________________
"
રજીસ્ટર્ડ ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રાનજીવન
શ્રી મુખઈ જૈન ચુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦
‘પ્રબુદ્ધ જૈનનું નવસ સ્ફુરણ વર્ષ ૨૧: એક ૧૩
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૫૯, રવિવાર આફ્રિકા માટે શીલિંગ ૮ Ass-સ- ઇ-ગ્રામ
-
હ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
ભારતની
ગત ઓગસ્ટ માસની ૨૯મી તારીખે ભારતના ઉપરાષ્ટુપતિ ડૉ. રાધાકૃષ્ણનને માઇસેર યુનિવર્સિટીએ ખાસ પદવીદાન-સમારંભ યેાજીને ઓનરરી ડીગ્રી એક લેટસ' એનાયત કરી હતી. આ પ્રસંગે તેમણે એક ભવ્ય પ્રવચન કર્યું" હતું. તેના સક્ષિપ્ત સાર તાં. ૩૦–૮–૫૯ના ભારત યેવૃતિમાં પ્રગટ થયા હતા. જેને અનુવાદ નીચે મુજબ છેઃ
લગભગ ૫૦૦૦ વર્ષના સમયને આવરી લેતા ભારતના ઇતિહાસ ઉપર જો કાઈ દષ્ટિપાત કરશે. તે તે લાંબા ગાળા દરમિયાન દષ્ટિગોચર થતી અનેક આત્મન્તિક ઘટનાઓનાં દન વડે – ઉચ્ચ શિખરો અને ઊંડી પાતાળખીણાના દૃષ્યા વડે – ‘પ્રભાવિત તેમ જ આશ્રય ભૂત થયા વિના રહેશે નહિ. દેશ ઊંચે ચડે છે. ગમગે છે, શાણું વિશીષ્ણુ અને છે, અને વળી પાછા ગુમાવેલી મહત્તા પુન: પ્રાપ્ત કરવા માટે ઉથ્થાન આદરે છે. અહંકાર, અસહાયતા, દીનતા, શરમ, અલગતા, ઉત્તેજના અને સાહસિકતા-આવા એક પછી એક ઉગતા અને આથમતા મને ભાવે ભાવામાંથી દેશ પસાર થાય છે. પણ આ સ` આરોહ-અવરાહમાં સળંગપણે એક જ વિચાર અનુસ્યુત બનેલે દેખાય છે, જેને સાક્ષાત્કાર કરવાનો તે પ્રયત્ન કરતા હોય છે અને તે છે એક પ્રકારના સમધારણનું – માનવમાત્રમાં રહેલા સર્વ સાધારણ પરમ તત્વનું પ્રત્યક્ષ દર્શન. આ ભાવનાને જીવનની પ્રક્રિયા સાથે અનિવાય પણે સૌંકળાયેલા બનાવે અને પરિવતા અવારનવાર આવરી લેતા, દબાવી દેતા હેાય છે પણ મૂળમાંથી નાબુદ કરી શકતા નથી. ઉપરની સપાટીએ દેશ અસ્થિર, ગતિશીલ, પરિવત નશીલ દેખાય છે, પણ ઊંડાણમાં તે સ્વસ્થ છે, સ્થિર છે, ફૂટસ્થ છે.
ભારતમાં પાર વિનાનું વૈવિધ્ય છે અને સાથે સાથે અકળ એવું સમધારણ-સમરસતા છે. ભારતનું સ્વરૂપ કા એક પ્રભાવશાળી જાતિ, ધાર્મિક માન્યતા કે આર્થિક પરિસ્થિતિ વડે ઉપલક્ષિત કરી શકાય તેમ નથી. આપણે ત્યાં વિવિધ જાતિઓના તત્વાનું ભારે વિલક્ષણ મીશ્રણ છે, એમ છતાં પણ, બધાં તત્વાને અનુચુત કરતીમાનવી સમાજે સરજેલી એવી-એક સાંસ્કૃતિક પરંપરા ચાલતી રહી છે અને સમગ્ર પ્રજાસમુદાયને સદા પ્રભાવિત કરતી રહી છે.
આપણા એક પગ મૃત દુનિયામાં અથવા તે મરતી જતી દુનિયામાં રહ્યો છે, અને બીજો પગ સરજાતી – સતત અભિનવતાને પ્રાપ્ત કરતી દુનિયામાં રહ્યો છે. આપણી 'સ્કૃતિમાં સતત ઉદીયમાન રહેલી એવી અભિનવ પ્રાણમયતા આશા અને શ્રદ્ધા પ્રેરે છે; કે ધારીએ ત્યારે આપણે આપણા સંચાગાને પલટી શકીએ છીએ અને નવસમાજનું નિર્માણ કરી શકીએ છીએ. જે એમ કહેવામાં આવે છે કે જો લેાકેાની ભૌતિક સુખાકારીની સંભાળ લેવામાં આવશે તે તેનુ' આધ્યાત્મિક કલ્યાણુ તેની પાછળ સ્વતઃ સધાતું રહેશે-આ ખ્યાલ બરાબર નથી. આપણી ભૌતિક જરૂરિયાતાની પરિપૂતિ બધી શક્તિઓને કેન્દ્રિત કરવામાં એક મેટુ' જોખમ રહેલુ છે. વિજ્ઞાને વિશ્વવ્યાપી પ્રગતિ સાધી છે તેમજ વિશ્વવ્યાપી અન્વસ્થા તરફ પણ દુનિયાને ઘસડી રહેલ છે. તેમાંથી પાર વિનાની શકિતઓ પદા થઈ છે અને પાર વિનાનાં " ભયસ્થાને પણ ઉભાં થયાં છે.
深深深深深渊業業業業業樂業
વિભૂતિ
જેની આપણને ચિન્તા અને ભય હોવા જોઇએ તે ભૌતિક નુકસાન અંગે નહિ પણ નૈતિક અધઃપાત-આધ્યાત્મિક વિનાશ–અ ંગે હોવા જોઇએ. આપણુ' લક્ષ્ય કેવળ ભૌતિક સાધનસ પત્તિ પ્રાપ્ત કરવા તરફ નહિ પણ આત્મપ્રાપ્તિ તરફ પેાતાની જાત ઉપર સ્વામિત્વ મેળવવા તરફ્–કેન્દ્રિત હેવુ જોઇએ. માનવીના વ્યક્તિત્વને પરિપૂર્ણ કેમ બનાવવું એ બાબતની શોધ ફરીથી, હાથ ધરવાની આપણને ખૂબ જરૂર છે.
ધમ તત્ત્વતઃ અન્તમુ ખ બનવાની દીક્ષા છે, આન્તર જીવનનું શુદ્ધીકરણ સાધતી વિદ્યા છે. જ્યારે વ્યકિત ખરેખર અન્તર્મુખ બને છે ત્યારે તેનુ જીવન સહજપણે માનવતાને સમર્પિત અને' ' છે, પછી તે કેવળ સત્ય ઉપર મકકમપણે ઉભા રહેતા થાય છે અને ચાતરથી તેને ગમે તેટલા દબાવવામાં આવે અને તે સૌથી વિખૂટા પડી જાય તો પણ તે કૈાથી ખાતા નથી, ખીતા નથી, કે કાને નમતુ આપતા નથી, ભાવિના ઘડતરમાં માનવીનુ` વ્યકિતત્વ સૌથી વધારે મહત્વનું તત્ત્વ છે. ભૌતિક હિત ઐતિહાસિક પ્રક્રિયાઓનું નિર્માંણુ કર છે, સંચાલન કરે. છે-માકસવાદીઓનું આ કહેવુ' જરૂર સાચું છે, પણ આ ઉપરથી જ્યારે તેઓ એમ દલીલ કરે છે કે માત્ર ભૌતિક હિતે જ આ પ્રક્રિયા નિપજાવે છે ત્યારે તે એકાંગી, એકાન્તવાદી બની જાય છે: મૂર્ખાઇ ભરેલી માન્યતાઓ, ઉદાત્ત ભાવનાએ તેમ જ બુદ્ધિહીન મહત્વાકાંક્ષા પણ ઐતિહાસિક પ્રક્રિયાએ નિર્માણ કરવામાં ધણા મહત્વના ભાગ ભજવે છે. માનવજાતની ખેવકુફીએ અનેક વાર ઐતિહાસિક ફેરકારો સર્જ્યો છે. વિચાર-ભાવનાઓ પણ માનવીને અનેક રીતે ક્રિયાશીલ બનાવતી રહી છે.
આપણુ વ્યવહારિક અને સાંસ્કૃતિક ભાવી આપણા હાથમાં છે, માનવી તે ઇતિહાસના વાવટાળમાં ઝડપાયલુ અને આમથી તેમ અથડાવું પછડાતુ કાઇ નાચીઝ પાંડુ નથી. જો માનવીમાં કાઈ એક શકિત હોય તે 'તે પેાતાની જીવનપદ્ધતિને ધરમૂળથી બદલવાની શક્તિ છે. આપણે કાળના પ્રવાહમાં અસહાય બનીને ખેંચાતા જવુ ન જોઈએ પણ સર્જક જવાબદાર વ્યકિતઓ માફક વતા, જીવતા શિખવુ જોએ અને ગમે તે જોખમે હેય તે પણ પેાતાના કાર્યાંની જવાબદરી સ્વીકારવાને સદા તત્પર રહેવુ જોઇએ. રાષ્ટ્રની મહત્તાનુ માપ તેની ભૌતિક સત્તા કે સંપતિથી નહિ પણ પ્રજાની આધ્યાત્મિક સંપતિથી જે આંકી શકાય છે. માનવીની આન્તરશક્તિએની તાકાત આપણે કલ્પીએ તે કરતાં પણ વધારે ઊંડી અને અખૂટ છે.
દેશની અંદર અનેક ધર્માં કશા પણ ઘણું સિવાય સાથે રહી શકે છે, પુરાણા, પ્રતીકો અને ઇતિહાસ દ્વારા એક જ સત્ય વ્યકત થતું રહ્યું છે, ભિન્ન ભિન્ન દિવ્ય અનુભૂતિ એકમેકના વિરાધ કરતી નથી કારણ કે દરેક અનુભૂતિના મધ્યમાં એક શિવતત્વ જ રહેલુ છે અને દરેક અનુભૂતિ જુદી જુદી પરિભાષા દ્વારા એક અને અનન્ય એવી પરા વાણીને ઉચ્ચારે છે.
મૂળ અંગ્રેજી: ડો. રાધાકૃષ્ણન્ અનુવાદ : પરમાનદ