SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ૧૨૬ પ્રભુ - ભાષાના નથી પણ જીવનના છે. એ જીવન જો સ્વાશ્રયી, ઉત્કટ, ઊંડું, પાક્રમી, ભાવનાશીલ અને સ`સમન્વયકારી હશે અને જો પ્રજા સમપણે એ જીવશે અને એ જીવન જીવતાં ઊંડામાં ઊડા જીવનરસ ચૂસી શકશે તે એ જીત્રનને વ્યકત કરતી ભાષા અને એનું સાહિત્ય વિશ્વમાં આદરપાત્ર થશે અને આપણી પ્રજાને એ ઉત્તમમાં ઉત્તમ ખારાક પૂરા પાડશે. જો આપણું જીવન જ છીછરૂ, રૂઢિવાદી, ગતાનુગતિક કે પરભૃત અને મ ંદાગ્નિદ્યોતક હશે તેા સાહિત્યનું કેવળ કૌશલ્ય કરીકરીને કેટલી મદદ કરી શકવાનું હતુ ? દુનિયાના કાઇ પણ સાહિત્યના બહિષ્કાર કરવા જેટલા આપણે આત્મધાતકી ન જ થઇએ ખારાક જ્યાંથી મળે ત્યાંથી લઇએ પણ પસંદગી તે આપણી જ હોવી જોઇએ. અને પાચનશકિત તા આપણે ઉછીની ન જ લઇ શકીએ. આપણા ખારાકનુ બાર પરદેશી લેાકેાના જ હાથમાં રહી જાય એટલે સુધી આપણે ગલતમાં ન જ રહેવું જોઇએ. આજની સ્થિતિ આટલી ભયાનક થઇ ચૂકી છે એમ નથી કહેવા માગતા, પણ પાણીની રૅલ આવ્યા પછી બંધ બાંધવા જછએ એ શા કામનું? આવા કામમાં ‘પાણી પહેલાં પાળ' એ જ સાચી વનનીતિ હાઇ શકે. પણ પરદેશથી આવેલી અને જુદી જ ઢમે કેળવાયેલી પ્રજાના પુરૂષાના પ્રતિનિધિરૂપ સાહિત્યના આસ્વાદ લેતાં પહેલાં આપણે આપણા ચિરંતન વારસા શા હતા એ જાણવું જોઇએ. અને પ્રજાની કળવણીને પ્રારભ તે। આત્મપરિચયથી જ થવા જોઇએ અને આપણે ત્યાં તે, કાઇ પણ સ'સ્કારી અને પુરૂષાથી પ્રજા અદેખાઇ કરી શકે એવા સંસ્કૃત સાહિત્યને અઢળક વારસા પડેલા છે. સમૃદ્ધમાં સમૃદ્ધ વારસાના અધિકારીએ આપણે,. કેવળ ગલતથી કિ`ચન કંગાલ ન બનીએ એટલું તે આપણે સાચ. વવુ જ જોઇએ, સંસ્કૃતનું ધાવણ યુદ્ધ ભગવાનની મહાન પ્રેરણા પૂર્વ અને દક્ષિણ એશિયામાં બધે ફેલાઇ. ઈસા મસીહના ઉપદેશનું સ ંગઠન યુરોપભરમાં થયું. અને હવે ત્યાંની એ પુરૂષાથી પ્રજાના પ્રયત્નથી યુરોપ-અમેરિકા ઉપરાંત આફ્રિકામાં પણ એ ફેલાય છે અને રાજનૈતિક ઇજારા (monopoly) મળવાથી સત-સમુદ્રના નાનામોટા દ્વીપામાં પણ હજી એને વિસ્તાર થતા જાય છે. હજરત મહમદ પેગમ્બરનું ઇસ્લામી જીવન–સંગઠન પશ્ચિમ એશિયા તેમ જ ઉત્તર આફ્રિકામાં લેાકજાગૃતિનુ કામ કરે છે. એ ત્રણે મહાન સાંસ્કૃતિક વિસ્તારના જબરદસ્ત પ્રયત્ના ધ્યાનમાં રાખીને પણ કહુ છુ કે સ ંસ્કૃત ભાષા અને સાહિત્ય મારફતે જે સાંસ્કૃતિક કા થયુ છે તેટલુ વ્યાપક અને ઉર્દુ કામ બીજા કાઇ પણ પ્રજાકીય પુરૂષાથૅ કયુ નહિ હેાય. આમાં કેવળ ભૌગાલિક વિસ્તાર જોવાના નથી હોતા. મુખ્ય જોવાનુ છે જીવનનુ ખેડાણ અને જીવનનું ઉન્નયન. એમાં પણ એક બાજુ જોવાને મળે છે મુદ્ધ અને ભાવનાનું ઊંડાણુ, તે ખીજી બાજુ ફેલાયેલા છે લોકજીવનને વિસ્તાર. આજકાલના સાહિત્યસેવી સ’સ્કૃતના અભ્યાસમાં મોટે ભાગે મહાકાવ્યા અને નાટકા જ વાચે છે, એને માટે જરૂરી વ્યાકરણના પરિચય મેળવે છે. ષડૂદાનના અધ્યયન-ચિંતન સાથે પ્રસ્થાનત્રયી જરાક જરાક સેવે છે અને જૂતુ' કાવ્યશાસ્ત્ર પણ નવાં હળ લઇને ખેડે છે. પશ્ચિમનું સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર હાથમાં આવવાથી સંસ્કૃતની સાહિત્યમીમાંસા વધારે ઊંડી થતી જાય છે. ઇતિહાસ સોધનની અને વૈજ્ઞાનિક ચાવી હાથમાં આવવાથી ભારતના ઇતિહાસ, ભારતનું વિવિધ સાહિત્ય અને ભારતીય સ ંસ્કૃતિના વિકાસ એ ત્રણે ક્ષેત્રમાં ખૂબ મૌલિક સાધન અને પ્રગતિ થવા લાગ્યાં છે, પાણિનિનું વ્યાકરણ અને એના પરના મહાભાષ્યનો R '''' જીવન તા. ૧-૧૧-૧૯ જેટલા . ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ થાય છે તેટલા જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભ્યાસ પણ. થવા લાગ્યા છે. સ’ગીત, ચિત્રકલા, સ્મૃતિવિધાન, સ્થાપત્ય તે નગર-રચનામાં પણ આપણે સંસ્કૃત સાહિત્ય પાસેથી પ્રેરણા મેળવતા થયા છીએ. આયુર્વેદના ગ્રન્થા હવે આધુર્નિક વૈદકની દૃષ્ટિએ લાકે તપાસવા લાગ્યા છે. પણ એ વૈદક ગ્રન્થામાં આપણુ` જીવન કે પ્રતિબિંબિત થયુ' છે. અને એમાં જીવનના કેવા કેવા આદશેાઁ સ્વીકારાયા છે, એ તપાસવાનું કામ પણ હવે થવું જોઇએ. એ કામ વૈદ્યો કરે એના કરતાં સાહિત્યસેવીએ કરે અને સાંસ્કૃતિક ઇતિહાસના સશોધકો કરે તે આપણે એમાંથી વધારે મેળવી શકીશું'. અધ્યાત્મવિદ્યા અને યાગશાસ્ત્રની મદદથી આપણે માનસશાસ્ત્ર કે ચેતનશાસ્ત્ર વધારે સારી રીતે ખેડી શકીશું. અને વખતે આજની દુનિયાના મેટામાં મોટા માનસિક સગાના’ ઇલાજ પણ શોધી કાઢીશું. પણ મારા વિશેષ આગ્રહ પુરાણા અને લોકકથાના અધ્યયન માટે છે. ત્રૈણુકાના સમાજમાં શુદ્રો ભળ્યા અને ચાતુ`'ની સ્થાપના થઇ એ એક મેટા સમન્વય હતા. ત્યાર પછી આપણે આદિવાસીના જીવનમાં પ્રવેશ કર્યાં. એ પુરૂષા નું ઓછુ ંવત્તું પ્રતિબિંબ આપણા ભિન્ન ભિન્ન પથાનાં પુરાણામાં મળે છે. આ દિશામાં વૈષ્ણુવાએ જે કામ કર્યું છે તેને કઇંક ખ્યાલ આપણુને છે, પણ શૈવ, શાકત, ગાણુપત્ય, સૌર, કાપાલિક, અંધારી વગેરે સમાજો અને સંપ્રદાયાની કથાઓ હવે આપણે પ્રાગ—ઐતિહાસિક નૃવંશશાસ્ત્ર (anthropology) અને સમાજશાસ્ત્ર (sociology) ની દૃષ્ટિએ તપાસવી જોઇએ. એક બાજુ બસો ત્રણસા સ્મૃતિએ અને બીજી બાજુ અઢાર પુરાણુ અને અઢાર ઉપપુરાણ અને કથાસરિત્સાગર જેવી વાર્તા લઈને આપણે બેસીએ તે આપણા સાંસ્કૃતિક પુરૂષાર્થના અને ધીરજ અને કુનેહ સાથે ચલાવેલા સાંસ્કૃતિક પ્રચારના આપણને ખ્યાલ આવશે. આપણા આત્મવૅિશ્વાસ વધશે અને આપણને તેમ જ દુનિયાને નવી પ્રેરણા પશુ મળશે. મિશનરી લોકો આજે આફ્રિકામાં અને એશિયાનિયામાં જે અણુવ્રુડપણે કરે છે, તે જ કામ અહીના ધમ સેવકાએ કેટલી કુનેહથી, અહિંસાથી અને માનવજીવન પ્રત્યે આદર રાખીને કહ્યુ` હતુ` એનેા ચિતાર પશુ આપણને એમાં ઠેર ઠેર મળશે. મને ભાન છે કે હું ઇતિહાસ-સંશોધનની પરિષદમાં ખેલત નથી પણુ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ખેાલુ છુ. પણ હું સાહિત્યનું અધ્યયન સાહિત્યના સાંકડા અથ` લઇને કરવામાં માનતા નથી, સાહિત્ય જો પ્રજાજીવનનુ વાડ્મયીન પ્રતિબિંબ હાય ત સાહિત્યસેવક જીવને પાસક અને સુસ્કૃતિસ ંવર્ધક હોવા જ જોઇએ, કાણે કહ્યું કે સાહિત્યસેવામાં કેવળ પલ્લવગ્રાહી પાંડિત્ય જ શાને ? એ ડિલિટૅન્ટિ (dilettante) જ હાવા જોઇએ? હુ તે માનું છું કે શબ્દશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર ઉપરાંત જીવનશાસ્ત્ર પણ એના અધ્યનના વિષય હેવા જોઇએ. અને જીવનશાસ્ત્રમાં શું શું નથી આવતું ? માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અધ્યાત્મએ પ્રસ્થાનત્રયી તે એમાં હોવી જ જોઇએ, હવે અલમ્,– દુનિયાના સાહિત્યસેવીઓના પ્રિય વિષય ઉપર આવુ`. કવિતા, લઘુકથા, નવલકથા અને નાટકોમાં જે વિષય પ્રધાનપશુ ભેગવે છે તે છે સ્ત્રીપુરૂષના પરસ્પર પ્રેમ, જીવનની ઉત્પત્તિ જ એ પ્રેમમાંથી છે. એ પ્રેમને લીધે જ સ્ત્રીપુરૂષને ચિર તન સહયોગ શકય બને છે. એ પ્રેમમાંથી જ બધા ઉત્કૃષ્ટ સદ્ગુણાને પરિપાક થાય છે. એ પ્રેમના અરાજકમાંથી જ તમામ વિકૃતિ પેદા થાય છે અને જીવન છિન્નભિન્ન અથવા ઝેરી થઇ જાય છે. જૂના અને નવા સાહિત્યકારો એ પ્રેમને પિછાણી, એ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy