________________
૧૭૬
પ્રબુદ્ધ
મળીને એક પ્રશ્નાવલિ તૈયાર કરી હતી અને સાંજના એ પ્રશ્નાવલિ વિનોબાજીના હાથમાં મૂકવામાં આવી હતી. એક વત્સલ ર્પિતા જેવી રીતે પોતાનાં સંતાનેાને સમજાવે તેવી નિખાલસતા અને નિકટતાથી તેમને એક પછી એક પ્રશ્નનું વિવેચન કરતા સાંભળીતે, એટલું જ નહિ પણુ, એકમાંથી અનેક વાતેા કાઢતા અને સમજાવતા જોઇને મતે અત્યન્ત આનંદ થયે!, મારૂ દિલ તેમના વિષે આદરથી સભર બન્યું
ત્રંબા ખાતે શ્રી, નારણુદાસ ખુશાલદાસ ગાંધીની આગેવાની નીચે સૌરાષ્ટ્રના રચનાત્મક કાય કરો વિનાબાજીને મળ્યા અને એ પહેલાં વિનોબાજીની હાલની પ્રવ્રુત્તિ સંબંધમાં જુદે સુર રજુ કરતા એક પત્ર નારણદાસભાઈ તરફથી વિભાજીને પાઠવવામાં આવેલા. સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકરો રાજકીય દૃષ્ટિએ મેટા ભાગે કાંગ્રેસ તરફ ઢળેલા છે અને આજના પ્રશ્નો વિષે તેમના અને વિનેાબાજીના દૃષ્ટિક્રાણુમાં થેાડા કુરક છે. આ કાર્યકરો સાથે પણ તેમની સમક્ષ રજી કરાયેલા મુદ્દાઓના ઉત્તર રૂપે વિનેાખાજીએ પ્રસન્નતા પૂર્વક ખુલ્લા દિલની ચર્ચા કરી, અને તેથી પરસ્પર રહેલા દૃષ્ટિબિન્દુના ક્રૂરક સર્વથા દૂર થયા હતા એમ કદાચ કહી ન શકાય તેા પણુ, એકમેકને સમજવામાં એ ચર્ચા ખૂબ મદદરૂપ બની, અને વિચારથી કદાચ તે જોઇએ તેટલા નજીક આવ્યા નહિ હાય, પણ મનથી, વિંલથી પરસ્પર એકમેકના ખૂબ નજીક આવ્યા; એ રચનાત્મક કાર્ય કરાના દિલમાં રહેલી કેટલીક ભ્રાન્તિનુ નિવારણ થયુ, અને મીઠા સમાધાનનુ વાતાવરણ ઉભું થયું. આ ચર્ચા પણ મારા માટે રોચક તેમજ મેધપ્રદ બની હતી,
આવી રીતે તેમનાં કાઇ કાઈ પ્રવચને તેમાં રહેલી કાવ્યમયતાના કારણે ભારે હૃદયસ્પર્શી બની જતાં હતાં. દા. ત. તે ખંભાતથી સમુદ્રમાગે' ભાવનગર વહેલી સવારે આવ્યા; દક્ષિણા. મૂર્તિ બાલમંદિરના મકાનમાં સ્થિર થયાં, સવારના સાડાદશ વાગ્યે સ્થાનિક તેમ બહારથી આવેલા કાર્ય કરો સમક્ષ ઉપસ્થિત થયા અને પ્રવચન શરૂ કરતાં તેમણે જણાવ્યું કે મારી સાત આઠે વરસની પદયાત્રા ચાલી અને એમાં મેં કદીય સમુદ્રની મુસાફરી કરી નહેાતી, કાલે મને સમુદ્રને અનુભવ થયે। અને મારી કેટલીયે ભાવના જાગૃત થઇ, અને સૌરાષ્ટ્રમાં મેં જ્યારે પ્રવેશ કર્યાં ત્યારે મેં નવા માણુસ તરીકે પ્રવેશ કર્યાં, જુના માણસ તરીકે નહિ. સાત આઠ વરસથી જે માશુસ યાત્રા કરી રહ્યો છે. એ જ માણસ ત્યારે સૌરાષ્ટ્રમાં નથી આવેલા, એનાથી જરાક જુદો માણસ આવ્યા છે. સમુદ્રયાત્રાએ એનામાં આટલા પ્રક કર્યાં છે. પણ એટલુ જ નહિં, વિજ્ઞાન કહે છે કે સાત વરસના સમયમાં માણુસના શરીરમાં લોહીનું એક્રેય ટીપુ પુરાણું રહેતું નથી. શરીરનાં બધાંય બિન્દુએ નન પલટાઇ જાય છે. આપણા પૂર્વજો ખાર વરસની તપસ્યા કરતા હતા તેની પાછળ કલ્પના એ હતી કે આર વરસની તપસ્યા પછી શરીર પલટાઇ જાય છે અને અંદર રહેલા બધા દેજે નાશ પામે છે; પણ આ માટે. વિજ્ઞાન સાત વરસની મુદત આપે છે. એ વિજ્ઞાનની વાત આપણે પ્રમાણ માનીએ તે! સાત વરસમાં હું બદલાઇ ગયા એમ હું માનુ છું. કાલે રાત્રે મને જરા આછી નિદ્રા આવી. સમુદ્રને ધ્વનિ બહુ સુન્દર હતો, પરંતુ એની સાથે એન્જિનને પણ ધ્વનિ હતા. તેથી જાગૃતિ જરા વધારે રહી. એટલા માટે ચિન્તન કરવાના ઘણા અવકાશ રહ્યો. અત્યારે તમારી આગળ જે ખેલે છે તે પેલા જુના માણુસ નથી ખેલી રહ્યો. જેણે સાત આઠું વર્ષ પ્રવ્રજ્યા કરી છે એજ માણસ ખાલે છે એમ માનવુ નહિ. તે જુના માણસના પણ . કઇક 'શ હશે. નવા અવતારમાં પુરાણા અવતારને અમુક અશ તે આવી જ જાય છે અને કસક અંશ નવા જ હાય છે.'' આમ કહીને તેમણે કેટલાક રાજકારણી, · સામાજિક પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા કરી અને છેવટે એમ જણાવ્યું કે
જીવન
તાઃ ૧૬-૧-પ
“અત્યાર સુધી હું જે ખાલી રહ્યો હતા તે માત્ર સ્વપ્નમાં જ ખેલી રહ્યો હતા એમ તમે સમજશે. મારા જાગૃત મનમાં તે માત્ર ગ્રામદાન, શાન્તિસેના અને સૉંધ્ય પાત્રના જ વિચા આવ્યા કરે છે, જે વિચારો મે' લેકા ભાગળ વારંવાર મૂકયા છે અને તમારી પાસે પણ મૂકતો રહીશ.” આમ પાણી કલાક સુધી ચાલેલુ' એકધારૂ' અને જાણે કે આગળથી સુગ્રથિત ન હાય એવું પ્રવચન સાંભળીને મારી માફક એકત્ર થયેલા સ ભાઇબહેનોએ ઊંડી પ્રસન્નતા અનુભવી હતી.
આવુ જ એક અદ્ભુત પ્રવચન સાંભળવા મળ્યુ. રાજકોટ ખાતે નવેમ્બર માસની ૨૨ મી તારીખે સવારે સાત વાગ્યે રાષ્ટ્રીયશાળાની રંગભૂમિના ખુલ્લા ચોગાનમાં, પૂર્વાકાશમાં સૂર્ય ઉગી રહ્યો હતા અને આકાશ અને ધરતીને અજવાળી રહ્યો હતેા. વાતાવરણમાં મધુર પ્રસન્નતા વ્યાપેલી હતી. રાજકાટના સ‘ગીત વિદ્યાલયના સંચાલક અને કુશળ–ગાયક—મુ. નારણદાસભાઇના પુત્ર-પુરૂષોત્તમભાએ પ્રાના સંભળાવી, મીઠેક અને મધુર આલાપપૂર્વક ગીતાના શ્લકા, ઇશાવાસ્યની કેટલીક પક્તિ, અને ભજન સંભળાવ્યા અને રામનામની ધુન લેવરાવી અને વાતાવરણને સગીતમય બનાવ્યું. રંગભૂમિના સ્ટેજ તખ્તા-ઉપર મધ્યમાં વિતાબાજી બેઠા હતા. પ્રાર્થના પૂરી થયા બાદ તેમણે સૌરાહૂના રચનાત્મક કાર્ય કરો સમક્ષ પોતાનું પ્રવચન ભારે લાક્ષણિક રીતે શરૂ કર્યુ. તેમણે. જણાવ્યુ કે “ ગીતાજીમાં વર્ષોંન આવે છે કે ઊર્ધ્વમૂલમ્ અધઃતશાખા' એટલે કે આ સંસારવૃક્ષ ઉલટ્ટુ છે, એનાં મૂળિયાં ઉપર છે અને શાખાઓ નીચે છે. એ તે આપણા સમાજમાં આપણે ઘણી વાર જોઇએ છીએ કે જ્ઞાનની શોધ જ્યારે ચાલે છે ત્યારે હંમેશા ઉલટી દિશામાં ચાલે છે. પછી કમ યાગની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સીધી દિશામાં જાય છે. જ્ઞાનની શોધ ઉપરથી નીચે જાય છે અને ક'ની રચના નીચેથી ઉપર જાય છે. આપણા રચનાત્મક કાર્યક્રમમાં પણ આર્ભમાં જ્ઞાનની શોધ થઇ હતી. હવે સ્વરાજ્ય આવ્યા પછી કયુગનો આરંભ થાય છે.' આમ જણાવીને મીલના સૂતર અને હાથશાળના વણાટથી ફૈટીયા સુધી આપણે આકાશમાં વિહાર કર્યાં અને ત્યાંથી કપાસ ઉપર આવતાં ધીરે ધીરે આપણે જમીન સુધી પહોંચી ગયા અને તેમાંથી ભૂદાન, ગ્રામદાન આવ્યું. આ આખી પ્રક્રિયા. ગીતામાં દર્શાવેલ - ઊર્ધ્વમૂલ અધઃતશાખા જેવી બની છે એ આજ સુધીના રચનાત્મક કાર્યક્રમના વિકાસના જે કાષ્ઠ વિચાર કરશે તેને લાગ્યા વિના નહિ રહે'' આમ જણાવીને કેટલાએક રચનાત્મક કાર્ય કરાના દિલમાં એવા જે એક ખ્યાલ ઉભા થયા છે કે, રચનાત્મક કાર્યક્રમનુ મધ્યબિંદુ રેટીયે હતેા તેના સ્થાને વિનેબાજી ગ્રામદાનને મૂકી રહ્યા છે તે ખ્યાલનું નિરસન કરતાં, વિતાખાજી એ જણાવ્યું કે 'હુ'રે'ટીયાને તેના સ્થાન ઉપરથી જરા પણ વિચલિત કરવા માંગતા નથી, પણ મામદાનના પાયા ઉપર રેંટીયાને વધારે સસ્થિર કરવા માંગુ છું, અને એટલા માટે જ તત્કાળ ફ્ંટીયા કરતાં ગ્રામદાન ઉપર હું વધારે ભારે ભૂ છું. જો આ જમીનના પાયે ભૂલી જશું તે રૂ'ટીયા કયાં ઉભે રહેશે ? શુ` હવામાં કંતારશે ? શૅ'ટીયા તે જમીન ઉપર કતાય છે. એટલે જમીનના સવાલ સપ્રધાન સમજીને સ્વરાજ્ય પ્રાપ્તિ પછી જો આપણે એમાં ધ્યાન નહિ આપીએ તે સમજવું જોઇએ કે આપણા રેંટીયાને કાઇ પૂછશે જ નહિ, ફૈટીયાના એકાંગી વિચાર કરવાથી રે'ટીયાના એક સ’પ્રદાય જ બની જશે.'' અહિં પણ ગીતાની ઉર્ધ્વમૂળ અધ:તશાખા' એ સૂત્રને વિનાબાજીએ કેટલે માકિ અને સૂચક ઉપયોગ કર્યાં છે ? તે સવારનું વિનોબાજીનુ આખુ પ્રવચન એટલુ' જ ઉદ્દેાધક, અને હૃદયસ્પર્શી` હતુ`.
એક નાના સરખા ખીજો પ્રસંગ. આગળના અકમાં જણાવ્યું