SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ ન B ૪૬૬. વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન · પ્રભુદ્ધ જૈન' તું નવસકરણુ વર્ષ ૨૧ અંક ૧૨ મુંબઈ, ઓકટોમ્બર ૧૬, ૧૯૫૯, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮ શ્રી મુઈ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ હs - me se as y તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા અલ-હ-અ-સાહ અને જ્ઞા * ‘જન્મભૂમિ'ની (ચાલુ એકટાબર માસની ત્રીજી તાીખે મુંબઇ ખાતે ભારતના વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂના અધ્યક્ષસ્થાને ‘જન્મભૂમિ’ની રજત જયન્તી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ જેના ઉપક્રમે ‘જન્મભૂમિ' પત્રનું પ્રકાશન કરવામાં આવે છે તેના પ્રમુખ શ્રી. કનૈયાલાલ એન. દેસાઇ તરફથી. સ્વાગત પ્રવચન રજી કરવામાં આવ્યું હતુ.. તે પ્રવંચનના અધ ભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે; બાકીને અન્ન ભાગ હવે પછીના અેકમાં પ્રગટ કરવામાં આવશે. આ પ્રવચનની. 'દર જન્મભૂમિ પત્રને ૧૯૩૪ ના જુન માસમાં જન્મ થયા ત્યાર પછીથી આજ સુધીમાં બનેલી ‘જન્મભૂમિ'ને લગતી વિશિષ્ટ ઘટનાઓને જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યા નથી, પણ પ્રસ્તુત જન્મભૂમિના જે પૂર્વભૂમિકા ઉપર ઉદય થયા તે એટલે કે સૌરાષ્ટ્ર' નામના સાપ્તાહિક પત્રનેા સ્વ. અમૃતલાલ દલપતભાઇ શેઠના હાથે ઇ. સ, ૧૯૨૧ના એકટોબર માસમાં જન્મ થયો, તે બધ થયુ' અને રેશની શરૂ થયુ, તે બંધ થયું અને ફુલછાબ શરૂ થયું ત્યાં સુધીની-પૂર્વભૂમિકા સાથે જોડાયેલી વિશિષ્ટ ઘટનાઓને પણ સુયેાગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અને એ સવ પાછળ સ., અમૃતલાલ દલપતભાઇ શેઠની નીડરતા, સાહસિકતા અને આયેાજનકુશળતાને મૂર્તિ મન્ત કરતી વિરલ છ્યનપ્રતિભાનાં આછાં દર્શન થાય છે. આ આખી યશોગાથા જન્મભૂમિના તે દિવસનાં અંકમાં પ્રગટ થઇ ચૂકેલ હોવા છતાં અહિં તેને પુનઃ પ્રસિદ્ધિ આપવાનું એટલા માટે ઉચિત ધાયુ" છે કે દૈનિક પત્રમાં પ્રગટ થતી અનેક નબળી સાથે સાળી વસ્તુએ વાંચકોની આંખોને અને મનને પૂરી સ્પર્સા સિવાય એકઠી થતી પસ્તીને સતિ થાય છે. પ્રસ્તુત યશગાથાને તેવી વિસ્મૃતિ અને ઉપેક્ષામાંથી બચાવી લેવા માટે અહિ' પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યોગાથામાં અન્તગત કરવામાં આવેલી ઘણી ખરી ઘટનાઓ સાથે સીધી કે આડકતરી રીતે અંગત સવેદને સંકળાયેલાં છે. આ હકીકતે પણ પ્રરતુત યશોગાથા તરફ ચિત્તને સવિશેષ આપ્યુ. હાય. પરમાનંદ) માનનીય પ્રમુખશ્રી, બહેન અને ભાઈઓ, ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ'ના અધ્યક્ષ તરીકે દેશના લાડીલા નેતા અને વડા પ્રધાન પંડિત જવાહરલાલજીના ‘જન્મભૂમિ' પત્રના રજતજયતીના ઉત્સવમાં સમારંભના પ્રમુખ તરીકે હું સત્કાર કરૂ છું. તે આ સ'સ્થા સાથે નિકટ સંબધથી સાંકળાયેલા છે. સંસ્થા એમને અપરિચિત નથી. આ સંસ્થા સાથે ભગિનીભાવે જોડાયેલી અખિલ હિન્દ રાજસ્થાની પ્રજા પરિષદના પ્રમુખ અને સુકાની તરીકે વ સુધી તે ‘જન્મભૂમિ” સાથે સંપર્કમાં આન્યા છે અને આપણને તેઓશ્રીની સાથે આત્મીયતા સાધવાનુ સન્માન પ્રાપ્ત થયું છે. નવ કરે.ડની રાજસ્થાની પ્રજાના મુખપત્ર તરીકે ‘જન્મભૂમિ’ની સ્થાપના ચશાગાથા થઇ હતી. રજવાડી જુલમજહાંગીરીની સામે પાકાર ઉઠાવવા ઉપરાંત ‘જન્મભૂમિ’એ દેશના સ્વાત’ત્ર્યસ'શ્રામમાં પણ યશસ્વી ભાગ ભજવ્યે છે એ કારણે આપણા દેશના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાનાયક અને રાજસ્થાની પ્રજાના મુકિતસંગ્રામના અગ્રણી જવાહરલાલજી આજના ઉત્સવ પ્રસંગે પ્રમુખરથાને બિરાજે અને આપણને સૌને પ્રેત્સાહન અને માર્ગદર્શન આપે એ કેટલું સુયેગ્ય અને સાથ ક છે ? આપણુ નિયંત્રણ સ્વીકારીને દેશના અનેકવિધ પ્રચંડ જવાબદારીમાંથી આ પ્રસંગ માટે પોતાનેા કીમતી સમય તેઓશ્રીએ ફાજલ પાડયે તે માટે આપણે તેઓશ્રીના ઋણી છીએ, સસ્થા તરફથી ' તથા આપના સૌની વતી હું તેશ્રીનો આભાર માનું છું. સારાષ્ટ્ર ટ્રસ્ટ ‘ જન્મભૂમિ ́ પત્રને જન્મ ૧૯૩૪ના જીનની નવમી તારીખે થયા. સૌરાષ્ટ્ર ટ્રેસ્ટ કે જે આ સંસ્થાને વહીવટ કરે છે, તેની સ્થાપના તે પહેલાં ત્રણ વર્ષ-૧૯૩૧ માં-થઇ હતી. ટ્રસ્ટના ઉદ્દેશ શિક્ષણ, આરાગ્ય તથા સંકટનિવારણનાં ક્ષેત્રમાં લેાકસેવા કરવાના તથા તે ક્ષેત્રામાં કાય કરતી સંસ્થાઓને મદદગાર થવાનો છે, શિક્ષણસંસ્થા દ્વારા, પુસ્તકાલયે!' અને ગ્રંથપ્રકાશન દ્વારા અને વત માનપદ્મ દ્વારા લાકશક્ષણુનું સેવાકાય કરવાનો આ ટ્રસ્ટના મનોરથ છે. ટ્રસ્ટ તરફથી ચાર દૈનિક પત્રા, મે સાપ્તાહિકા અને એક વાર્ષિક ૫'ચાંગ પ્રસિદ્ધ થાય છે. મરાઠી ભાષાનું એક દૈનિક પત્ર “ વીસ વષઁ સુધી ચલાવ્યા પછી ગયે વર્ષે તેનું પ્રકાશન સયાગવશાત્ બંધ કરવાની ટ્રસ્ટને કરજ પડી છે. વર્તમાનપત્રાના ફેલાવાનો નવો વિક્રમ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના બધાં વર્તમાનપત્રના ફેલાવા અને સમાચાર તેમ જ વાંચનસામગ્રીની તેની ફારમ અત્યારે ઊંચી ને ઊંચી જતી જાય છે. જ્યુબિલીના દિવસોમાં` “ જન્મભૂમિ-પ્રવાસી 'ના ફેલાવાના આંકડા ગુજરાતી પત્રકારત્વના પ્રતિહાસમાં નહુાતે તેટલે પચાસ હજાર ઉપર ચાલવા માંડયા છે; વ્યાપાર' ના ફેલાવા આ પ્રકારના બીજા કોઇ અંગ્રેજી કે બીજી ભાષાના વર્તમાનપત્ર કરતાં વધુમાં વધુ છે અને હજુ વધતા જ જાય છે. તે રીતે ‘જન્મભૂમિ’ વર્તમાનપત્ર આ વિસામાં વેચાણના આંકડાના નવા વિક્રમ સર્ ફરી રહેલ છે. ‘ જન્મભુમિ’કતવ્ય ક્ષેત્ર ‘ જન્મભૂમિ’ ની સ્થાપના સમયે રાજસ્થાની પ્રજાના અગ્રણી રવ૦ શ્રી અમૃતલાલ શેઠે જન્મભૂમિના કતવ્યક્ષેત્ર વિષે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢયા હતા : “ મારી ઇચ્છા તેા સને ૧૯૨૧ માં ‘સૌર ’નું પ્રકાશન કર્યુ ત્યારે હતી તે જ આજે છે. 'જન્મભૂમિ' એ દુઃખીઓનાં આંસુનુ પાત્ર બનશે; જાલીમાના જુલમેનુ એ ચિત્રપટ ખનશે. આજે એને • પોશાક ભલે નવા છે, પણ કલેવર તો એનું એ જ, જૂનુ ખખડધજ,
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy