SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૯ સમુદ્ર નેતાની સંમતિથી હિંદ અને પાક એમ બે ભાગલા પાડયા પછી જ. જે કે જનામ ઝીણાં સાહેબે પ્રથમ તે અખંડ હિં દમાં મુસ્લિમાને અમુક હક અપાવવા લડત કરેલ, પરંતુ અહિંના કટ્ટર હિંદુ મનેાદશાવાળા નેતાઓએ . તે મંજુર કરેલ નહિ. તેથી પાછળથી પાકીસ્તાનની માંગણી કરી અને તે હિ ંદુ-મુસ્લિમ નેતાઓની સમજુતીથી જ અપાયેલ છે. હિંદને આઝાદી મળ્યે આજ બારમું વરસ પૂરૂં થાય છે. તેથી આઝાદીની શુભેચ્છાએ મનાવવા માટે આજે અહિં સૌ એકઠા થયા છીએ, ઘેાડા વખત પહેલાં મેં એંગમહમદ આગમાં મુસ્લિમાને આમંત્ર્યા હતા અને તેમાં નક્કી થયા મુજબ આજે પ્રથમ બેઠક અહિ મેલાવી છે અને આખાય કેસરબાગ ચિકાર જોતાં ખાત્રી થાય છે કે મુસ્લિમ લીગની પુનઃ સ્થાપના ખરેખર ઉપયોગી નિવડેલ છે. અને અમારા આવાઝને ઇસ્લામી બધુઓનું પૂરેપુ, સમર્થન છે. આપણને આઝાદી મળી ત્યારે તે આપણે હિ ંદુને સ્વર્ગ બનાવવા માંગતા હતા, પરંત આજ બાર વરસેાના અનુભવને અન્તે કહી શકીશું કે આપણા દેશ ન સમાન થઈ પડયા છે, પણ હજી ય આશા છે કે કુરબાનીને અંગે આપણા દેશને નર્કીંગારમાંથી ઉગારી સ્વર્ગ સમા બનાવી શકીશુ. કોઈ પણ જમાત કે પાટીઓથી આપણુને જરાય . ઝગડે નથી, બલ્કે આપણા મુસલમાને સાથે દેશને આબાદ ઉગારી લશું. પરંતુ શ્રી કે. કે શાહુ તે કહે છે કે, આપણે કેંગ્રેસમાં મળી જવું: 'નાહ તેા સેશિયાલીસ્ટ કે મ્યુનીસ્ટ થવું. એ કામ્યુનીસ્ટ જેની રચના જ અન્ય પ્રદેશની સહાયતા ઉપર હોય તે સસ્થામાં જોડાઇને આપણે શું તેવા જ થવુ ? અને વળી સેાશિયાલીસ્ટ પાટી તે તે ધ્રાંગ્રેસતી બહેન રહી કે જે કેંગ્રેસે આ બાર વરસમાં આપણને જરાય હક્ક આપ્યા નથી. એ કરતાં તે પોતાના જ પગ ઉપર ખડા રહી આપણી લીગને જ જીવંત કરવી ખેાટી શું ?. કહેવાય છે કે મુસ્લિમો હવે કઇ કરી શકે તેમ નથી, પરંતુ જે મુસ્લિમાએ આવાઝ ઉઠાવી પાકીસ્તાન લીધું તે મુસ્લિમ હવે શું પોતાના હકા ના મેળવી શકે ? જનાબ હાર્ડીઝકા સાહેબે એક વત માન પત્રમાં ઇન્ટરવ્યુ આપ્યા છે કે, મુસ્લિમ લીગમાં ક્રમ નથી, પણ આ જબ્બર જલસે જ તેના જવાબ આપી રહે છે. હું. અગાઉ કાંગ્રેસમાં હતા અને પછી લીગી બન્યા હતા, પણ મેં હાફિઝકા સાહેબની માફ્ક જેવા વખત તેવા થતાં જાણ્યું નથી, અને હું ખાત્રી આપું છું કે, મુસ્લિમો પાતાના હકકા મેળળ્યે રહેશે.” આ અહેવાલ તા. ૨૯-૮-૫૯ ના મુંબઈ સમાચાર'માંથી ઉધ્ધન કરવામાં આવ્યા છે અને તે ખરેખર છે એમ સમજીને તે સંબંધમાં કાંઇક કહેવાનુ` પ્રાપ્ત થાય છે. દિંના ભાગલા પડયા અને આઝાદી મળી ત્યારથી લગભગ આજ સુધી કામવાદી મુસલમાને એક પ્રકારની શેહ ખાઇ ગયા હતા અને ભાગ્યે જ પોતાની અંદર રહેલા કામવાદને જાહેરમાં વ્યકત •કરવાની હીમત દાખવતા હતા, ભારતમાં રાજ્યબંધારણ નકકી થઇ ગયુ, સૌ કોઇને નાતજાત કે ધર્માંના ભેદભાવ સિવાય સમાન અધિકાર અને સમાન તક આપવામાં આવી. ભારતભરમાં લેકશાહીની સ્થાપના થઇ. રાજ્યનીતિ તરીકે ‘સીકયુલર સ્ટેટ’– ‘અસાંપ્રદાયિક . રાજ્ય’ના સિધ્ધાન્તને સ્વીકારવામાં આવ્યેા. રાજ્યના મેટા અધિકારો ઉપર હિંદુ મુસલમાનના ભેદભાવ ને જરા પણ સ્થાન ન હોય એ રીતે દેશની કાઇ પણ કામની વિશિષ્ટ વ્યકિતએની વરિષ્ટ અધિકારો ઉપર નિયુકિત થવા માંડી. રાજ્યબંધારણમાં, વહીવટમાં કે તંત્રમાં એવી કોઇ પણ બાબત તરફ આંગળી કરી શકાય એવું ન રહ્યું કે જેને નિર્દેશ કરીને કાઇ પણ વ્યકિત એમ કહી શકે કે દેશમાં મુસલમાનને ટાળેા કરીને હિંદુએને જ અમુક લાભ આપવામાં આવે છે. આ બધું નરી આંખે સ્પષ્ટ દેખાવા છતાં દેશના ટુકંડા કરી નાખનાર ભૂતપૂવ જેવી બનેલી મુસ્લીમ લીગના નેતા આઝાદી ઉદ્યાપનના નિમિત્તે મળેલી મુસલમાનાની જાહેર સભામાં એમ કહેવાની ધૃષ્ટતા કરે છે કે ૯૧ જીવન કોંગ્રેસે મુસલમાનેને જરાય હકક આપ્યા નથી.” આ બતાવે છે કે આજની લાકશાહી કે જેમાં સૌ કાઈને પોતાના વિચાર વ્યકત કરવાની તથા પેાતાના વિચારે મુજબ સ'સ્થા અને મંડળેા ઉભા કરવાની પૂરી છૂટ આપવામાં આવી છે તેને લાભ લઇને કામવાદના ઝેરી અજગર માથુ ઉંચકી રહ્યો છે. આ મુસ્લિમ નેતાને દેશની અદ્યતન પરિસ્થતિ, ખારાકની સમસ્યા, કેરલના પ્રશ્ન, પ્રાદેશિક ઝગડાઓ, ભાષાકીય સર્યાં, ચીતે કરેલુ ટીબેટ ઉપર આક્રમણ, આજની વ્યાપક બેકારી, વધતા જતા ભાવે આવી કોઈ પણ બાબત વિષે કશું જ કહેવાનુ'' નથી; હિંદુ મુસ્લિમ એકતાના સમનમાં અથવા તે રાષ્ટ્રની આઝાદીની રક્ષા કેમ થાય એ વિષે પણ એક પણ ઉદ્દગાર તેના પટુતાભર્યાં ભાષણમાંથી શેાધ્યા જડતા નથી. તે તે માત્ર કામવાની બાંગ પાકારીને પોતાના મુસલમાન ભાગ્મેને પડકારે છે કે “જે મુસ્લિમ એ અવાજ ઉઠાવીને પાકીસ્તાન લીધુ તે 'મુસ્લિમે શું પોતાના હકા નહિ મેળવી શકે ?” કેરલમાં સામ્યવાદી સરકાર સામે અન્ય પક્ષાએ–સવ સામાન્ય પ્રજાજનાએ ઝુ ંબેશ ઉપાડી તેમાં એક પક્ષ મુસ્લિમ લીગ હતો. આ રીતે ત્યાં. મુસ્લિમ લીગને અમુક પ્રકારનું રાજદ્વારી મહત્વ મળ્યું. તે આ ઘટના ખાદ જુદા જુદા પ્રદેશમાં વસતા કામવાદી મુસલમાને સળવળવા માંડયા છે. અને દેશમાં નવાં પાકીસ્તાના સર્જવાનાં સ્વપ્ન સેવવા લાગ્યા છે. જનાબ હાજી નુરમહમદ અહમદના ભાષણમાં આ તત્વા સાક્સાક દષ્ટિગોચર થઇ રહ્યાં છે. ભારત સરકાર અને પ્રજાજને સત્વર ચેતે અને આ રીતે માથુ ઉંચકવા માગતા કામવાદી રાક્ષસને જરા પણ તક કે અવકાશ ન આપે. આવી તકેદારી રાખવામાં નહિ આવે તે। આ ચળવળમાંથી વળી પાછા એક ખીજો ઝીણા પેદા થશે અને મહાપ્રયાસે સધાયલા રાષ્ટ્રીય સ ંગઠ્ઠનને જોત શ્વેતામાં છિન્નભિન્ન કરી નાખશે, પરમાનંદ કાલબાદેવી પર્યું પણ વ્યાખ્યાનમાળા શ્રી ભારત જૈન મહામંડળ–મુંબઇ કાર્યાલયના ઉપક્રમે આ વર્ષે તા: ૩૦-૮-૫૯ ને રવિવારથી તા. ૫-૯–પણ તે શનિવાર સુધી, રોજ રાત્રે સાડા આઠથી દશ સુધી, નવી ભાટિયા મહાજનવાડી ( કાલભાટ લેન, કાલબાદેવી )માં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી છે. તેને કાયક્રમ નીચે મુજબ છેઃ ' રવિ તા. ૩૦ શ્રી ઋષભદાસજી રાંકાઃ પચ મહાવ્રતાનું વનમાં સ્થાન સામ તા. ૩ ૧ સ્વામી સ બુધ્ધાન જીઃ વ્યવહારિક જીવનમાં ધમ મંગળ તા. ૧ શ્રી કરસનદાસ માણેકઃ ભારતીય સ ંસ્કૃતિનું જીવન કાય બુધ તા. ૨ શ્રી પુરૂષેાત્તમ કાનજીઃ શ્વરનિષ્ઠા ગુરૂ તા. ૩ શ્રીમતી પારસરાણી મહેતાઃ ચાચરિત્ર શુક્ર તા. ૪ શ્રીમતી પુષ્પાબેન મહેતાઃ સામાજિક મૂલ્યાંકન શનિ તા. ૫. શ્રીમતી હીરાખેન પાક: શ્રીમદ્ રાજચંદ્રની જીવન કલા માટુંગા-શિવ પર્યુષણ વ્યાખ્યાનમાળા પ ણ નિમિત્તે તા. ૩૦મી ઓગસ્ટથી તા.૭મી સપ્ટેંબર સુધી તામીલ સ ંધમ્ હાલ' (શીવ હેસ્પીટલ સામે-શિવ) માં મુનિશ્રી સંતબાલજીના સાન્નિધ્યમાં વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. વ્યાખ્યાનના સમય દરરોજ સવારે ૮-૪૫થી ૭–૪૫ સુધીના રહેશે. તારીખ વ્યાખ્યાન વિષય ભગવાન મહાવીરના સંદેશ સંત કબીર અણુયુગ અને અહિંસા ધમકી આત્મા ३० ૩૧ ૧ ૨ વ્યાખ્યાતા મુનિશ્રી સતખાલજી શ્રીમતી ઉષાબહેન મહેતા શ્રી. ગગનવિહારી મહેતા શ્રી. પારસરાણી મહેતા શ્રી. ઉત્તમલાલ ગેાસલિયા શ્રી, જય'તીલાલ આચાય (22 શ્રી. આશાદેવી આય નાયકમ્ શ્રી. તારાબહેન શાહ મુનશ્રી સેતબાલજી શ્રી. અરવિંદ અને આપણુ સામાન્ય જ્ઞાન. નયી તાલીમ અને અહિંસા શ્રીમદ્ રાજચંદ્ર સામાજિક પ્રતિકમણ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy