________________
પ્રભુ હું જીવન
શાન્તિના યાચા
(૧૬મી મેના પ્રબુદ્ધ જીવન થી અનુસધાન)
(ગયા વર્ષોંની પયુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી મનુભાઈ પંચોળીએ ઉપર જણાવેલ વિષય ઉપર એક વિસ્તૃત અને વિચારંગભીર વ્યાખ્યાન આપ્યું હતું. તેના પહેલા એ હતા પ્રમુધ્ધ જીવનના મે માસની પહેલી અને સેળમી તારીખના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. બીજા હક્તાના છેડે મારી ગેરહાજરી દરમિયાન વ્યવસ્થાપકની ભૂલથી ‘સમપ્ત' એમ છાપવામાં આવ્યું હતું. આ જોઇને શ્રી મનુભાઈએ અનુમાન કર્યું કે વધારે હતા પ્રગટ કરવાની અમારી ઇચ્છા નહિ હોય. એટલે તેમના તરફથી બાકીનું લખાણ આવ્યુ. નહિ. પ્રવાસયાત્રામાંથી પાછા ફર્યાં બાદ શ્રી મનુભાઇને બાકીનું લખાણ મેકલી આપવા મેં વિનંતિ કરી. તે રીતે મળેલા લખાણના એક હતા નીચે પ્રગટ કરવામાં આવે છે. બાકીને ભાગ ક્રમશ : પ્રગટ કરવામાં આવશે. તંત્રી)
9.
ગઈ કાલે આપણે એ રીતે વિચાયું કે આ પ્રશ્નને આપણે ભાવનાત્મક ભૂમિકામાંથી વૈજ્ઞાનિક ભૂમિકામાં લઇ જવા જોઇએ. કારણ કે કોઇ પણ બનાવનાં એકવાર જો સાચાં કારણો આપણા હાથમાં આવે. તેા તેના ઉપર આપણા કાબૂ આવી શકે છે. જમાનાઓ સુધી આપણે તાવ માટે નજર બાંધતા આવ્યા છીએ, પણ તેથી તાવ કાબૂમાં આવ્યા નથી. આખરે જ્યારે તાવનાં કારણભૂત જંતુઓ શોધાયાં ત્યારે આપણા હાથમાં તાવને નાબૂદ કરવાની ચાવી આવી. યુદ્ધ એક વિષમ પરિસ્થિતિનું બહારનું કારણ છે. તાવ આવે તે થમેŕમીટર આપણને કહે કે ૧૦૩ ડિગ્રી તાવ આવ્યા છે; એટલે આપણે થ[મીટર ઉપર ગુસ્સે થતા નથી, કારણ કે તેને ફેંકી દેવાથી તાવ ચાલ્યા જવાનેા નથી, થર્મામીટર બિચારૂ' ખબર આપે છે કે તમારા શરીરનાં તત્ત્વમાં કંઇક અસમાનતા ઊભી થઇ છે. યુધ્ધ પણ આપણને એટલી જ ખબર આપે છે કે તમારા સમાજમાં કઇંક વિષમતા ઉભી થઈ છે, તેા ચેતવુ હાય તા ચેતેા. આ દૃષ્ટિએ આપણે ગઇ કાલે યુદ્ધનાં કેટલાંક કારણેાની ચર્ચા કરી હતી અને તેના એક ઉપાય તરીકે જીવનદૃષ્ટિ બદલવી જોખરો તેમ સૂચવ્યું હતુ. વમાન જીવનદૃષ્ટિ જાણે એમ કહેતી હોય એમ દેખાય છે કે જેમ વધારે સંપત્તિ મેળવા તેમ વધારે સુખ મળશે. આ માન્યતા યુદ્ધનાબૂદીમાં મદદગાર થાય તેવી નથી. કારણકે દરેક વ્યકિત ને દરેક રાષ્ટ્ર આમ માનીને સંપત્તિ માટે ગડમથલ કરે તે લૂટાલૂટ થવાની એથી કશુ' પરિણામ આવે નહીં. વસ્તુતઃ અમુક 'માત્રા પછીની સંપત્તિ સુખ વધારનારી નથી, પશુ સુખ ઘટાડનારી છે. તે વાત પર મેં ચેડું લક્ષ ખેંચ્યું હતું. પશુ આને અથ એવો નથી કે શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલી સામગ્રી આવશ્યક છે તેટલી સામગ્રી પણ પેદા ન થવી જોઇએ કે મળવી ન જોઇએ. અતિશય લેવું કે બિલકુલ ન લેવુ' આ બંને છેડાના છેદ ઉડાડવા જેવા છે. આપણે એક સ્વસ્થ ને શાંત સમાજ નિર્માણુ કરવે છે. તે સમાજના પાયા એ છે કે દરેક વ્યતિને તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે તેટલું મળી રહેવુ જોઇએ, પછી તે વ્યકિત ગમે તે કુળમાં જન્મી હાય, ગમે તે દેશની હેાય. આ આપવા માટે આપણે અવશ્ય એ અનુમાન પર આવવું પડશે કે આજે શ્રીમંત ને ગરીબના મે છેડા વચ્ચે ' આપણા સમાજ વહેંચાયેલા છે તેને કાઇ તે ક્રાઇ પ્રકારે બદલાવીને નાબૂદ કરવા પડશે. જ્યાં સુધી એક બાજુ આટલો મેટા અતૃપ્ત સમાજ પડયા હોય તે બીજી બાજુ બિનઉપયોગી ફાજલ ધન પણ હોય; ત્યાં સુધી શાંતિની સ્થાપના થવી શક્ય નથી. શાંતિ નિશ્ચિંતતા માગે છે. ચિંતામાંથી વ્યાકુળતા પેદા થાય છે. એ વ્યાકુળતામાંથી વિગ્રહ આવે છે, જે દરેક માણસને કે દરેક દેશને એવી ખાતરી થાય કે મને નિશ્ચિ ંતતા ૫પાઇ છે તેા તે ઝઘડા કરવા માટે પ્રેરાશે નહીં.
આવી નિશ્ચ તતા' સંપત્તિની અસમાનતા મટાડયા સિવાય અપાવી મુશ્કેલ છે, તે અનિય ંત્રિત ખાનગી માલિકીનું નિયંત્રણ કર્યાં સિવાય અસમાનતા પણ મટવાની નથી. આ સંબંધમાં આપણા એટલે કે હિન્દુ સમાજે વિશેષ વિચાર કરવા પડે તેમ
તા. ૧૬-૮-૫૯
છે. હિન્દુસમાજની વ્યાખ્યા આપતાં એકવાર સ્વામી વિવેકાનદે મજાકભરી રીતે એમ કહ્યું હતું કે હિન્દુસમાજ એટલે વિચારમાં બહુ જ ઊંચે પણ આચારમાં અતિશય સંકુચિત, હિન્દુસમાજમાં અનેક પ્રકારના વિચારાને સમાવવાની તૈયારી છે. અત્યારના વૈજ્ઞા નિર્દે! પણ એમ કહેવાના કે આ બ્રહ્મની વિચારણા સુધી તે। અમે પણ હજી પહેાંચી શકયા નથી, હિન્દુ સંસ્કૃતિની આ કંઇ જેવીતેવી સિદ્ધિ નથી. પણ એ જ હિન્દુસમાજમાં ક્રાપ્ત સુખી ગૃહસ્થને આપણે એમ કહીએ કે “ભાઇ, તમે એમ માને છે। કે બ્રહ્મ સિવાય આ જગતમાં ખીજું કશું નથી તે દ્વૈત અજ્ઞાનને જ કારણે છે, તે સંપત્તિદાનમાં તમે છઠ્ઠો ભાગ આ ભાગીને આપોને !” તે તે તુરત કહેવાના, ‘ના, ના, ભાઇ, જ્ઞાનના એવા ઉપયાગ ન થાય. આ જ્ઞાન તે પરલોક માટે છે. આ લેાક માટે તે જે છે તે જ બરાબર છે.' એટલે બ્રહ્મજ્ઞાનમાં જ્યારે રોટલા વહેચવાની વાત આવે છે. ત્યારે તે ભ્રમજ્ઞાન થઇ જાય છે. આપણા સમાજમાં જેટલી ખાટી અસમાનતા જેટલી સ્વાભાવિકતાથી ચલાવી લેવામાં આવે છે, તેટલી ભાગ્યે જ બીજા સમાજમાં જોવામાં આવે છે. જો કે બીજા સમાજમાં આવી અસમાનતા તાત્ત્વિક રીતે ટકી શકે તેમ છે, જ્યારે આપણા અદ્વૈતનિષ્ઠ સમાજમાં તે બિલકુલ ટકી શકે તેમ નથી, જીવ તે શિવ છે તેમ રટતાં રટતાં કેવી રીતે અત્યારે અસ્પૃશ્યતા આપણે ટકાવી રાકતા હેઇશું તે સમજવુ અત્યંત મુશ્કેલ છે તે તે ચલાવી લેવું તે ધણીવાર અસહ્ય થઈ પડે છે. હું ગામડામાં રહું છું. ગામડામાં પણ સારી પેઠે વેદાંત હોય છે. ગામડિયાને એમ કહીએ કે બધા જ ભગવાનનાંછેરૂ છે તે આ બધા ભેદ ન હેાવા જોઇએ તેમ શકરાચાય કહી ગયા છે.” તે લેાકા કહેશે, તેઓ તે જ્ઞાની પુરૂષ હતા. તેઓ તે પરમહ ંસ કહેવાય. તે આ ન પાળે તે ચાલે. આપણે કયાં પરમહંસ થયા છીએ ?' ત્યારે મુઝવણુ થયા સિવાય રહેતી નથી, આ આત્મવચના આપણા સમાજને કયાં લઇ જશે. તે વિશે ચિંતા થાય છે. આપણે આપણા જોડીદાર કે સાથીદારને અપાનિત રાખીએ, અજ્ઞાન રાખીએ, કિચેન રાખીએ, આધાર વિનાના રાખીએ અને છતાં માનીએ કે એ શાંત રહે, તે એ માન્યતા રેતીના પાયા પર ચણાયેલી છે. ત્યાગના મહિમા ગાનારી જીવનદૃષ્ટિના નામે ચાલુ અસમાનતા ટકાવી રાખવાથી કશું વળવાનુ નથી. સ્વસ્થ જીવંતને આવશ્યક સામગ્રી બધાને આપવા માટે થઇને ઉત્પાદનનાં સાધતા પરની માલિકનું નિય ંત્રણ નિબાજીની રીતે સ્વીકારા, પડિતજીની રીતે સ્વીકારી કે અન્ય વાદીઓની રીતે સ્વીકારી, પણ ‘ટેટસ કા' એટલે કે છે તે તેમ ને તેમ કાયમ રાખવાની વાત ને શાંતિ સાથે ચાલવાનાં નથી. શાંતિમાં માનવાવાળાએ અસમાનતા મિટાવવાને કાર્યક્રમ પણ શાંતિને જ કાક્રમ છે. એમ માનવું પડશે,
દુનિયામાં એક બીજા પ્રકારની પણ અસમાનતા છે. તે પણ કાઇક રસ્તા શેાધવાના રહેશે. તે તે દેશ, દેશ વચ્ચેની અસમાનતા. જેમ એક દેશમાં ગરીબ અને તવ ંગર એવા વર્ગો છે ને તે દેશની શાંતિને જોખમરૂપ છે. તેવી જ રીતે આ આગળ વધેલા અને પાછળ પડી ગએલા દેશેા વચ્ચેનુ અંતર ણુ જગતશાંતિને જાખમરૂપ છે.