________________
પ્રબુદ્ધ જીવન
કાકાસાહેબ
કાલેલકરનુ વ્યાખ્યાન
( અમદાવાદ ખાતે તાજેતરમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦ મા અધિવેશનના પ્રમુખસ્થાનેથી કાકાસાહેબ કાલેલકરના અનેક વિષયાને સ્પર્શીતા વિચારપ્રેરક વ્યાખ્યાનને ઉપયેાગી 'ભાગ નીચે ક્રમશઃ આપવામાં આવે છે:
૧૨૪
ગુજરાતી સાહિત્ય પરિષદે કાર્યાકલ્પ કર્યાં છે અને નવી પેઢીએ હવે આ પરિષદને પોતાના નવા આદર્શનું વાહક બનાવાના સંકલ્પ કર્યો છે. એમના એ સંકલ્પને વૃદ્ધનાના આશીર્વાદ મેળવવા માટે જ જાણે શ્રી મુનશીને અને મતે આમ'ત્રવામાં આવ્યા છે. કરાંચીમાં શ્રી મુનશી . અધ્યક્ષ હતા અને માંગલિક પ્રવચન કરવાનું ભારે ભાગે આવ્યું હતું. આજે હુ અધ્યક્ષ છું અને માંગલિક પ્રવચન માટે શ્રી મુનશીની વરણી થઇ એ બધું અધખેસતુ લાગે છે,
ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે ગુજરાતી ભાષામાં રસપૂર્ણાંક લખનારા અને એ લખાણુનું રસપૂર્વક સેવન અને મૂલ્યાંકન કરનારા સરરવતી-ભકતાના મેળાવડા, એ જ આ સંસ્થાની વ્યથાર્થ વ્યાખ્યા થશે.. આ સ ંસ્થા જ્યારે સાહિત્ય અને લોકજીવન પરત્વે કાઈ રચનાત્મક પ્રવૃત્તિ સતત ચલાવવા માંડશે, ત્યારે આ વ્યાખ્યા બદલવી અને સુધારવી પડશે. હું માનુ છુ કે તેમ કરવાનુ મુફ્ત હવે આવ્યું છે. અને તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો હુ વધારે અને વ્યાપક અર્થ કરવા માગું છું.
ગુજરાતી પ્રજાના અથવા ગુજરાતી ભાષા વાપરનાર લોકોને સમગ્ર પુરૂષાથ સાહિત્યના ક્ષેત્રમાં ક્રમ પ્રતિબિત્તિ અને વિકસિત થાય એનુ' ચિંતન કરનારા તેમ જ સક્રિય સેવા દ્વારા એને સંગફ્તિ કરનારા લાદાના સમુદાય—એવી આ સંસ્થાની નવી વ્યાખ્યા આપણે કરવી જોઇએ.
આ નવા આદર્શ પ્રમાણે ફકત ગુજરાતી સાહિત્ય અને એની ખિલવીના વિચાર કરી સ ંતોષ માનવાને નથી પણ સમસ્ત ગુજરાતી `પ્રજાના સર્વાંગીણ જીવનવિકાસ થાય એને માટે ગુજરાતી ભાષાએ શી રીતે તૈયાર થવુ જોઇએ, ગુજરાતી સાહિત્યે કેવાં કેવાં ક્ષેત્ર વિકસાવવાં જો એ એની વિચારણા અને ચર્ચા કર્યાં પછી એક વ્યાપક ચેાજના આ મંડળે ઘડીને હાથ ધરવાની છે.
ગુજરાતના જ એક પ્રખર અર્થશાસ્ત્રી અને સાહિત્યસેવીની અધ્યક્ષતા તળે શ્રી જવાહરલાલજી જેવાઓએ સ્વરાજ થતા પહેલાં જ એક સમિતિ નીમી હતી. એ સમિતિએ રાષ્ટ્રનાં અગપ્રત્યગાના વિકાસ કેમ થાય એની એક મેટી યેાજના ઘડી આપી. ગુજરાતના જ એક પ્રકાશકે એ યાજના દેશ આગળ મૂકી, એ પ્રાથમિક વિચારણામાંથી જ સ્વરાજ સરકારે પાંચ પાંચ વરસની યાજના ઘડનાર એક કાયમી યાજના-આયેાગ સ્થાપ્યા. સરકાર તરફથી શરૂ થયેલુ એ ભારે રચનાત્મક કામ ગણાય.
એ યાજનામાં પ્રજાકીય જીવનના જેટલા વિભાગાકા છે તેમાંથી દરેક વિભાગનું સ્વરૂપ સમજાવતું અને ખીલવતુ' સાહિત્ય ગુજરાતીમાં છે કે નહિ એ આપણે તપાસવુ જોઇએ અને તે તે વિષયાના નિષ્ણાતને અને ચિતાને તે તે વિભાગ પૂરતું એ કામ સોંપી જોવું જોઇએ.
અહીં' શરૂઆતમાં જ એક મહત્ત્વની વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેચવા માગુ છુ. સ્વરાજ મળ્યા પછી લાકકલ્યાણની ખૂંધી પ્રવૃત્તિઓ પેાતાના હાથમાં લેવાના સરકારે સકલ્પ કર્યાં પછી, આપણી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા અનેકગણી વધવાની. દુનિયામાં આપણને માનભયુ અને આદરનું સ્થાન પ્રાપ્ત થયું છે. તેથી એના પ્રમાણમાં આપણા પુરૂષા પણ વધવાના જ. એવી અનુકૂળ પરિસ્થિતિમાં સ્વરાજ સરકાર સાથે સહકાર કર્યાં વગર છૂટકો નથી. તેમ કરવા જતાં સાથે સાથે સરકારના આધારમાં જવાતું જોખમ પણ રહે છે. દરેક ભાષાને પોતાની પરિષદ અથવા સ્વતંત્ર
પણ
તા. ૧-૧૧-૫૯
તંત્રી)
સાહિત્યસસ્થા છે. પણ એ બધી ભાષાઓને એકત્ર આણનારી સસ્થા પ્રજાએ ઉભી કરી નથી.
પી. . એન. છે, પણ તે આંતરભારતીય હોવા કરતાં આંતરાષ્ટ્રીય વધારે છે અને એ પેાતાનુ કામ અંગ્રેજીમાં કરવામાં માને છે. શ્રી મુનશીએ ગાંધીજીની મદદથી ભારતીય ભાષા પરિષદની સ્થાપના કરી, પણ તેમાં બીજી ભાષાએ સાથેને અમારા સહકાર જામ્યા નહિ. અને ત્યારે એને માટે દેશ તૈયાર ન હતા એમ પણ હાય. હવે તા સરકાર તરફથી સાહિત્ય અકાદમીની સ્થાપના થઇ છે. ‘ભારતીય સાહિત્ય પરિષદ' કે ભારત ભારતી' એવું દેશી નામ રાખવાને બદલે સાહિત્ય અકાદમી' એવું ભૂંડુંનામ સરકારને કારણે એને ધારણ કરવુ પડયુ., સંસ્થા ગમે તેટલી સારી અને કાયદાથી સ્વાયત્ત હાય યે સરકારના વણુછામાં કાણ જાણે એ તેજસ્વી બનતી જ નથી. સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા સરકારના હાથમાં, તેમાં વળી એ સરકાર સ્વદેશી અને લેાનિયુકત. એક તરફથી એનાથી દૂર રહેવું પાસાય નહિ અને ખીજી તરફથી પેાતાના ત્રિવિધ પ્રભાવથી એ સરકાર આપણને ખા જાય, એ પણ પોસાય નહિ. એમાંથી વચલા મધ્યમ માર્ગ શોધી કાઢવે એ તેા ′ યેગીની કરામત જેવુ' અગમ્ય, કષ્ટસાધ્ય અને અદ્ભૂત કામ છે.
સાહિત્યજ્ઞા સંબંધ પ્રકાશનપ્રવૃત્તિ સાથે પ્રાણ અને શરીર જેવે અવિભાજય છે. એ પ્રકાશન પ્રવૃત્તિમાં પણ હવે પછી પ્રાઇવેટ સેકટર-ખાનગી વિભાગ અને પબ્લિકન્સેકટર-જાહેર વિભાગ એવુ દ્વૈત આરંભાયું છે અને તેમાં જાહેર વિભાગ એ સરકારી વિભાગથી ખાજે તેા અભિન્ન છે. અત્યારનુ સરકાર–સંચાલિત રાષ્ટ્રીય મુક ટ્રસ્ટ જો કુશળતા કેળવી શકે તે પ્રકાશનપ્રવૃતિ અને તમામ સાહિત્યપ્રવૃત્તિના અંકુશ માટે ભાગે સરકારના હાથમાં જ જાય. એ બાબતમાં ભયંનિવારણ એ જ રીતે થઇ શકે. એક તા એ સરકારી ખાતુ બહુ કુશળતાથી ન ચાલે અને ખાનગી પ્રકા શા ફાવી જાય તે, અથવા પ્રજા પોતાનું દબાણુ સરકાર ઉપર આણે અને કંઇક વચલા રસ્તે શેાધી કાઢે તે,
હું તે। માનું છું કે સરકારી વિભાગ અને જાહેર વિભાગ એ એ એકજ છે એમ માનવામાં ભૂલ થાય છે. જો ગુજરાતના સારા સારા લેખકા અને નાનામેટા ખાનગી પ્રકાશકેા બધા એકત્ર મળી ગુજરાત પૂરતુ ́ એક જાહેર પ્રકાશન મડળ ઉભું કરે અને ખાનગી વ્યવસ્થાની દક્ષતા અને સંભૂય-સમુત્થાનની વ્યાપક શકિતના સયેાગ કરે તા બધી રીતે લાભ થઈ શકે. અને એવુ જાહેર મંડળ સરકારના અંકુશથી અને સરકારી નીતિથી મુકત રહી સરકાર પાસેથી ધારેલી મદદ પણ મેળવી શકે. ગુજરાતની કાકુશળતાના લાભ જો લેખકાને મળે તે અનેક પ્રાન્તાને એમાંથી પ્રેરણા મળશે અને અખિલ ભારતીય સંગઠન ઊભું કરવામાં એ પહેલુ પથિયું થશે. સરકારી તંત્રના મુખ્ય દોષ એ હાય છે કે ગમે તેટલી સમિતિ નીમા, અને ગમે તેટલા નિયમેા ઘડા, આખી પ્રવૃત્તિ એકહથ્થુ થઇ એસે છે અને છતાં પણ એ સર્વે-સર્વાંના મત પ્રમાણે બધું થાય છે એમ નથી. અને એવી વ્યવસ્થાના દોષો સામે લડતાં લડતાં જાહેરની સેવા કરનાર વ્યકિતઓની આખી શકિત ખપી જાય છે.
સરકારની દારવણી વગર મોટાં મોટાં રચનાત્મક જાહેર કામા ખીલવવાની કળા આ જમાનાએ કેળવ્યે જ છૂટકો,
લાકાતે મારા પરિચય એક કેળવણીકાર, વિચારક અને સાહિત્યસેવક તરીકે છે. સંગઠન-કુશળ સંચાજક તરીકે મે' ખાસ એવું