SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૧૯ દિલનુ કશુ પણ બાકી રાખ્યા વગરનું અને યાંત્રિક નહિ પણ સજીવ હશે, ત્યારે જ અંતરાત્મા તેને સ્વીકાર કરીને સાધનાની દોરી હાથમાં લેશે અને પછીથી સાધનાના માર્ગ પણ સરળ બનવા માંડશે. અતિમાનસ ચેતનાને પ્રાપ્ત કરવા માટે પ્રથમ નમ્નપ્રકૃતિનું દિવ્યપ્રકૃતિમાં રૂપાન્તર જરૂરી છે, માનવજીવનનુ દિવ્ય જીવનમાં ઉર્ધ્વગામી થવું એ આ સમર્પણુની પૂર્ણતા ઉપર આધાર રાખે છે. પ્રબુદ્ર જીવન ! ૩ ઈન્કાર અર્થાત પરિત્યાગ. પાર્થિવ પ્રકૃતિ ઉપર અમલ ચલાવનારી અસત્યથી યુકત એવી પસંદગીઓના પરિત્યાગ કરવાથી સમર્પણમાં શુદ્ધતા આવી શકે છે. નિમ્નપ્રકૃતિ તે। અજ્ઞનમાં ડૂબેલી છે. તેમાંથી વારવાર અધોગામી જીવન પ્રત્યેનુ ખેંચાણ થયાં જ કરવાનુ છે અને કામનાએ, ઇચ્છાઓ અને વાસનાયુકત 'માગણીઓનાં આક્રમણા પણ સતત ફરીતે કરી આવ્યા જ કરે છે. અસત્ય અને સત્યનું દ્વન્દ્વ પણ ચાલવાનુ જ છે. તે સમયે સાધકની દૃષ્ટિ સત્ય પ્રત્યે અભિમુખ રહે અને હૃદયનાં દ્વાર ઉષ્ણ તરફ જ ઉધાડાં "રહેતા ઉર્ધ્વમાંથી પ્રકાશનાં કિરણે। . પ્રવેશ કરશે અને અંધકાર જરૂર અદૃશ્ય થશે. એક તરફથી આત્માભિમુખ થવું અને બીજી બાજુએથી અધેાગામી જીવનનુ દ્વાર ખુલ્લુ રાખવુ – આથી તો દુવિધા ઉત્પન્ન થશે અને ભગવત્ કૃપાને ગુમાવી દેવાશે. સાધકને મુંઝવણુ કરાવે એવી આ દશા છે. કારણ કે આપણામાં રહેલી પશુપ્રકૃતિ અજ્ઞાત રીતે પેાતાની ટવેને આધીન રહીતે પુનરાવત ન કર્યાંજ કરે છે. ત્યારે તેને ઉપાય શા? ઉપાય એક જ છે, કામનાઓ, ' વાસના, આવેશા, અભિમાન, "લાભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, મૂર્ખતા, શંકા, અશ્રદ્ધા, દુરાગ્રહ, ક્ષુદ્રતા.. આળસ વગેરે મતના પૂર્વાંગ્રહે અને શરીરમાં જે તમેગુણા છે તેને જાગૃત રહીને ત્યાગ કરવાનો સંકલ્પ કરવા અને ઉદાસીનતા કેળવવી, આ રીતે ઉપર જણાવેલ તમેગુણાને જો મહત્વ નહિ અપાય તે! ધીમે ધીમે તેમનુ વ સ્ ઢીલુ પડશે અને ઉપરથી આધ્યાત્મિક શકિત પોતાનાં જ્ઞાનને સ્થિર કરશે અને પ્રકાશને ઝીલવા મન સમથ અનશે. એ રીતે મન પ્રકાશિત બનશે ત્યારે પાતાના પૂર્વગ્રહેા છેડી દેશે અને પ્રાણ તથા શરીરની ઉપર પણ પેાતાનું નિયંત્રણ લાવશે, એટલું જ નહિં પણ, મન એક આલકિત મનમાં પલટશે તેમ જ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે શકિતશાળા અનશે. મહાલક્ષ્મી : દિવ્ય સંવાદિતા. મને હારિતા, આકષ ણુ અને આનંદનુ પૂર્ણ સાંય મહાલક્ષ્મીનું છે. મહાલક્ષ્મીના ” સ્વરૂપથી સૌ આકર્ષાય છે, છતાં મહાલક્ષ્મીનુ સાન્નિધ્ય સાચવવુ સહેલું નથી, મન અને આત્મામાં, વિચાર અને ઉમિ`માં, જીવન અને આજીબાજુની પારસ્થિતિમાં સંવાદ પેતે સાંય એ હેાવા જ જોઈએ. એવા સવાદીપણે પ્રભુ તરફના હૃદયને પ્રવાહ વહેતા હોય ત્યાં જ મહાલક્ષ્મી વસી શકે છે. ત્યાગની રિકતતા એને ગમતી નથી, જડ નિગ્રહ તેને પસંદ નથી. વાસનાની ગ્રામ્યતા અને ભકિતને ભ્રષ્ટ કરનારી અશુદ્ધ ઇચ્છા જોશે તે તે પોતાનાં પગલા પાછા ખેચી લેશે. મહાલક્ષ્મી સૌંદય અને પ્રેમદ્રારા જીવનમાં એક દિવ્ય સમૃદ્ધિનું નિર્માણ કરે છે. ' “ જો તમારે. અંતરમાં ભગવાનની સ્થાપના હાજરાહજૂર કરવી હાય તે। મંદિરને સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઇએ. સત્ય અને અસત્યને, જાત અને અંધકારને, સમર્પણ અને સ્વાર્થને પ્રભુને સમર્પિત યેલા દેહમદિરમાં એક સાથે રહેવા દેવામાં આવતા નથી.” ૧૦૭ મહેશ્વરીનું સ્વરૂપ સ્થિર વિશાળ, સ`ગ્રાહક જ્ઞાનશકિતવાળું, પ્રશાન્ત, મંગળ અને અલાકિક એવુ ગૌરવવતુ છે, ચિંતક મુદ્ધિ અને સંકલ્પબળ વડે માનવમનની તપઃશકિતને તે વિશુદ્ધ બનાવી ઊર્ધ્વમાં વિશાળતા પ્રત્યે, યાતિ પ્રત્યે આરોહણ કરાવે છે. અદ્ભુત જ્ઞાનનાં ભડારા પ્રત્યે અને મા ભગવતીનાં મૂળ સ્વરૂપ પ્રત્યે તે આપણને ગાત આપે છે.. તેની મુખ્ય શકિત છે પૂર્ણ જ્ઞાન પ્રત્યે લઇ જવામાં સાધકને સહાય કરવી તે. મહાકાલી : કાર્યને સિદ્ધ કરવા માટે શકિતના પ્રચ’ડ આવેગ દિવ્ય દ્ધતા અને ઉગ્ર પ્રતાપ રૂપે ભભૂકી ઉઠે છે. માનવની અંદર તેનું કાર્ય શરૂ થાય છે ત્યારે દિવ્ય કર્મોંમાં ખેદરકારી, શિથિલતા અને પ્રમાદને ચલાવી લેતી નથી, વિધી અને આસુરી શકિતઓ સામે સાધકને તે રક્ષણ આપે છે. સાધક પર આક્રમણ કરનારા શત્રુઓને એક ક્ષણુમાં વેરવિખેર કરી નાખે છે. જ્યારે અભીપ્સા તીવ્ર બનશે, સમર્પણ શુદ્ધ હશે, અને પરિત્યાગ સંપૂ થશે ત્યારે મહાશકિત માનવની પ્રકૃતિમાં સ્થિર થઇને સાધનાના વિકાસ વેગવાન બનાવશે. એ મહાશકિત શ્રી. અરવદની સાધનામાં કઇ રીતે કાર્ય કરે છે તેની સમજણ આ રીતે છે. અમ્રુત સ્વરૂપે આંતરજગતમાં જેને મા ભગવતી તરીકે પુકારીએ છીએ, પ્રકટ જગતમાં તેને શકિતરૂપે, જગમાતા રૂપે સખાધન કરીએ છીએ અને વ્યકિત રૂપે જેને મા કહીને પુકારીએ છીએ તે મા ભગવતીની એક સત્યચેતનાશકિત છે, તેનુ સત્ય સ્વરૂપ છે, જ્યારે માનવશરીરમાં તે શક્તિને વ્યકિતરૂપે આવિર્ભાવ થાય છે ત્યારે તે દિવ્ય સ્વરૂપનાં સાકારરૂપે આપણને દર્શીન થાય છે અને તેને આપણે દિવ્યમા તરીકે પૂજવા લાગીએ છીએ. આ વિશ્વમાં પુરૂષરૂપે અને શકિતરૂપે દિવ્યશકિત માનવદેહમાં પ્રગટ થાય છે. ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ કરી માનવ માટે દેવત્વ શક્ય કરી બતાવે છે. એ મહાશકિતનાં શકિત સ્વરૂપોને અને વ્યકિત સ્વરૂપોને માનવને ઉર્ધ્વગામી જીવનનાં વિકાસમાં સહાય કરવા માટે આ વિશ્વમાં આવિર્ભાવ થયેલા છે. મુખ્યત્વે એ ચાર શકિત સ્વરૂપો પેાતાની જુદી જુદી શકિત અને ગુણાને લો આ વિશ્વમાં કાર્ય કરી રહ્યા છે. એ શકિતઓને આપણે મહેધરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે સએધન કરીએ છીએ. મહાસરસ્વતી : કાર્ય શકિતમાં તે સ્થૂલ પ્રકૃતિની સૌથી નજીક છે, જે મહાસરસ્વતીની પસંદગી પામે છે તેને સિદ્ધ ક`કર્તાનું ચોક્કસ જ્ઞાન અને ખુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે આપણી પ્રકૃતિનું નવનિર્માણનુ' અને રૂપાંતર કરવાનુ કાય કરે છે. એના કાર્યમાં અધુ' જ સંગીન, ચોક્કસ, સંપૂર્ણ અને પ્રસંશનીય છે. મહાસરસ્વતી માનવ પ્રત્યે માયાળુ છે, પ્રત્યેક કાય માં આપણી દષ્ટિને દિવ્ય પ્રકાશ પ્રત્યે દોરે છે. જે સાધક આ ચાર શકિતસ્વરૂપોનાં જીવંત પ્રભાવ પ્રત્યે ખુલ્લા રહે છે તેમાં એ ચારે શક્તિના ગુણાની સ્થાપના થાય છે અને ઊ પ્રત્યે આરહણ કરી શકાય છે. સાધનાને વિકાસ ત્યારે વેગ પકડે છે જ્યારે આ શકિતને પ્રાપ્ત કરવા માટે સાધક જીવતસમર્પણ કરે છે હવે જ્યારે એ દિવ્યશક્તિનું કાર્ય શરૂ થાય છે ત્યારે પ્રથમ તે માનવના મનમાં શાન્તિનુ અવતરણ થાય છે. શાંતિ એ સાધ નાના મુખ્ય પાયા છે. ધીમે ધીમે શાંતિસાધકનાં પ્રત્યેક અંગમાં અને સમગ્ર જીવનમાં સ્થિર થાય છે. પછી ઊર્ધ્વમાંથી પ્રકાશ, શકિત, જ્ઞાન અને આન ંદનું અવતરણ થવા માંડે છે, અને નિમ્નપ્રકૃતિ પોતાનું રૂપાંતર કરવા માટે એ દિવ્ય શકિતએને સમર્પિત થાય છે. . આ ગુણાની વૃદ્ધિ થતાં આધ્યાત્મકતા વિષેના અનુભવ અને સાક્ષાતકાર થાય છે. આ સાક્ષાત્કાર એ પણ કોઇ ચમત્કાર કે રહસ્ય નથી, પરંતુ એ દિશ્યતત્ત્વા માનવમાં ગુણરૂપે વિકસે છે અને જીવનમાં સહજ રીતે આવિભાવ પામે છે, જીવનમાં પ્રકટ થાય છે, જેમાંથી માનવનાં જીવનમાં સુખ અને શાન્તિ આવે છે. પ્રત્યેક કર્મોંમાં એ ગુણા વ્યકત થઇ શકે છે. આનંદ અને પ્રસન્નતાથી ચિત્ત પૂર્ણ સ્વસ્થતા અને શાન્તિ પામે છે, માનવ મનની મુઝવણ ટળે છે અને માનવ વનનાં પ્રત્યેક ક્ષેત્રમાં કાય વિષેના ઉકેલ માનવને મળી રહે છે. આધ્યાત્મિક જીવનના ઉચ્ચ શિખર પરથી તેનુ જ્ઞાન વિશાળતાને પામે છે, દૃષ્ટિ સમગ્રતાવાળી બને છે અને શકિત અપ મળે છે. વિશ્વમાં હરેક ક્ષેત્રમાં કાય કરવાની નિપુણતા પણ સહેજ પ્રાપ્ય અને છે. આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી માનવ જો પોતાના ભૂતકાળના સામાન્ય જીવન તરફ દિટ માંડે તો, પોતે જીવનનાં દિવ્ય માર્ગે ઉભા ઉભા શું વિચારશે ? અને જીવનની તુલનામાં ત્રાજવાની કઈ બાજુ નમશે ? સમાસ વેણીબહેન કાપડિયા
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy