________________
તા.૧-૧૨-૫૯
પ્રભુ જીવત
લાકશાહીમાં નીતિનિયમાં જોઇએ
રાજનીતિના ક્ષેત્રમાં આપણું આચરણું કાઇ પણ સ માન્ય નીતિને માનીને ચાલતુ નથી. ખાસ વિચારક વાલ્ટર લિપમેને પણ આ વિષે ભાર દીધે છે. એના અભાવમાં કેરળની કામ્યુનિસ્ટ સરકારનું પતન કરાવવા, સારૂં સર્વ પ્રકારના બિનલાકશાહી ઉપાયાના આશરા લેવા પડ્યા. લેાકશાહી ચલાવવી હોય તે પક્ષાએ જે જે બાબતેમાં નીતિ પાળવી જોઇએ તે પૈકી એક મહત્ત્વની બાબત પક્ષ સારૂ પૈસા એકઠા કરવાની રીત એ છે. પણ એ દિશામાં આપણે કરીએ છીએ શું? જે પક્ષ સત્તામાં છે તે ધની લેકા - સારૂ કેટલીક ટિકિટ અલગ રાખીને એમની પાસેથી પક્ષ સારૂ ક્રૂડ કરે છે. વળી બીજા પક્ષાવાળા શુ કરે છે ? જે ધની લેાકાને સત્તાધારી પક્ષ પાસે સગવડ ન મળી હોય, એમની પાસે વિરોધ દળવાળા પૈસા લે છે, બીજી કોઇ રીતે આમજનતા પાસેથી પાટી સારૂ ટકા અને સહાયતા મળે તેને વિચાર જ નથી થતા.
વળી ચૂટણીમાં આજકાલ એટલે ખર્ચ કરવા પડે છે કે ખાટા હિસાબ આપ્યા વિના છૂટકો નથી હોતા, અને કાઇ ગરીબ માણુસ ચૂંટણીમાં ઊભા રહે એ તા સંભવિત જ રહ્યું નથી. આના કાઈ પ્રતિકાર નથી થતા તેથી પ્રમાણિકતા રહેતી નથી અને લેાકશાહી એકાર બની જાય છે. હું જ્યારે કોંગ્રેસની કારાબારીના સભ્ય હતા ત્યારે તેમાં મેં એકવાર આ પ્રશ્ન ઉપાડયા હતા. મારી વાત સાંભળી લીધા પછી નેત્તાએ કહ્યું” “તમે તે ભાઈ સાવ બાળક જેવા ભેાળિયા છે, અને ભાષણ તે સરસ આપ્યુ.' આટલાથી એ ચર્ચા પૂરી થઇ.
કેરળમાં કમ્યુનિસ્ટોને દોષ દેવામાં આવ્યા, પણ એમની પાસેથી જે વાત શીખવા જેવી હતી તે કોઇ શીખ્યુ નહી . એમના એક ગુણ હતા કે ત્યાંની સરકાર જે નીતિ નક્કી કરતી તેને તે લોકો અમલમાં મૂકી શકતા. આપણે ત્યાં ગણાતવારાથી માંડીને બીજા જે કાયદાઓ બન્યા તેમાંને કાઇપણ અમલમાં આવી શકયા નથી, કારણ કાંગ્રેસપક્ષમાં શિસ્ત નથી. તેથી કોંગ્રેસ ગમે તે નીતિ નક્કી કરે તેા પણ કાંગ્રેસ સરકારા તેને અમલી બનાવતી નથી. કહેવાય છે કે અમુક વાત તે કોંગ્રેસે નક્કી કરી છે ને, સરકારે નથી ઠરાવી. કેમ કે, આની મતલબ શી ? કેંગ્રેસમાં પણ એના એ જ જવાહરલાલ, મેરારજી, પત છે કે બીજા કાઇ ? એક મંત્રીએ કહ્યુ -‘આ વાત હું તો બરાબર સમજી ગયેા છું, પણ સરકાર માને ત્યારે ને?' મ રે, સરકાર વળી મંત્રીથી કઇ જુદી છે કે શું? ના, ડી.પી.આઇ.એ માનશે તે ભત્રીનુ ચાલરો, નહી તે નહી ચાલે.' આમ કાંઇ લેકશાહી ચાલશે ? પણ ક્રામ્યુનિસ્ટ પક્ષમાં શિસ્ત છે તેથી તે કેરળમાં પોતાની ધારેલી નીતિને અમલમાં મૂકી શકયા.
ક
આ બધાથી આપણા દેશની લાકશાહી અટકી ગઇ છે, એમાં કેટલાંક કારણા ઐતિહાસિક પરિસ્થિતિનાં છે અને કેટલાંક કારણે આપણી કા ક્ષમતા અને કમજોરીમાં છે. આના ઉપાય ધણા વિચારે છે. શાસનનું વિકેન્દ્રીકરણ એને એક ઉપાય છે, એમ હવે બધાએ સ્વીકાયુ છે. આ દેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લાના * સર્વેસર્વા જેવા ડાય છે, એમ દુનિયાના ખીજા કાઇ દેશમાં નથી. ફ્રાન્સમાં પ્રિફેકટ પદ્ધતિ છે, પણ એમની સાથે પ્રતિનિધિ સભા પણ હાય છે. હાલમાં એક નવા નિયમ થયા હતા કે મત્રીને ઘેરે રાષ્ટ્રીય ઝંડા નહી કરકી શકે, માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને ઘેરે જ ફરકશે. લાકા પર આને માનસિક પ્રભાવ શેા પડશે? અમલદારોનુ વર્ચસ્વ
રાજનૈતિક પક્ષાને હવે લોકા પર કાઇ સ્વત ત્ર પ્રભાવ રહ્યો નથી. સરકાર દ્વારા જે કામ થાય છે તેનું જ ધ્યેય લેવાના પ્રયત્ન ચાલે છે. તેથી જ બીડી આ વગેરેને પોતાના હાથમાં રાખવા
એમ. એલ એ. લાકા પ્રયત્ન કરે છે. આ બધાં પાછળ ચાલવું એ જ એક માત્ર કામ બની ગયુ હતા ત્યારે એક જિલ્લામાં ગયા હતા. સ્થાનીય એમ. એલ. તથા ખીજા સગૃહસ્થાને મળવાની મારી ઇચ્છા હતી. મેં જોયું કે એને સારૂ ત્યાંના અમલદારાએ ફક્ત પાંચ મિનિટ જ રાખી હતી. મેં વિધ કર્યાં ત્યારે કહ્યું : ‘કાંઈ ચિતા નહી, એટલા --સમયમાં જ બધુ બરાબર પતી જશે, આપ જો.’ એમ.એલ.એ. વગેરે આવ્યા ત્યારે એ અમલદારે સમય નથી રહ્યો' વગેરે એવુ ધમકાવીને કહ્યુ... અને એમણે પણ એવુ ગરીબ ગાયની જેમ સાંભળી લીધું કે હું તો જોઇને દિંગ થઈ ગયા. એનુ કારણ એ છે કે એમ, એલ. એ લોકા અમલદારને પોતાને. અનુકૂળ કરવા એટલા વ્યાકૂળ હોય છે કે તેમની વાતનો વિરોધ કરવાની એમની હિમ્મત થતી નથી, કદાચ એ મતદાર મ`ડળમાં કયાંક કાંઈ ગડબડ કરી દે તો ! આમ આજે ક્રમચારીએ સર્વેસર્વા થઇ ખેડા છે. આપણે જાતે જ આ યંત્ર બનાવીને એના સપાટામાં આવી ગયા છીએ, જે લેકે સત્તા ઉપર છે, એમનામાં પોતે કાંઇ કરવાની શક્તિ નથી. વિશેષજ્ઞો જે સલાહ આપે છે એને અવગણવાની · શક્તિ નથી. તેથી કરાંચી, પેશાવર અને ઢાકાની વિધાન સભાને તાળાં લાગ્યાં છે, તેમ અહી પણ કાઇ લગાડી દે, તો કેટલા લોકો એની સામે માથું ઊંચકે એ સદેહને વિષય છે. ત્યાં હુકમ થયા બધા અમલદારોએ હાફપેન્ટ પહેરી દશ વાગે અમુક જગાએ ભેગા થવું'. ત્યાંથી મિલિટરીવાળા તેમને કવાયત કરાવી હાસ્ત્ર ધ એસેિ લઇ જશે. આ જાતની કેટલીક બહારથી દેખાતી કરડાકીથી તેઓ લેકને ભુલાવામાં નાખી શકયા છે. દૂધમાં પાણી મેળવવાનું 'ધ થઇ ગયું, કેટલાક વેપારીઓનેા બહુ સખત દંડ થયે, વગેરે. ઢાંકણે પરિવર્તન ન થયું.
•
ટાંકણે પરિવત ન કરાવી લેવાથી અનેક કામ થઈ જાય છે, આપણું સ્વરાજ આવ્યું ત્યારે જનતામાં, તે સરકારી મહેલમાં અધે એક આશા અને આશંકા હતી કે હવે જરૂર કાંઇક મૂળભૂત ફેરફારો થશે. આઇ. સી. એસ. અમલદારે વિચારતા હતા કે આ લેકે આપણા પગાર ઘટાડશે, આપણને ખૂબ રળાવશે, આપણે એ કરી શકીશું” ? નહીં કરી શકીએ તે કરી છેડી દઇશુ ખીજું શું ? એ વખતે ભારતના અમ`ત્રી થવા સારૂ એક ખિતÈોંગ્રેસી સજ્જનને ખેલાવવામાં આવ્યા હતા. તેઓ પાંત સંસ્મરણેામાં લખે છે કે તે વખતે એમનાં પત્નીને તથા તેમને ચિંતા પેઢી, કે કાંગ્રેસ સરકારમાં મંત્રી થવાથી તે ખૂબ સાદુ જીવન જીવવું પડશે. આપણાથી એમ રહેવાશે ? એમ હેરતાં કરતાં, ખૂબ ઓછી વસ્તુઓ લઇને, મનને મજબૂત કરીને તેઓ દિલ્હી આવ્યાં. પણ થાડા દિવસેામાં જ એમની · આશકા મટી ગધ એમણે વિવેક રાખીને એ વાત લખી નથી, પણ આપણે જાણીએ છીએ કે એ વખતે સાદુ જીવન જીવતા આવેલા લાકા પણ ઊલટા વિલાસમાં ડૂબ્યા હતા. દિલ્હીમાં આ બધા કારભાર સહન ન કરી શકવાથી આપણા પ્રધાન મંત્રીશ્રી કાઇ કાઇ વાર એને ‘અશિષ્ટ’, ‘વલ્ગર’ વગેરે કહે છે, છતાં એ બધું ચાલ્યા કરે છે. માં પણ લેાકશાહી પર વિપત્તિ આવવાના સ ંકેત છે, આપણે આપણી ચાલચલગત વિષે દુનિયાના ગરીબ દેશની તરકન જોતાં અમે રિકાના વૈભવનું અનુકરણ કરી બેઠા. હમણાં હમણાં જરૂર આપણે ચીન દેશ પાસે શીખવાના પ્રયત્ન કરીએ છીએ. એ દેશમાં લાખ લાખ સહકારી માળીએ બની જાય છે અને આપણે ત્યાં ક્રમ થઇ શકતી નથી, એ સમજવાના પ્રયત્ન થાય છે. મૂળ વાત આપણે ભૂલી જઇએ છીએ કે અહી અસહકાર આન્દોલનના વિરોધ તરીકે, એક પ્રતિઆક્રમણ તરીકે સહકારી આન્દોલન સંસ્કાર તરફે શરૂ થયું હતું તે વખતે જે