SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Examp 20 ૧૪૪ સાથે અને સમાજદ્રોહી તોફાને સાથે એ તણાઇ ન જાય_એટલી તટસ્થતા અને અલિપ્તતા પણ. એનામાં હોવી જોઇએ. મયુદ્ધ જીવન ‘સત્યયુગ જેમ પ્રાચીન કાળમાંજ હતેા તેમજ સર્વોચ્ચ કવિએ પણુ જૂના કાળમાં જ થઇ શક્યા, આજના કવિઓની પ્રતિભા અલ્પપ્રાણ છે’-એવી ટીકા કેટલાક લાકા એટલા વિશ્વાસથી કરે છે કે જાણે એ બાબતમાં એ મતને અવકાશ જ નથી હું કબૂલ કરૂ છું કે જૂના કવિઓને ભાષા પરને કાબૂ અસાધારણ હતા. અને પોતાના કવનમાં પરદેશીપણુ તે નથી આવ્યું ?–એ જાતની બીક એમને સેવવી પડતી નહિ. જૂના શ્રેષ્ઠ કવિની જીવનનઢા ઉત્કટ હતી. એમની શ્રદ્ધા એકાગ્ર અને ઊડી હતી. અને છતાં જૂના કાંળના શ્રેષ્ઠ કવિઓ અને આજના જમાનાના શ્રેષ્ઠ કવિઓ વચ્ચે તુલના કરવા બેસીએ તે આજના કવિ લેશમાત્ર ઊતરતા નથી એવા જ મારા આંતરિક અભિપ્રાય છે. આપણા કરતાં આપણા વડવાઓ શ્રેષ્ઠ હતા એમ કહેવાની પ્રંચા તાડંવાની હિમાયત હું નથી કરતા. આપણે એ રિવાજ હજી એક બે પેઢી જરૂર ચલાવીએ, પણ એ ઔપચારિક પ્રથાને યથાય કથન તરીકે સ્વીકારવા હું તૈયાર નહિ થા જાની સામાન્ય કર્વિતાની યાંત્રિકતા, કૃત્રિમતા અને રૂઢિજડતામાંથી આપણે ઊગરી ગયા છીએ એ કાંઇ નાનાસના લાભ નથી. વ્યાસ, વામાીકિ આદિ કવિઓની યુદ્ઘનિષ્ઠા અને કેટલાક મધ્યકાલીન કવિઓની જીવનવિમુખ વૈરાગ્યનિષ્ઠા બન્નેની કદર કરતાં છતાં આપણે એ વાતાવરણ વટાવી ગયા છીએ, શત્રુની સ્ત્રીઓની દુર્દશાનું વર્ણન કરવાનું હવે આપણને ગમતું નથી, આપણા શૃંગારરસ' પણ વધારે ભાવનાપ્રધાન થયા છે, એ વસ્તુની સહ નોંધ આપણે લેવી જ જોઇએ. વાતવવાદને નામે કોક ક્રાફ વાર અભિરૂચિમાં વિકૃતિ આવી જવાની. પણ એ વિકૃતિ સ્થાયી અથવા વ્યાપક થશે એવી ખીક રાખવાનું હજી કારણુ નથી, કવિતા મારૂ' ક્ષેત્ર નથી એટલે એ વિષે હુ' કશુ કહું નહિ, ક્રૂત યુગપ્રવૃત્તિના સ્વરૂપની નોંધ .લઇને જ આ વિષય અહી છેડી ઉં છું. મને વિશ્વાસ છે કે સાહિત્ય પરિષદની ત્રણ દિવસની વિચારણામાં સાહિત્યના કવિતા વિભાગને પૂરા ન્યાય મળશે અને આપણે ભાવના-તરખેળ થઇને જ વિખેરાઇશુ. કવિતા સાથે જ નાટકાની ચર્ચા કરી લેવાના કેટલાક લોકોના રિવાજ હોય છે અથવા હતા. તેમ કરવાનું હવે કારણુ રહ્યું નથી. હું માનું છું કે ધીરાદાત્ત નાયકની આસપાસ નાટકો રચવાની પ્રથા નષ્ટ થવાની નથી. છતાં હવે પછી શૌય'ના જુદા જ આદર્શા નાટકામાં પ્રતિબિંબિત થશે અને પ્રેમના ઉત્ક પશુ, જમાનાને અનુસરીને, નવાં નવાં સ્વરૂપ ધારણ કરરશે. કેવળ વ્યકિત જ નહિ પણ જનસમુદાય પણુ નાટકમાં નાયકનું સ્થાન લેશે અને આંતરપ્રાન્તીય તથા આંતર-રાષ્ટ્રીય વાતાવરણનાં નાટકો લખાશે અને ભજવાશે. જીવનનુ' ઊંડાણુ અને જીવનના વિસ્તાર બન્ને તત્ત્વા • હવે પછીનાં નાટકામાં વ્યકત થવાં જ જોઇએ. એધપ્રધાન સાહિત્ય તા. ૧૬-૧૧-૧૯ કહેવાની શૈલીને આપણે સૌમ્યપણે-didactic કહીએ છીએ. એ આખા ભાવ દાદેોક્તિક' શબ્દમાં આબાદ રીતે આવી જાય છે. આજના જમાનાને ‘દાદાતિક' સાહિત્ય પ્રત્યે સૂગ છે. સૂગ છે એટલું જ નહિ પણ લોકો એવું સાહિત્ય સ્વીકારવા પણ તૈયાર નથી હાતા. એક વખતે મિત્રમ’ફળમાં didactic શબ્દની ચર્ચા ચાલી. એતે માટે ખાધગલ, મેધપરાયણ એવા અનેક શબ્દો સૂચવાયા. અમારા જુગતરામભાઇએ. તરત-પ્રેરણાથી એક શબ્દ ઉપજાવી કાઢયા–દાદેક્તિક.’ કાર્દ વ્યકિત દાદા અથવા મોટા ભા થઈને ઉપદેશ આપે, બીજા કાનુ... સાંભળવાને તૈયાર ન હાય, અને સ્મૃતિકારની ભૂમિકા ધારણ કરી પેાતાના જ નિયમ ચલાવવા માગે ત્યારે એનું એ વલણ કાઇને ગમતુ' નથી, એટલે એની ખેલવા– આપણા સંસ્કૃત સાહિત્યવિવેચકાએ પ્રભુસ ંમિત, મિત્રસ ંમિત અને કાન્તાસહંમત એવી ત્રણ શૈલીનું વણ ન કર્યુ છે. માણસથી આમ જ કરાય, આમ ન કરાય, એવા માલિક જેવા હુકમ તા શાસ્ત્રા જ કાઢી શકે છે. એ ઉપદેશ પ્રભુસમિત હૈાય છે, મિત્ર સદ્દભાવથી ખેલ છે, સલાલ આપે છે અને પછી સાંભળનારને છૂટા રાખે છે કે જેમ કરવુ હોય તેમ કરે. રામની પેઠે વવુ સારૂ, રાવણુની પેઠે નહિ, જી રાવણુના નાશ થયા અને રામના કીર્તિ આજે પણ ગવાય છે,'–વગેરે હિતાપદેશ કરનાર સાહિત્ય મિત્રસમિત હોય છે, જ્યારે કાબૂ અથવા લલિત સાહિત્ય કોઇ પ્રેયસીની પેઠે સાંભળનારનુ મન આકષી લે છે, એના પર કબજો મેળવે છે. અને પ્રસન્નપણે એવી તે છાપ પાડે છે કે માણસ વગરકહ્યું અનુકૂળ થઇ જ જાય છે અને પછી કહ્યું માને છે. હું માનુ છુ` કે સત્–સાહિત્યમાં ત્રણેને અવકાશ હાવા જોઇએ, જે પ્રભુ નથી, ગુરૂ થવાને લાયક નથી અને તારતમ્ય ઓળખવાની અકકલ પશુ જેનામાં નથી, એની મેધપરાયણતા કાઇને પણ ખૂંચે. ગાંધીજીએ એક વિશાળ રાષ્ટ્રને બધી રીતે ચડાવવાના સફળ પ્રયત્ન એક જમાના સુધી કર્યાં. એમનાં લખાણામાં મેધવચના ભરપૂર છે, પણ એને કાઇ didactic ă દાદોક્તિક ન કહે. એમનામાં રહેલા ઔચિત્યનો ખ્યાલ, એમની નમ્રતા અને એમને આદર્શ વિવેક-ત્રણેને કારણે એમનુ' સાહિત્ય એટલુ તા રાયક અને પ્રેરણાદાયક થયુ છે કે એ વાંચતાં માણુસની ચિત્તવૃત્તિને ‘પવિત્ર જળમાં સ્નાન કર્યાં જેટલા આન ંદ મળે છે અને એનુ ચિંતન કરતાં માણસને અનુભવ થાય છે કે પોતાને રોચક અને પૌષ્ટિક ખોરાક મળ્યા છે. આજના કવિ મેધપરાયણ કવિતા ભલે ન લખે. એમના એ અધિકાર નયે હોય; પણ વ્યાસ, વાલ્ભીકે જેવા કાવ યાગ્ય પ્રસગે મેધપરાયણુ સાહિત્ય લખવાના અને આપણે એને ઉત્તમ સાહિત્ય તરીકે સ્વીકારવાના. એક વખતે એક બાળપોથી તૈયાર કરતી વખતે કેટલાક સાથીઓએ આગ્રહ રાખ્યા કે એમાં એધ આપનાર એક પાઠ ન હાય, મે કહ્યું કે ભાળપોથીમાં તે ત્રણે પ્રકારની શૈલીને સ્થાન હાવુ જ જોઇએ. બાળકા અને બ્રહ્મચારીઓ એવી ‘મરના હાય છે કે જ્યારે એમને સ’સ્કૃતિના પાયાની વાતો સીધી એધરૂપે જ આપવી જોઇએ, એ રીતે તેઓ લે છે પણ ખરા અને હજમ પણ કરે છે. આથી વિદ્ધ, એક સાહિત્યપરાયણ રામન મહિલાએ કહ્યુ છે કે ઉત્તમ સાહિત્ય ખાધગલ જ હોવુ જોઇએ, લેખકે સાહિત્યની સૂચક રાક્તિ પર અવિશ્વાસ કરી સુયાણીનું કામ ન કરવું જોઇએ. ખાધ ગર્ભમાં રહે એ જ સારૂ. ' હું માનું છું કે એ મહિલાના એ નિણ્ય સ્વીકારવા જેવા છે. જોકે સાહિત્યમાત્રમાં મેધ હાવે જ જોઈએ એમ તો કાઇ ન કહે, રસપ્રદ યથાર્થ ચિત્રણ હોય તે બસ. સાથે સાથે ર ંજન હોય તે તે ઇષ્ટ જ છે. સાહિત્ય માટે અસહ્ય છે એક નીરસતા અને નિર્જીવપણ'. અપૂર્ણ કાકા કાલેલકર મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭, મુદ્રણુસ્થાન ‘ ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨, ટે. નં. ૨૯૩૦૩
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy