SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૨૦૫૯ પ્રખું નાનકડા દીપક દરરાજ અંકિત થતા હતા. એ દીપકનુ પ્રતિદિન ઘટતું જતું કદ જોવા કેટલી ઉત્સુકતાથી દરાજ ‘જન્મભૂમિ’નાં પૃષ્ઠ ફેરવતાં હતાં એ મને હજી યાદ છે.' આકારોની વિઘાતક પ્રવૃત્તિ રઝાકારા હૈદરાબાદ રાજ્યમાં વિધાતક પ્રવૃત્તિએ પૂરબહારમાં કરતા હતા. લેકામાં ઉશ્કેરાટ હતા. રાજ્ય સત્યને ઇનકાર કરતુ` હતુ ત્યારે શ્રી શેઠ જાતે હૈદરાબાદ ગયા. સાથે ફોટોગ્રાફર અને મુવી કૅમેરા લેતા ગયા. બની રહેલા બનાવાની છષ્મીએ લીધી અને વ માનપત્રમાં તેને પ્રસિદ્ધિ આપને સત્ય પ્રકાશમાં આણ્યું. લેહાર્ હત્યાકાંડ શ્રી જયનારાયણ વ્યાસ લેાહારૂના હત્યાકાંડની તપાસનુ` વણુ ન આ પ્રમાણે કરે છે: મુંબઇમાં ખબર મળ્યા કે લેહામાં ગળીબાર થયા છે અને એએક ડઝન જેટલા માણસોએ જીવ ગુમાવ્યા છે, અખિલ હિંદ રાજસ્થાન પરિષદે અને ‘જન્મભૂમિ’એ મને લાહુ જઇ હેવાલ રજૂ કરવા માકયે લાહારૂ અને બિકાનેર વિસ્તારમાં જાતે ઘણા સખત હતા. એ વિસ્તારમાં થઇને બ્રિટિશ-હિંદી કહેવાતા પ્રદેશમાં જવા સારૂ મારે એક જાટના પોશાક પહેરવા પડ્યા હતા. આખરે હું ત્યાં પહેાંચ્યા, પરંતુ ડઝનબધ જાસુસે। મારી ફરતે ફરી વળ્યા હતા. સેંકડો સાક્ષી ત્યાં આવતા અને કહ્યુ ખૂનામાં પરિણમેલ ગોળીબારના બનાવની વિગતા વણુ વતા. મરણુ પામેલાઓના ફોટાગ્રાફ પણ મેં મેળવ્યા અને એ બધુ... મુંબ મોકલી આપ્યું. પરંતુ હું પકડાઇ જાઉં તે પણ એકઠી કરેલી સામગ્રી નષ્ટ ન થાય એ માટે આ બધું મારે જુદા જુદા વિશ્વાસુ કાકા મારફત મેાકલવું પડયું હતું.'' ‘જન્મભૂમિ’ના સાહસેામાંથી આ તેા થેલ નમૂના છે. તેની કારકિદી આવા દૃષ્ટાંતાથી ભરપૂર છે. રાજસ્થાની પ્રજાનું આશ્રયસ્થાન ભાવનગર પ્રજાપરિષદ, અન્ય રાજ્યાનાં પ્રજામ`ડળા કે પરિષદ, કાઠિયાવાડું રાજકીય પરિષદ રાજ્યસમૂહાની એવી જ સંસ્થા ‘જન્મભૂમિ’ને પેાતાનું મુખપત્ર માનતા. ‘જન્મભૂમિ'એ આ સંસ્થાએના ઉદ્દેશાને પોતાના ગણ્યા હતા, તેની વાતને પોતાની માની હતી અને તમામ શક્તિથી તેમાં તેણે સાથ પુરાવ્યા હતા. અખિલ ભારત રાજસ્થાન પ્રજાપરિષદને જન્મ આપવામાં, તેને લડતની સાધનસામગ્રી પૂરી પાડવામાં, તેને રાજસ્થાની પ્રજાની લડાયક સંસ્થા તરીકે તૈયાર કરવામાં ‘જન્મભૂમિ'ના મોટા હિસ્સા હતા. તેનું કાર્યાલય ‘જન્મભૂમિ'ના કાર્યાલયના ભાગ હતું. તેના મંત્રીઓ જન્મભૂમિ'ના કાર્ય કરા હતા. રાજસ્થાની પ્રજાના કા કરી અને લડવૈયાઓ માટે ‘જન્મભૂમિ' એક આશ્રયસ્થાન હતું, મંત્રણાનું ધામ હતું અને પ્રેરણા અને પ્રેત્સાહનનું વાહન હતું. રાજકોટની ઐતિહાસિક લડતમાં, ‘હિન્દુ છેડેની લડતમાં, જૂનાગઢની ‘આરઝી હકુમતે’ ઉઠાવેલી લડતમાં, છિન્નભિન્ન થયેલા સૌરાષ્ટ્રને એક અને અખડ બનાવવાના આન્દોલનમાં, ગરાસદારી નાબૂદીની હિલચાલમાં, ભૂપતના ઓઠા તળે છુપાયેલાં શકિતશાળી પ્રત્યાધાતી ખળા સૌરાષ્ટ્રની ભૂમિને ધમરાળતાં હતાં ત્યારે ‘જન્મભૂમિ'ની સંસ્થા સાચા સહાયક અને સાયીની ગરજ સારતી હતી. સીકર અને લાહારૂના હત્યાકાંડો, તિહરી ગઢવાલની શ્રીદેવ સુમનની શહીદી, પતિયાળાનાં તહેામતનામાં, એરિસ્સાનાં રાજ્યાની ભયંકર ભૂતાવળા, મહિસર-ત્રાવણુકાર-હૈદરાબાદ-કાશ્મીરના પ્રજાકીય આંદોલને! અને લડતા—આ બધામાં !‘જન્મભૂમિ'ના હિસ્સા નાનાસતા ન હતા. ‘જન્મભૂમિના જન્મ શ્રી અમૃતલાલ શેઠે રાજસ્થાની પ્રાપરિષદના પ્રતિનિધિ તરીકે બીજી રાઉન્ડ ટેબલ સમયે વિલાયત ગયા હતા. ત્યાંથી પાછા 3 જીવન કરતાં તે પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં મિત્રએ શ, ૪૬,૦૦૦નો ફાળા કરી આપ્યો. તેમાંથી તેમણે 'Sun' નામનુ અગ્રેજી દૈનિક ૧૯૩૪ના માર્ચમાં મુબઈમાં શરૂ કર્યું". આ પત્ર ટાંચા સાધનોથી ચલાવવું અશકય હતું. ભારે ખેાટ ગઇ. આ ખાટ ભપાઇ કરવા અને અંગ્રેજીને બદલે ગુજરાતી દૈનિક મારફત ધ્યેય સિદ્ધ કરવા શ્રી શેઠે ગુજરાતી દૈનિક પત્ર વિચાર કર્યાં. એ રીતે. ‘જન્મભૂમિ'ના જન્મ થયો. સન' તે ડૂબ્લુ, પણ ‘જન્મભૂમિ’ તરી ગયુ' વિકસ્યું અને પ્રજાનું માનીતું બન્યું. ૯૩૬માં એક લેખ લખવા માટે સરકારે ‘જન્મભૂમિ’ પાસેથી છ હજારની જામીનગીરી માગી, તેની આબરૂ તે લાખાની હતી. પણ જામીનગીરી ભરવા પાસે કોડી નહેાતી. છેલ્લી ક્ષણે એક મિત્ર વહારે આવ્યા ત્યારે આ રકમ જમા થઈ શકી. ૧૧૫ 'જન્મભૂમિ', આર્થિક ઝ ંઝાવાતમાંથી વાર વાર પસાર થયુ છે. મિત્રાની, શુભેચ્છકેાની, વાચકાની મદદ વિના તે તરી પાર નીકળી શકયું ન હત. છાપવાના કાગળ ખરીદવા માટેના પૈસાના ઘણીવાર કાંકાં હાય. વિદેશી કાગળના વેપારી આંઠ ઉપર કેટલુ ધારે? પત્રની નીતિ ધડવામાં એને રસ પડે. સંચાલકા એ શેના કબુલ રાખે? પત્રની સ્વતંત્રતા સાચવી રાખીને તેને સુરક્ષિત, સ્થિર, સમૃધ્ધ કરવામાં સ્વ. અમૃતલાલ શેઠ તથા શ્રી, શાંતિલાલ શાહે ઘણા માટા ભાગ ભજન્યેા છે. પત્રને પ્રાયને પડધા પાડવામાં, સફળ કરવામાં સ્વ: મણિશ’કર ત્રિવેદીએ તથા સ્વ॰ સામળદાસ ગાંધીએ પણ ભાગ ભજવ્યા છે. વમાન તંત્રી શ્રી. મેાહનલાલ મહેતા મેપાન તેમને વારસામાં મળેલી ઉજ્જવળ પર પરા અહેશાથી સાચવી રહ્યા છે, અને ‘જન્મભૂમિ' તથા સાહિક પ્રવાસી' વિકસાવી રહ્યા છે. શ્રી. ગિલાણીએ અથાગ પરિશ્રમ, અભ્યાસ અને ખ`તથી સાપ્તાહિક વ્યાપાર ને લેકપ્રિય અને વ્યાપારી આલમમાં માનીતુ બનાવ્યું છે. સુરતમાં શ્રી. કાલીદાસ શેલતે સ્થાપેલુ' પ્રતાપ' છેલ્લા તેત્રીસ વર્ષથી લાકસેવા બજાવે છે. ૧૯૫૪માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટે તેના વહીવટ સંભાળ્યા ત્યારથી તે આ સંસ્થાનું અ’ગભૂત બન્યું છે ભુજથી છેલ્લાં તેર વર્ષ થી પ્રસિધ્ધ થતુ કચ્છમિત્ર' કચ્છની પ્રજાની સારી સેવા બજાવે છે. ટ્રસ્ટે ૧૯૫૫ માં તેને વહીવટ સભાગ્યે, હવે તેને વધુ વિકસાવવાના ઇરાદે છે. આ બન્ને દૈનિક પત્રા છે. અપૂર્ણ કનૈયાલાલ દેસાઇ ચિત્રા સાથે ભગવદ્ગીતા વિષે પ્રવચન તા. ૨૧-૮-૫૯ સોમવારના રાજ સાંજના ૬ડા વાગ્યે શ્રી મુંબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે મને હર'માં શ્રી.પરમાનદ મહેરાએ મેજીક લેન્ટન લાન્ડ્ઝ સાથે શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર જાહેર પ્રવચન કર્યું હતુ. શ્રી. પરમાન ંદ મહેરા મુબઇમાં કેટલાંક વર્ષોથી વસતા સિંધી ગૃહસ્થ છે. મહેરા પ્રીન્ટરી નામનું એક માટુ' છાપખાનું તે ચલાવે છે તેમણે ધમશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં છે અને અધ્યાત્મના રંગે તેમનું જીવન ર ંગાયલું છે. વળી પાતે એક સારા ચિત્રકાર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને ચિત્રા તૈયાર કર્યાં છે અને તે ચિત્રા ઉપરથી તેમણે સ્લાઇડ્ઝ કેન્દ્રમાં રાખીને તેમણે પોતે જુદા જુદા વિષયેા ઉપર કેટલાંક તૈયાર કરી છે, પ્રોજેકટરની મદદ વડે એક એક સ્લાઇડ દેખાડતા જાય અને સામેના પડદા ઉપર પડતી પ્રતિચ્છાયા દ્વારા પ્રત્યેક ચિત્રનું હાં સમજાવતા જાય તેમ લગભગ સવા કલાક સુધી જ્ઞાન, ક`. યાગ, ભક્તિ વગેરે વિષયા ઉપર તેમણે ઉદ્ભધિક પ્રવચન કર્યુ હતું. ભગવદ્ ગીતા ઉપર આ ચિત્રો અને વિવેચનયુક્ત એક ભવ્ય ગ્રંથ તેમણે તૈયાર કર્યાં છે. અને અગ્રેજી તથા હિ'દી ઉભય ભાષામાં તે ગ્રંથ લખ્યા છે. આ રીતે કઠપનિષદ્ ઉપર પણ તેમણે એક સચિત્ર ગ્રંથ તૈયાર કર્યાં છે. તાજેતરમાં આઠ મહિના સુધી તે અમેરિકામાં પ્રવચનપ્રવાસે ગયા હતા અને સ્થળે સ્થળે તેમણે ત્યાંની પ્રજાને ભગવદ્ગીતાના સંદેશા સમળાવ્યેા હતેા. તેમના આ ચિત્ર જ્ઞાન તથા અનુભવના લાંભ · આપવા બદલ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તેમને ઋણી છે. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સર્વે
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy