SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૫૯ છે, તે લેસઝ ફેર'ની પોલીસી-અનિયંત્રિત વ્યાપાર અને ઉદ્યોગની નીતિ–ઉપર રચાયેલ છે. આની પાછળ એવી માન્યતા રહેલી છે કે આર્થિક ખળા પરસ્પરની હરીફાઇના કારણે લોકકલ્યાણને અનુકુળન તે સાથે સંવાદી એવી પરિસ્થિતિ સહજપણે ઉભી કરે જ છે. છેલ્લાં સે। વર્ષના અનુભવે આ માન્યતાં ખેાટી પાડી છે. આ વાત આજના યુગમાં ખાસ કરીને ભારત જેવા અનેક રીતે પાછળ પડી ગયેલા દેશેા માટે ચાલે તેમ નથી.. પ્રબુદ્ધ જીવન ...... વસ્તુતઃ સ્વત ંત્ર પક્ષના ખરા વિરાધ આપણા રાજ્યમ ધારણ સામે છે. તેમના અભિપ્રાય મુજબ આજનું આપણું બંધારણ લકાને પુરૂષ સ્વાતંત્ર્ય આપતું નથી. આ બાબત તેમણે સ્પષ્ટ કહી નથી, પણ બંધારણમાં સામેલ કરવામાં આવેલ ભાગ દશ ક સિંધ્ધાંતામાં પ્રજાજીવન ઉપર અનેક નિયંત્રણા સૂચિત છે અને રાજાજીના અભિપ્રાય પ્રમાણે legislative compulsionકાનૂની દબાણ હિંસા છે અને તેથી પ્રજાશાસનમાં કાનૂની દબાણુ હાવુ ન જોઇએ એમ તેમણે અનેક વાર જણાવ્યું છે. તેમના અભિપ્રાય પ્રમાણે કોંગ્રેસ સરકારને લોકોમાં વિશ્વાસ નથી તેથી તેને કાયદા ઉપર કાયદા કરવા પડે છે, જે કાંઇ સાંચી વસ્તુ સારી વસ્તુ 'હશે તે લેાકા પોતાની બુદ્ધિથી જરૂર કરશે જ. 'આવા લેાકામાં વિશ્વાસ હેવા જોઇએ. કાંગ્રેસને આવે! વિશ્વાસ નથી અને તેથી તે હાલતાં ચાલતાં કાયદાનુ જ અવલંબન લે છે. આ પાછળ જરૂર તથ્યાંશ રહેલા છે. કોઇ પણ સરકારે કેવળ દંડ નીતિ ઉપર આધાર રાખીને ચાલવું ન જ જોઇએ. કાયદા કાનૂન સાથે લોકાને સમજાવવાનું પણ ચાલુ કામ થતું રહેવુ જ જોઇએ. અને આ બાબતમાં કેગ્રેસ જેટલી મંદ હોય તેટલું તેને નુકસાન થવાનુ જ છે. પણ સાથે સાથે એ પણ એટલું જ દેખીતુ છે કે આજની પરિસ્થિતિમાંથી જનતાને ઊંચી લાવવા માટે અમુક કાયદા કાનૂન કર્યાં સિવાય ચાલે તેમ છે જ નહિ, દા. ત. અસ્પૃશ્ચંતાનિવારણ, સ્ત્રી-પુરૂષ સમાનતા, દલિત વર્ગાના ઉધ્ધાર, મજુરાના ચાલી રહેલા શાષનુ નિવારણુ. જો સામાજિક અને આર્થિક સમાનતા એ આપણું ધ્યેય હાય તો તેને બાધક પરિસ્થિતિઓના કાયદાકાનૂનથી અન્ત લાવવા જ જોઇએ. અને લેકામાં શ્રદ્ધાના જે મુદ્દો આગળ ધરવામાં આવે છે. તેના જવાબમાં પૂછવાનું કે લેકમાં શ્રધ્ધા એટલે કાના વિષે શ્રદ્ઘા? Vested Interestsથાપિત હિતેામાં—શ્રધ્ધા રાખવી ? અને આ, શ્રધ્ધા કઇ હદ સુધી રાખવી? વળી સામાન્ય પ્રજાના ટેકા ન હોય એવી કોઈ પણ સરકાર ટકી શકે જ નહિ, કોંગ્રેસ આજે જે કાંઇ કરી રહી છે તે લાંકમતની બહુમતીના પીઠબળ ઉપર કરી રહી છે. બાકી કાઇ પણ સરકાર જે કાંઇ કરશે તે સામે એક યા ખીજી લઘુમતીના વિરોધ રહેવાના જ. સ્થાપિત હિતાની લઘુમતી અંગે કાનુની ખાણની પ્રક્રિયા અનિવાય છે. કાયદાને લોકમતનો ટેકો જોઇએ જ, પણ સો ટકાના ટેકા સમાવટથી મેળવવાનું ધ્યેય ર્દિ પણ અમલી બને તેમ છે જ નહિ. દાખલા તરીકે ગાંધીજી અને વિનોબાજી ટ્રસ્ટીશીપના સિધ્ધાન્ત રજુ કરે છે. એ મુજબ દરેક મીલકતવાળા પાંતાની મીલ્કતના જનકલ્યાણ અર્થે સ્વેચ્છાએ પોતાને ટ્રસ્ટી લેખે એ વિચાર જરૂર .વકારદાયક છે, પણ એ પરિસ્થિતિ ઉભી થાય એ માટે અનિયતકાળ સુધી બેસી રહેવું. આપણને ન જ પરવડે. તે દિશાએ કાયદાકાનૂન કરીને ધીમે ધીમે આગળ વધ્યા સિવાય ચાલે જ નહિ. આજે સ્વત ંત્રતા અને સમાનતા એ બે શબ્દોના એક સાથે ઉચ્ચાર થાય છે. પણ જે સમાજની રચનામાં સામાજક અને આર્થિક અસમાનતાં વ્યાપક હોય ત્યાં સ્વત ંત્રતા અને સમાનતાં એ વિચાર વચ્ચે કાંઇક વિરેધ અને ઘણું પેદા થયા વિના રહે જ નહિ, સમાનતા એ જો ધ્યેય હાય તા સ્થાપિત હિતેાના સ્વાત ંત્ર્ય ઉપર કેટલેક દરજજે' કાપ મૂક્યા સિવાય ચાલે જ નહિ. એક વાર ler સમાનતા સ્થાપિત થાય પછી જ સાચુ સ્વાત ત્ર્ય પ્રજાજીવનમાં નિર્માણ થઇ શકે છે. આજની પરિસ્થિતિમાં તે, ગરીબનું શાણુ કરવાની શ્રીમાનની સ્વતંત્રના એટલા જ સ્વતંત્રતાના અથ થાય. સ્વત ંત્ર પક્ષના એવા દાવે છે કે તે વ્યકિતસ્વાતંત્ર્યની સ’પૂર્ણપણે રક્ષા કરશે, બધા હિતેાની પૂરી સંભાળ લેશે અને તેમને પૂરી તક આપશે—આનું પરિણામ સમાજને આજે જેવા છે તેવે કાયમ રાખવામાં જ આવે. સ્વતંત્રપક્ષનુ ધ્યેય કૉંગ્રેસને સત્તાભ્રષ્ટ કરીને તેના સ્થાને પેાતે આવવું એ પ્રકારનુ છે. સ્વત ત્રપક્ષની વિચારસરણી એક છેડાની છે; સામ્યવાદની વિચારસરણી ખીજા છેડાની છે. કૉંગ્રેસના માગ મધ્યમ માર્ગ છે, કોંગ્રેસને તોડી નાખવાથી દેશમાં માત્ર એ પક્ષ રહેશે. Vested Interests સ્થાપિત હિતેા—માટે સ્થિતિચુસ્તની મને દશા દાખવતા સ્વત ત્રપક્ષ અને આમ જનતાને આકષ તા. સામ્યવાદી પક્ષ. મધ્યમ માગના અભાવે બે છેડાના પક્ષમાં આખી પ્રજાએ વહેંચાઈ જવાનું રહેશે. એ દેખીતું છે કે સ્વતંત્રપક્ષ કોંગ્રેસની અને તેRsની પ્રતિષ્ટા તાવા માગે છે. તેમને' ખબર નથી કે આજે નેહરૂની પ્રતિષ્ટા તેડવા જતાં કયા પ્રકારની અરાજકતાને તે નાતરી રહ્યા છે. વસ્તુતઃ સ્વત ંત્રપક્ષના આગેવાને આજ સુધી મહાસભાવાદી હતા. કાંગ્રેસમાં અનેક બદીઓ અને ત્રુટિ છે તેની ના કહી શકાય તેમ છે જ નહિ, કૉંગ્રેસની અંદર પેાતાનું સ્થાન પુનઃ જમાવીને આ બદી અને ત્રુટિઓને નાબુદ કરવી અને કોંગ્રેસને સમર્થ અને સબળ બનાવવી એ તેમનું કામ હતું. પણ કોંગ્રેસને ઠેકાણે લાવવા અંગે મેં મારા હાથ ધોઇ નાખ્યા છે એમ જાહેર કરીને રાજાજીએ કૉંગ્રેસવિરોધી પ્રસ્થાન શરૂ કર્યુ છે. પરિણામ એ આવવાનો ભય રહે છે કે જે સામ્યવાદની આફતમાંથી દેશને બચાવવાના ધ્યેયને આગળ ધરીને સ્વતંત્રપક્ષ પેાતાના મેાર નવું ખળ અને નવુ સમાઁન મળવા સ ભવ છે. ઉભા કરી રહેલ છે તે જ સામ્યવાદને, કોગ્રેસ નબળી પડતાં, સ્વતંત્રપક્ષને ઉભા થવામાં નાગપુર કોંગ્રેસના જીનમથાળું બાંધવાને લગતા અને સયુકત સહકારી ખેતીને વેગ આપવાને લગતા ઠરાવ એક બળવાન નિમિત્ત બનેલ છે. રાજાજી અને મુનશી સ્વત ંત્ર પક્ષના સમર્થનમાં ઉપર જણાવેલ નાગપુરના ઠરાવને આગળ ધરે છે. નાગપુરના ઠરાવમાં રજુ કરવામાં આવેલા કાર્યક્રમ કાઇ નવા નથી. વર્ષોંથી એ વિચારાને કેંગ્રેસ આગળ કરતી રહી છે. આજે કૉંગ્રેસવિરાધી મેરચે માંડવામાં આ ઠરાવ બહુ ઉપયોગી થઇ શકે તેમ છે એમ સમજીને તે ઠરાવને તે આશ્રય લઇ રહેલ છે. દેશમાં કોઇ પણ રાજકીય પક્ષને પેાતાની જમાવટ કરવી હોય તે। માત્ર ધનવાના કે ઉદ્યોગપતિઓના સાથથી ચાલે તેમ છે જ નહિ. તે માટે ખેડૂતા જે પ્રજાના ઘણા મોટા ભાગ છે તેના સાથ હોવા જ જોઇએ. આપણે ખેડુત સ્વભાવથી સ્થગિત મનોદશાવળેt-conservativeછે, સંયુકત સહકારી ખેતીના વિચારનેા અને જમીનમથાળુ બાંધવાના વિચારના તે જરૂર વિરોધ કરવાનાં છે એમ સ્વતંત્ર પક્ષના આગેવાના ભાન છે, ખાસ કરીને શ્રીમંત ખેડુતવગ ના આ સામે વિરોધ હોય તે સ્વાભાવિક જ છે. આ વર્ગને પોતાના પડખે લેવાના હેતુથી તે નાગપુરના ઠરાવને જ્યાં ત્યાં આગળ ધરી રહ્યા છે. બાકી વસ્તુસ્થિતિ તા એવી છે કે સંયુકત સહકારી ખેતીના ઠરાવને જે રીતે રજુ કરવામાં આવે છે કે તે આંડકતરી રીતે રશી કે ચીનમાં અખત્યાર કરવામાં આવેલ collecti vised farming-ક્રજિયાત સામુદાયિક ખેતી આપણા દેશમાં દાખલ કરવાના પ્રયત્ન છે-આવી તેમની રજુઆત સાચી નથી. શ્રીજી સંયુકત સહકારી ખેતીના ઠરાવના અમલ ફરજિયાત થવાના નથી અને ત્રીજી એ ઠરાવ અમલી બનશે તે પહેલાં નિરીક્ષણ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy