SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન કેરલ પ્રકરણમાંથી ઉભા થતા પાયાના પ્રશ્ન (દિલ્હીની રાજ્યસભામાં કેન્દ્રે કેરલમાં કરેલી દરમિયાનગીરી અંગે તા. ૨૫–૮–પના રાજ ઉગ્ર ચર્ચા થઇ હતી. આ ચર્ચા દરમિયાન મહાઅમાત્ય ૫. નેહરૂએ આપણી આજની લોકશાહી રચના સાથે સામ્યવાદી પક્ષના મેળ બેસી શકે કે કેમ એ પાયાના પ્રશ્નનુ ભારે વિશદ અને વિચારપ્રેરક પૃથક્કરણ કર્યું હતું. ૫. નહેરૂના એ વ્યાખ્યાનમાંથી આ પ્રશ્નની ચર્ચા પૂરતા-ભાગ સંકલિત કરીને નીચે આપવામાં આવે છે. તંત્રી) સામ્યવાદી પક્ષ સાથે કામ કરતાં આપણી સામે જે મુશ્કેલી આવીને ઉભી રહે છે. તે પાયાની મુશ્કેલી છે, તે મુસ્ખલી આ પ્રકારની છે: સામ્યવાદી પક્ષ જે રાષ્ટ્રીય પક્ષથી કાંઇક વધારે છે– આ શબ્દો સૌમ્યવાદી પક્ષ પ્રત્યે અવમાનના દર્શાવવા માટે કે તેની ઉપર કાઇ કટાક્ષ કરવાના હેતુથી હું વાપરતા નથી, પણ માત્ર વસ્તુસ્થિતિનું ઉચિત પૃથકકરણ કરવાના આશયથી વાપરૂ છું - અને જે પક્ષ પોતાની વિચારણા અને આચરણ માટે રાષ્ટ્ર્ધ્વગત અને આન્તરિક તત્ત્વો ઉપર આધાર રાખતા નથી, પણ રાષ્ટ્રવાદથી પર એવા અહિગત તત્ત્વ ઉપર આધાર રાખે છે—આ પ્રકારના પક્ષ કેટલે સુધી ભારતના બીજા પક્ષો અને રાજદારી મંડળેા સાથે અને ભારતમાં પ્રવર્તતી પરિસ્થિતિ સાથે બંધ બેસતા થઇ શકે ?, ” પણ આપણી સામે તેા આવીને અથડાય છે તે સામ્યવાદીઆની અ કારણને લગતી માન્યતા નથી—તે આપણે પસંદ કરીએ યા ન કરીએ તે જુદી બાબત છે પણ સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલી કાર્ય પધ્ધતિ-technique of action છે, અને આ એ કાય પદ્ધતિ છે કે જે આ દુનિયામાં આજની લાકશાહીને કોઇ ઠેકાણે જન્મ થયા નહોતા ત્યારે ધડવામાં આવી હતી, આ જાતની કાર્ય પદ્ઘાત સિવાય એ સમયે ખીજે કાઈ માર્ગ નહોતા એમ કહેવાની સ્થિતિમાં હું નથી. પણ આ કાર્ય પદ્ધતિનાં તત્ત્વો સામ્યવાદી પક્ષના અનુયાયીઓના મગજમાં એટલા બધા જંડએલાસટ ખેડેલાં છે કે સાગા તદ્દન ભિન્ન હાય, દુનિયા ખદલાયલી હાય, અથવા તે। અમુક દેશના સંચાગા ખીજા દેશના સંચેાગા કરતાં તદ્દન જુદા હોય તે પણ પહેલાના વિચાર અને આચારના અમુક ચોગઠ્ઠામાંથી તેઓ નીકળી શકતા જ નથી. અને તેમના આર્થિક સિધ્ધાન્તા નહિ પણ તેમની આ કાર્ય પધ્ધતિ જ અનેક મુશ્કેલી અને આક્તા પેદા કરે છે. તા. ૧૯-૫૯ સામ્યવાદી પક્ષમાં અને તેની માન્યતામાં પુષ્કળ અકકડતા (rigidity) હોવા છતાં ઋતિહાસે તેમને શિખવ્યુ હોવુ જોઇએ કે, બધી અકકડતા સમય જતાં એસરવા માંડે છે અને આ પરિવતનશીલ દુનિયામાં જડબેસલાટ લાગૃતી તાત્ત્વિક વિચારસરણીઓ પશુ પોતાની કટ્ટરતા છોડતી આવી છે, અને તે રીતે સામ્યવાદી માન્યતાઓની ચોગઠાબ ધીમાં પણ ધીમે ધીમે સરળતા, જીતા અને વ્યવહારદક્ષતા આવ્યા વિના નહિ રહે એવી હું આશા સેવતા હતા. આજે એવા યુગમાં આપણે વસીએ છીએ કે જે જોતજોતામાં આપણી સામેથી સરી રહ્યો છે, અને એમ છતાં, સામ્યવાદી પક્ષના આપણુ મિત્રા ઉત્કૃષ્ટ ભાવનાઓથી પ્રેરાયલા હેાવા છતાં આગળની સાંકડી વિચારશ્રેણીમાં પૂરાઇ રહ્યા છે, અને અન્ય દેશમાં . અન્ય સમેગેામાં જે કાંઇ બન્યું છે તેની પરિભાષામાં જ પેાતાના સવ કાયના વિચાર કરે છે, બુદ્ધિશાળી દેખાતા આ લકા વાદવિવાદના ચક્રાવામાં કેવા ગુંચવાયલા રહે છે અને સતત ઉશ્કેરાટની મનેાદશાના કેવા ભાગ બને છે એ જોઇને હું ઘણીવાર આશ્ચય – ચકિત બનું છું. સ્વાભાવિક રીતે તે ખોટા રસ્તે વળે છે. અને તે ખાટા ભાગે વળે છે એટલુ જ નહિ પણ, તે ભારતના ભૂમિતળને સ્પર્શીતા નથી, અને તેમના માનસિક તેમ જ વૈચારિક સપ બહારની દુનિયા સાથે હેાઇને તેમને સહેલાથી ઠેકાણે લાવી શકાતા નથી. આ ખરી મુશ્કેલી છે. ! સામ્યવાદની આર્થિક વિચારણા સંબંધમાં મારા પૂરતું હું એમ કહી શકું છું કે, તેનાં મૂળ સિદ્ધાન્ત' ઉપરનાં ભાખ્યા સાથે હુ સપૂર્ણ પણે મળતા થતા નથી, એમ છતાં પણ તે સામે મારો કાઇ કટ્ટર વિરોધ કે શત્રુતા નથી. એટલુ’ જ મારે જણાવવુ જોઇએ કે દુનિયાના ક્રૂરતા જતા સંયેગોએ, તથા ઉત્પાદનના ક્ષેત્રમાં ટેક્નાલાજીએ સાધેલી અદ્ભુત પ્રગતિએ અને આવી ખીજી અનેક ઐતિહાસિક ઘટનાઓએ ૫૦ કે ૬૦ વર્ષ પહેલાં સામ્યવાદના પ્રણેતાઓએ જે આગાહી કરી હતી તેને આજે ખાટી પાડી છે. મને યાદ છે કે આઝાદી મળ્યાં બાદ વર્ષી સુધી હિંદને સામ્યવાદી પક્ષ એમ ખેલતા રહ્યો હતા કે ભારત સ્વતંત્ર નથી અન્ય, જેને હું ચોગઠાબંધી વિચારણા કહું છું. તેના આ પુરાવેા છે. તેમની ચોકઠાન ધીને હકીકતા સાથે શ્રેષ્ઠ નિસબત હતી નથી. કારણ કે તેઓ ‘આઝાદી' શબ્દના અમુક સંદર્ભમાં અમુક અથ જ વિચારવાનું શિખેલા હોય છે, તે તેને ‘લીબરેશન’-- મુકિત-કહે છે અને તેથી વર્ષો સુધી તે એમ પ્રમાણિકપણે સ્વીકારવાને તૈયાર નહાતા કે ભારત આઝાદ બન્યું છે. મને લાગે છે કે. કેરલની રાજ્યપુરા હાથમાં લીધા બાદ સૌથી પહેલી વાત તેમણે એ અથવા એવી કાંઇક ઉચ્ચારી હતી કે કેરલને તેમણે મુકત કર્યુ છે. (અહીં સામ્યવાદી સભ્યાએ પોકાર કર્યો કે આ તદ્ન ખોટું છે' સાંભળીને નહેરૂ આગળ વધ્યા કે) વારૂ, એ કદાચ એમ નહિ હોય તેા પણ કેરલની નવી સરકારને પહેલી લાંકાની સરકાર’ તરીકે તેમણે જરૂર ઓળખાવી હતી-આટલુ તે હું ખાત્રીપૂર્વક કહી શકું તેમ છે. આથી કાઇ મહત્વના તફાવત પડતો નથી. પણ હુ તો તેમનુ મન કેમ કામ કરી રહ્યું કે જેના આધારે તેમની કાર્યવાહી ઘડાતી રહી છે તે સમજવાના પ્રયત્ન કરૂ' છુ. ઉપર જણાવ્યું તેનો અથ એ થયે કે આ સામ્યવાદી તત્રના સૂત્રધારો એજ લોકો' છે, પીપલ' છે. સામ્યવાદી પક્ષ, તેના અનુયાયીઓ અને તેનું અનુમેદન કરનારા લોકો-આટલા જ માત્ર લેાકો' છે. બીજા તેથી કાંઈક ઉણા છે. એ તેા જુની કહેવત છે કે “સ કોઇ સમાન છે પણ અમુક ભીન્ન કરતાં વધારે સમાન છે.” અને તેમના શાસનના પ્રથમ દિવસથી શું શું ખનવા માયુ તે તમે આ રીતે વિચારતાં સહેલાઈથી સમજી શકશે. સત્તા કબજે કરવાની વૃત્તિથી પ્રેરાઇને અને સ ંધ માંથી પોતાને અનુકુળ એવુ કરું ને કષ્ટ ઉભું થશે એલી આશાપૂર્ણાંક સંધર્ષાને વધારે ને વધારે ઉત્તેજવાની તેમની નીતિ અને કાય પદ્મતિ અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે. આ દુનિયામાં પાર વિનાનાં સધર્યાં અને અથડામણેા છે. પણ શું એને એ અ` છે કે જ્યાં સુધી એક યા બીજો વગ તદ્દન નાખુદ ન થાય ત્યાં સુધી આ ધાણા અને અથડામણા વધાયે જ જવી ?. સૉંતુ નિરાકરણુ કરવા અને વર્ગભેદો મીટાવવાના અનેક રસ્તાઓ છે. હકીકતમાં એ વિચિત્ર લાગશે કે આજે મુડીવાદી રાષ્ટ્રો પણ વવિહીન ‘‘સમાજની પરિભાષામાં વિચાર કરી રહ્યા છે. આજની દુનિયા ઉપર નથી પ્રભુત્વ મુડીવાદનું કે નથી પ્રભુત્વ સામ્યવાદનુ. પણ આજે પ્રભુત્વ વર્તે છે. આધુનિક વિચારાનુ કે જેનું સેવિયટ યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર શાસન ચાલી રહ્યુ છે અને જે તે બન્નેને મુડીવાદ કે સામ્યવાદની બધી વિચાર– સરણીએ કરતાં વધારે નજીક લાવી રહેલ છે. ધીમે ધીમે કરલમાં એ પરિસ્થિતિ ઉભી થઇ કે એક બાજુએ સરકાર અને તેના ટેકેદારો અને બીજી બાજુએ બાકીના બધાએમ એ વિભાગમાં કેરલની આખી પ્રજા વહેંચાઇ ગઇ. આ એક અસાધારણ પરિસ્થિતિ કહેવાય, જેમાંથી પાયાના પ્રશ્ન ઉભે થાય છે કે દેશમાં લાંકશાહીના માર્ગે ચાલવાનું સામ્યવાદી પક્ષ માટે કયાં સુધી શક્ય છે ?
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy