SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રબુદ્ધ બધાના બધા પ્રકારના પ્રયત્ન અને પ્રચાર છતાંયે દેશની આમજનતા આ ‘આપણુ’રાજ્ય છે’ એવા અનુભવ કરતી નથી. ખીજા પ્રકારની ક્રાંતિમાં લેકે યુદ્ધસમિતિ' ઘડે છે, સરકાર સાથે લડે છે, સેનાને પાસ્ત કરે છે અથવા પેાતાના તરક ફેરવી લે છે, આમ સાધારણ લોકેા અનુભવ કરે છે કે રાજ્ય બદલાયું. એમને સત્તાને અનુભવ થાય છે. આ દેશમાં એ બધું કાંઇ થયું 'નહીં. આની એક સારી બાજુ એ અવશ્ય છે કે દેશ ધાંધલમાંથી બચી ગયે, સરકારી તંત્ર અવિચ્છિન્ન રીતે હાથમાં આવ્યું. આની નભંળી બાજુ એ છે કે લાકે સમજ્યા નહીં કે એમના હાથમાં સત્તા આવી છે. આમ એશિયાનાં બધા દેશમાં બન્યું', લેાકશાહીના પતનનું આ પણ એક કારણ છે. બીજી વાત એ કે લેાકશાહીનાં મૂલ્યાનુ ભાન—એટલે કે અમે ગમે તેટલી અગવડ વેડીને પણ લોકશાહીને ટકાવી રાખવા લડીશું એવું ભાન—આપણા દેશના મધ્યમવર્ગ કે ગરીબ કાઇનામાં છે કે? પાકિસ્તાનમાં ફાજી રાજના કાઇ જાતના વિરોધ ા ન થયા ! થયે હોત તો કદાચ હંગેરીની જેમ તેને નિમમ રીતે દબાવી દેવામાં આવત, પણ પચીસ પચાસ હજાર લેાક વિધિ તા કરત, જેલમાં તે જાત, ભારતે ખાત ! પણ ત્યાં તો ફેાજી રાજ થતાં લેકાએ હાશને શ્વાસ લીધે એ જ સૌથી વધુ ભય કર વાત છે. ત્રીજી વાત એ છે કે આપણા દેશનું બંધારણ વકીલાએ બનાવ્યું. સ્વરાજ સારૂ લડનારા નેતાએએ તે બનાવ્યું હોત તે કાંઇક થયું હાત. પણ નહેરૂ, પટેલ વગેરેએ એમાં મગજ લડાવ્યુ - નહી.. ગાંધીજીએ જે બંધારણના ખરીતે આપ્યા તેને તેમણે એક મૂર્ખાની માની. આંખેડકર, આય ગાર વગેરે વકીલાને માથે એ હું ભાર આવ્યા. એમણે એવુ બંધારણ ઘડ્યું કે એને જોઇને એમના ગુરૂ, વિલાયતના ખાસ કાયદાશાસ્ત્રી, સર આઇવર જેનિસે કહ્યુ કે ‘આ તેા વકીલાને સારૂ એક સ્વર્ગ સમું બંધારણ છે.' આ બંધારણમાં ઇંગ્લેડ પાસેથી પક્ષીય લેકશાહી લઇ લીધી. રાંડયા પછી ડહાપણ આવવું સહેલું છે, છતાં આપણે વિચારી જોવુ જોઇએ કે યુરોપનાં નાના નાના રમકડાં જેવા દેશેાની લેાકશાહીને આ દેશના અસ`ખ્ય જાતિ, ધમ, ભાષા, વગેરે સાથે ચલાવવી અશક્ય છે. આપણા દેશનાં ગામડાનાં લોકોએ બબ્બે વાર વાટ આપ્યા. પશુ લોકશાહીની મૂળ વાત એ લેાકેા કેટલી સમજ્યા ? આપણા રાજનૈતિક પક્ષા લોકાને લોકશાહીને વિચાર સમજાવતા નથી. ચૂંટણી વખતે તેા અતિશય નીચલા થરના કારભાર ચાલે છે. જાતિભેદ વગેરેતા લાભ લેવાય છે. સ્વરાજ પહેલાં કરતાં હવે જાતિભેદ વગેરેનું બળ વધ્યું છે. વળી ઈંગ્લેડ, ફ્રાન્સ, જર્મીની આગળ યેાજના ધડવાના કાયડા નહોતા. ત્યાં તો અધાધૂંધ કારભાર ચાલ્યે! અને જાતજાતનાં દુ:ખ અને દુર્દશામાંથી પાર થયા પછી એમનું અર્થીકારણ ઘડાયું છે. સામ્રાજ્યના હાથમાં પડેલા દેશાનું ધન એમને મળી ગયું. શ્રીમત—ગરીબના ભેદને લીધે એક બાજુ ગરીબો મર્યા અને બીજી બાજુ મૂડી એકઠી કરી શકાઇ. અહીં એશિયાના દરિદ્ર દેશાને તે ગરીબી મટાડવા અને સમાનતા સ્થાપવા સારૂ યેાજના કરવી પડે છે. અહીં તેા યેાજના પ્રમાણે દશ પંદર વ આગળને વિચાર કરીને કામ કરવામાં આવે છે. આમ કરવુ હાય તે। આપણે તરતેાતરતના લાભની આશા છેડવી જોઇએ. પણ પક્ષીય રાજકારણમાં તે નગદ લાભને લાભ દેખાડીને પર્ સ્પરની વિરૂદ્ધ પ્રચાર કરવા પડે છે. આમાં યેજના ચાલે શી રીતે ? એરિસ્સામાં બધા જિલ્લામાં સરખું મહેસૂલ કરવાના પ્રયત્ન ઘણા દિવસોથી ચાલે છે. ફુગાવાને લીધે પૈસાની કિમ્મત ઘટી ગઈ તેથી અનેક જગાએ એકર દીઠ રૂપયો, કે આઠ આના મહેસુલનો અથ નામ-માત્રતો રહી ગયા. બબ્બે ચૂંટણી વીતી જીવન તા. ૧-૧૨ પ ગઇ તાય આટલુ થઇ શકયું નહીં. બહારથી આવનારા બધા તજ્ઞા જમીન સુધારણા અંગે ભાર મૂકે છે. કારણ અન્નનું ઉત્પાદન ન વધે તેા સેાજના સફળ થાય નહીં, અને જમીન સુધારણા થાય નહીં, તે અન્નનું ઉત્પાદન વધે નહીં, પણ જમીન સુધારણાને વિધ બધા જમીન માલિકે કરે છે. એટલે સુધી કે પચાસ એકરવાળાની દેખાદેખી પાંચ એકરવાળા પણ કરે છે. હિરજનને જમીન મળે તે સામે કાળી વિરોધ કરે છે. આમ સત્ર ચાલે છે. મૂળ રોગ કેળવણીમાં કલકત્તામાં ખાદ્ય-આંદોલન થયું. પણ ખાદ્ય કેમ કરી વધે એ વાતના ગંભીર વિચાર એછા થાય છે. પ્રફુલ્લ સેને રૂખ્સત મેળવી, આંદોલન કરી કલકત્તામાં આટલા મર્યાં, પણ કમ્યુનિસ્ટ સરકાર આવે તે પણ આજે જેવા કારભાર ચાલે છે તેનાથી કદી અન્તસમસ્યાનું સમાધાન થવાનુ છે ? આપણી આખી શિક્ષણ પદ્ધતિ જ ઊલટી દિશામાં જઇ રહી છે, જે ભણશે તે હાથમાં હળ પકડશે નહી, એ છે આજના સંસ્કાર. જે લેા કૃષિમહાવિદ્યાલયેામાં ભણી આવે છે. એ સુદ્ધાં હળ પકડતા નથી. આ યુગમાં એ તે સ ંભવ નથી કે ફકત બ્રાહ્મણવાણિયા ભણે અને બાકીના અભણ રહે. વિશ્વવિદ્યાલયના હાજરીપત્રક જોઇશુ તે બ્રહ્મણ-વાણિયા જ ભણતરમાં વધુ સ્થાન ભાગવે છે એમ જો કે જોવા મળશે, તેાય બધી શ્રેણીએ સાર્ શિક્ષણની ચેાજના તે ધીરે ધીરે વધતી ચાલી અને વધતી જશે. તે ઉપરાંત વળી ગામડાંના હેકરા ખારીક નિરીક્ષણ કરીને જોઇ ગયા છે કે ભણવામાં જ કાંઇ માલ નથી. માથામાં ભણતર નહીં - હાય, પણ ભણુતર સાથે જોડાયલા પાષાક જો બદન પર હશે તે જાતમહેનતમાંથી મુકિત મળી જશે. તેથી ગામડાંના છેોકરાઓ હવે કાટ પેટ ચડાવીને ખેતીના કામમાંથી મુકત થઇ જાય છે. આ જાતનું શિક્ષણ અહી ચાલે છે. ઇંગ્લેડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા વગેરે ખીજા કોઇ પણ દેશના શિક્ષણ સાથે સરખાવવાથી જણાશે કે એ દેશમાં છે।કરા હમેશાં શરીરકામ કરે છે, પશુ આ દેશમાં એ ચાલતુ નથી, તેથી પાયાની કેળવણી લેાકપ્રિય થઇ નથી. વિશેષજ્ઞા પાયાની કેળવણીને સારી કહે યે કાંગ્રેસ સરકાર સુદ્ધાં તેને અમલમાં લાવતાં ડરે છે. કામ કરવા વિષે આ દેશમાં આટલા આંધળા વિરેધ છે. આપણા મધ્યમવર્ગના ધરામાં છેકરાએ કપડા ધોતાં, વાસણ માંજતાં, કે જાતે પાણી ભરીને પીતાં પશુ શીખવાડવામાં આવતું નથી. ઓરિસ્સાના એક જજ સાહેબ એકવાર રેલગાડીમાં જતા હતા. એમના એક સાથી પ્રવાસીએ જોયુ કે તે ઘણા વખતથી છટપટ છટપટ થતા હતા. તેઆ માંદા છે એમ માનીને સહયાત્રીએ કારણ પૂછ્યું અને એમને મદદ કરવા તૈયાર થયા. જજ સાહેબે કહ્યું : મારા ચાકર નથી આવ્યા તેથી મુશ્કેલી પડે છે. મન તરસ લાગી છે. એ આવે તે પાણી આપે. '... કુંજો અને ગ્લાસ એમની પડખે જ પડયાં હતાં ! આપણી આ હાલત છે. શિક્ષણપતિ બદલાય નહીં તે બ્રહ્મા આવે તે પશુ અનાજનું ઉત્પાદન વધારી શકશે નહી. " ઈંગ્લેડ અમેરિકા પાસે આપણે સારી પેઠે શીખ્યાં છીએ પણ હાથે કામ કરવાનું શીખ્યા નથી. આપણે ત્યાં અધિકારી પેાતાના હાથમાં ફાઇલ પકડીને પણ જઇ શકતા નથી. મંત્રી આવે ત્યારે બારણું ખોલી આપવા સારૂ એ ત્રણ ચપરાસીને પોષવામાં આવે છે. વિદેશીએ આ બધું જોઇને આશ્રય પામે છે, હસે છે. આવી પરિસ્થિતિને લીધેય આ દેશમાં ખરેખર કામ કરી શકે તેવી સરકાર થઇ શકતી નથી.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy