________________
પ્રબુદ્ધ જીવન
ઉપાસ્ય કિશારલાલભાઈ
( ચાલુ સપ્ટેમ્બર માસની નવમી તારીખે ચિન્તનમૂતિ સ્વ. કિશોરલાલભાઇની મૃત્યુતિથિ આવે છે એ લક્ષ્યમાં રાખીને કિંશાર લાલભાઈના ભવ્ય વ્યકિતત્વની કાંઇક ઝાંખી કરાવતા અંજલિ-પ્રદાનના ભાવથી પ્રેરાયલામાંડલવાસી શ્રી. રતિલાલ મફાભાઇ શાહને-લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) આ દૂનિયામાં રાજ લાખા જન્મે છે, લાખા ભરે છે તે ખીજે દિવસે એ ભૂલાય છે, પણ કેટલાક એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા હાય છે, જગત પર એમને એટલે ઉપકાર હોય છે કે એ મરવા છતાંય. પાતાની પાછળ સુવાસ પાથરી યુગા સુખી માનવજાતને પ્રેરણા આપતા રહે છે. કિશારલાલભાઇ એવાએમાંના એક હતા, જેઓ ૯–૯–પરના રાજ આ દુનિયા છેડી ગયા છે. વળી એમનું એ સદ્ભાગ્ય હતુ કે હજારો વર્ષને અંતે પાડેલા યુગપુરૂષની ટાળીના એ સભ્ય પણ હતા. જ્યારે કાઇ પણ યુગપુરૂષ પેાતાનું અવતારકાય કરવા જગત પર ઉતરે છે ત્યારે એ પોતાના સાથીએને સાથે લઇને જ અવતરે છે. ભારતમાં છેલ્લા થાડા દાયકાઓમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રે જે જે વિભૂતિઓ જન્મી છે એ બહુમુખી પ્રતિભાવાળા યુગપુરૂષ ગાંધીજીના અવતાર કાર્યંને વેગ આપનારા સાથીએ જ હતા એમ કહી શકાય. પણ અહિંસા અને સત્યના અમર સદેશ આપનાર ભારતની પ્રાચીન ઋષિપર પરાના પ્રતિનિધિરૂપ એ યુગપુરૂષની આધ્યાત્મિક બાજુના ઉજજવળ વારસદારા તા મહાદેવભાઇ, વિનોબાજી અને કિશારલાલભાઇની બનેલી - ત્રિપુટી જ ગણાશે, જેમનું સ્થાન ગાંધીપર પરામાં હંમેશને માટે કાઇ અનેાખું જ રહેવાનું. જ્ઞાન, ભકિત અને કમના વિવિધ માગે પ્રગટ થતા ભારતીય આત્માના પ્રતિબિંબરૂપ એમનું જીવન જ્ઞાનભકિત–ફના ત્રિવેણી સંગમરૂપ હતું. આમ છતાં મહાદેવભાઇ બાપુની પ્રતિચ્છાયા રૂપ બની રહેવાથી ક યાગીનું જીવન જીવ્યા અને વિનેાબાજી બાપુના જીવનસિધ્ધાંતાને બાપુજીના જેટલી જ નિષ્ઠાથી આત્મસાત્ કરવા સાથે આજના ભારતની સમસ્યા હલ કરવાં ભૂદાનને કાર્યક્રમ દેશને આપી કમ યાગી બન્યા છે, એમ છતાં એમની મૂળપ્રકૃતિ એક ભકતની જ છે, જ્યારે કિશારલાલભાઇએ બાપુજીના નિર્વાણ પછી એમની એકએક પ્રવૃત્તિના ચોકીદાર બની કેળવણીકાર, સમાજસુધારક, તત્ત્વચિન્તક, લેખક તથા વર્તમાન પત્રકાર ઉપરાંત રાજવહીવટ તથા જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રાના સમીક્ષક તરીકે બહુમુખી શકિતએ બતાવી છે, એમ છતાં ! પ્રકૃતિથી એમને જ્ઞાનયેગ જ વરેલા હતા. અને ભવિષ્યની પ્રજા પણ એમને જ્ઞાની વિચારક અને તત્ત્વચિંતક-તરીકે જ વધુ ઓળખશે.
તા. ૧-૯-૧૯
કાઈ પણ વિભૂતિને જગત એની હયાતીમાં ઓળખતું નથી, લાંબા કાળ પછી જ એ એળખાય છે. કારણ કે આપણી દષ્ટિ હંમેશા ભૂતકાળ પરજ મંડાયેલી હાય છે. એથી ‘ઉત્તરોત્તર બીળામ પ્રામાખ્યમ્'ની જેમ પૂવ કાળના ઋષિમુનિએથીયે વધુ પ્રમાણિત અને શ્રેષ્ઠ એવી વ્યકિત આપણી નજર સમક્ષ વિદ્યમાન હોવા છતાંય આપણે એમને ઓળખી શકતા નથી. ઉલટુ જીની માન્યતાને કારણે આપણે એમના વિરોધ કે તિરસ્કાર પણ કરીએ છીએ. છતાં આપણું એટલુ' સદ્દભાગ્ય કે મેાડા મેાડા પણુ આપણામાનાં ઘેાડા ઘણા એમને ખુદ્ધની કોટિના પુરૂષ તરીકે ઓળખી રાયા. અને ભવિષ્યની પ્રજા તે જ્યાં સુધી એમના ‘જીવન શોધન’ કેળવણીના પાયા' ધમ અને સંસાર' તથા ‘સમૂળીક્રાન્તિ' જેવા તત્ત્વત્ર થા વિદ્યમાન રહેશે ત્યાં સુધી એના અભ્યાસ વાચનથી મંત્રમુગ્ધ બની એમના યુગમાં જીવવા માટે આપણી ખરેખર ઈર્ષ્યા જ કરશે.
કિશોરલાલભાઇ ગાંધી તત્ત્વજ્ઞાનના હા` હતા, ભાષ્યકાર હતા,
મૌલિક શાસ્ત્રકાર હતા. અને વિનોબાજી કે મહાદેવભાઇની જેમ એક નમ્ર અનુયાયી તરીકે એ ગાંધીજીમાં સમાઈ ગયા હતા. આમ છતાં એમનું વિરલ વ્યકિતત્વ પેાતાનું હતું, સ્વતંત્ર હતું. એવી ક્રાઇ વિશિષ્ટ પ્રતિભા પાથરતુ એમનુ વ્યકિતત્વ ઘણીવાર જીદુ' તરી આવતું.
એમની સફળતાની ચાવી પૂર્વગ્રહથી મુકત સ્વતંત્ર વિચારણા અને સત્યની ખાજ માટેની વ્યાકૂળતામાં હતી. એથી કોઇ પણુ પરપરાગત માન્યતા કે ધર્મશાસ્ત્રસ ંમત વાતને વળગી રહેવાની કે એને સિદ્ધ કરવાની નહી, પશુ નિષ્પક્ષપાતપણે સંશાધન દૃષ્ટિથી વસ્તુને તપાસવાની અને સત્યની કસોટીએ ચડાવ્યા બાદ જો એ પાર ઉતરે તેા જ એને સ્વીકારવાની એમની એક વિશિષ્ટ ખાસીયત હતી. અને એથી એ સાટીએ કસતાં જ્યાં એમને સ્પષ્ટ દોષ દેખાતા ત્યાં—ભલે પછી એ નરસિહુ મીરાં જેવા સાથા ભકતા હાય, વ્યાસ કે શંકર જેવા ચાસ્ત્રાના રચયિતા હોય, મુખ્ય કે મહાવીર જેવા સ ંતા હોય અને રામ કે કૃષ્ણ જેવા અવતારી પુરૂષો હાય—એમના પ્રત્યેની આદર કે પૂજ્ય બુદ્ધિમાં કિંચિત માત્ર પણ ઉણપ ન આવવા દેવા છતાંય એમના દોષો કે અપૂર્ણતા બતાવવામાં એ કદિ અચકાયા નથી. ખુદ પેાતાના જ આદરણીય ગુરૂ ગાંધીજીનાં મન્ત્રબ્યા સામે પણ. એમણે કેટલીયે વાર એજ સેટીએ ચડી વિરાધ ઉઠાવેલા.. એમણે બતાવેલી આવી અસાધારણુ નૈતિક હિંમત એ એમના સ્પષ્ટ જાતઅનુભવ અને પ્રગટેલી આંતરપ્રજ્ઞાને જ આભારી હતી. એથી બાપુજી પણ એમનાં મન્તવ્યેશ પર ખૂબ જ વજન મૂકતા અને મતભેદમાંથી, સમાન ભૂમિકા હાથ ન લાગે ત્યાં સુધી ઘણાં કાર્યાં એ શરૂ પણ ન કરતા. કિશારભાઇના આવાં વિશિષ્ટ વ્યકિતત્વને કારણે એ ગાંધીજીના મિત્ર અને સલાહકાર પણ 'હતા.
આમ પોતાને થયેલા જાતઅનુભવ અને સ્પષ્ટ દર્શીન છતાંય એ પાતાના વિચારો કોઇ પણ ઉપર પરાણે ઠોકી બેસાડતા નહી. એમની રજુઆત કરવાની કળા જ એવી હતી કે માટે ભાગે એ પૃથકરણ દ્વારા હકીકતા જ પુરી પાડતા વૈજ્ઞાનિક ઢબે ક્રમબદ્ધ વિચાર મૂકતા અને પછી આખરી નિણ ય બ્રણુંખરૂં'
વાચકાના હાથમાં જ સેોંપી દેતા.
એમની સત્યાસત્ય નિણુ યકારિણી મુધ્ધિ-વિવેકદૃષ્ટિ નિળ હતી. વસ્તુને ઉકેલવાની પારદર્શી મુધ્ધિ સતેજ હતી. અને વિચારણા પૂર્વગ્રહથી મુકત-સર્વાંશે સ્વતંત્ર હતી. એથી તે વસ્તુનુ પૃથકરણ બહુ જ સ્પષ્ટ રીતે કરી શકતા. આવા સૂક્ષ્મ પૃથક્કરણથી ધર્મની પર પરાગત માન્યતામાં એમને અનેક ભૂલભરેલી કલ્પનાઓ અને દાષા જણાયા હતા. અને આમાંથી જ એમને ધર્મના સશોધનના તથા ધર્મના હાર્દને સમજવાને અને એને પકડવાના વિચાર આવેલા, કે જેના પરિણામે એ જે મૌલિક સશોધન કરી શકયા છે, એ એમના ‘જીવન શેાધન’ અને 'સમૂળી ક્રાંતિ' જેવાં પુસ્તક વાંચવાથી સમજી શકાય છે. યુગેથી ચાલી આવેલી પચ મહાભૂતાની માન્યતા સામે એમણે રજુ કરેલો જ મહાભૂતાને સિદ્ધાંત એટલી વૈજ્ઞાનિક રીતે રજુ કરી સમજાવ્યા છે કે ઘડીભર . આપણુને એમજ થાય કે આટઆટલા સ', ભકતા, શાસ્ત્રકારી, તત્વજ્ઞા કે,જ્ઞાનીઓ પેદા થવા છતાંય આજ સુધી આ સ`શાધન તરફ ક્રાઈનુંય ધ્યાન કેમ નહી દોરાયુ` હાય !