________________
તા. ૧–૯–૧૯
યોગ તથા સાંખ્ય વિચારણામાં સૂચવેલા સુધારા તથા આજ સુધી જે વસ્તુને કદી કાઇ પણ ઠેકાણે વિચાર પણ થયા નથી એવી વાતેા રજુ કરી જે રીતે એમણે એ વિષયા મૌલિક રીતે ચા છે એથી ખરેખર એમ જ માનવું પડે છે કે આ યુગમાં પેદા થયેલા કિશારલાલભાઇ એ કાંઇ પ્રાચીન ઋષિપર પરાને જ જીવ હતા. નહિ તો એ આવું મૌલિક સસ્પેંશાધન કરી આવા સ્પષ્ટ વિચારો આપી જ ન શયા હત. ગાંધીજીના શબ્દોમાં કહીએ તે હિંદુધ` ઇતિહાસ, સત્ય અને કલ્પનાનું મીશ્રણ છે. એમાંથી સત્ય તારવી એની સાધના કરવી એ આપણું ધ્યેય છે. આમ કહેવા છતાંય મહાત્મા ગાંધીજીએ તથા શ્રી વિનાખાજીએ એક બાજુ પરમ વિશુધ્ધ તત્ત્વ અને બીજી બાજુ પ્રવતતી લૌકિક ખાલમાન્યતાઓ બન્નેને એક રૂપે ઘટાવવાના જે પ્રયત્ના કર્યાં છે અને એથી જે ગુંચવાડો અને એમાંથી ઉભી થતી ભ્રામક કલ્પના કે ભૂલભરેલી માન્યતાઓ ચાલી આવે છે એનું નિરસન થયું નથી, પણ ઉલટુ' એમાં વધારા થયા છે. જ્યારે કેવળ સત્યના જ આગ્રહ રાખનારા શ્રી કિશોરલાલભાઇએ એક માત્ર પરમ તત્ત્વને જ પ્રાધાન્ય આપી એમાંથી પેદા થયેલી ભ્રામક કલ્પનાઓ, ભૂલભરેલા વિચારા કે ઉત્પન્ન થતા વહેમાને વખોડી કાઢી વસ્તુના હાર્દને સમજાવવા બહુ સ્પષ્ટ વિચારા આપેલા છે, જે સહેલાઇથી ગળે ઉતરી જાય છે. આ બાબત એમની ઊડી.પ્રજ્ઞા અને સ્પષ્ટ જાતઅનુભવ કેવા હશે એને સુંદર ખ્યાલ આવી જાય છે.
પ્રબુદ્ધ જીવન
આકાલામાં વકીલ તરીકે જીવનની શરૂઆત કરી એમણે ત્યાં ભારે પ્રતિષ્ઠા મેળવી હતી. પણ એને ઉંડાણમાં સૂતેલા ચેગી આત્મા પેાતાને પ્રગટવા માટે ચેાગ્ય તકની રાહ જોતા સળવળી રહ્યો હતો. સાબરમતી આશ્રમની સ્થાપના કર્યાં બાદ ત્યારના કર્મીવીર ગાંધીજીએ આ સમયે કચડાતાં કિસાન માટે ચંપારણમાં સત્યાગ્રહની લડત ઉપાડી અને એ યાગી જીવે તરતજ ધંધા સમેટી ગાંધીજીના ચરણે ઝુકાવ્યું. શરીર અત્યંત દુબળ હોઈ ગાંધીજીએ અમને ચંપારણમાંથી તરતજ આશ્રમમાં રવાના કરી દીધા, જ્યાં એમણે અહિંસાની સાધના અર્થે આશ્રમજીવન
જીવવું શરૂ કર્યુ. ગાંધીજીને એ પિતાતુલ્ય માનતા હતા, છતાં કદી પણ એમણે એમને ગુરૂ તરીકે સ્વીકાર્યાં નહેાતા. એમની અહિંસાસાધના બાપુજીની સાધના સાથે સમાંતર રૂપે ચાલતી હતી. આવું એમનું સ્વતંત્ર વ્યકિત્ત્વ હતું.. આ કારણે ગાંધી સેવા સંધના એ ઘણા વખત પ્રમુખ રહેલા.
આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ ચુસ્ત સ્વામીનારાયણુ હતા અને સ્વામીનારાયણીય સિધ્ધાંતા અપનાવ્યા સિવાય ભારતના ઉધ્ધાર થવાના નથી. એવી એમની માન્યતા હતી. પણ શ્રી કેદારનાથજી સાથેના નિકટ પરિચયના પરિણામે એમને વસ્તુને સ્વતંત્ર રીતે જોવાની અને વિચારવાની દૃષ્ટિ પ્રાપ્ત થઇ હતી, જેથી એ હરેક વસ્તુને નવેસરથી પૂર્વગ્રહરહિત વિચારતા થયા હતા, જેના પરિણામે જ એ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં અણુમાલ કાળા પુરાવી ગયા છે.
શરીર નબણું અને દમિયલ હતું. દમના હુમલા થાય ત્યારે એ ભારે પીડા ભોગવી અધ બેભાન જેવા બની જતા, પણ જ્યારે આરામ થાય કે તરત જ એમનુ કાર્યાં શરૂ થયું જ હોય. ન મળે મુખ પર કાઇ વિષાદની છાયા કે પીડાની અસર, મુખ પર ફરી એજ પ્રસન્નતા અને ઝળકતું હાસ્ય.
વિનોબાજીના શબ્દોમાં કહીએ તો એ યુદ્ધ ક્રાટિના સંત હતા, તત્ત્વયેાગી હતા. જેમ મહાવીરને ગૌતમ અને યુદ્ધને આંનદ તેમ એ ગાંધીજીના ગણુધર—પટ્ટશિષ્ય હતા. ગાંધી—તત્ત્વજ્ઞાનના મહાન ભાષ્યકાર હતા. ખુદ ગાંધીજી પણ પોતાને સૂઝેલાં સત્યે જે ઝટ સમજાવી શકતા નહિ કે ગળે ઉતરાવી શક્તા નહુિ એ સમજાય
વાનુ અને વિશ્લેષણુપૂર્વક એની ચેાગ્યતા—મહત્તા સિદ્ધ કરવાનું કામ માટે ભાગે કિશોરલાલભાઈને માથે જ આવતું ને એમાં એમની સુક્ષ્મ બુધ્ધિ અને વિચારતું ઉંડાણુ જણાપ્ત આવતું. ‘ગાંધી તત્વદોહન' એ ગાંધીજીના વિચારાતુ એમણે કરેલું ભાષ્ય ખુદ ગાંધીજીએ પણ પ્રશસ્યું છે અને પેાતાના વિચારોને લોકભાષામાં સરલ રીતે મૂકવા માટે એમણે એમના મુકતકઠે વખાણ કર્યાં છે.
યુગપુરૂષ ગાંધીજીના અનુયાયી, સાથી અને સલાહકાર હાવા ઉપરાંત એક ચિંતક, લેખક, તત્ત્વજ્ઞ, સશોધક અને ભિન્નભિન્ન ક્ષેત્રોના સમીક્ષક હાવા જેટલી બહુમુખી પ્રતિભા ધરાવવા છતાં બહારથી એ નમ્ર, નિરાહબર, સાદા અને અંદનામાં અદના માણસ પ્રત્યે પણ સમરસ બનવા જેટલા સરળ હતા.
૧૯૩૧ માં હું એમને પ્રથમ મુબઇ વિલેપાલે રાષ્ટ્રીયશાળામાં મળેલા. હું ત્યાં પહોંચ્યા ત્યારે ૫-૬ પ્રતિભાશાળી વિદ્વાન ત્યાં ચર્ચા કરી રહ્યા હતા, જેથી એમાં કારલાલભાઇ કાણુ હશે એવા વિચારથી મુ ંઝાતા હું ઉભો રહ્યો. ધરના એક ખુણે કાઇ એક સામાન્ય જેવી દેખાતી વ્યકિત રેંટિયો કાંતતી હતી, જે મારી મુંઝવણ પામી જઇ સહાનુભૂતિભરી દૃષ્ટિથી મને પાસે એલાવવા મારી આંખ સામે આંખ મિલાવ્યા કરતી હતી, પણ મારે તે! કિશોરલાલભાઇનું કામ હતું, એ ભાનુ નહાતું, જેથી દૃષ્ટિ પાછી ખેંચી લઈ વિદ્વાના તરફ હું મીટ માંડતા અને એમાં કિશોરલાલભાઇ કોણ હરો એ શેાધવા મેં મારી તર્ક–મુધ્ધિ લડાવવા માંડી હતી. પણ છેવટે થાકી, લાચાર બની એ રેંટીયા કાંતનાર ભાઈની સહાય મેળવવા એમની પાસે જઇ એઠા અને પૂછ્યું કે હેં ભાઈ, આમાં કિશારલાલભાઇ કાણુ ?' જવાબ મળ્યા કે તમારે શું કામ .છે, ભાઇ !' મેં જણુાવ્યું કે મારે એમને મળવું છે, કેટલાક પ્રશ્નો કરવા છે.' કહા ! શા છે તમારા પ્રશ્નો ?' એમ એમણે જવાબ આપ્યા. મેં તરત જ સંભળાયું કે એ તમારે લાયકના પ્રશ્ના નથી. કિશારલાલભાઇ મને આળખાવે એટલે ખસ, આમાં કિશોરલાલભાઇ કાણુ ?”
ત્યારે એમણે બહુ ધીરે અને નમ્રતાથી એકાક્ષરી મંત્ર જેવા જવાબ વાળ્યે કે 'હું', હું.' સાંભળતાં જ હુ* શરમ, શકા અને આશ્ચયની ત્રિવિધ લાગણીઓથી મુંઝાઇ ગયા. ડિભર તા મારી અનાવટ તે નહી થતી હોયને એવી શંકા ઉદ્ભવી. પણ જ્યારે મેં પ્રશ્ન મૂકયા અને એમની ચિંતન અને વિદ્વતાભરી અમૃતવાણીના પ્રવાહ વહેવા માંડયા ત્યારે શરમ અને આશ્ચયથી હું એમની ક્ષમા માગતા હાઉ' તેમ એમને જોઈ રહ્યો. સાક્ષાત્ જ્ઞાનમૂર્તિ, પણ મુખ પર બહારથી જોનારને એવું કશું જ ન લાગે.
અડધા કલાકેકની વાત પછી એમણે મને વિદ્વાનેાની ઓળખ આપીને મારા ઉતારા તથા ભાજન સંબંધી ચિંતા વ્યક્ત કરી. એમણે મને પોતાને ત્યાં રહેવા-તથા જમવાના ખૂબ આગ્રહ કર્યાં. ને મેં ઇન્કાર કર્યાં પછી જ્યારે જવાની એમની માગી આજ્ઞા ત્યારે ઝાંપા સુધી એ જાતે મને વળાવવા આવેલા. મારા જેવાં ગામડાના એક સામાન્ય શિક્ષક સાથે તેમજ હું ત્યાં રહ્યો તે દરમ્યાન નાનામાં નાના નાકરવર્ગ સાથે પણ સમરસ બનવા જેટલી એમની આત્મીય વૃત્તિ જોઇ માંરૂ મસ્તક એમને નમી પડેલું.
આવી એક મહાન જ્ઞાનતિને આથમી ગયાને સાત આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયા, છતાં નથી આપણે એમની પવિત્ર સ્મૃતિ અથે કાષ્ટ સ્મારક ઉભું કરી શકયા, નથી એમની મૃત્યુતિથિ ઉજવી શકતાં કે નથી એ દિવસે વતમાનપત્રા એમતી મૃત્યુનોંધ - પણ લઈ શકતા. આપણા માટે આ ભારે શરમની વાત ગણાય. · આગામી નવમી તારીખે આવતી એમની મૃત્યુસંવત્સરીના દિને એમને અંજલિ આપી આપણે કઇક કૃતકૃત્ય થએ એવી અભિલાષા ! રતિલાલ મફાભાઇ શાહ