SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૧૧–૫૬ પ્રભુ જીવ ન ( પૃષ્ટ ૧૩૬ થી ચાલુ ) પેાત નું જીવન પોતાની ઢબે જીવવા માગનાર વ્યકિત ડેકટરને, ધર્માચાય તે, પક્ષનાયકને અને હિતચિંતકોને કહી દેશે—“તમારી દૃષ્ટિએ, અને કાક કાક વાર મારી પોતાની દૃષ્ટિએ પણ, હુ ભૂલ - કરતા હાઉ' તે મારે એને વાંધા નથી. મારે મારી તમે, મારા સ'તેાષ ખાતર જીવવું છે. અને મુખ્ય વસ્તુ એ કે મારા જીવનની લગામ મારે મારા પોતાના હાથમાં જ રાખવી છે. મારૂ' કારખાનુ કોઇ વિશ્વાસપાત્ર તવદને હું સાંપી શકુ, મારાં નાણાંની વ્યવસ્થા પણ એવા જ કાઇને સોંપી શકું,—અરે, મારૂ રાજ્ય પણ કોઇ સારા 'દીવાનને સોંપી શંકુ પણ મારૂ જીવન તો મારા પોતાના હાથમાં જ રહેશે.” પેાતાનું સ`સ્વ ભગવાનને ચરણે અણુ કરનાર ભકતે પણ ભગવાનને કહ્યું કે-“હું મારા હૃદયસ્વામી ! મારૂં” સર્વસ્વ તારે ચરણે અપ`ણ કરી શકુ એટલી સ્વતંત્રતા, એટલુ’ વ્યક્તિત્વ અને એટલે અધિકાર હું મારી પાસે રાખવાના જ. ' આ જે અતિમ આત્માના છે. આત્મનિભ રત છે એ જ ઔાય છે શુદ્ધ સાહિત્યનુ પ્રધાન લક્ષણ. તેથી એમાં અમુક જાતનું અડખેારપણું, અમુક જાતની પ્રયાગપરાયણતા, . એટલું જ નહિ પણ અમુક જાતની ખેપરવાઈ અને એજવાબદારી પણ હાઈ શકે છે. શુદ્ધ સાહિત્યમાં વનપરાયણતા જ મુખ્ય હોય છે અને તેથી જ એક જાતનું બંડખારપણું. અને પ્રયાગપરાયણતા વગર • અથવા કાંધ્ર નહિ તે। અનૌપચારિક સ્વાભાવિકતા વગર સાહિત્યના સર્વોચ્ચ આન ંદ આપણુને મળવાના નથી, હું આટલું કા પછી ઉમેવું જ પડે છે કે જીવનનું ગાંભી, જીવનની માંગલિકતા, વિશ્વકલ્યાણુની મહેચ્છા અને સેવાને અર્થે આત્માણ કરવાની તૈયારી, આ જાતનાં તત્ત્વ જીવનનિષ્ઠા સાથે વણેલાં ન હેાય તે પેલી જીવનપરાયણુતા, જીવનપરાયણતા મેટી જીવનદ્રોહ ખત છે? કોઈ માણસ · કહે કે હુ` માસ જીવનને માલિક છું. માટે એને હું એક ઘેલછામાં વેડફી નાખવા માગું છું, તેા એ એના જેવું જ થશે કે કાઇ માસૢ ધરના માલિક છે એ વાતને અનુભવ કરવા ખાતર પોતાનું ઘર બાળવા તૈયાર થઇ જાય ! પ્રયોગશાળામાં જાતજાતના પ્રયેગા કરવા માટે દરેક જાતન પૂરી સ્વતંત્રતા વિજ્ઞાનવેત્તાઓને અપાય છે. પણ તેટલા માટે સુરંગથી પ્રયાગશાળા જ ઉડાવી દેવાની સ્વતંત્રતા એમને ન હોય. એટલે જીવનનિષ્ઠામાં જે જે મોંગલ તત્ત્વ આવી જાય છે તે બધાંના સ્વીકાર કરીને જ નવુ' નવુ અજમાવવાની પ્રયોગપરાયણતા અને ભૂતકાળનાં બંધનો વિશેના અમષ, શુદ્ધ સાહિત્યમાં જડવાં જોટ્ટએ. શુદ્ધ સાહિત્ય આ રીતે જીવનનિષ્ઠા અને ઉચ્ચ અભિરૂચિની મર્યાદા ` સ્વીકારશે પણ ધિયાર હવામાં જીવવાની ના જ પાડશે. આવે આ આદશ તત્ત્વતઃ સમાન્ય હશે, પણ વિગતામાં અનેક પ્રકારના મતભેદને અવકાશ હરી જ. અમુક જાતનુ સાહિત્ય એક જણ અથવા એક જમાને પસંદ કરશે અને બીજો એને વખાડશે. શુ` યેાગ્ય ગણાય અન શું અયેાગ્ય, એની ચર્ચા માણસ અખંડ ચલાવવાના જ. અને તેથી જ સરકારના કે કાનૂનને - અંકુશ સાહિત્ય પર રાખવાને બદલે માનવહિતચિંતક લેાકસેવકાના અને નેતાઓનાં અભિપ્રાયાના કુરાજ પસંદ કરવા જોઇએ. કાનૂન આવ્યા એટલે સમાજના નેતાઓ પોતાની જવાબદારી છાડી દે છે. જ્યારે સમાજના નેતાઓ – જીવનનિષ્ઠ નેતાં નિર્ભયપણે પોતાના અભિપ્રાય વ્યકત કરે છે ત્યારે કાનૂનને - આશા ોધવાનું મન કાઇને થતું નથી. સમાજનુ સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી જેમ ધર્માંચાયેની, સમાજનેતાઓની અને અધ્યાપકની છે, તેમ જ, પણ બીજી રીતે, ‘શુદ્ધ સાહિત્ય'કારાની પણ છે, એ જેટલી સૂક્ષ્મ છે " ૧૪૩ તેટલી જ વ્યાપક છે. અને જ્યાં બીજા લેકે હારી જાય છે ત્યાં સાહિત્યકાર સમાજને બચાવી શકે છે, ચડાવી શકે છે, દેરી શકે છે. અને એથીયે મહત્ત્વનુ–આશ્વાસન આપી શકે છે. જ્યારે આવા સાહિત્યકારા જ ભાન ભૂલી જાય છે, પોતે છીછરા અને ઉચ્છ ખલ બને છે, ત્યારે સાહિત્ય સડવા માંડે છે અને પાતાની સેવાશક્તિ . ખાઇ. ખેસે છે.. પરિણામે લેાકેાની અભિરૂચિ કૃત્રિમ, વિકૃત અને રેગગ્રસ્ત થાય છે. નીનાગી સાહિત્ય, પ્રસન્ન સાહિત્ય, નિભ ય અને આનિષ્ટ સાહિત્ય સમાજ માટે આશીર્વાંદ૭૫ છે. એતે વિષે જ ભવભૂતિએ કહ્યુ હતુ', कामान् दुग्धे विप्रकर्षत्यलक्ष्मीम् कीर्ति सूते दुष्कृतं या हिनस्ति । કાવ્ય અને નાટક ગમે તે જમાનાના વિચાર કર અથવા ગમે તે દેશના, સાહિત્યના પ્રાણ મુખ્યત્વે એની કવિતામાં જ વસે છે. છાપાં, નવલકથા અને જાહેરચર્ચાને જમાના ગદ્યના જ જમાને છે એની ના નથી. અને આદશ નિબધામાં ગદ્ય અને કાવ્યના સમન્વય પણ કરી શકાય. લલિત ગદ્ય ગમે ત્યારે પદ્યનું સ્થાન લઇ શકે છે, છતાં સાહિત્યની સુવાસ તે છંદ, લય અને ગેયતામાં જ વધુમાં વધુ પ્રગટ થાય છે તાલબદ્ધતામાં જે તૃપ્તિ છે અને બૌદ્ધિક થાક ઉતારવાની શકિત છે તેના વિચાર કરતાં, એ. ગુણાવાળું સાહિત્ય જ અજરામર રહેવાનુ છે. આ વિષે શંકા રહેતી નથી. ભાટચારણાની તેમ જ ભકત ઉપાસકેાની સગવડ ખાતર. એક જમાનામાં છંદોબદ્ધ સાહિત્યની રચના થતી હતી, એ બાહ્ય પ્રયોજન હવે પહેલાંનાં જેટલું મહત્ત્વનું રહ્યું નથી. સમાજસેવકા જ્યારે જોશે કે નિશાળા અને છાપાંઓ મારફતે પ્રજાજવનની પૂરેપૂરી સંસ્કારિતા સધાતી નથી, ત્યારે છંદોબદ્ધ સાહિત્ય અને તે સ ભળાવવાની જાત પ્રવૃત્તિ કરી સજીવન થશે. અને એ પ્રવૃત્તિ કેવળ ધાર્મિČક સાહિત્ય કે- લેક્સ હત્ય સુધી મર્યાદિત ન રહેતાં, ઇતિહાસ, દેશન, પ્રવાસવન કથા અને સમાજશાસ્ત્રીય ચર્ચાઓ સુધી પોતાનું ક્ષેત્ર ફેલાવશે. જૂના જમાનામાં તમામ સાહિત્યને છ લેખદ્ કરતા. આંક, પાડા અને પલાખાંથી માંડીને શબ્દકોશ સુધીનું બધુ જ સાહિત્ય છ દેખદ્ધ થતું. વૈદક અને જ્યેાતિષ, સ્થાપત્ય અને સંગીત–બધાના શાસ્ત્રગ્રન્થા દોબદ્ધ કરવામાં આવતા. હવે એ આવશ્યકતા રહી નથી, છાપવાની કળા, પુસ્તકાલયાની પ્રવૃત્તિ અને નિયતકાલિક સાહિત્ય—આ ત્રણ સાધનાની મદમાં ગ્રામોફોન અને રેડિયે પણ આવ્યાં છે એટલે કાવ્યમય પ્રબંધની આવશ્યકતા પહેલાં જેવી રહી નથી. છતાં ભાવનાના ઉત્કષ તે કવિતા દ્વારા જ ચરમ કોટિએ પહોંચી શકે છે, અને ભાવના અને ચિંતનના એક તા કવિતામાં જ સધરી શકાય છે. જેમ જેમ જમાના સુધરતા જશે તેમ તેમ કાવ્યનું ક્ષેત્ર અને કાવ્યની પ્રવૃત્તિ ઓછાં થશે એમ એક વખતે મનાતું. હવે એ ખીક સેવાતી નથી. જીવનનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય છે, તેમ તેમ કાવ્યને નવા નવા વિષયે જડવા લાગ્યા છે. અને ભાવના સાગરનું જેમ જેમ નવેસર મંથન થાય છે, તેમ તેમ નવાં નવાં કાવ્યતત્ત્વને આવિષ્કાર થતા જાય છે, હું કેવળ છ દા-વ્યાયામ કરતાં આવડયા અને રૂઢ કવિકલ્પના આમાંથી નવી નવી ચમત્કૃતિ સર્જતાં આવડી એટલે કવિકમ કૃતાથ થયુ' એમ માનવાના દિવસેા હવે રહ્યા નથી. આજના કવિ અધ્યયન અને ચિત’નમાં સંસ્કૃતિની ટોચે પહેાંચેલા હોવા જોઇએ, એક તરફ પ્રજાજીવનના બધા સ્તરેા અને પ્રકારે સાથે એ એકહૃદય થાય એ જરૂરનું છે અને સાથે સાથે અસસ્કારી રાગદ્વેષનાં મોજા એક્
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy