SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ થવું ન ૧૪૮ ઢાંચા બન્યા હતા, તેને જ આપણે અખંડ રાખ્યા છે, બદલ્યું નથી. આપણા પ્રધાનમંત્રી પણ વચ્ચે વચ્ચે ખૂબ જોરથી કહે છે કે આ બધુ બદલાવું જોઇએ, સહકારી આન્દોલન લકાના હાથમાં જવું જોઇએ, અમલદારી તંત્રના અખત્યાર લાપ થવું જોઇએ, વગેરે, પણ માત્ર એમના કહેવાથી એ બધું થતું નથી. આને પ્રભાવ લેાકા પર એ પડે છે કે આમનાથી કાંઇ થશે એવા એમને ભરાસ રહ્યો નથી. નેતાએ ખરાબ છે તેથી આ બધુ થાય છે. એમ નથી. બધા શાસનતંત્રને દોષ છે, ભારત અને એશિયાના ખીજા ગરીબ દેશોની આ જ સમસ્યા છે. જો લેકે સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતા આવવાના નમૂના શ્વેત તે લાકામાં ઉત્સાહ આવત. પણ એ કરવા સારૂ આપણી પાસે કાંઇ યંત્ર કે તંત્ર નથી. દાખલા તરીકે આભડછેટ કાઢવા સારૂ આટલુ' ધન ખર્ચાય છે. પણ હવે હરિજન રહેવુ એ કેટલાક લેાકાનુ સ્થાપિત હિત તી ગયું છે. પછાત વર્ગને જે કેટલીક ખાસ સગવડ આપવામાં આવે છે તે એવી ઢબે અપાય છેઃ કેટલાક લેકે તે એમને એમ રહે અને એમને સગવડ આપવાને બહાને આપણે . એમના વેટને હાથમાં રાખીએ. એમ વિચારે છે. આ રીતે લોકશાહીના મૂલ્યને બાષા પહોંચે છે. લેાકશાહીના નમૂના પૂરા પાડા લોકોને જો લોકશાહીનાં મૂલ્યાના સ્વાદ નાના નાના ક્ષેત્રમાં ચાખવા મળત, તે તે લોકશાહીની કિમ્મત પિછાણુતપણું ગ્રામપંચાયત પણ આ દિશામાં કાંઇ વાટ બતાવતી નથી, કારણ ગામડામાં માલિક મજૂર, ખરીદીને ખાનારા, વેચીને ખાનારા, એવા એવા ભેદ છે કે ગ્રામપંચાયત ખરેખર લોકશાહી રીતે કામ કરી શકતી નથી.. દાદાભાઇ નવરોજજીએ કહ્યુ` હતુ` કે ભારતના ગામડાંનું શાષણ કરીને શહેર મોટાં થયાં છે. આ વાત અથશાસ્ત્રીએ આજ સુધી સ્વીકારતા નહાતા. માત્ર હાલમાં તેમણે એ સ્વીકાર કર્યુ, ઈંગ્લેંડ ને બીજા સામ્રાજ્યે જેમ ઉપનિવેશેામાંથી ધન લઇને મોટાં થયાં તેમ ગામડાં શહેરાનાં એવાં જ ઉપનિવેશા બનીને રહ્યાં છે. હમણાં આપણુ અકારણુ જે રીતે ચાલે છે તેમાં શહેર અને ગામડાં વચ્ચેના કારભારમાં સમતા પણ નથી અને ન્યાય પણ નથી. એના પ્રતિકારના ઉપાય એ છે કે ગામડામાં ગ્રામદાન કરી ગામલોકેાના સ્વાર્થર્વાંની સમાનતા સ્થાપવી. તે શહેર સાથે ખસબરીના વ્યવહાર કરવાની શકિત એમાં જન્મશે. આમ ગ્રામદાનતે મૂળ કરી ગામડાંથી એક લેાકશાહીનુ આન્દોલન શરૂ થશે તે કયાંક લેાકશાહી ટકી શકશે. આગણા દેશની સરેરાશ આવક વધી ગઇ એમ હિસાબ દેખાડવાથી ચાલશે નહી’. સમાજના દરેક ક્ષેત્રે, દરેક વિભાગમાં લેકની અવસ્થા સુધારવી જોઇએ. તાજ આર્થિક અને સામાજિક લેાકશાહી સ્થપાશે, લાકશાહીને સફળ કરવી હોય તે। શાસનક્ષેત્રમાં સતાનું વિકેન્દ્રીકરણ અને પક્ષીય રાજનીતિના લાપ કરવા જરૂરી છે. ખીજા દેશામાં પણ આવી સમસ્યા ઉભી થઈ છે. ફ્રાન્સમાં તેથી ડિંગેલ એને સુધારવા પ્રયત્ન કરે છે. પહેલાં આપણે ધારતા હતા કે તે સરમુખત્યારશાહી ચલાવશે. પણ એ પક્ષીય રાજનીતિના કાદવમાંથી ત્યાંની રાજનીતિને ઉપર ઉઠાવવાના પ્રયત્ન કરતા હોય એમ લાગે છે. આપણા દેશમાં ભયને પૂરતું કારણ છે એમ કહેવાથી કદાચ આપણી મેટાઇને વાંધે આવશે, પણ અપ્રિય સત્યને સ્વીકારવું જ પાશે. ધણાની એવી ધારણા છે કે એકવાર સરમુખત્યારશાહી શરૂ થઇ જાય. તો ઘણા ખરા જૂતા કચરા-Augean Stablesસાફ થઈ જાય. પણ અમે સર્વાંયવાળા એમ માનતા નથી. અમેં તે માનીએ છીએ કે દેશમાં એક શક્તિશાળી લોકત ત્રાત્મક આન્દોલન નીચેથી શરૂ થવુ જોઇએ, આજે જે ઔપચારિક કે હું • તા. ૩૧-૧૨-૧૯ આકારાત્મક લાંકશાહી ચાલે છે તેમાં જનસાધારણને સ્વાસ્થ્ય, એમને વિચાર કે મત પ્રગટ થતા નથી. જે લેાકા અને ચલાવે છે. તે લેકા યત્રાાનિ માયા–પત્રના પ`જામાં ફસાયા છે છતાં ર્રાડ, इति मन्यते. આ અવસ્થાને બદલવાની શકિત સત્તામાં જે ઉપર બેઠા છે તેમની નથી. એમની પાસે એને સારૂ વખત પણ નથી. આપણા પ્રધાનમંત્રીએ છ માસ સુધી સરકારમાંથી રજા ચાહી ત્યારે બધા નાં, ના કરતા દોડી આવ્યા. તેઓ કદાચ આ દિશામાં કાંઈક વિચારતા હશે, કાંઇક કરી શકયા હોત, પણ એમને રા મંળી · નહીં, એ એક દુઃખદ પરિણામ આવ્યું. હું કોઇ ગભરાટ ફેલાવા માંગતા નથી. જવાહરલાલ નહેરૂ જીવતા છે ત્યાં સુધી વિત્તિની આશ ંકા નથી. માત્ર આપણે સાવધાન થવાની જરૂર છે. સહૃદયી મા - આ સ્થિતિમાંથી બહાર નીકળવાના એક ઉપાય સર્વોદય બતાવે છે. સદય કહે છે નીચેથી નાના લોકોને લા: ગાંધીજીએ . સ્વરાજ સારૂ એમ જ કર્યું હતું. બધા દેશમાં મેટમેટાં દેલન કે ક્રાન્તિ આવા જ અજાણ્યા રામુ, શ્યામું, દામુ, વડે જ થતાં આવ્યાં છે. પાકિસ્તાનમાં પણ જો લોકશાહી પાછી આવશે તે એમ નીચેથી જ ધડાશે. રશિયામાં પણ આપણે જોયુ કે સ્ટેલિન પેાતાની બધી દમનનીતિ છતાંય સાધારણ જનતાની સ્ક્રૂતિ તે સારી નાખી શકયે. લેક વિષે મને વિશ્વાસ છે. લેકને જગાડ્યાનું કામ નીચેથી થશે. આપણે સારી રીતે સમજી લેવું જોઇએ કે આ કામ સરકારી આશીર્વાદથી ચાલી શકશે નહી. હું એમ નથી કહેતો કે સરકાર દુ`ળ બને. એનુ ખળ વધે અને એ ભૂલ પણ ભલે કરો. ભૂલ કરવાના અધિકાર એટલે જ સ્વરાજ એમ ગાંધીજીએ કહ્યું છે. પણ સરકારથી જે કામ ન થાય એમ હોય તેની આશા એમની પાસે રાખવી ન જોઇએ. નીચેથી શકિત ઘડાવી જરૂરી છે. પાંચ દશ જંગુ એકઠા થઇ સ્થાને સ્થાને મંડળ ઘડે અને આ દિશામાં વિચાર કરવાનું શરૂ કરે, અન્યાય - અનીતિના પ્રતિકાર કરે અને કાંઇ. ને કાંઇ સેવાકામ કરે. દશ-પ ંદર જણથી વધારે થાય તે કરી પાછા આશકા ઉભી થાય છે કે, 'એમાંના એક દળપતિ નીકળી આવે અને એની જ વાત ચાલવા લાગે. તેથી આ બધી મંડળી કે 'સેલ' 'નાની નાની હાવી જેએ, આમ લકત ત્રાત્મક આન્દોલન ચલાવવાનું વિચાર નીચેથી શરૂ થાય તે સકટ મટે, (મૂળ એડયા પરથી) નખકૃષ્ણ ચાલુરી “આપણી રાજકીય પરિસ્થિતિ” શ્રી મુખ જૈન યુવક સĆઘના ઉપક્રમે ડીસેમ્બર માસની તારીખ ૪ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે સઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ “ આપણી રાજકીય પરિસ્થિતિ ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રી, સુખઈ જૈન યુવક સંઘ પૃષ્ઠ વિષયસૂચિ ભારતીય લેાકશાહીની વેધક સમાલોચના ચીની આક્રમણ અને ભારતને સામ્યવાદી પક્ષ સજીવન થતી મેસ્લેમ લીગ . ચીની આક્રમણ અને આપણી વિદેશ નીતિ તે કાકાસાહેબ કાલેલકરનું વ્યાખ્યાન નબકૃષ્ણ ચૌધરી પરમાનદ સારાભાઇ એન. શાહ પરમાન દ. ૧૪૫ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy