SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર ધારણ કરે તે તેમને જૈન સમાજની ટીકા સાંભળવી પડે તેમ છે, અને જો આંખમીચામણાં કરવાની નીતિ અખત્યાર કરે છે તે લેાકાનું સાંભળવુ પડે છે. આથી તેઓ અકળાય છે. આ સંભસ્યાના ઉકેલ કેવી રીતે આબ્યા અને મેલું વિંગેરે ઠેકાણે પાડવાના ઉપાય શું યાજવામાં આવ્યો તેની માહિતી મને નથી. આ દાખલા તે। કુકત વાસ્તવિક હાલતના ખ્યાલ આપવા માટે આપ્યા છે. તાજેતરમાં મિત્રા સાથે ખંભાત જવાનેા પ્રસંગ આવેલા. રાત્રે બહુ મોડા પહોંચવાથી જે મહારાજશ્રીના દર્શન અર્થે ગએલા *એ. ઉપાશ્રયમાં જ સૂતેલા. સવારે દિશાએ જવા માટે અમે દરિયાની ખાડી તરફ ગયેલા. દિવસે વરસાદના હતા. આગલે દિવસે સારે વરસાદ થયેલા. અમે જ્યારે ખાડી નજીક પહોંચ્યા ત્યારે ત્યાં સાધુઓને જે રીતે ઝાડે બેસતા જોયા એથી ભારે ર્જ થયા. વરસાદને કારણે ખાડીમાં પાણી અને કાદવ જામેલા હોવાથી સાધુઓને ના-પ્રલાજે જાહેર સડક પર અને સડકની બાજુએ લે એસવું પડતુ હતું. પ્રબુદ્ધ જીવન પૂ. શ્રી. રવિશંકર મહારાજે પણ એમના અનુભવના એક દાખલો અગાઉ આપેલા જે એક સામયિકમાં વાંચેલા. એ આખા પ્રસંગ તા અત્યારે યાદ નથી. પરતુ મતલબ એ પ્રકારની હતી મુંબઇમાં મરીનડાઈવ પર તેઓ કાષ્ઠને ત્યાં ઉતરેલા તે સ્થળે જૈન સાધુએ પણ બિરાજમાન હતા. શ્રી. રવિશંકર મહારાજ જે સાસમાં ગયેલા તે પહેલાં પેલા સાધુએ તેમાં ગયેલા. પણ એમણે સંડાસના ચાલુ રીત મુજબ ઉપયોગ કરવાને બદલે સંડાસની અંદરની લાદીને ઉપયોગ કરેલા. આખું સંડાસ મળથી બગડેલુ હતું. શ્રી. રવિશ ંકર મહારાજે જાતે એ સાફ કરીને પછી તેને ઉપયાગ કરેલા. આ પ્રસંગે રજી કરવાનો આશય એટલાજ છે કે સામાન્ય આચારવિચારમાં જ્યારે સ્થળ, સજોગો અને દેશકાળનેા ખ્યાલ ભૂલી જવાય છે ત્યારે તેમાંથી કેવી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ નિર્માણ થવા પામે છે, તેને પૂરો ખ્યાલ આવી શકે. પાંડિત ખેચરદાસે એમના લેખમાં ઉત્તરાધ્યન સૂત્રની કેટલીક ગાથાઓને ઉલ્લેખ કરીને વત માન મુશ્કેલીઓના નિવારણ અથે" "કેટલાંક સૂચના કર્યાં છે. પરંતુ એ સૂચને આજની પરિસ્થિતિમાં વહેવાર, અંધ બેસતા, બુદ્ધિગમ્ય અને હૃદયગમ્ય નથી લાગતા. ખરી રીતે તા. સાધુ, સાધ્વીઓ માટે હવે જ્યારે શહેરામાં રહેવાનું અનિવાય બની ચૂકયું છે ત્યારે જ્યાં મલમૂત્રનો નીકાલ કરવાની પૂરતી સગવડ ઉપલબ્ધ ન હાય ત્યાં એમણે આપદ્ધમ અને સમયધમ સમજી ગટરના અને સંડાસના ઉપયેગ ઉદાસીન વૃત્તિથી કરવે જોઇએ, સ્વચ્છતાનુ અને સુધરાઇના નિયમેનુ પાલન કરવું જોઇએ; યુગબાહ્ય બની ચૂકેલી અને મેટ્ટા શહેરમાં ચાલી ન શકે તેવી રીતભાતના આગ્રહ જતા કરવા જોઇએ, + એ હકીકત છે કે જે બાબતેામાં આપણા સાધુ, સાધ્વી યુગબળની અસરથી મુકત રહી શકે તેમ છે– તેવી અનેક બાબતમાં યુગપરિવર્તનની અસર નીચે તે આવી ગયા છે. જ્યારે આ તેમાં શહેરી જીવનની એક સામાન્યમાં સામાન્ય બાબત છે. જૈન સાધુ, સાધ્વીએ જૈનેતર લકામાં ટીકાપાત્ર થતા અટકે એ ખાતર પણ સમયાનુકુલ પરિવર્તન કરવુ વધુ ઇષ્ટ છે, અને દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ જોતાં આજે નહિ તો અમુક વખત પછી પશુ એક યા બીજા પરિબળાને કારણે મેટા શહેરમાં વિચરતા અને ચાતુર્માસ કરતા સાધુ, સાધ્વીઓને એમ કર્યાં સિવાય ચાલવાનું નથી. પૂજ્ય મુનિરાજો અને સાધ્વીજીઓ પ્રત્યે પૂરા આદર અને ભકિતભાવ સાથે મારા વિચારે મેં અહિં આ રજુ કર્યાં છે અને આશા રાખું છુ કે એ ઉપર એ જ દૃષ્ટિથી વિચાર કરવામાં આવશે. સારાભાઈ એન. શાહ તા. ૧૬-૧૧-૧૯ નૂતન વર્ષના પ્રવેશ ટાણે વિદાય થયેલી વર્ષાએ દેશના અનેક વિભાગે ઉપર સરજેલી પારાવાર તારાજીનાં વિષમ સ્મરણા સાથે વિ. સ. ૨૦૧૫ પૂરૂ’ કરીને આપણે વિ.સ. ૨૦૧૬ ના વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આગળનાં વર્ષોં કરતાં પ્રસ્તુત વ દરમિયાન આપણી પરિસ્થિતિના કોઇ પણ અંશમાં સુધાર થયા નથી; બલ્કે વધારા જ થયા છે, મેઘવારી વધી છે; મેટાં શહેરોમાં લોકાને રહેવાની હાડમારી વધી છે. સરકારી તંત્રમાં લાંચરૂશ્વતનું પ્રમાણ વધ્યું છે અને વ્યાપક બન્યુ છે; મેકારી વધી છે; કાયદા કાનૂનનું ઉલ્લંધન કરીને નફે કરવાનું અને છુપાવવાનું પ્રમાણ વધ્યું છે. આ બધી દુઃસહ પરિસ્થિતિમાં જળસ’કટે દેશના ઘણા ભાગેને પાયમાલ કર્યાં છે અને અનાજના ઉત્પાદનને ગ ંભીરપણે નુકસાન કર્યું છે. વર્ષાના અભાવમાં જે સ્થિતિ સરજાય તે જ સ્થિતિ વર્ષાની બહુલતાએ સરજી છે. આવી પૃષ્ટ ભૂમિકા સાથે આપણે નવા વર્ષમાં પદપ્રવેશ કરીએ છીએ. આ બધામાંથી આપણે ક્રમ ઊંચે આવીશુ. એ ચિન્તા તો હતી જ. એવામાં ચીને ભારત વિરૂદ્ધ ધારણ કરેલી આક્રમણ નીતિએ દેશના માચે ન કલ્પી શકાય એવુ જોખમ ઉભું કર્યુ છે. આપણા પાડેશીઓ સાથે સુલેહ શાન્તિ અને સમજાવટથી રહેવાની આપણી વૃત્તિ હાવા છતાં ચીન આપણને પડકારી રહ્યુ છે અને આપણી સરહદમાં આવેલા પ્રદેશાના માસ કરવા તત્પર બની રહ્યુ છે. આવી આન્તર—બાહ્ય વિષમ પરિસ્થિતિ વચ્ચે આપણે કાઇ હસતા માઢે કે હળત્રા દિલે નૂતન વર્ષને આવકારી શકતા નથી. આમ છતાં પણ હતાશ બનીને આપણાથી બેસી રહેવાય તેમ છે જ નહિં, આજની બધી સમસ્યા આપણા પુરૂષાર્થને-સમગ્ર રાષ્ટ્રના સંğિત પુરૂષાથ તે પડકારી રહેલ છે. આપણે તેનો સામનો કયે જ છૂટકા છે; તેને ઉકેલ લાગ્યે જ છૂટકા છે. આજથી બાર વર્ષ પહેલાં દેશને મળેલી આઝાદીએ પ્રજાજેના માટે બંધ રહેલાં આત્મવિકાસનાં અનેક પ્રવેશદ્વારા ખુલ્લાં કર્યાં છે; એક પછી એક ચેાાતી પચવર્ષીય યોજના દ્વારા આર્થિક અને ઔદ્યોગીક ક્ષેત્રે પ્રજા નવાં કદમ ઉડાવી રહી છે. અને અવનવાં સીમાચિહ્ના સર કરી રહી છે, અનેક આકતા અને હાડમારીનાં આવરણ ભેદીને પ્રજાના આત્મા અનેક ક્ષેત્રમાં નવચેતનની સ્ફૂર્તિદાયક અભિવ્યકિત કરી રહ્યો છે, કળા અને સાહિત્યના પ્રદેશમાં નવસર્જનની-નવા આજની--- પ્રતિભા પ્રગટ થઇ રહેલ છે. ભારતિય સંસ્કૃતિનું સવિશેષ પ્રાણ સભર–પ્રભાવશાળી—સ્વરૂપ નિર્માણ થઇ રહ્યુ છે, પ્રજાજીવનના સ` અશામાં નવેા સળવળાટ–નવા પ્રક્ષાલ-નવી ચેતના—નજરે પડે છે, આમ સ તમુખી સમુથ્થાન અનુભવતી પ્રજા ગમે તેવાં સ કટ અને કટાથી હતેાત્સાહ નહિ બનતાં આગળ ને આગળ વધશે, અને દુનિયાના રાષ્ટ્રમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરશે અને યુદ્ધ અને સંધના સ્થાને શાન્તિ અને આબાદીનું સામ્રાજ્ય સ્થાપવામાં અગ્રેસર બનશે એવી આશા અને શ્રધ્ધા અનુભવાય છે. આ ઉજજવળ ભાવીને મૂર્તિ મન્ત કરવાની દિશાએ દરેક વ્યકિત પોતપોતાને ભાગે આવા પુરૂષાથ દાખવે અને એ રીતે પોતાના જીવનને સફળ કરે એવી નૂતન વર્ષોંના પ્રવેશ ટાણે આપણ સની ઊંડા દિલની પ્રાથના હા ! મુદ્રણ શુદ્ધિ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પાનું ૧૩૦ ઉપર ખીજા કાલમમાં જે લેખ શરૂ થાય છે તેનું મથાળુ નીચે મુજબ સુધારીને વાંચવું. “વૃદ્ધ અપગ જૈન સાધુએ અને ડાળી વિહાર.. તે જ લેખના છેલ્લા પેરીગ્રાફમાં પાદવિહાર એ જૈન સાધુના આચારનું ‘સુક્ષ્મ અંગ છે’ એ મુજબનું વાકય છે તેમાં સુક્ષ્મના સ્થાને ‘મુખ્ય' શબ્દ વાંચવા. તંત્રી.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy