SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પ્રબુદ્ધ જીવન સેવાનિષ્ઠ ઉદારચરિત સ્વ. વીરચંદુભાઈ “વીરચંદ્રભાઇના દુ:ખજનક અવસાનના સમાચાર જાણીને હું બહું દિલગીર થયા. તેઓ પોતાની પાછળ રચનાત્મક અને ગાંધીવાદી વિચારધારણ ઉપર આધારિત એવા જીવનની એક ઉદાત્ત પરંપરા મૂકી ગયા છે. તમા સર્વ પ્રત્યે હુ ઊંડી સહાનુભૂતિ અનુભવું છુ. અમે એક ઉમદા સાથી-સહકા કર્તા ગુમાવ્યો છે,” (તાર મારફત સ ંદેશ. ) તા. ૧૧---૧૦-૧૯-વિજયાદશમીની વહેલી સવારે શ્રી. વીરચંદ પાનાચંદ શાહનું લાંબા સમયની શરીરક્ષીષ્ણુતાના પરિણામે ૭૨ વર્ષની ઉમ્મરે મુંબઇ ખાતે અવસાન થતાં પાપણા વિશાળ સમાજને એક મિટાવાન સામાજિક કાર્યકર્તાની અને રાષ્ટ્રીય મહાસભાને એક વફાદાર કૉંગ્રેસીની ખેટ પડી છે, જેની સાથે વર્ષોંથી એક મિત્રના સબંધે સકળાયેલા હાઇએ, તેની અનેક સુધટના એથી અતિ બનેલી જીવનપ્રતિભાનુ' મર્યાદિત શબ્દોમાં મૂલ્યાંકન કરવું બહુ મુશ્કેલ છે. પ્રત્યેકના વિદ્યાથી જીવનકાળથી, અમે . એકમેકને ઓળખતા હતા. તેઓ ભાવનગરની સામળદાસ કાલેજમાં ભણુતા હતા અને જૈન ખેડીંગમાં રહેતા હતા; હું મુંબઇની કાલેજમાં ભણતા હતા પણ વેકેશનેામાં ચાલુ ભાવનગર આવતા જતા હતો. ત્યારથી અમારાં પરિચયની શરૂઆત થયેલી અને ત્યારથી જાહેર જીવન સાથે પશુ ભિન્ન ભિન્ન રીતે મારા તેમજ તેમના સ ંબધ શરૂ થયેલા. કેટલેક ઠેકાણે અમે સહકાય કર્યાં હતાં; કેટલેક ઠેકાણે તેમનુ અને સારૂ કાય ભિન્ન વતુલાનેં સ્પર્શતુ'; પણ મનથી અમે કેદિ જુદા પડયા નહોતા. અભ્યાસ પૂરા કર્યાં બાદ તે મુંબઇ આવી વસ્યા અને વ્યાપારમાં જોડાયા. વિધિની અનુકુળતા વધતી થઇ અને ૧૯૧૯માં ૩૨ વર્ષની ઉમ્મરે મુંબષ્ટમાં વીરચ/ પાનાચંદની કંપનીના નામે તેમણે સ્વતંત્ર કામકાજ શરૂ કર્યું. એક બાજુએ તેમની પેઢીનું કામ વધતુ ચાલ્યુ, પરદેશ સાથે—ખાસ કરીને પૂર્વ આફ્રિકા સાથેતેમના વ્યાપાર વિકસતા ગયા. બીજી બાજુએ જાહેર જીવનમાં પણ તે વધારે ને વધારે આગળ આવતઃ ગયા. ૧૯૨૬-૨૯ના સમય દરમિયાન તેમણે મુંબઇની કારપેારેશનના પ્રજાનિયુક્ત સભ્યનું સ્થાન રોભાયુ. ૧૯૨૯–૩૦ મુંબઇના માંડવી વિભાગની કૉંગ્રેસ કમિટીના તેઓ પ્રમુખ બન્યા. ૧૯૩૦ની સામુદાયિક સત્યાગ્રહની લડતમાં તેમણે આગેવાનીભયે† 'ભાગ લીધે અને મુંબઇની નવમી સંગ્રામ સમિતિના તેઓ ડિકટેટર’ નીમાયા અને જેલવાસી બન્યા. એ જ સામુદાયિક સત્યાગ્રહની ખીજી આવૃત્તિ પ્રસ ંગે પણ અંગ્રેજ સરકારે તેમને કારાગૃહમાં લાંબી મુદત માટે હડસેલી દીધા. આવી જ રીતે ૧૯૩૭–૩૮ના રાજકાટ સત્યાગ્રહ વખતે મુંબથી સત્યાગ્રહીએની ટુકડી ઉપડતી હતી ત્યારે આમાંની પહેલી ટુકડીના તેઓ આગેવાન બન્યા હતા અને આ રીતે ૧૯૩૮માં તેમણે જેલવાસને નાતા હતા. ઉપર જણાવેલ ૧૯૩૦-૩૨ની સવિનય સ॰ાગ્રહની લડત આદ તેએ પોતે પોતાની પેઢીની જવાબદારીથી નિવૃત્ત થને સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક આવેલા પેાતાને વતન સમઢિયાળામાં સ્થિર થયા હતા અને તેના સલક્ષી ઉદ્ધાર પાછળ પોતાની સમગ્ર શક્તિઓને તેમણે કેન્દ્રિત કરી હતી. ૧૯૧૫ થી ૧૯૩૦-૩૨ સુધી તેમનું 'પ્રવ્રુત્તિક્ષેત્ર મુંબઈ રહેલું. ત્યાર બાદ સમઢિયાળાને કેન્દ્રમાં રાખીને સૌરાષ્ટ્રને 'તેમણે પોતાનું કાયક્ષેત્ર બનાવ્યુ. સમઢિયાળા જામનગર રાજ્યનું એક ગામ હતું. આ કારણે જામનગર- પ્રજાકીય હીલચાલ સાથે તેઓ સંકળાયા, ત્યાંની પ્રજાના અમ તા. ૧૬-૧૦-૧૯ ખર તેઓ આગેવાન બન્યા, જામનગર રાજ્ય પ્રજામંડળની તેમણે સ્થાપના કરી અને તેના તેએ પ્રમુખ બન્યા. સમઢિયાળામાં તેમણે કેવળ રચનાત્મક કાય ની દિશાએ જ એક પછી એક પ્રવૃત્તિ શરૂ કરી હતી, પણ એ વખતના સત્તાધીશ જામસાહેબે વીરચંદભામાં એક કૉંગ્રેસી રાજદ્વારી ચળવળીયા જ જોયા હતા અને એ કારણે તેમના કાર્ટીમાં જાત જાતની અડચણા તેમના તરફથી ઉભી કરવામાં આવી હતી. અમારી જેવાને થતું કે વીરચંદભાઇ જામનગર રાજ્યના સમઢિયાળામાં જઇને પોતાની શાંકેતને નકામી વેડફી રહ્યા છે, પણ તેમણે ગમે તેવા પ્રતિકુળ સમેગા વચ્ચે પણ પોતાના ગામને વળગી રહેવાના અને ગામના લાકનું ખતે તેટલુ ભલું કરવાને નિણૅય કરેલા તેમાં તે દિ ચળાયમાન થયા નહોતા. ત્યાં તેમણે ગ્રામસુધારણા સમિતિ સ્થાપી અને સમય જતાં એક મેટું હોસ્પીટલ ઉભું કર્યું, જે આજે તે પ્રદેશમાં વસતી જનતા માટે એક મહાન આશીર્વાદરૂપ બની રહ્યુ છે. દેશને આઝાદી મળ્યા બાદ અને સૌરાષ્ટ્રનુ એકમ સ્થપાયા બાદ ૧૯૪૮માં શરૂ કરવામાં આવેલી સૌરાષ્ટ્રની પ્રથમ ધારાસભાના તે સભ્ય બન્યા અને ૧૯૫૩ સુધી તે સ્થાન ઉપર ચાલુ રહ્યા. તેમના વતન સમઢિયાળાને સૌરાષ્ટ્ર સરકારે તેમની તે ગામ પ્રત્યેની અનેકવિધ સેવાની કદર તરીકે‘વીરનગર ' એવું નામ આપ્યુ. - શ્રી. વીરચ દભાઇની ઉદારતાએ અનેક સાર્વજનિક ક્ષેત્રને સારા પ્રમાણુમાં અસીંચન કયુ છે. જેની વિગતવાર નોંધ કરવાનું અત્યારે શકય નથી, પણ તેમની ઉદારતાનો ખ્યાલ આપે એવી એ ત્રણ બાબતનો ઉલ્લેખ અહિં પ્રસ્તુત લેખાશે. શ્રી વીરચંદભાઇએ પેાતાની અંગત મૂડીમાંથી : પાંચ લાખ રૂપિયાનું એક ટ્રસ્ટ કર્યુ” હતું, જેને તેમણે વીરચંદ્ર પાનાચંદ કળવણી ટ્રસ્ટ” એવુ નામ આપ્યું હતું, પેાતાનાં કુટુંબીજને માંથી ખીજા પાંચ લાખ એકઠા કરીને તમણે ‘સૌરાષ્ટ્ર મેડીકલ ટ્રસ્ટ” ઉભું કર્યુ હતુ અને ત્રીજી' પેતાના દેશ પરદેશના-વિશેષે કરીને પૂર્વ અફ્રિકાના-આડતીયાઓ પાસેથી છ લાખ રૂપિયા એકઠા કરીને “સૌરાટ્ હોસ્પીટલ ટ્રસ્ટ” ઉભું કર્યું હતું. આ રીતે સાળ લાખ રૂપિયા જેટલી મોટી રકમ કેટલાંય વર્ષો પહેલાં સૌરાષ્ટ્રની આમ જનતાના સુખ, રવાસ્થ્ય અને કંલ્યાણ ' અર્થે તેમની માત સૌરાષ્ટ્રના ચરણે સમર્પિત કરવામાં આવી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Charity begins at home'. સેવાની શરૂઆત ધરથી થાય છે.' આના ભાવા એમ છે કે સેવા ધરથી શરૂ થઇને તેનુ ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતુ જાય છે. આ ઉક્તિ તેના ભાવાય સાથે શ્રી વીરચંદભાઇએ પોતાના જીવનમાં સર્વાંશે સાક બનાવી હતી. પુરૂષા અને વિધિની અનુકૂળતાને પરિણામે શ્રી વીરચંદભાઇને જેમ જેમ આર્થિક ઉત્કર્ષ થતા ગયા તેમ તેમ તેને લાભ પહેલાં પોતાના કુટુ’ખીજનોને પછી પોતાના વતનને, પછી સૌરાષ્ટ્રને અને તે ____
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy