________________
તા. ૧૬-૧૦-૧૯
સમસ્યાઓને તેએ અરાબર સમજતા હતા અને નવી સમસ્યાએને નવી રીતે – કાંઇક બદલાયલી રીતે-તે હ ંમેશા મુકાબલા કરતા હતા, કારણ કે"બદલાયલા સંચાગને પારખવા, અને તેને યોગ્ય રીતે પહેાંચી વળવુ' અને એમ છતાં પેાતાના પાયાના આદર્શીને વાદાર રહેવુ–આ તેમની અદ્ભુત વિશેષતા હતી. આપણે જેવા છીએ તેવા હેઇને, તેમના વિષે આપણે શી રીતે વાતો કરી શકીએ અને તેમના આદર્શો પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ એવા દાવા પણ આપણે શી રીતે આગળ ધરી શકીએ ? આજ મારી મુ ંઝવણુ છે.
સમુહજીવન
આમ છતાં પણ તેમના વિષે વાતો કરવાનું ક્રાઇને પણ ગમે; કાણું કે તેમના વિષે વાતો કરવાથી એક પ્રકારનું આશ્વાસન મળે છે, અને કોઈ મહાન તત્ત્વનું સ્મરણ થાય છે અને તેને લીધે એક પ્રકારના ઊધ્વી કરણના ભાવ અનુભવાય છે. આ સંગ્રહસ્થાન જેવી જગ્યાએ આવકું એ પણ અ લ્હાદકર શ્રેયસ્કરલાગે છે. અહિના વાતાવરણથી આપણી જાત ઊંચે ઉઠે છે અને આપણા જીવનના ચાલુ સર્યાં અને દ્વેષમત્સરાથી પર એવા પ્રદેશમાં આપણે એ ડિ વિચરતા હાએ એવુ' લાગે છે. આમ હોવાથી અહિં આવવુ ગમે છે, મધુર લાગે છે અને ભારતના જુદા જુદા વિભાગમાં આવાં સંગ્રહસ્થાના આપણે ઉભાં કરી રહ્યા છીએ એ પણ યોગ્ય જ ભાસે છે, કર્દિ કદિ ગાંધીજીની પથ્થર, આરસ કે ધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તે પણ યોગ્ય છે. કેટલાંક વર્ષ સુધી ગાંધીજીની પ્રતિભા અને મૂર્તિ એ મૂકવા સામે મારૂ મન ખૂબ પ્રતિકુળ પ્રત્યાધાત અનુભવતુ તેનું 'શતઃ કારણ એ હતું કે, કાઇ પણ પ્રકારની મૂર્તિ પૂજા મને નાપસંદ હતી, અને વ્યકિતના આંતરિક ગુણા પૂજા અને ચિન્તનનું પાત્ર બનવા જોઇએ, તે આતરિક ગુણેનું સ્થાન સ્મૃતિ અને પ્રતિમા લે તે સામે પણ મને એટલે-જ અણગમા હતા. મને લાગતું કે આપને ઔપચારિક અનુષ્ટાતે કરવા બહુ ગમે છે અને એમ કરીને . આપણું કર્તવ્ય પૂરૂ થઇ ગયું અમ આપણે માનતા હાઇએ છીએ. પણ આ વિષે વધારે વિચાર કરતાં મને લાગ્યું છે કે જો કળાની દૃષ્ટિએ સુન્દર કૃતિ હાય તા ગાંધીજીની પ્રતિમા અથવા તેના જેવું ખીજુ કાંતક જાહેરમાં મૂકવા સામેના મારા વાંધા બરાબર નહોતા. મને લાગ્યુ છે કે આવું કાંઇક કરવામાં આવે તે ઇચ્છવા યોગ્ય છે; કારણ કે તેવી પ્રતિમા તે તે મહાપુરૂષની યાદ આપવામાં આખરે ઉપયોગી બને છે. તે વડે આપણા દિલમાં અને તે પ્રતિમાનાં જે કાઇ, દન કરશે તે સર્વના દિલમાં તે મહાપુરૂષનું ભારતના તે પનેાતા પુત્રનુ–સ્મરણ ઓછાં વધતા અશે તાજું થશે, અને તેવુ
સ્મરણ આપણને થાડા વખત માટે પણ. વધારે યપરિણતવધારે શુભલક્ષી-બનાવશે. આમ હોવાથી અહિં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા જે ખરેખર એક સારી કળાકૃતિ છે. તેને હું આવકાર છું.
તેમને વિચાર કરશે તે આપણા ભલા માટે છે, કારણ કે, મને લાગે છે કે, તેમનું માત્ર ચિન્તન જ આપણને સારા બનવામાં સહાયક બને તેમ છે. આપને યાદ હશે કે તેમની જીવન્ત ઉપસ્થિતિ આપણને જેમ અન્તઃસશોધન તરફ ખેંચી જતી તેવી જ રીતે તેમનું ચિન્તન પણ આપણને અન્તર્મુખ બનાવતું.. અને આપણી જાતને ઊંડાણથી નિહાળવા પ્રેરતું અને તેથી તેમની સમીપ હાવાનું બેનતાં જેમ આપણા આન ંદનો પાર રહેતા નહોતા તેવીજ રીતે આપણે તેમના સાથી હેવાની યે!ગ્યતા ધરાવીએ છીએ કે નહિ ? વસ્તુતઃ જેવા આપણે નથી તેવું જ કાંઈક આપણે કદાચ ખેલી રહ્યા નથી ને ? અથવા તે તેને જ કાંઇક દેખાવ આપણે કરી રહ્યા નથી ને ? આવે સનાતન પ્રશ્ન આપણી અંદર વેદના-વ્યાકુળતા જન્માવતા હતા. તેઓ જ્યારે વિદ્યમાન
૧૨૧
હતા ત્યારે જો આપણે આવા અનુભવ હતા, તે જ્યારે તે આપણી વચ્ચે નથી ત્યારે તે સવેન કેટલું વધારે તીવ્ર હોવું જોઇએ? આમ તેમનું સ્મરણ હંમેશા આ સનાતન પ્રશ્ન ઉપસ્થિત કરતુ' 'રહ્યું છે અને તેમના વિષેની ઓપણી નિષ્ઠાને પડકારી રહેલ છે, પણ સાથે સાથે હવે એમ પણ લાગે છે કે આવા નિરર્થીક પ્રશ્નચિન્તનમાં આપણુ જીવન વીતાવતા રહીએ એ યાગ્ય નથી. આપણે ગાંધીજીના સ ંદર્ભમાં આપણા કધમ ના નિર્ણય કરવા જોઇએ, જીવન્ત વત માનને લક્ષ્યમાં રાખીને આપણે પૂરા સક્રિય અનવુ જોઇએ, અને આખરે આપણી સુઝ મુજબ આપણી અંદરના પ્રકાશ મુજબ આપણે મક્કમપણે ગતિશીલ થવુ
થવુ
જોઇએ.
આ વિષયની એક ખીજી બાજુ પણ છે. આપણી પોતાની સુઝ અનુસાર વી ન શકાય એવી પરિસ્થતિ અંગે શું કરવું? કેમ વિચારવું? આ રીતે એક બીજી મેાટી મુશ્કેલી ઉભી થાય છે. ગાંધીજી પયગ ભર કાટિની વ્યકિત હતા, એક મહાન નેતા હતા અને એમ છતાં રાજકારણી આગેવાને જે પ્રકારના સાધારણ રીતે જોવામાં આવે છે તે ગમે તેટલા મેટા હોય તે પણ—આ રાજકારણી આગેવાનો કરતા તદ્ન જ ભિન્ન પ્રકારના હતા. પેલા કહેવાતા રાજકારણી આગેવાનોને અને રાજકારણી’ શબ્દ હું કાષ્ઠ ખાટા કે ખરાબ અર્થાંમાં કે. કટાક્ષમાં વાપરતા નથી; હું તે. ઉચ્ચકેાટિના નેતાઓ, રાજકારી પુરૂષો, મુત્સદ્દી લેાકેાના નેતાઓના ખ્યાલ રાખીને આ કહી રહ્યો છુ કે આ રાજકારણી. આગેવાનોને-એવા લોકો સાથે વ્યવહાર કરવાના હાય છે કે જેમને તેએ દારવણી આપતારા લેખવામાં આવે છે, પણ જેમને તેમની એટલે કે તે લેાકાની પેાતાની જેટલી તાકાત હોય તેટલી મર્યાદામાં જ તે દોરી શકે છે. લાક નેતાંને સત્ય દેખાતુ હોય—હું એ શબ્દ મર્યાદિત અથ માં વાપરૂં છું – પણ જેમને તે ઘેરી રહેલ છે તેમને તે સત્ય ન દેખાય તે તણે શું કરવુ ? જો તેમને તે દૂર સુધી દેરી ન શકે અને પોતે એકલા જ આગળ દોડી જાય તે તે કાંઇ કષ્ટ પરિસ્થિતિ કહેવાય નહિ. જો તે તેમની સાથે પગલાં માંડીને ચાલવા જાય તા તેને જે સત્યને ભાસ થયા છે તે સત્યને અથવા તેમાં તે સત્યમાંથી કુલિત થતા કાને અમુક પ્રમાણમાં તેણે મર્યાદિત કરવું પડે, કારણ કે અન્ય લોકોને તે સત્ય યેાગ્ય રીતે અથવા તે પૂરતા પ્રમાણમાં દેખાયું નથી. અને તેથી જે ખાખતા તેણે કરવી જોઇએ અને જે બાબતા તેના ખ્યાલ મુજબ અમુક મર્યાદિત રૂપમાં જ અમલી બની શકે તેમ છે. એ બે વચ્ચે બાંધાડ કરતા રહેવાને જ પ્રશ્ન મુખ્યત્વે કહીને તેને હંમેશા અકળાવ્યા કરતા રહેવાના. અને, એશક, એક રીતે ગાંધીજી માત્ર ઉચ્ચ કક્ષાના સિદ્ધાન્તવાદી હતા અને સત્યના ઉપાસક હતા. એટલું જ નહેતુ પણ, લેાકાની માડ - સાથે તે ખૂબ સંપર્કમાં હતા. ખરૂ પૂછે, તે જો કાઇ ભારતની પ્રજાના ખરા. પ્રતિનિધિ હોય તેાં. તે માત્ર ગાંધીજી હતાં. તે પ્રજાસમુદાયને આરપાર ઓળખતા અને આપણાંમાંના ઘણા છે તે કરતાં ખૂબ વધારે તે તેમના અંગભૂત-અવયવ સમાન હતા. ગાંધીજીએ લૉને ચમત્કાર કરી દેખાડવા કહ્યું, તેએ એટલે કે લોકેા ચમત્કાર કરી શકે તેમ છે. એમ ગાંધીજીએ માન્યું અને તે મુળ લાકોએ ચમકાર કરી પણ દેખાડયા. હું માનું છું કે જે કરવાનું લૉકા માટે ખીલકુલ શકય જ નહેતુ તેવુ કાંધ પણ કરવાનું તેમણે લેક્રેને કદિ કહ્યું નહતું. તેમણે કાઇઃ એક વ્યક્તિ પાસેથી વધારે કડક શિસ્તની અપેક્ષા રાખી ’ હશે, પણ જનસમુદાય વિષે તેમણે કદિ એવી કડક અપેક્ષા સેવી નહાતી, આમ છતાં પણ જે તેમને ખાટુ લાગતુ તે સાથે તેમણે કદિ બાંધછોડ કરી નહેતી અને આ વિશાળ દુનિયામાં એવા એક પણ રાજકીય નેતા જોવામાં આવ્યું નથી - પછી તે ભલેને ગમે તેટલો મે ટ હોય કે જેને પોતાના વિચારે