SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ બહુમતી સંયુક્ત મહારાષ્ટ્ર પછું. હતી તેવી ફાઈ બહુમતીનો 21 મહાગુજરાતની હીલચાલને નહાતા. એમ છતાં પણ તેની તદ્દન ઉપેક્ષા થઇ શકે એવી દુબળ તે કદી હતી જ નહિ. આમ મુંબઇ પ્રદેશની સ્વીકૃત રચના બન્ને પ્રદેશમાં સતત અશાન્તિનુ –રાજકારણી સંઘ નુ મૂળ બની રહી હતી. મુજ જીવન આનાં સીધાં એ પરિણામા દૃષ્ટિગચર થઇ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કોંગ્રેસ નામશેષ બનવાની સ્થિતિ તરફ ધકેલાઇ રહી હતી. ગુજરાતમાં પણ આ જ કારણે કોંગ્રેસના બળ અને પ્રભાવ ઉપર ઠીક ઠીક પ્રતિકુળ અસર પડી રહી હતી. વળી અને પ્રદેશમાં આવી રહેલા આ પ્રજાકીય સંધષ કૉંગ્રેસને ઢીલી પાડવામાં અને સામ્યવાદી પક્ષને આગળ લાવવામાં ભારે દદરૂપ બની રહ્યો હશે. મહારાષ્ટ્રમાં આ જોખમ વધારે તીવ્રપણે પ્રગટ થઈ રહ્યું હતુ.. આજે દેશભરમાં કૉંગ્રેસને ટકાવી રાખવાના પ્રશ્ન કરતાં પણ લેાકશાહીને ટકાવી રાખવાના પ્રશ્ન વધારે - મહત્વના બન્યા છે. કેરલમાં સામ્યવાદી પક્ષને તાજેતરમાં સત્તાવંચિત કરવામાં આવ્યેા છે, એમ છતાં, ત્યાં તે પક્ષની જમાવટ કાંઇ જેવી તેવી નથી. બંગાળામાં પણ સામ્યવાદી પક્ષનુ જોર વધતું જાય છે. આ પરિસ્થિતિમાં મુંબઇ બાજુ પણ જો મુંબઇ પ્રદેશની વર્તમાન રચનાને ચાલુ રાખવામાં આવે તે તેથી અસ ંતુષ્ટ બનેલા પ્રજાસમુદાય ક્રાંગ્રેસથી વિશેષ અને વિશેષ પરાઙમુખ બનતા જાય અને તેમાંના કેટલાક વગ સામ્યવાદ તરફ ઢળતે જાય. આ ભયસ્થાનની આજના રાજકીય સૂત્રધારો ઉપેક્ષા કરી નજ શકે. ખીજું અમુક રસાયણ આરોગ્યદાયી અને શકિતવક હોવા છતાં તે જેના માટે હોય તે તે વિષે વિમુખતા કેળવે તે તે રસાયણના તેને કાષ્ટ લાભ ન મળે. આ રીતે વિશાળ મુંબઈ પ્રદેશની રચના અને પ્રજાસમુદાયના સતામુખી લાભની હોવા છતાં બન્ને સમુદાયના પરસ્પર સહકાર ન હોય અને રાજ્યને તે બન્નેને પૂરા સાથ ન હોય તેા નવી રચના જોઇએ તેટલી કા ક્ષમ બની ન શકે, ત ંત્રમાં શિથિલતા આવતી જાય અને પરિણામે આવી રચના અનેક અનિષ્ટાની જન્મદાતા અને એ તદ્ન સ્વાભાવિક છે. મુંબઈ પ્રદેશની નવરચનાના જેમ અનેક લાભેા હતા તેમ તેની અપાર વિસ્તીષ્ણુતા તેના એક માટે ગેરલાભ છે. મુંબઈ રાજ્યમાં પરસ્પરથી અપરિચિત દૂર દૂરનાં ઘટાને એકત્ર કરવામાં આવ્યાં હતાં. આ ઘટકામાં પરસ્પર co-ordinationને-સ લગ્નતાને અને તેના સમગ્ર આકાર વિષે આત્મીયતાનો ભાવ પેદા થાય તે જ વિશાળ એકમનેા સવ તમુખી ઉત્કર્ષ સંભવે. કયાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને કયાં વિદ` અને મરાઠાવાડા ? એક છેડે વસતા પ્રજાજનના મનમાં અન્ય છેડે વસતા પ્રજાજન વિષે આત્મીયતાના ભાવ હજુ સુધી પેદા થઇ શકયા નહોતા. તંત્રમાં પણ શિથિલતા અને દીધસૂત્રિતા વ્યાપેલી હતી અને રેડ–ટેપીઝમ—લખાણપટ્ટીના ચક્રાવામાંથી ઊંચે આવવાનુ તેના માટે મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિમાં આજે પણ કાષ્ઠ આવકારદાયક ફેરફાર થયા નથી એમ મુંબઈ પ્રદેશના વહીવટ સાથે સકળાયલા જવાબદાર લોકોના અનુભવ કહી રહ્યો છે. આ બધા સંયોગા અને ઉત્તરાત્તર બનતી જતી ધટનાએ ધ્યાનમાં લેતાં મુબઇ પ્રદેશની આજની રચનામાં વહેલા મેડા ફેરફાર કર્યા વિના નહિ ચાલે એમ લાગ્યા કરતુ હતુ. કાળની જો આ એંધાણી હાય તા પછી વિભાજનનું કાર્ય સત્વર શા માટે હાથ ન ધરવું ? વિભાજન માટે ગતિમાન થયેલાં ચક્રો આવી વિચારણાથી પ્રેરિત બન્યાં છે, જે અનિવાય છે તેને સત્વર લાવવું, આવકારવુ તેમાં જ લાકોય અને શાણપણ રહેલું છે એમ લાગે છે. હવે જો વિભાજનની અનિવાયતા સ્વીકારી લેવામાં આવે તો આજની રચનાના સ્થાને તે પૂર્વે સૂચવવામાં આવેલી રચના શાળા સંચા તા. ૧-૯--પ૯ મુંબઇ અલગ, તે વિનાનું મહારાષ્ટ્ર અને મહાગુજરાત એ ત્રણ પ્રદેશની રચનાના જ વિચાર થવા ઘટે. પશુ આજના સયોગમાં હવે આ ત્રણ પ્રદેશનું નિર્માણ વ્યવહારૂ રહ્યુ નથી. કારણ કે મુંબઈ તળમાં મુંબઇને અલગ રાખવાને આગ્રહ દાખવતું કાઇ મુલ ૬ આન્દોલન નથી. મુંબઇમાં વસતા ગુજરાતીઓના ક્લિમાં આને અંગે જરૂર મેચેની અને આગ્રહ છે, પણ મુંબઈમાં વસતા-મહારાષ્ટ્રીથી ઋતર એવા – ખીજા વગે કાં તેા ઉદાસીન છે અથવા તો ‘મુ ંબઈ સાથેના મહારાષ્ટ્ર'ના પક્ષના બની બેઠા છે. ગુજરાતમાં પણ મહાગુજરાત જનતા પરિષદના આન્દોલને મુખને અલગ રાખવાના આગ્રહને હતપ્રભાવ બનાવી દીધા છે. અને મહારાષ્ટ્રી જ્યાં સુધી મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર ન મળે ત્યાં સુધી જંપ વાળીને બેસવાના નથી એ ચેસ છે. પરિણામે મુંબઇ સાથેનું મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષાભાષીઓનુ` મહાગુજરાત એ જ વિકલ્પ વિચારવાના તેમ જ સ્વીકારવાને રહે છે. હવે આ પ્રકારના વિભાજનના વિચાર સ્વીકારાતાં ખીજા અનેક પ્રશ્નો ઉભા થવાના જ. મોટો પ્રશ્ન વિદર્ભનુ શુ એ હેવાના. ગુજરાત મહારાી સરહદના પ્રશ્ન પણ ખાસ કરીને ડાંગના પ્રદેશ અંગે સામે આવીને ઉભા રહેવાનો. વળી મહાગુજરાત જુઠ્ઠું થતાં ખાધવાળા પ્રદેશ અને તેની પૂરવણી શી રીતે કરવી એ પ્રશ્ન પણુ તંત્રવાહકાએ ઉકેલવાના રહેશે. વળી આ વર્ષમાં જ મુંબઇ પ્રદેશની બધી પ્રાદેશિક મહાસભા સમિતિઓનું એકીકરણ કરવામાં આવ્યું છે. તેનુ વળી પાછું... વિભાજીકરણ કરવાનુ રહેશે. પણ એક વખત મુંબઇ પ્રદેશની આજની રચનાનું વિભાજન કરવાતા નિણૅય લેવામાં આવશે, પછી આ બધી બાબતે ઉકેલવામાં બહુ અગવડ નહ આવે એવી આશા રાખવામાં આવે છે. આમ છતાં સંભવ છે કે આ આશા અને શુભેચ્છા વધારે પડતી નીવડે. કારણ કે પ્રજામાનસ આજે એટલુ ત તીલુ અને કદાગ્રહી બની ગયુ છે કે માટે નિણૅય લેવાયા બાદ નાની બાબતે અંગે પણ આજે જોતજોતામાં વિચારપક્ષાની એ છાવણીઓ ઉભી થાય છે અને તંગદિલી પેદા થતાં વાર નથી લાગતી. દા.ત, ખેલગામ બાજુ મુંબઇ પ્રદેશ અને કર્ણાટકની સરહદના પ્રશ્નને હજી સુધી નિકાલ આવી શકતા નથી અને બન્ને પક્ષેા જેહાદની પરિભાષામાં જ વિચારે છે, લે છે અને વર્તે છે. કમનસીબે આપણા વિચાર, વાણી અને વતનમાંથી વિવેક, સમતુલા, ખાંધબ્રેડ, રાષ્ટ્રનિષ્ટા સરતા જાય છે અને તેનુ સ્થાન અનુદારતા, અસહિષ્ણુતા, કદાગ્રહ અને સ ંકુચિત વર્તુલનિષ્ઠા અને જેહાદવૃત્તિ લપ્ત રહેલ છે, અને કાઇ એક વાત મનમાં વસી પછી તે સિદ્ધ્ કરવા ખાતર વિશાળ હિતને ગમે તેટલું નુકસાન પહેોંચાડતાં આપણે પાછું વાળીને જોતા નથી. વિશાળ દુનિયાનાં આપણે માનવી બન્યા છીએ, પણ સાંકડા ખુણામાં આપણા મનને આપણે પુરી દીધું છે, અને એ રીતે વિશાળ પ્રશ્ન અને વ્યાપક જવાબદારીઓને પહેાંચી વળવા માટે જે વિશાળ દન જોઇએ તેને આપણામાં સદન્તર અભાવ વર્તે છે. આ રીતે મુ ંબઇ પ્રદેશનું વિભાજન આપણી અમુક મુંઝવણને અન્ત લાવવા સાથે નવી મુંઝવણા પેદા કરવાનું નિમિત્ત બને તે એમાં કશુ નવાઈ પામવા જેવું નહિં હોય. મુસ્લિમ લીગનુ' ઉથ્થાન : ભારતનું માટું ભયસ્થાન તા. ૧૫ મી ઓગસ્ટના રાજ આઝાદીની ઉજવણી નીમિત્તે મુંબષ્ર ખાતે કૅસરબાગમાં મુસલમાનની એક જાહેર સભા મળી હતી. મુંબઇની મુસ્લિમ લીગના ઉપપ્રમુખ જનાબ હાજી તુરમહમદ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. શરૂઆતમાં કુરાને પાકની તિલાવત અને કેટલીક નઝમા પઢવામાં આવી. ત્યાર બાદ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે “આજથી દોઢસા વષ પહેલાં ટીપુ સુલતાનના વખતમાં અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા ઘણું ઘણું ચે થયું હતુ, પરંતુ અગ્રેજોએ એવે તે હડ્ડો જમાવેલા કે, તેઓ હાલ માંડ બાર વરસ પહેલાં જ ખસ્યા છે અને તે પણુ અહિંની પ્રજાના
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy