________________
તા. ૧-૧૧-પટ
પ્રબુદ્ધે
કશુ કર્યું નથી. એટલે દેશની અદલાયેલી પરિસ્થિતિ પરત્વે આટલુ સૂચન કરીને આ વિચાર અહીં જ છેtડી દઉં છું અને મારા મુખ્ય વિષય ઉપર આવું છું.
આપણા દેશનું જૂનું સાહિત્ય માટે ભાગે, ધર્મપ્રધાન જ હતું. એતુ' કારણ એ કે સાહિત્ય હંમેશાં સંસ્કૃતિનું પ્રતિબિંબ હાય છે. સંસ્કૃતિને વાચા અપણુ કરી એને બુધ્ધિગમ્ય અને હૃદયગમ્ય કરવી અને એને નવી નવી પ્રેરણા આપવી, એ સાહિત્યનું પ્રધાન અથવા એકમાત્ર કા' છે. માટે, અમુક યુગમાં સાંસ્કૃતિક જીવન ધર્મ પરાયણુ જ હોય ત્યારે પ્રજાના સાહિત્યિક પુરૂષાથ ધાર્મિક સાહિત્યમાં પ્રગટ થાય તે એમાં ય નહિ. ધમ તે એકાંગી થઇ કેવળ નિવૃત્તિપરાયણ થાય તે સાહિત્ય પણ જીવનવિમુખ જ થવાનુ..પણ વન આવી રીતે જો હારી જાય તે જીવન જીવતુ જ નથી. જીવનની શકિત ખે છે : સંસ્કારિતા કેળવી, ઉન્નતિ તરફ્ પ્રયાણ કરવાના પુરૂષાથ ખેડવે! એ છે એનુ એક ખળ. એ રચનાત્મક અને સાત્ત્વિક હાય છે. પણ આદર્શોના વિકૃત આકલનને કારણે અથવા કાઇ પક્ષની મહત્ત્વાકાંક્ષાથી જો જીવન દબાઈ જાય તે મરણિયા થઇ બળવા કરવા અને બાવનાર તત્ત્વને છિન્નભિન્ન કરી નાખવાં એ જીવનની ખીજી તેજસ્વિતા. આ બન્ને તત્ત્વાએ અથવા ખળાએ સાહિત્યશકિતને ઉપયોગ હમેશ કર્યા છે. અને તેથી વિધાયક અને વિસ્ફોટક–બન્ને જાતનું સાહિત્ય માનવ જીવનમાંથી ઉત્પન્ન થતું આવ્યુ' છે. આજની સંસ્કૃતિ કહે છે કે . આ બે બળો વચ્ચે ફરી કરી. સંધ ચલાવવાને બદલે હવે અન્તના સમન્વય થઇ શકે એવા રસ્તા શોધી કાઢો; અત્યાર સુધી દુનિયાએ જીવલેણ માંથી ક્રાન્તિએ ધણી કરી, હવે સમન્વયમૂલક વિકાસ કરવાની ઉત્ક્રાન્તિ ખીલવ્યે જ છૂટકા આંધળાપણુ અને એકાંગીપણુ* કર્યાં સુધી ચલાવીશું...? Thesis Anti-thesis અને Synthesisને ચક્રનેમિ-ક્રમ હવે ટૂંકાવ્યે જ છૂટકા, જ્ઞાન અને કૌશલ્ય પૂરતા પ્રમાણમાં વધ્યા પછી સંધ દ્વારા વારેધડીએ વિનાશ સુધી પહેાંચી જવાની જરૂર ન રહેવી જોઇએ. અહિંસાયુગમાં પ્રવેશ કર્યાં પછી સમન્વય એ જ સમાજનું પ્રધાન બળ હોવુ જોઇએ.
સ્વરાજ્ય મળ્યું અને આપણે દુનિયાના નાનામોટા સ્વતંત્ર દેશાના દરબારમાં પ્રવેશ કર્યાં. એ પ્રવેશ કેવળ રાજદ્વારી નથી. એ દરખામાં આજે ભલે રાજદ્વારી વાતા અને આર્થિક વાતો જ પ્રધાનપણું ભાગવતી હાય, પણ એ દરબારમાં વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિને પણ સ્થાન છે. અને સાહિત્યનું તો વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિ ત્રણેની સેવા કરવાનું જીવનવ્રત જ છે. એટલે આપણી ભાષામાં દુનિયાની બધી જ સંસ્કૃતિનાં મૂળતત્ત્વ, એમના ઇતિહાસ અને સસ્કૃતિ પરત્વે તે તે પ્રજાએ દાખવેલા પુરૂષા ને ચિતાર મળવા જ જોઇએ. ભલે . એક વિષય પર આપણી પાસે બિલકુલ પ્રાથમિક અને નાનકડી જ ચોપડી હોય. પણ તે સહેલી, રેચક અને અદ્યતન હાવી જોઇએ,
પરદેશના લેાકાના પુરૂષાર્થથી રચેલી અને પરદેશી ભાષામાં લખેલી ચેપડીઆ બહુ બહુ તે દેશના દસ-પંદર ટકા લેાકાને જ કેળવશે. પરિણામે માત્ર પરદેશી ભાષા જાણનાર અને એના પર જ નભનાર પરાવલખી લેાકેાનું નેતૃત્ત્વ આપણા દેશમાં રહેશે, આજે આપણા કેળવાયેલા લાકા પાસે જે કાંઇ જ્ઞાનના સંગ્રહ છે તે અધા, દેશી ભાષાઓ મારફતે, કરાડાની સામાન્ય જનતા સુધી પહોંચાડવાની ખાસ જરૂર છે. આજના આ પ્રજાયુગમાં એના વગર ચાલે નહિ. હવે એને માટે આપણે આપણી ભાષા આજે છે એના કરતાં ધણી ધણી સહેલી .કરવી પડશે. અને એનુ એ સહેલાપણુ જાળવીને એને બધી રીતે સમથ અને સમૃદ્ધ પણ કરવી પડશે.
જીવ ન
૧૨૫
હવે પછી આપણે દુનિયાની તમામ સંસ્કૃતિના વિશાળ પરિચયમાં રહેવુ' છે એ ખરૂં, પણ આપણા લેકાને કેવા વિવિધ સાંસ્કૃતિક ખારાક જરૂરના છે એના નિણૅય આપણે પોતે કરીએ તે। જ આપણી સંસ્કૃતિનાં મૂળિયાં !પણે ટકાવી શકીશું અને એ વાટે સ્વદેશ અને સ્વજનને અનુકૂળ એવુ' પ્રેષણ પહોંચાડી શકીશું.
કેવળ સરકારી પ્રેરણાથી ચાલતી પ્રવૃત્તિનું “જે જોખમ મેં હમણાં જ બતાવ્યું એના કરતાં વધારે માટુ' એવુ એક સર્ટ આપણે માથે ઝઝુમે છે, એક વખત હતા જ્યારે આપણા યુવકને પોતાના ધર્માંનું ભાગ્યે જ જ્ઞાન મળતું. તે વખતે એને ઠેકાણે મિશનરીએ પોતાના ધ'ના પ્રચાર આપણી વચ્ચે કરતા હવે એ સ્થિતિ કાંક સુધરી છે. પણ હવે સાહિત્ય અને સસ્કૃતિની બાબતમાં આપણે પોતાના દેશ વિષે અને પોતાની સંસ્કૃતિ વિષે પશુ-પરદેશી લાકાએ પરદેશી ભાષામાં લખેલી ચોપડીઓ મારફતે જ થાડુ ધણુ જાણવા લાગ્યા છીએ, પણ થાડા જ દિવસમાં છે નાનાં બાળકોથી માંડીને મેટેરાં સુધી બધાં માટે અમેરિકન કે શિયન જેવી આક્રમણકારી સંસ્કૃતિના લેકે જ પોતાનું સાર્પિત્ય ગુજરાતી મારફતે આપણને પીરસે અને આપણું માનસ ઘડવાને ઠેકા લે તે જરાયે નવાઈ નહિ,
આપણી સંસ્કૃતિની ભાષા એક વખતે સસ્કૃત, પાલિ, અધ માગધી વગેરે ભાષા હતી. દિલ્હીમાં પદ્માણ અંતે મે ગલા આવ્યા અને ઇરાનની પશિયન ભાષા મારફતે આપણે નવા સસ્કારી લેવા લાગ્યા. આજે આપણી સંસ્કૃતિની ભાષા અંગ્રેજી છે. સ્વામી વિવેકાન ંદ, ભગિની નિવેદિતા, રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી અરવ ધ, આનંદ કુમારસ્વામી, ગાંધીજી, સરેાજિની નાયડુ, તલતાં દત્ત, રાધાકૃષ્ણન, જવાહરલાલજી ઇત્યાદિ લૉકા જ આપણા સંસ્કૃતિરાણા છે. એમનાં લખાણા આજે મોટે ભાગે અંગ્રેજીમાં જ વહેંચાય છે. દેશી ભાષામાં એક્ત્ર વંચાય છે. એટલે શી રીતે આપણે કહીશું કે અંગ્રેજી આપણા સાંસ્કૃતિક ધાવણતી ભાષા નથી? આ લામાંથી એકેને જબરદસ્તીથી અંગ્રેજીંગાં લખવુ પડયું' ન હતુ.. એમની દેશભકિત, સંસ્કૃતિનિષ્ઠા અને જનસમાજની સેવા કરવાની ધગશ કાછનાયે કરતાં ઉતરતી નથી, રવીન્દ્રનાથ કે ગાંધીજી જેવાઓએ ભલે ખ્યાલ રાખ્યા હાય કે પોતાના ઉત્તમાત્તમ વિચારી પ્રથમ સ્વભાષા મારફ્તે જ વ્યકત કરીશુ, પછી એ ભાષાના કૃપાપ્રસાદ અ’ગ્રેજી મારફતે દુનિયાને આપીશુ’, પણ એમને સ્વજનેાની સેવા કરવા માટે અંગ્રેજીની મદદ લેવી જ પડી. અને આ લાકાએ પેાતાનુ પોષણ જેટલુ સસ્કૃત આદિ દેશી ભાષા મારફતે મેળવ્યું તેના કરતાં અંગ્રેજી મારફતે વધારે મેળવ્યું છે એની ના પડાય નહિ. ગુજરાતના આજના કવિએ જ લા. તેઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને સાહિત્યનું ઉત્તમ સેવન કરે છે. એ સ્વધમ તેઓ ચૂકયા છે એમ એમને વિષે કોઇ કહી ન શકે. અને છતાં સંસ્કારો ગ્રહણ કરવાનું એમનું મોટામાં મેટું વાહન અગ્રેજી જ છે. ત્યાંથી મેળવેલું બધું તે અનુકૂળ રૂપમાં નિષ્ઠાપૂર્વક વભાષાને આપે છે. એ અત્યંત કીમતી અને પૌષ્ટિક પિરસણ છે એ વિષે શંકા નથી, પણ એ પિરસ જ છે એ આપણે ભૂલવું ન જોઇએ.
મનમાં સવાલ ઊઠે છે કે ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિનું પ્રધાન વાહન કયારે બનશે ? લોકે જ્યારે શ્રમજીવી સામાન્ય પ્રજા સાથે એકવ થશે, સમથ પણે પાતાનું જીવન જીવશે, સ્વતંત્રપણે એ જીવનનું ચિ ંતન કરશે એને માટે ગમે ત્યાંથી મેળવેલા સાંસ્કૃતિક ખેરાક પચાવી જ્યારે આત્મસાત્ કરશે અને પોતાનુ સમૃદ્ જીવન, પોતાની ભાષા મારફતે પ્રગટ કરશે, ત્યારે ગુજરાતી ભાષા ગુજરાતી પ્રજાની સાંસ્કૃતિક ભાષા થશે, આમાં મુખ્ય સવાલ