________________
wit
80
પ્રબુદ્ધ
ઉપવાસમય પ્રાર્થનાના કાર્યક્રમ વિચાર્યું છે. તા. ૧૫-૯-૫૯ - થી માંડીને બાપુની જન્મ તારીખે પારણાં થશે. એટલે કુલ્લે સત્તર દહાડાના આ પ્રયોગ રહેશે. તેમાં સહાનુભૂતિ આપનારને મારી વિનંતિ છે કે જેને દેશ અને દુનિયાની રાજકીય ક્ષેત્રે એકમાત્ર આશા કૉંગ્રેસમાં લાગતી હોય, તે બાપુની જન્મતિથિ (ભાદરવા વદ ૧૨) એ પ્રાથનામય ઉપવાસ કરે..
આ દિવસે। દરમિયાન મેં ચાર વિકલ્પો લખી રાખ્યા છે, તે પૈકીના કાઇ એક અથવા વધુ પૂરા થશે તે વચ્ચેના દિવસે પણ પારણાં થશે, જેની જાહેરાત થઇ જશે.” સત્તમાલ’ રાજકારણ સાથે સંબંધ ધરાવતા આવા ઉપવાસ અંગેનું નિવેદન બને તેટલું ટુંકું, સ્પષ્ટ અને પ્રત્યેક મુદ્દાને વિશદ' આકારમાં રજુ કરનારૂ હાવુ' જોએ કે જેથી પ્રાકૃત માનવી તેને સમગ્ર અર્થ અને ભાવ બહુ સહેલાÜથી ગ્રહણ કરી શકે, જ્યારે મુનિશ્રી સન્તબાલજીનુ' ઉપર આપેલ નિવેદન અસ્પષ્ટ, કાંઈક ફ્લેટ અને આવશ્યક વિશદતાથી વંચિત છે અને તેથી સામાન્ય વાચક મુનિશ્રી શુ કહેવા માગે છે તે પૂરૂં સમજી ન શકે એમ બનવા જોગ છે. પ્રસ્તુત નિવેદનમાં કેટલીક બાખતો પૂર્વાપરના સિ રજી કર્યા સિવાય આપવામાં આવી છે તે હકીકત પણ નિવેદનને સમજવામાં મેટી મુશ્કેલી ઉભી કરે છે.
મુનિશ્રી જે કારણેાને લીધે કૉંગ્રેસ અ ંગે પોતાને દુઃખ થયાનુ જણાવે છે તેમાં એક કારણ તે પ્રમાણમાં ઠીક ઠીક જુનું છે, આજથી લગભગ અઢી વષ પહેલાં અમદાવાદ જીલ્લાની આપરેટીવ એ કના ખાડ એક ડીરેકટર્સની ચૂંટણી થવાની હતી. આ માટે ધંધુકા તાલુકામાંથી એક ડીરેકટરને ચૂંટવાનો હતો. આ માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધ જે મુનિશ્રીનું પોતાનુ નિર્માણુ છે તે તરફથી તે સ ંધના એક સભ્ય જે કૉંગ્રેસી પશુ હતા તેને ઉમેદવાર તરીકે ઉભા કરવામાં આવ્યા હતો. તેની સામે પ્રાયોગિક સંધનાં જ બીજા સભ્ય એવાં એક ક્રેાંગ્રેસી બહેનને તાલુકા કોંગ્રેસ તરફથી ઉભાં કરવામાં આવ્યાં હતાં, અને તે બહેન આખરે ચુટાયાં હતાં. ભાલનળકાંઠાના પ્રાયોગિક સંધના નીમેલા ઉમેદવાર સામે કાંગ્રેસે આ રીતે પોતાને વધારે અનુકુળ એવાં બહેનને ઉમેદવાર તરીકે આગળ નહાતા મૂકવા જોઇતા એવા મુનિશ્રીના અભિપ્રાય
હો અને તે મુજ” તે સબંધમાં એ દિવસેામાં વિશ્વવાત્સલ્યમાં તેમ જ અન્યત્ર મુનિશ્રીએ ખૂબ ઉહાપોહ કર્યાં હતા. આ ખાખતનું · મુનિશ્રીને દુઃખ હોય—ઊંડું દુઃખ હોય--એ સમજી શકાય તેમ છે, પણ તે જુની થઇ ગયેલી બાબતને આજે પ્રસ્તુત ઉપવાસના અનુસ ધાનમાં ફરીથી યાદ કરવાની ખરેખર શું જરૂર હતી, એવે પ્રશ્ન મનમાં ઉભો થયા સિવાય રહેતા નથી.
જીવન
તા. ૧-૬૦-પ૯
સબંધ છે. તેને લગતા પોતાના દિલમાં સવેદાતા દુ;ખને ભૂલવા માટે છે, એમ તેમના ઉપર આપેલા નિવેદનમાં તેએ સ્પષ્ટ રીતે જણાવે છે. આ જો બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રસ્તુત દુઃખ ભૂલવા માટે આવા ઉપવાસેા ઉપયોગી થઇ શકે ખરા ? ઉલટુ આવા ઉપવાસથી પ્રસ્તુત દુઃખ અને તેનાં કારણેા ઉપર ચિત્ત સતત કેન્દ્રિત અને અને પરિણામે તે દુ:ખ અને તેનાં કારણેાની જડ ચિત્તમાં વધારે ઊંડી બેસે–આમ માનસશાસ્ત્રી કહે છે.
ખીજી બાબત કેરલને લગતી ઘટના. આ પ્રકરણમાં ધ્રાંગ્રેસે કાનૂનભંગી આંદોલનમાં આગેવાની લીધી અને મેસ્લમ લીગને સાથ લીધા તે સંબંધે કાંગ્રેસી વિચારમાં પણ જરૂર મતભેદ છે, પણ આજે તે। તે ઘટના પણ ભૂતકાળમાં પ્રવેશ પામી ચૂકી છે.
ત્રીજો મુદ્દો પાંચથા આઠ ધારણ સુધી માધ્યમિક શાળામાં વિકલ્પે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મુંબઇ સરકારે દાખલ કર્યાંની ઘટનાને લગતા છે અને આ ઘટના તાજેતરની છે. મુંબઇ સરકારે ભરેલા આ પગલાં સામે મુનિશ્રીનું દુઃખ સમજી શકાય તેવુ છે. ” આવી જ રીતે મુંબઇ પ્રદેશનું આગામી વિભાજન પણુ એક એવા મુદ્દો છે કે તેવા ફેરફારને જેએ 'મેટું અનિષ્ટ સમજતા હોય તેમના માટે તે એક મેટા દુઃખનો વિષય બની શકે છે.
પણ મુનિશ્રી આ ઉપવ'સા કાઈ સામાજિક કે રાજકીય ઘટના નિપજતી અટકાવવાના હેતુથી નહિ, પણ એ ભૂતકાળની અને - બે તાજેતરની ઘટનાઓ, જે ચારે ઘટનાઓને કાંગ્રેસ સાથે સીધે
જન ની મોજ mak
શુદ્ધ તપશ્ચર્યાંના ભાવથી કાઈ જૈન મુનિ ટુંકા યા લાંબા દિવસેાના ઉપવાસ આદરે તે! તેની તે અંગત બાબત છે એમ સમજીને તેને આપણે બહુ વિચાર ન કરીએ. અમુક સામાજિક કૅ રાજકીય દુટના અટકાવવાના હેતુથી કાઇ સમાજપ્રતિષ્ઠિત વ્યકિત અન્ય ઉપાય! પૂરી અજમાયશ બાદ નિરક માલુમ પડતાં, એક પ્રકારના સત્યાગ્રહના ખ્યાલથી પ્રેરાઇને, ઉપવાસ ઉપર જવાને વિચાર કરે તો તેવા ઉપવાસનું વ્યાજબીપણું પણું કલ્પી શકાય તેમ છે. પણ દુ:ખ ભૂલવાનું નિમિત્ત આગળ કરીને હાથ ધરવામાં આવેલા આ રાજદ્વારી ઉપવાસનું ઔચિત્ય કાઇ રીતે ગળે ઉતરતું નથી, સિવાય કે તેમનો આશય કેંગ્રેસ અંગેના પોતાના દુઃખને આવા ઉપવાસ વડે વધારે વ્યાપક બનાવવાને અને તેને બહેળી જાહેરાત આપવાના હોય. અલબત્ત, તેમના જો આ આશય હોય તો, તેમનું પ્રસ્તુત દુ:ખ આ ઉપવાસેથી વધારે વ્યાપક ક્ષેત્રને યા જનતાને પથ્યુ છે કે નહિ તે વિષે તે કંઇ કહી શકાય તેમ નથી, પણ તેમના પ્રસ્તુત દુઃખને અને સાથે સાથે તેમને પોતાને આ રીતે ઠીક ફીક જાહેરાત તા મળી જ છે એમાં કાઇ શક નથી, પણ કૉંગ્રેસ કે જેને તે એક માતૃસ ંસ્થા તરીકે ખીરદાવતા રહ્યા છે, તેને આથી શું લાભ થશે તે કલ્પનામાં આવતું નથી.
દર વર્ષે ધણું ખરૂ` એક યા બીજા નિમિત્તે મુનિશ્રીના લાં ટુંકી મુદતના ઉપવાસેા જનતા સમક્ષ આવીને ઉભા રહેતા હાય છે. આ જાણે કે તેમના માટે વાર્ષિક અભ્યાસ જેવું બની ગયું હાય એમ કેટલાકને લાગે છે, સામાજિક અને રાજકીય ક્ષેત્રે ગાંધીજીએ ઉપવાસની પર પરા દાખલ કરી છે. આ પર પાને જાળવી રાખવી – આગળ ચલાવવી – એવું કાંઇક મુનિશ્રી સન્તબાલજીનુ' ધ્યેય હોય એમ પણ કેટલાક અનુમાન કરે છે. ગાંધીજી ઉપવાસ કરતા ત્યારે સમાજક્ષેત્રે માટે ધરતીક પ થતા, કારણ કે એ સમય જુદો હતા અને એ વ્યકિત જુદી હતી. તેની નકલ કરીને આપણે પણ જો નાની મેોટી બાબતમાં ઉપવાસનું અવલ બન લેવાની વૃત્તિ કેળવીએ તે। . આખરે એ ઉપવાસનું શસ્ત્ર ખુદુ અને હાંસીપાત્ર બની જશે અને તેની વિશેષ અને વિશેષ ઉપેક્ષા તેમ જ અવગણના થતી રહેશે. આપણે જોઇ રહ્યા છીએ કે મુનિશ્રીના આ ઉપવાસેાની નથી મુ ંબઇના અખબારોએ કોઇ વિશેષ `ધ લીધી કે કાઇ .જવાબદાર વ્યક્તિવિશેષે " કાછ વિચારકદળે તે પ્રત્યે સહાનુભૂતિ દાખવી. આ હકીકતને – આ તાજેતરના અનુભવને આપણે આરા રાખીએ કે મુનિશ્રી ગંભીરપણે ધ્યાનમાં લેશે અને આસપાસ વસતા નજીકના વર્ષોંમાં, મિત્રમાં તેમ જ પ્રશસંક્રામાં જે ઉપવાસે ક્ષેાભપ્રક્ષાલનુ અને અનુકુળ પ્રતિકુળ આધાત પ્રત્યાધાતાનું નિમિત્ત બને છે અને જે નજીકના માણસને કદિ કદિ ભારે કફોડી સ્થિતિમાં મૂકતા હોય છે અને જેતુ મેાટા ભાગે કાઇ નકકર પરિણામ આવતું દેખાતુ નથી તેવા ઉપવાસા ઉપર અને ત્યાં સુધી નહિ ઉતરવાના, આટલા અનુભવ ઉપરથી, મુનિશ્રી નિય કરશે. તેમને આટલી નમ્રભાવે પાન
પ્રાથના !
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન “ ચંદ્ર પ્રિ પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨. ટે. ન. ૨૯૩:૦૩