કાઈ સૂગ રહેલી છે એમ કાઇ ન માને કે વિચારે, સંધની આજની પ્રવૃત્તિઓનું સમગ્ર રૂપ વિચારતાં જૈન યુવક' શબ્દ સધની આજની મનેદશાના દ્યોતક નથી રહ્યો એટલુ જ દર્શાવવાના ઉપરના ફેરફાર સૂચવવા પાછળ ઉદ્દેશ રહેલા છે. આ હકીકત આ પ્રશ્નની ચર્ચા કરનાર સૌ કાછના ધ્યાનમાં રહેલી ધટે છે. અન્ય અભિપ્રાય પણ નીચે ક્રમશઃ પ્રગટ કરવામાં આવ્યા છે. પાનદ )
શ્રી. રતિલાલ મફાભાઈ શાહના પત્ર
જૈન યુવક સંધના નામપરિવતન અંગે તમે સ ́ધના સભ્યાના વિચાર માગ્યા. હું સધના સભ્ય નથી એટલે મને કહેવાના અધિકાર નથી તેમ છતાં સધ પ્રત્યેના પ્રેમ અંગે મારા વિચાર। મૂકું છું. આશા છે કે આપ આ અંગે કરી વિચાર કરવા પ્રવૃત્ત થશે.
એ તે નિર્વિવાદ વાત છે કે મહાત્મા ગાંધીજીના આગમન પછીજ સાંપ્રદાયિક વૃત્તિને સ્થાને આજે આપણામાં સ ધર્માંદર મુદ્ધિ કેળવાવા લાગી છે. આવા એ પુરૂષ સધમ સમભાવી અને જગહિતૈષી હતા. છતાં નહેતા એમણે હિંદુત્વની નિશાનીરૂપ માથે શિખા રાખવાને આત્રહ છેડયા, નહાતા એમના પુત્ર દેવદાસની નાપસંદગી છતાં કસ્તુરબાના અસ્થિઓને ઇંન્દ્રાયણી નદીમાં પધરાવવાનો આગ્રહ છેડયે કે નહેાતે નેઆખલીમાં ૯૦ ટકા મુસ્લીમાની વસ્તી વચ્ચે તેમના અણુગમા છતાં પ્રાથનામાં રામધૂનના આગ્રહ છેડયે, ઉપરાંત એ પેાતાને હિંદુ અને ચુસ્ત વૈધ્રુવ ગણાવા માટે ગવ લેતા.
... વિનેષ્ઠાજી જેવા વિશ્વસંત પણ જે હવે વ્યાપક રૂપે ‘જય જગત' શબ્દ અપનાવી વસુધૈવકુટુ'બક'ની ભાવનાને રિતાથ કરી રહ્યા છે, એમણે પણ એક વ્યાખ્યાનમાં જણાવેલુ' કે ‘વેદાના હું ભક્ત હિંદુઓનું અહિત ઇચ્છું ખરા ?” તેમજ એ પોતે ગીતાના તે આજે પણુ વ્યાપક પ્રચાર કરી રહ્યા છે. તો જો
એવા સમદર્શી પુરૂષોને પણ પોતાના હિંદુત્ત્વ માટે કે સાંપ્રદાયિક ધર્મગ્રંથ વેદ ગીતાના ભક્ત કહેવડાવવા માટે શરમ નથી ઉપજતી તા આપણુને શા માટે ‘જૈન' શબ્દ ખૂંચવા જોઇએ. એ મને નથી સમજાતું.
વેધમે વેયુગથી પોતાના તત્ત્વજ્ઞાન આચાર વિચારમાં સમયે સમય મૌલિક ક્રાંતિ સર્જાવી વેદધમૈં વિકસિત અને પ્રવાહી બનાવ્યે રાખ્યા છે; જ્યારે ઉદાત્ત અને ઉદાર તત્ત્વવારસા મળવા છતાં જૈત સમાજ આજે રૂઢિચુસ્ત અને સકી વિચારને બની રહી એ પાતાનુ વ્યક્તિત્ત્વ ગુમાવવા જેટલા નિસ્તેજ બની રહ્યો છે.
આવે સમયે તમારા જેવા ક્રાંતિકારે આગળ આવી જૈન યુવક સંધની રચના દ્વારા જે અનુપમ કાર્ય કર્યુ છે એથી હું માતુ' છું કે જૈન સ`ધને જાગૃત કરી આગળ ખેંચવાનુ એ કાય સંધની ઉત્તમ સેવા હતી અને આજ પણ છે, એથી જો જૈન યુવક સંધ એન્જિન અને ડબ્બાઓને સાંધનારી હૂકની માર્ક જૈન’ શબ્દ ફગાવી દેશે તે! એથી ભલે કદાચ તમને થાડા નવા સાથી મળશે પણુ જે સમાજના ભાઈઓની મોટી સહાય અને ટકા સદા તેમને મળતાં રહ્યાં છે, એ સાથ ગૂમાવવાના કદાચ
તા. ૧-૨૫૯
અવસર આવે તે એ એક ખેાટના જ ધધો ગણાશે. અને પછી તમારૂ એન્જિન દૂર જઇ ગમે તેટલી વરાળ કાઢશે કે સિસેાટી વગાડયે રાખશે. તે પણ પાછળ રહી ગયેલા એ ડબ્બાઓમાં નવી ગતિ નહી ઝેરી શકે; ને એથી જે સમાજની સેવા કરવાની તમાર મનાથ હતા એ સમાજને છેહ આપ્યા જેવું થશે.
બાકી જો વ્યાપક ક્ષેત્રમાં કામ કરવાની તમારી ભાવના છે તા એમ કરતાં કાઈ પણુ તમને રેકી શકે તેમ નથી, પણ તમારા જૈન સમાજ સાથેને સંબંધ રહેશે તે એ સમાજને પણ તમે આગળ લઈ જઈ શકશેા અને સાથે એની સેવા દ્વારા વિશાળ સમાજને પણ તમે નવા આદર્શ આપી શકશો.
વિશ્વકલ્યાણ દૃષ્ટિવાળા ગાંધીજી—વિનેાખાજી . જેવા સ ંતને પણ જો જગતને નવા પ્રકાશ આપવા કાઇ પરિમિત ક્ષેત્ર-સમાજ કે સ'પ્રદાયની સેવાને પોતાનુ કાર્ય ક્ષેત્ર, ખનાવવું પડયુ છે, તે આપણે સ્વીકારેલા ચોકકસ ક્ષેત્રથી આપણે કંઈ સકુચિત કરતા નથી. કારણ કે માપણી દ્રષ્ટિ કાઇ એવી નથી, પણ સમાજના એક ભાગને ઉન્નત બનાવવાની અને એ દ્વારા વિશાળ સમાજ સાથે સ'પર્ક સાધવાની છે.. આમ છતાં તમારા જેવી નીડર વ્યક્તિ અન્યની ટીકાઓથી કેમ ગુંચવાઇ ગઈ હશે એ મારા ધ્યાનમાં નથી આવતુ ં.
જેને દિલથી સેવા કરવી છે એ કાઇ સાંપ્રદાયિક અથવાળા શબ્દ સામે સૂગ નથી ધરાવતા. પણ જે પોતે એવી માનસક વ્યાધિથી પીડાતા હેાય છે એને જ એવા શબ્દની સૂગ ચડે છે, ઘણીવાર જાણીતી વ્યક્તિ કે પ્રધાના એવા સાંપ્રદાયિક શબ્દ સામે ટીકા કરે છે, છતાં છાશવારે એમના હાથે થતાં ઉદ્ઘાટન વિધિમાં તે! કેવળ ચાકસ ધર્મ સ ંપ્રદાયની પૂજાવિધિનેજ સ્થાન અપાય છે, આજ સુધી એવા કાઈ પણખીનસાંપ્રદાયિક ગણાતા નેતાએ વારાફરતી હરેક મુખ્ય મુખ્ય ધર્માંની પૂજાવિધિને અપનાવવાનું પગલું નથી ભર્યુ ? એથી જણાય છે કે જો એમને એમાં દોષ નથી દેખાતે તે જે સમાજ ધાર નિદ્રામાં સૂતેલા છે એની સેવા કાષ્ઠ ઓછી સેવા નથી. અને રાષ્ટ્રના જ એક એક ભાગ હાઈ એની સેવા એ રાષ્ટ્રસેવા જ છે–માનવસેવા જ છે. તે એ કારણે એ સમાજ સાથે સંબંધ જોડી રાખનારા ‘શબ્દ’ વપરાય તો એમાં કોઇ સંકુચિત ભાવ નથી પણ નિર્માંળ સેવા કરવાને ઉદાત્ત ભાવ છે, એથી મને કહેવાનું મન થાય છે કે કાઇની ટીકાને ખાતર એક વિશાળ વર્ગના સંબંધ કાપી નાખવા એ એક કેવળ ઘેલછા જ છે. એથી જે લેાકા સધના કાર્યતે– એની ઉદાત્ત દૃષ્ટિને નહિ જોતાં કેવળ શબ્દ સામેજ સૂગ ધરાવનારા છે એવા સંકુચિત માનસના લકો મેળવવાથી લાભ પશુ ?