________________
તા. ૧૬-૮-૫૯
પ્રબુદ્ધ જીવ ને
દ્વિવ્ય અનુભૂતિ
માત્ર સન્તા કે સાધાને જ નહિ પણ સામાન્ય કેટિના માનવીને કિંદ કિં એવી મનેાગત અનુભૂતિ થયાનું સાંભ ળવામાં આવે છે કે જે કેવળ સામાન્ય મનની ચાલું સપાટી ઉપરની હોતી નથી, પણ જેને કાં તેા મનની ઉચ્ચતર ભૂમિકાની લેખી શકાય, અથવા તો મનથી ઉપરની કોઇ જ્ઞાનસ ંવેદનકરાવતી શકિત જેને આધ્યાત્મિક પરિભાષામાં અધિમનસ્-transcendental consciousness-કહેવામાં આવે છે તેને લગતી ભૂર્મિકાની હાર્દ શકે. આ અનુભૂતિને દિવ્ય વંશન તરીકે વવવામાં આવે છે. આ કાર્ટિની અનુભૂતિની અંદર આપણને કાઇ અદૃષ્ટ રીતે કહેતુ હોય અથવા તો કોઈ અદૃષ્ટ તત્ત્વ વ્યકત થતું હોય અથવા તેા ન કલ્પી શકાય, તે વર્ણવી શકાય એવા પ્રકાશન, સૌન્દ નું, આનંદનુ થેડી ક્ષણા માટે સ ંવેદન થતુ. હાય—આવી અનુભૂતિઓના સમાવેશ થાય છે.
કેટલાક ઉપાસકેા મહાદેવ, વિષ્ણુ, કાલી આદિ દેવ યા દેવીની ઉપાસના કરતા હોય છે; કેટલાક રામ, કૃષ્ણ, ઇશુ એવા વરાવતાર લેખાતા મહાપુરૂષોની આરાધના કરતા હાય છે. આ ઉપાસના ધ્યાન દ્વારા કરવામાં આવે છે અને કાળક્રમે સમાધિની સ્થિતિએ પહેાંચતો હાય છે. આવી સમાધિની દશામાં ઉપર જણાવેલ ભકતાને યા ઉપાસકાને પોતાના ઇષ્ટદેવા અથવા તો ઇષ્ટ પુરૂષનું દર્શન થતું હાવાની વાતો આપણા સાંભળવામાં આવે છે. આ અનુભૂ નને ઇશ્વરસાક્ષાત્કારની કાટિની લેખવામાં આવે છે અને એનો એ રીતે ખુલાસા કરવામાં આવે છે કે ઈશ્વર
સ્વતઃ નિરાકારનિર ંજન છે, પણ પોતાના ભકતાને તેમના જે કોઇ ઈષ્ટ દેવતા કે ઇષ્ટ પુરૂષ હાય તેને આકાર ધારણ કરીને પોતાના ભકતા સમક્ષ કર્દિ કદિ પ્રત્યક્ષ થાય છે. આ પ્રકારની અનુભૂતિના આજની તાર્કિક દૃષ્ટિએ એમ પણ ખુલાસ કરવામાં આવે છે કે આવી અનુભૂતિમાં ઇશ્વરના સાક્ષાત્કાર થાય છે...આ કેવળ માણસના મને ઉપજાવેલી ભ્રમણા છે. જે ઈષ્ટ દેવ યા ઇષ્ટ પુરૂષનુ માસ સતત ધ્યાન કરતા હાય, ચિન્તન કરતા હાય અને જેના સાક્ષાત્કારનું માસ ચાલુ રટણ કરતા હોય તે ઇષ્ટ દેવ યા પ્રુષ્ટ પુરૂષના ચાલુ કપાયલા આકાર તેના મન સામે કિંદ કિદે નક્કર રૂપ ધારણ કરે છે અને માણસ પોતાના ઇષ્ટ દેવ યા ઇષ્ટ પુરૂષનું દન કર્યાંને સ ંતોષ તૃપ્તિ અનુભવે છે. આને માનસશાસ્ત્રની પરિભાષામાં thought-projection કહે છે. ઉપરના કહેવાતા. ઇશ્વર સાક્ષાત્કારમાં thoughtprojection–વચારનું કલ્પનાનાં વિસ્તરીકરણ, સ્થુલીકરણથી વિશેષ કાંઈ સત્ય છે કે નહિ તેને નિણૅય કરવા તે બુદ્ધિ અને તર્કની ભૂમિકા ઉપર રહીને ।વચારવ્યાપાર ચલાવતા આપણી જેવા સામાન્ય માણસ માટે મુશ્કેલ છે.
આવા ઇશ્વરસાક્ષાત્કારના નામે એળખાતા દિવ્ય અનુભવે ઉપરાંત અધિમનસ કોટિના ખીજા અનુભવે! પણ નોંધાયલા જોવામાં આવે છે. વિનેબાજીએ ગાંધીજીના આવા એક અનુભવની નીચે પ્રમાણે નોંધ કરી છે :
...ખાન અબદુલ ગફારખાનની કુમકે જવાની વાત ચાલતી હતી, ત્યારે એમને લાગેલું કે કદાચ પાછા ન કરાય એવું પણ અને. એટલે એ વિષે મને વાતે! કરવા એલાવ્યે હતા. લગભગ પંદર દિવસ સુધી અમારી વાતે ચાલી. પહેલાં એ ત્રણ દિવસ એ સવાલા પૂછતા હતા અને હું જવાબ દેતા ગયા; પણ પછી એક દિવસ મેં એમને ઈશ્વર વિષેના અનુભવા અંગે છેડયા. મેં કહ્યું “તમે સત્ય એજ પરમેશ્વર છે . એમ કહે છે તે તે ઠીક; પરંતુ ઉપવાસ વખતે તમે કહ્યુ` હતુ` કે તમને અંદરથી અવાજ સંભળાયા તે એ શું વાત છે? એમાં કાંઇ રહસ્ય—ગૂઢતા છે ?’”
ત્યારે તેમણે જવાબ વાળેલે હા, એમાં કાંઈક એવુ છે ખરૂં.” એ તદ્દન સાધારણ બાબત નથી. મને અવાજ સાફ સાફ સભળાયા હતા. માણસ ખેલે તે સભળાય એમ સાંભળાયે હતા. મેં પૂછ્યું, “મારે કશુ કરવુ જોઇએ ?' તે એણે જવાબ દીધા કે “ઉપવાસ કરવા જોઇએ.” મે વળતાં પૂછ્યું, “કેટલા ઉપવાસ કરવા જોઇએ ?” એણે કહ્યું “એકવીશ.”
“એટલે આમાં એક જણ પૂછનાર હતા અને ખીજો જવાબ
૭૭
દેનાર હતા. એટલે કે ખીલકુલ કૃષ્ણ અર્જુન' સંવાદ જ હતા. બાપુ તે! સત્યવાદી હતા. એટલે આ કાઇ ભ્રમ તો ન જ હોઇ શકે. એમણે કહ્યું કે “સાક્ષાત ઇશ્વરે મને વાત કહી.” એટલે મેં પૂછ્યુ ઇશ્વરનું ક્રાઇ રૂપ હોઇ શકે ?' એમણે કહ્યું, “રૂપ તે ન હોઇ શકે, પરંતુ મને અવાજ સંભળાયો હતો.” એટલે મે કહ્યુ` રૂપ અનિત્ય છે, તો અવાજ પણ અનિત્ય છે. અવાજ સંભળાય તે પછી રૂપ પણ કેમ ન દેખાય ? ” પછી મેં એમને દુનિયામાં ખીજાઓને થયેલા આ ગૂઢ અનુભવાની વાતે કરી, મારા પોતાના કેટલાક અનુભવા પણ કહ્યા. થ્થિર દર્શન કેમ થાય એ વિષે વાત પણ કરી. પછી મેં કહ્યું, “તમારા મનમાં સવાલ જવાબ' થયા તેના સબંધ ઈશ્વર સાથે છે જ ને? ” એમણે કહ્યું. “હા, એની સાથે સંબંધ છે. પરંતુ મે અવાજ સાંભળ્યે! પણ દર્શન ન થયાં. મેં રૂપ ન જોયું', પણ એને અવાજ સાંભળ્યો. અને રૂપ “હાય એવા અનુભવ મને નથી થયે, અને એનાં સાક્ષાત્ દન નથી થયાં, પર ંતુ થઇ શકે ખરાં.”
હું ગયા વર્ષે નૈનીતાલ બાજુ થઇને આશ્મેરા ગયેલા અને ત્યાં ભારતના સુવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી જેમના વનસ્પતિશાસ્ત્ર એ ખાસ સશેાધનના વિષય છે એવા શ્રી. ખેાથી સેનને મળેલે. વૈજ્ઞાનિક હોવા સાથે તેઓ એક અધ્યાત્મપરાયણ પુરૂષ છે. રામકૃષ્ણ મીશનના પ્રમુખ સન્યાસીઓના નિકટ સબંધમાં છે. તે સ્વ. વૈજ્ઞાનિક સર જગદીરાચંદ્ર મેઝ નીચે તૈયાર થયેલા અને તેમની સાથે કામ કરતા કવિવર ટાગેારના તેમને ગાઢ પરિચય હતા. વળી ભારતની અન્ય અનેક ખ્યાતનામ વ્યકિત સાથે તે સાર સબંધ ધરાવે છે. તેમની સાથે મારા માટે ચિરસ્મરણીય એવા વાર્તાલાપ દરમિયાન તેમને મેં પ્રશ્ન કરેલાં કે “જેને spiritual experiences-આધ્યાત્મિક અનુભૂતિ કહે છે એવી અનુભૂતિ વિષે આપના શું ખ્યાલ છે ?'' તેમણે આ પ્રશ્નને! એમ જવાબ આપેલા કે આજે આધ્યાત્મિક અનુ, ભૂતિ છે તે કાંઇ એકાન્તમાં કે શાન્તિમાં જ થાય છે એમ નથી, તેમ જ એ માત્ર ભણેલા ગણેલા સુશિક્ષિતને જ થાય છે એમ પણ નથી. આખરે એ તેા ઇશ્વરની મધરની-કૃપાનો જ વિષય છે. દિ દિ અભણ અણુધડ માણસમાં એ જ્યાત અવતરે છે અને જેમ પારસમણિના સ્પર્શથી લટ્ટુ સાનુ થઇ જાય છે તેમ તે માનવી એકાએક બદલાઇ જાય છે. પરમહ ંસના જીવનમાં આજે જેને આપણે ભણતર કહીએ છીએ તેવી કાઇ ભૂમિકા જ કાં હતી? એમ છતાં તેઓ કેવી મોટી વિભૂતિ હતા ? કાષ્ઠ પોસ્ટમેન, કાઇ કલાર્ક, કાઇ સોની, લુહાર કે હરિજન ભગવત્કૃપાનુ પાત્ર અન્યાની અને પરિણામે તેના જીવનમાં આમૂલ પરિવર્તન નિષજ્યાની વાતે! આપણે ઘણીવાર સાંભળીએ છીએ. આપણા સન્તા મેટા ભાગે નીચેના સામાજિક થરમાંથી પેદા થયા છે અને તેઓenlightened souls–પ્રકાશાવલ આત્માઓ નહિ તે બીજી શું છે ? તમે પુછેા છે એવી આધ્યાત્મિક અનુભૂતિ મને એ ત્રણ વાર થઈ છે. એક વાર તેા કલકત્તાના ધીચ લતામાં આવેલા કાઇ એક મકાનમાં બેઠા હતા અને મને આવે! કાંઇક અનુભવ થયેલા આ શું છે તેનું વન હું તમારી પાસે શી રીતે કરૂ ? કાઇ અવર્ણનીય જ્યોતિના ભાસ-આવું કાંઇક સમજોને ? પણ તેના પરિણામે આપણા આન્તર મનમાં કાઇ એવી શાન્તિ, પ્રસન્ના જન્મે છે કે જે જલ્દિ ભુંસાતી નથી, અને આપણા ચિત્તને સમધારણની નવી કોઇ તાકાત મળતી હોય એમ લાગે છે.”
આવી જ દિવ્ય અનુભૂતિ રજુ કરતા એક લેખ જુન માસના રીડર્સ ડાઇજેસ્ટમાં જોવામાં આવ્યે. તે લેખ લખનારનું નામ શ્રીમતી મારગરેટ પ્રેસ્કોટ. એ લેખ સાથી પ્રથમ ૧૯૧૬ ની સાલમાં પ્રગટ થયેલે. તેનું મથાળુ' છે ‘Twenty Minutes of Reality'', આ લેખના સંબધમાં રીડર્સ ડાઇજેસ્ટના ત ત્રી જણાવે છે કે વર્ષોંના વહેવા સાથે આ લેખે એક નાના સરખા ‘કલાસિક'નું સ્થાન પ્રાપ્ત કર્યું" છે. અને આજે પણ એ લેખનુ એટલા જ કૌતુક અને જિજ્ઞાસાથી પારાયણ થઇ રહ્યું છે અને તેમાં વાચા કોઇ અનુપમ જીવનરહસ્યનું દર્શન કરી રહ્યા છે. 'એ મૂળ અંગ્રેજી લેખને હવે પછીના અંકમાં અનુવાદ પ્રગટ કરવામાં આવશે.
પાનદ
་