________________
13t
પ્રબુદ્ધ
એ જહાજના બધા ખલાસીઓ સુરત–નવસારી તરફના અને કરાડી-મટવાડ તરફના હતા. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની તા ગુજરાતીઓના જ હાથમાં છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં દરિયાઇ જીવન રજૂ કરતી ચોપડી અને કવિતા કેમ પૂરતા પ્રમાણમાં નથી ? હું માનું છું કે જાતિભેદને કારણે આપણુ જીવન એટલુ ખંડિત થયુ છે કે દરિયે ખેડનાર લેકાના જીવન સાથે સાહિત્ય ખેડનાર લોકાનું જીવન કાઇ કાળે એકરૂપ થયુ નથી. ખલાસીઓનાં લોકગીતે! કઇ ભાષામાં નથી ? મરાઠીનાં, કોકણીનાં અને બંગાળીનાં દરિયાઇ ગીતા તમે સાંભળ્યાં જ છે, પણ મધ્યમ વર્ગના લેકાને એ ગીતા પાતાના જેવાં લાગતાં નથી. આપણા રાસામાં માર ટહુકે, ચાંદો આકાશની મુસાી કરે, સરવરની પાળે મિલના થાય પણ સમુદ્રનાં મેાા' સાથે ઊછળતાં હૈયાંના રાસે ગુજરાતીમાં રચાયા હોય તો મે' હજી જોયા નથી બહુ બહુ તે વિદેશ ગયેલા પતિને યાદ કરતી વિરહિણીનાં ગીતેા મળી શકશે, પણ એની વાત હું નથી કરતા.દરિયો ખેડનાર પ્રજાની સમુદ્ર સાથેની દેસ્તીનાં ગીતા અને એની કથાએ આપણને જોઇએ છે. આવી વસ્તુએ તે આપણા પાઠ્યપુસ્તામાં પણ આવવી જોઇએ જેથી આપણાં બાળકોમાં નાનપણથી જ દરિયાઇ મુસાકરીને થનગનાટ જાગે.
'યુરાપના લેકાએ રૉબિન્સન ક્રુઝેઝે, સ્વિસ ફૅમિલી રોબિન્સન કે પાલ એન્ડ્રુ વર્જિનિયા જેવી કથા લખીને દરિયો ખેડવાની પ્રેરણા પરિપુષ્ટ કરી અને સિ બાદની મુસાફરી ઝાંખી પાડી. આપણે ત્યાં સાહિત્યકારોએ એવુ જીવન જીવી જોયું નથી. એટલે – સંસ્કૃતમાં શું અને દેશી ભાષાઓમાં શું જીવતું દરિયા સાહિત્ય જોવાને મળતુ નથી પરદેશના વસવાટ અ ંગેનું સાહિત્ય જુદું અને તાક્ાની મેાજા સાથે દેસ્તી બાંધનાર દરિયાઇ સાહિત્ય જુદું. તેના વિકાસ આપણે ત્યાં થવા જોઇએ, પણ આપણી દિરયાઇ, ખલાસી પ્રજા દરિયા સાથે છૂટાછેડા કર્યાં પછી જ કેળવણી લે છે. અથવા કેળવાયા પહેલાં જ દરિયાઇ જીવન પ્રત્યે અણુગમાં કેળવે છે. એટલે સાહિત્યનું આ ક્ષેત્ર અણુખેડાયેલુ જ રહ્યું છે. જાતિભેદને કારણે આપણા સાહિત્યનું પણ પારાવાર નુકસાન થયું છે. આવડા મોટા, મહાભારત જેવા રાષ્ટ્રીય ગ્રન્થ, પણ એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉપરાંતની પ્રજા દેખા દેતી જ નથી એમ કહીએ તે એની સામે વાંધા ન ઉટાવી શકાય. પરદેશમાં વસવાટ
આપણે ભૂલવું ન જોઇએ કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજ રાતની પ્રજાએ પ્રાચીન કાળથી અણુનું આમંત્રણ ' સ્વીકાયુ" છે. ભારતને પશ્ચિમ કિનારા કરી વળ્યા પછી આપણી પ્રજાએ લંકા અને જાવા સુધીના દેશાનો પરિચય મેળવ્યેા છે અને તે તે દેશની પ્રજા સાથે ભળી જઇ પોતાના પુરૂષાથ' માટે નવે અવકાશ મેળવ્યેા છે. આ બાજુ મકરાણુ, મસ્કત, એડન, હુખસાણુ, ઝાંઝીબાર, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, મેઝાંખિક, માડાગાસ્કર, સીશલ અને મરિશિયસ વગેરે પ્રદેશમાં આપણુા લેકે જઈને વસ્યા છે. એમાં જેટલા હિંદુ છે તેટલા જ લગભગ મુસલમાન પણ છે. ધમ ભેદથી પ્રજાભેદ થાય છે એવુ તે અત્યાર સુધી ભાનતા ન હતા. પણ સૌરાષ્ટ્રના એક ગુજરાતી મુસલમાને એમના મનમાં મુદ્ધિભેદ આણ્યે. અને એની માઠી અસર બન્ને બાજુના લોકા અનુભવે છે. પણ વ્યાપક જીવન અને ઊંડો સ્વાર્થ આવા ભેદને માટે અનુકૂળ નથી, એટલે બધી રીતે ભગાડ કર્યાં પછી આપણી એ આખી પ્રજા એકત્ર થવાની જ. રાજદ્વારી નહિ પણ હૃદયની અને જીવનની એકતાની વાત હું કરૂ નેપાળ કર્યાં નેખુ' સ્વતંત્ર રાજ્ય નથી ? પણ તેથી નેપાળી લેકનુ અને આપણુ` ' જીવન અથડામણેાથી વાયુ નથી. જ્યાં સુધી બહાર જઈને વસેલા હિંદુમુસલમાને ગુજરાતી ભાષા ખેલશે ત્યાં સુધી
જીવન
તા. ૧૬-૧૧-૫
આપણે બધા એક જ છીએ, અને એકત્ર રહેવાના. એ બધા લેાકેા ગુજરાતી સાહિત્ય વાંચે છે. પેાતાની નિશાળામાં ગુજરાતી પાઠ્યપુસ્તકા ચલાવે છે. એમનું જીવન આપણે ભૂલી જઇએ અથવા એની ઉપેક્ષા કરીએ તેા એમાં માતૃભાષાના દ્રોહ થશે તે તે દેશનાં વર્ણન, ત્યાંના લેક સાથે આપણા લકાએ કરેલા સહકાર અને જીવનયાત્રામાં મેળવેલી સફળતા એ બધા વિષે આપણે જાણવુ જોઇએ, લખવુ જોએ અને તે તે દેશમાં વસેલા ગુજરાતી લેખકૈાને પ્રેત્સાહન આપવુ જોઇએ. તે તે દેશના સાલાનું અધ્યયન જો આપણે બરાબર કરે એ તે ગુજરાતી સાહિત્યમાં એક અત્યંત કીમતી વિભાગ ખૂલશે અને એમાંથી પરદેશમાં જઈને વસવાટ કરવાના આપણા સ્વભાવને પ્રેત્સાહન મળશે, જીવન સાથે સીધા સંબધ ધરાવતુ શુદ્ધ સાહિત્ય
સાહિત્ય વિષે એક આદશ અથવા ખ્યાલ મારા મનમાં છે તે અહી' કહી દઉં' તેા અસ્થાને ન ગણાય. સાહિત્ય એ જીવનની સંસ્કૃતિનું પ્રતિબંબ છે. એટલે જીવન સાથે સીધે અને ઉત્કટ સંબંધ ધરાવતાં બધાં શાસ્ત્ર પણ સાહિત્યમાં આવી જાય છે આમ અધ્યાત્મવિદ્યા, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અપ શાસ્ત્ર, ઇતિહાસ, નૃવ`શશસ્ત્ર, રેગ્યું, કામવિજ્ઞાન, પા વિજ્ઞાન, સૃષ્ટિવષ્ણુન, પ્રવાસ—બધું જ સાહિત્યમાં આવી જાય છે, આ વિષય પરત્વે જેટલા નિબધા, પ્રકા, શસ્ત્રીય વિવેચના અને પાઠયપુસ્તકા લખાયાં છે તે બધાં જ સાહિત્યમાં આવી જાય છે
અને છતાં આમાંથી તે તે વિષયને વરેલા તાત્ત્વિક કે શાસ્ત્રીય ગ્રન્થાને આપણે સાહિત્યમાં ગણતા નથી. સાહિત્યની ચર્ચા કરતી વખતે એ બધા તાત્ત્વિક ગ્રન્થાના વિચાર સરખે। આપણા મનમાં આવતે નથી.
ત્યારે કેવળ સાહિત્ય, શુદ્ધ સાહિત્ય, અથવા નયું" સાહિત્ય કાને કહેવાય ? હું માનું છુ કે કેવળ સાહિત્ય આ બધા વિષયાને અંગે જ ખેલે છે ખરૂં, પણ એ શાસ્ત્રના ભાર વહન કરીને ખેલતું નથી. કેવળ સાહિત્યના સબંધ જીવન સાથે સીધે। હાય છે. જીવન અંગેના વિચાર, અનુભવે, વહેમા અને એ બધાની ઉપપત્તિ જેવી મનમાં સુરે, તેવી રજૂ કરવી એ શુદ્ધ સાહિત્યનું કામ છે. ઉચ્ચ સંસ્કારિતા અને ઉચ્ચ અભિરૂચિ અને ભાવનાની અભિવ્યકિતની ઉત્કટતા, એટલી વસ્તુની દોરવણી શુદ્ધ સાહિત્ય સ્વીકારે છે. પણ શાસ્ત્રીય ચર્ચા, વૈજ્ઞનિક વિશ્લેષણ અને ક્રાઇ વિશિષ્ટ વાદની જોહુકમી શુદ્ધ સાહિત્ય સ્વીકારતું નથી
મારે શી રીતે જીવવું એને વિષે ધર્માચાર્યાં અને કાનૂનકાવિદા, ડાકટરી અને વૈદ્યો અને રાજકીય પક્ષના નેતાએ મને સલાહ ભલે આપે. તેઓ પોતપોતાના વિષયના તદ્વિદા હૈાય છે, એ વિશે પણ શંકા નથી. એમના પ્રમાણમાં ભા` જ્ઞાન, મારા અનુભવ અને વિચારશકિત ભલે અલ્પ ઢાય, છતાં મારૂ જીવન મારે જ જીવવાનુ છે, મારા નિચે મારે જ કરવાના છે. રાજાને સલાહકાર ભલે ગમે તેટલા હાય, પણ રાજા જો રાજ્ય ચલાવે, તે તે પોતાના નિષ્ણુ પ્રમાણે જ. એવી જ રીતે જેમને મુખ્ય રસ તત્ત્વશાધનના નથી, આદર્શ નિયના નથી, પણ જેમણે જીવન જીવવાને સંતોષ મેળવવા છે તેઓ જે રીતે કાચા કે પાકો, એકાંગી કે સર્વાં'ગી વિચાર કરે છે, ભાવના વ્યકત કરે છે, એકબીજાને પ્રેરે છે અથવા પેાતાની સાથે જ વિચારવિનિમય કરે છે (જેમ કે વાસરીમાં લખાતું લખાણુ), તે બધું શુદ્ધ સાહિત્યમાં આવી જાય છે. સત્યનિષ્ઠા, તત્ત્વનિષ્ઠા જ્ઞાનોપાસના, એ બધી વસ્તુએ ઉત્તમ છે. એમને ચરણે જીવન અર્પણ કરી શકાય. પણ શુધ્ધ સાહિત્ય, પોતાની જીવનનિષ્ઠા આગળ, ઉપરની બધી ચરમ કાટિની જીવનનિષ્ઠાઓને પણ ગૌણુ ગણે છે.
( અનુસધાન પૃષ્ટ ૧૪૩ પર )